logo

પગારની આવકની કરપાત્રતા (બજેટ: ૨૦૧૨ ના સંદર્ભમાં)

કરવેરા એ દરેક દેશની સરકાર માટે આવકનું એક મહત્વનું સાધન છે.કોઇપણ દેશ પોતાના વિકાસ માટે જાહેર ખર્ચ કરે છે.આ ખર્ચને પહોંચી વળવા માટે સરકાર લોકો પાસેથી કરવેરા ઉઘરાવે છે.વ્યકિતની કુલ આવક ઉપર દરેક નાણાંકીય વર્ષ માટે સરકાર દ્વારા જે વાર્ષિક કર ઉઘરાવવામાં આવે છે તેને આવકવેરો(INCOME TAX) કહેવાય.સામાન્યરીતે સરકાર પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપે આ કરવેરા વસુલ કરે છે.સરકાર જે વ્યકિત પર કર નાખે અને તે વ્યકિત જ તે કર ભરે તેને પ્રત્યક્ષ કર કહેવાય, પરંતુ જે વ્યકિત પર કર નાખવામાં આવ્યો હોય અને અન્ય વ્યકિત તે કર ભરે તેને પરોક્ષ કર કહેવાય.સરકાર વ્યકિતની કુલ આવક પર આવકવેરો વસુલ કરે છે.આ હેતુસર સૂચિત Direct Taxies Code Bill, 2010 ની કલમ-13 મુજબ કોઇપણ વ્યકિતની આવકને બે વિભાગમાં વહેંચવામાં આવશે.

  • “સામાન્ય સ્ત્રોત”થી થતી આવક અને
  • “વિશિષ્ટ સ્ત્રોત”થી થતી આવક.
આવકવેરાના કાયદા મુજબ “સામાન્ય સ્ત્રોત”થી થતી આવકને નીચે મુજબનાં પાંચ શીર્ષકમાં વહેંચવામાં આવે છે:
  1. પગારની આવક
  2. મકાન મિલકતમાંથી થતી આવક
  3. ધંધા કે વ્યવસાયમાંથી મળેલ આવક
  4. મૂડી-નફાની આવક અને
  5. અન્ય સ્ત્રોતથી થતી આવક
ઉપર જણાવ્યા પ્રમાણે વ્યકિતની કુલ આવકને અલગ-અલગ પાંચ શીર્ષકોહેઠળ વહેંચવામાં આવે છે. જે પૈકી કોઇ વ્યકિત પગાર દ્વારા આવક મેળવતી હોય તો, તેની કઇ-કઇ આવકો કરપાત્ર ગણાય? કયા પ્રકારની આવકો પર કર ભરવો નહિ પડે? કુલ આવકમાંથી કઇ અને કેટલી બચતો બાદ મળશે? તે અંગેની ચર્ચા અત્રે કરવામાં આવી છે.

પગારની આવક એટલે શું?
Income Tax Act, 1961 અનુસાર કોઇપણ હોદ્દો ધારણ કરવાને પરિણામે કોઇપણ વ્યકિતને મળતું વેતન પગારની આવક કહી શકાય નહિ.આપનાર અને આવક મેળવનાર વચ્ચે માલિક-કર્મચારીનો સંબંધ હોવો જોઇએ.જે મુજબ નીચેની આવકોનો પગારની આવકમાં સમાવેશ કરવામાં આવે છે:
  1. મૂળ પગાર
  2. વિવિધ પ્રકારનાં ભથ્થાં(જેવાં કે મોંઘવારી ભથ્થું, ઘર ભાડા ભથ્થું, વાહન ભથ્થું, પ્રવાસભથ્થું,મેડીકલ ભથ્થું, સિટી કોમ્પેંસેટરી ભથ્થું, ટ્રાયબલ એરિયા ભથ્થું, નોકરો માટેનું ભથ્થું,બદલી ભથ્થું,ચાર્જ એલાઉંસ તથા રોકડમાં મળતાં અન્યભથ્થાં)
  3. વિવિધ પ્રકારની સવલતો(તબીબી સારવાર, ભોજનની સવલત, ટેલિફોનની સવલત, મકાનની સવલત, વાહનની સવલત, ગેસ-વીજળીની સવલત, નોકરોની સવલત વગેરે)
  4. પગારની અવેજમાં મળતો લાભ
  5. બોનસ
  6. વેચાણ પરનું કમિશન
  7. પેન્શન
  8. ગ્રેજ્યુઇટી
  9. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો 12 ટકાથી વધારાનો ફાળો
  10. માન્ય પ્રોવિડન્ટ ફંડના કર્મચારીને મળતું 9.5 ટકાથી વધારાનું વ્યાજ
  11. સરકાર દ્રારા પેન્શન યોજના હેઠળ જમા કરાવેલ ફાળો
પગારની આવકમાંથી બાદ મળતી કરમુકત આવકો:

ઉપર જણાવેલ વિવિધ પ્રકારની આવકો પગારની આવકના શીર્ષક નીચે કરપાત્ર ગણાય છે. આ તમામ આવકોનો સરવાળો કરી કુલ આવક પર આવકવેરો ભરવો પડે છે. જે પૈકી અમુક પ્રકારની આવકો પર કર ભરવો પડતો નથી.આવી આવકોને કરમુકત આવકો કહેવાય. જેને બે ભાગમાં વહેંચી શકાય.

સંપૂર્ણ પણે કરમુક્ત આવકો:

જેઆવકોપરકોઇપણપ્રકારનોકરભરવોપડતોનથીતેનેસંપૂર્ણકરમુકતઆવકોકહેવાય. જેવી કે પ્રવાસ ભથ્થું, દૈનિક ભથ્થાની રકમો, જે તે હેતુ માટે સંપૂર્ણપણે ખર્ચાઇ ગઇ હશે તેમ માની આવી આવકોને કર ભરવામાંથી સંપૂર્ણપણે મુકિત આપવામાં આવેલ છે. આ ઉપરાંત ભોજનની સવલત, ટેલિફોનની સવલત, વાહનની સવલત પણ સંપૂર્ણપણે કરમુકત ગણાય છે. સરકારી કર્મચારીને મળતી ગ્રેજ્યુટીની રકમ પણ સંપૂર્ણપણે કરમુકત ગણાય છે.

અંશત: કરમુક્ત આવકો:

પગારની કુલ આવકો પૈકી અમુકપ્રકારની આવકોને અંશત: કરમુકિત આપવામાં આવેલ છે. જેમ કે,
  1. ઘર ભાડા ભથ્થું કલમ – 10(13A) મુજબ અમુક શરતોને આધિન પગારની આવકમાંથી બાદ મળે છે.
  2. સરકારી કર્મચારીને મળતું મનોરંજન ભથ્થું રૂ. 5,000 અથવા મૂળ પગારનો 1/5 ભાગ બંનેમાંથી જે રકમ ઓછી હોય તે કપાત તરીકે બાદ મળે છે.
  3. યુનિફોર્મભથ્થું, મદદનીશ ભથ્થું, નોકરો માટેનું ભથ્થું, બદલી ભથ્થું, તથા રોકડમાં મળતાં અન્ય ભથ્થાંઓમાટેખરેખરથયેલખર્ચબાદમળેછે.
  4. વાહનભથ્થુંકલમ– 10(14)(2) મુજબ માસિક રૂ. 800 લેખે કરમુક્ત ગણાય છે, અંધ કે અપંગ કર્મચારીઓમાટેમાસિક રૂ. 1600 લેખે કરમુકત ગણાય છે.
  5. શિક્ષણ ભથ્થું બાળક દીઠ વધુમાં વધુ માસિક રૂ. 100 લેખે (વધુમાં વધુ બે બાળકો માટે વાર્ષિક રૂ. 2400 સુધી) કરમુકત ગણાય છે. હોસ્ટેલ વધુમાં વધુ માસિક રૂ. 100 લેખે બાદ મળશે.
  6. ટ્રાયબલ એરિયાભથ્થું માસિક રૂ. 200 લેખે કરમુકત ગણાય છે.
  7. કર્મચારી કે તેના કુટુંબના કોઇ સભ્ય માટે માલિકે ચૂકવેલ તબીબી ખર્ચનીરકમ રૂ. 15,000 સુધી કરમુકત ગણાય છે.
  8. માન્યપ્રોવિડન્ટ ફંડમાં માલિકનો 12 ટકાથી વધારાનો ફાળો કરપાત્ર ગણાયછે.
  9. માન્યપ્રોવિડન્ટફંડનાકર્મચારીનેમળતું9.5 ટકાથી વધારાનુંવ્યાજ કરપાત્ર ગણાય છે.
  10. બિન સરકારી કર્મચારીઓને મળતી ગ્રેજ્યુઇટીની રકમ 1972 ના ગ્રેજ્યુઇટી ચુકવણી કાયદા મુજબ વધુમાં વધુ રૂ. 10,00,000, ખરેખર મળેલગ્રેજ્યુઇટીની રકમ કે નોકરીના દરેક વર્ષ દીઠ 15 દિવસનો પગાર આ ત્રણ પૈકી જે રકમ ઓછી હોય તે કરમુકત ગણાય છે.

સંપૂર્ણપણે કરપાત્રગણાતી આવકો:

સંપૂર્ણપણે કરમુકત અને અંશત:કરમુકત આવકો સિવાયની તમામ આવકો જેવી કે – મૂળ પગાર, મોંઘવારી ભથ્થું, મનોરંજન ભથ્થું (બિનસરકારી કર્મચારીઓ માટે), મેડીકલ ભથ્થું, ઉચ્ચક દરે મળતું તબીબી ભથ્થું, સિટી કોમ્પેન્સેટરી ભથ્થું, ચાર્જ એલાઉન્સ, રોકડમાં મળતા અન્ય ભથ્થાં,મકાનની સવલત, અવેજમાં મળતો લાભ, બોનસ, વેચાણ પરનું કમિશન,પેન્શન,સરકાર દ્વારા પેન્શન યોજના હેઠળ જમા કરાવેલ ફાળાની રકમો પૂરેપૂરી કરપાત્ર ગણાય છે.

વ્યવસાયવેરો: રાજયસરાકારદ્વારાકર્મચારીઓ પાસેથી લેવામાં આવતા વ્યવસાયવેરાની પૂરેપૂરી રકમ પગારની કુલ આવકમાંથી ખાસ કપાત તરીકે બાદ મળે છે.

પગારની કુલ(ગ્રોસ) આવકમાંથી કપાત તરીકે બાદ મળતી રકમો:

કલમ – 80C, કલમ – 80CCC અને કલમ -80CCD હેઠળ બાદ મળતી રકમો:

આ કલમો હેઠળ મહત્તમ રૂ. 1,00,000 ની મર્યાદામાં નીચે જનાવેલ રકમો પગારની કુલ(ગ્રોસ) આવકમાંથી કપાત તરીકે બાદ મળે છે.
  1. જીવન વીમા પ્રીમિયમ- કરદાતા પોતાની પોલિસી ઉપરાંત પોતાના જીવનસાથી કે બાળકોના જીવન વીમાની પોલિસીઓ ઉપર પ્રીમિયમ ભરે તો પણ આવા પ્રીમિયમની રકમ બાદ મળે છે.(પોલિસીની રકમના 10 ટકા સુધી મર્યાદિત)
  2. જી.પી.એફ.માં ભરેલ રકમ
  3. જીવન વિમા નિગમ અથવા અન્ય ઇન્વેસ્ટર દ્વારા સ્થપાયેલ પેન્શન ફંડમાં ફાળો. (કલમ- 80CCC)
  4. ગૃપ સેવિંગ્સ લિંકડ ઇન્સ્યોરન્સ (U.L.I.P)
  5. માન્ય પ્રોવિડન્ટમાં ફાળો
  6. જાહેર ભવિષ્ય નિધિમાં ફાળો (દા.ત.P.P.F)
  7. પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (P.L.I)
  8. શીડયુલ બેંકમાં પાંચ વર્ષ કે તેથી વધુ વર્ષની ફિકસ ડિપોઝીટ
  9. હાઉસિંગ લોન પેટે ભરેલ હપ્તાની રકમ
  10. યુનિટ ટ્રસ્ટ ઓફ ઇનિડયા તેમજ કલમ – 10(23D) હેઠળ માન્ય કરાયેલ મ્યુચ્યુઅલ ફંડો દ્વારા નોટિફાય કરવામાં આવે તેવા ઇકિવટી લિંકડ રોકાણ
  11. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકટમાં આઠમી શ્રેણીમાં કરવામાં આવેલ રોકાણ, તેમજ તેના પર દર વર્ષેજમા થતું વ્યાજનું પુન:રોકાણ થતું હોઇ જમા થયેલ વ્યાજ પણઆ કલમ હેઠળબાદ મળશે.
  12. નાબાર્ડ, મ્યુચ્યુઅલ ફંડના માન્ય ટેક્ષ શીલ્ડ પ્લાન તેમજ સરકારે અન્ય નક્કી કરેલ બોન્ડમાં રોકાણ
  13. પોસ્ટ ઓફિસની ટાઇમ ડિપોઝિટ યોજના, 1981 અન્વયે પાંચ વર્ષ માટે કરેલ રોકાણ
  14. વરિષ્ટ નાગરિક બચત યોજના 2004 અન્વયે કરદાતાએ નિયમ મુજબ કરેલ રોકાણ
  15. તા.1/1/2004 પછી દાખલ કરેલ નવાસુધારા મુજબ કર્મચારી પગારના 10 ટકા રકમ ફરજીયાત પેન્શન ફંડમાં જમા કરાવશે. સરકાર પણ તેટલી જ રકમ કર્મચારીના પેન્શન ફંડમાં જમા કરાવશે. આ બંને રકમ કપાત તરીકે બાદ મળશે. કર્મચારી દ્વારા કરવામાં આવેલ10ટકાથી વધારાનુંરોકાણ બાદ મળશે નહિ. ( કલમ-80CCD)
  16. કોઇપણ માન્ય યુનિવર્સિટી,કોલેજ, સ્કુલ અથવા ભારતમાં સ્થપાયેલ શૈક્ષણિક સંસ્થામાં પોતાના બે બાળાકોને પૂર્ણ સમયના અભ્યાસ માટે કરદાતાએ ચૂકવેલ ટયુશન ફી ની રકમ બાદ મળી શકશે. જેમાં ડેવલપમેન્ટ ફી, કેપિટેશન ફી અથવા ડોનેશનનો સમાવેશ થતો નથી..
  17. કલમ- 80CCFની જોગવાઇ મુજબ નાણાંકીય વર્ષ: 2010-11 એટલે કે આકારણી વર્ષ: 2011-12થી કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કરવામાં આવ્યા હોય તેવા લાંબાગાળાના ઇન્ફ્રાસ્ટ્રકચર બોન્ડમાં કરેલ રોકાણ રૂ. 20,000 સુધીની વધારાની રકમ કપાત તરીકે બાદ મળશે.
  18. કલમ-80Dની જોગાવાઇ મુજબ કરદાતાએ પોતાની, પોતાના જીવનસાથી કે બાળકોના સ્વાસ્થ્ય માટે લીધેલી મેડિકલ ઇન્સ્યોરન્સની પોલિસી પર ભરેલ પ્રીમિયમની રકમ રૂ.15,000 (સિનિયર સિટીઝન માટે રૂ. 20,000)ની મર્યાદામાં કરપાત્ર આવકમાંથીભરેલા પ્રીમિયમની રકમ સંપૂર્ણપણે બાદ મળશે. નવા સુધારા મુજબ આશ્રિત સિનિયર સિટીઝન માતા-પિતાના સ્વાસ્થ્ય માટે કરદાતાએ ભરેલ વધારાનું રૂ.20,000 સુધીનું પ્રીમિયમ કપાત તરીકે બાદ મળી શકશે. એટલેકે આ કપાત રૂ. 35,000 (રૂ. 15,000+રૂ. 20,000) સુધી બાદ મળશે.
  19. કલમ- 80DDની જોગવાઇ મુજબ કાયમી રીતે શારીરિક કે માનસિક રીતે અશકત એવા ફકત આશ્રિતોને તબીબી સારવાર, નર્સિગ ડ્રેસિંગ માટે કરેલાખર્ચની રકમ કુલ ગ્રોસ આવકમાંથી રૂ. 50,000 સુધીની મર્યાદામાં બાદ મળી શકશે. આવી કપાત સિનિયર સિટીઝન ડિસએબીલીટીના કેસમાં રૂ.1,00,000 સુધી બાદ મળી શકે છે. જે માટે અંધાપા સહિત કાયમી પ્રકારની શારીરિક વિકલાંગતા કે મંદબુધ્ધિ બાબતનું સરકારી હોસ્પિટલના સ્થાનિક સત્તાની હોસ્પિટલની ફિઝીશીયન સર્જન, ઓક્યુલિસ્ટ, સાઇક્રિયાટ્રીસ્ટનું સર્ટીફિકેટ રજુ કરવાનું રહેશે.
  20. કલમ – 80 DDBની જોગવાઇ મુજબ ભારતીય કરદાતાએ તેના તેમજ તેના આશ્રિતના આવકવેરા નિયમ 11DD હેઠળ નક્કી કરેલ ગંભીર રોગ હેઠળની તબીબી સારવાર માટે કરેલ રૂ. 40,000 સુધીનો ખરેખર કરેલ ખર્ચ નક્કી કરેલ અધિકારીના નિશ્રિત ફોર્મના 101 માં આપેલ સર્ટિફીકેટ રજૂ કરવાથી મજરે મેળવી શકશે. આવા ખર્ચની જો વીમા કંપની પાસેથી મેળવવામા આવી હશે તો તેટલી રકમ ખર્ચ તરીકે ઓછી બાદ મળશે. આવો ખર્ચ જયારે સિનિયર સીટીજન માટે કરેલ હોય ત્યારે વળતરની રકમ રૂ. 60,000 સુધી બાદ મળી શકશે.
  21. કલમ 80Eની જોગવાઇ મુજબ કરદાતાએ પોતાની,પોતાના જીવનસાથી કે બાળકોમાટે સરકાર માન્ય સંસ્થામાં ઉચ્ચ શિક્ષણ માટે લીધેલ લોનનું ચૂકવેલ વ્યાજ પોતાની કરપાત્ર આવક માંથી બાદ મળશે. આવું વ્યાજ 8 વર્ષ અથવા લોન પૂરી થાય ત્યાં સુધી બે માંથી જે વહેલુ હોય ત્યાં સુધી બાદ મળી શકશે. નવા સુધારામુજબ આ કલમનો લાભ હવેથી લીગલ ગાર્ડિયન (કાનૂની વાલી)ને પણ મળશે.
  22. કલમ 80Gની જોગવાઇ મુજબ કરદાતાએ નિયત કરાયેલ ફંડ (જેમ કે પ્રાઇમ મિનિસ્ટર્સ, ચીફ મિનિસ્ટર્સ રીલીફફંડ તથા અન્ય ઠરાયેલ ફંડ)માં ફાળો આપેલહોય તો 100 ટકા બાદ મળશે. ધર્માદા હેતુસર દાન આપેલ હોય તેમજ સામાન્ય હેતુસર પ્રમાણિત સંસ્થાઓને કરવામાં આવેલ દાનનિયત પ્રમાણપત્ર રજૂ કરવાથી કુલ આવકના 10 ટકાનીમર્યાદામાં કરેલ દાનના50 ટકા લેખે આવકમાંથી બાદ મળી શકશે.
  23. કલમ 80Uની જોગવાઇ મુજબ જે કરદાતા સંપૂર્ણપણે અંધ હોય, કાયમી શારીરિક અસમર્થતા ધરાવતા હોય કે મેન્ટલ રીટાર્ડેશન ર્બોર્ડે જણાવ્યા પ્રમાણે માનસિક અસમર્થતા ધરાવતા હોય તેવા કરદાતાની કુલ ગ્રોસ આવકમાંથી રૂ. 75,000ની રકમકપાત તરીકે બાદ આપવામાં આવશે. આ ઉપરાંત સેવિયર ડીસએબિલિટીના કેસમાંઆવી કપાત રૂ. 1,00,000 સુધી કપાત તરીકે બાદ મળશે.
હાઉસિંગ લોન સંબંધી બાદ મળતી કપાતો:

આવકવેરા કાયદાની કલમ-24ની જોગવાઇ મુજબ કરદાતાએ પોતાના અંગત રહેઠાણ માટેનુંમકાન ખરીદવા કે મકાન બાંધવા માટે હાઉસિંગ લોન લીધીહોય તો આવી લોન ઉપર ચૂકવવા પાત્ર વ્યાજ વાર્ષિક રૂ. 1,50,000ની મર્યાદામાં કપાત તરીકે બાદ મળશે. અહીં એક બાબત ખાસ અગત્ની છે કે હાઉસિંગ લોન ઉપરનું વ્યાજ “ચૂકવાવા પાત્ર” હોયતેના આધારે બાદ મળવા પાત્ર છે. કરદાતાએ આવુંવ્યાજ વર્ષ દરમ્યાન “ખરેખર ચૂકવ્યું” હોયતે જરૂરી નથી,પરંતુ વ્યાજ સંબંધી કપાતનો લાભ મેળવવાના હેતુસર કરદાતાએ જેને વ્યાજ ચૂકવ્યુ હોય અથવા તો જેને ચૂકવવા પાત્ર હોય તેવી સંસ્થા પાસેથી પુરાવા સ્વરૂપે સર્ટીફિકેટમેળવી લેવું જોઇએ.

CBDT(Central Board Of Direct Taxis)એ તારીખ 20/08/1969ના રોજ પરિપત્ર નં.28 દ્વારા એવી સ્પષ્ટતા કરી છે કે પોતાનું મકાન બાંધવા કે ખરીદવા માટે લીધેલી મૂળ લોનને ચૂકવવા માટે જો કરદાતા બીજીલોન કે તો આવી લોન ઉપર ચૂકવવાનું થતું વ્યાજ પણ કપાત તરીકે બાદ મળવાપાત્ર થશે

આવકવેરા કાયદાની કલમ-24ની જોગવાઇ મુજબ મકાનની ખરીદી કે બાંધકામ ઉપરાંત મકાનના સમારકામ, નવીનીકરણ કે પુન: બાંધકામ માટે લેવામાં આવેલી લોન ઉપર ચૂકવવા પાત્ર વ્યાજ રૂ. 30,000ની મર્યાદામાં કપાત તરીકે બાદ મળી શકશે.

આવકવેરા કાયદાની કલમ-80C હેઠળ માન્ય અન્ય રોકાણો તેમજ ખર્ચની સાથે રૂ.1,00,000 ની મર્યાદામાં મકાનની સ્ટેમ્પ ડયુટી, રજિસ્ટ્રેશન ખર્ચ તેમજ હાઉસિંગ લોનના હપ્તાની કરેલ ચૂકવણીની રકમ કપાત તરીકે બાદ મળી શકશે

આવકવેરા દરનાં કોષ્ટકો:

કેન્દ્રીય બજેટ 2011 અને 2012 મુજબ નાણાંકીય વર્ષ 2011-12 અને વર્ષ 2012-13 માટેના આવકવેરાના દર નીચે મુજબ છે:

કેન્દ્રીય બજેટ – 2011 મુજબ: (નાણાંકીય વર્ષ:2012-13 માટે)

સામાન્ય કરદાતા

મહિલા કરદાતા

કરપાત્ર આવક (વાર્ષિક રૂ, માં)

આવકવેરાના દર

કરપાત્ર આવક (વાર્ષિક રૂ, માં)

આવકવેરાના દર

1,80,000 સુધી

શૂન્ય

1,90,000 સુધી

શૂન્ય

1,80,001 થી 5,00,000 સુધી

10 ટકા

1,90,001 થી 5,00,000 સુધી

10 ટકા

5,00,001 થી 8,00,000 સુધી

20 ટકા

5,00,001 થી 8,00,000 સુધી

20 ટકા

8,00,000 થી વધારે

30 ટકા

8,00,000 થી વધારે

30 ટકા

 

60 થી 80 વર્ષના સીનિયર સીટીઝન

80 વર્ષથી ઉપરના સીનિયર સીટીઝન

કરપાત્ર આવક (વાર્ષિક રૂ, માં)

આવકવેરાના દર

કરપાત્ર આવક (વાર્ષિક રૂ, માં)

આવકવેરાના દર

2,50,000 સુધી

શૂન્ય

5,00,000 સુધી

શૂન્ય

2,50,001 થી 5,00,000 સુધી

10 ટકા

5,00,001 થી 8,00,000 સુધી

20 ટકા

5,00,001 થી 8,00,000 સુધી

20 ટકા

8,00,000 થી વધારે

30 ટકા

8,00,000 થી વધારે

30 ટકા

(પ્રાપ્તિસ્થાન: કેન્દ્રીય બજેટ: 2011, ચાર્ટડ એકાઉન્ટન્ટસ એસોસિએશન, અમદાવાદ)


કેન્દ્રીય બજેટ – 2012 મુજબ: (નાણાંકીય વર્ષ:2012-13 માટે)

સામાન્ય કરદાતા

મહિલા કરદાતા

કરપાત્ર આવક (વાર્ષિક રૂ, માં)

આવકવેરાના દર

કરપાત્ર આવક (વાર્ષિક રૂ, માં)

આવકવેરાના દર

2,00,000 સુધી

શૂન્ય

2,00,000 સુધી

શૂન્ય

2,00,001 થી 5,00,000 સુધી

10 ટકા

2,00,001 થી 5,00,000 સુધી

10 ટકા

5,00,001 થી 10,00,000સુધી

20 ટકા

5,00,001 થી 10,00,000 સુધી

20 ટકા

10,00,000 થી વધારે

30 ટકા

10,00,000 થી વધારે

30 ટકા

 

60 થી 80 વર્ષના સીનિયર સીટીઝન

80 વર્ષથી ઉપરના સીનિયર સીટીઝન

કરપાત્ર આવક (વાર્ષિક રૂ, માં)

આવકવેરાના દર

કરપાત્ર આવક (વાર્ષિક રૂ, માં)

આવકવેરાના દર

2,50,000 સુધી

શૂન્ય

5,00,000 સુધી

શૂન્ય

2,50,001 થી 5,00,000 સુધી

10 ટકા

5,00,001 થી 10,00,000 સુધી

20 ટકા

5,00,001 થી 10,00,000 સુધી

20 ટકા

10,00,000 થી વધારે

30 ટકા

10,00,000 થી વધારે

30 ટકા

(પ્રાપ્તિસ્થાન: Times Of India News Paper Date: 17/03/2012)



ઉપર જણાવેલ આવકવેરાના ર મુજબ આવકવેરા ઉપરાંત આવકવેરાના 2 ટકા માધ્યમિક શિક્ષણ ઉપકર + 1 ટકા ઉચ્ચતર માધ્યમિકશિક્ષણ ઉપકર = કુલ 3 ટકા સેસ ભરવો પડશે. આ ઉપરાંત રૂ. 10,00,000થી વધારાનીઆવક પર 10 ટકા લેખે સરચાર્જ ભરવો પડશે.

ઉદાહરણ:

ધારો કે, મિ.X એક પગારદાર કર્મચારી છે. તેમની વાર્ષિક આવક, જાવક, કપાતોઅને રોકાણોની માહિતી નીચે મુજબ છે.

  1. મૂળ પગાર રૂ. 4,80,000
  2. મોંઘવારી ભથ્થું - મૂળ પગારના 58 ટકા
  3. ઘર ભાડા ભથ્થું - મૂળ પગારના 10 ટકા
  4. વાહન ભથ્થું રૂ. 4,800
  5. શિક્ષણ ભથ્થું – રૂ. 5,000
  6. મેડીકલ ભથ્થું- રૂ. 1,200
  7. સિટી કોમ્પેન્સેટરી ભથ્થું – રૂ. 2880
  8. વ્યવસાયવેરાની કપાત રૂ. 2,400
  9. મકાનની લોનનું વ્યાજ ભર્યુ. રૂ. 1,57,000
  10. મકાનની લોનના હપ્તા ચૂકવ્યા. રૂ. 1,65,000
  11. બાળકોની શિક્ષણ ફી ચૂકવી રૂ. 5,000
  12. માન્ય સંસ્થામાં કરેલ દાન રૂ. 860
  13. રોકાણોની વિગત:
  14. જીવન વીમાપ્રીમિયમ રૂ. 18,000 - જી.પી. એફ. કપાત રૂ. 48,000
    પી.પી. એફ.માં રોકાણ રૂ. 20,000 - પી.એલ.આઇ. રૂ. 16,000
વિગત

રકમ રૂ.

રકમ રૂ.

(૧) મૂળ પગાર
(૨) મોંઘવારી ભથ્થું –( મૂળ પગારના 58 ટકા)
(૩) ઘર ભાડા ભથ્થું - મૂળ પગારના 10 ટકા
(૪) વાહન ભથ્થું
(૫) શિક્ષણ ભથ્થું –
બાદ: કરમુક્ત શિક્ષણ ભથ્થું
(રૂ.100* 12* માસ *2 બાળકો)
(૬) મેડીકલ ભથ્થું-
(૭) સિટી કોમ્પેન્સેટરી ભથ્થું –

 

 

5,000

2,400

4,80,000
2,78,400
48,000
4,800

 

2,600
1,200
2,880

નોકરીની કુલ આવક
બાદ:(1)વાહન ભથ્થું
(2) વ્યવસાયવેરા

 

4,800
2,400

8,17,880

7,200

કુલ ગ્રોસ આવક
બાદ: મકાનની લોનું વ્યાજ (કલમ-24)

 

8,10,680
1,50,000

કુલ કરપાત્ર આવક
બાદ:કલમ-80C હેઠળ બાદ મળવાપાત્ર રોકાણો
(૧)જીવન વીમા પ્રીમિયમ
(૨)જી.પી.એફ.
(૩)પી.પી.એફ.માં રોકાણ
(૪)પી.એલ.આઇ.
(૫)શિક્ષણ ફી
(૬)મકાનની લોનના હપ્તા

 

18,000
48,000
20,000
16,000
5,000
1,65,000

6,60,680

 

 

1,00,000

 

બાદ: માન્ય સંસ્થામાં કરેલ દાન (50 ટકા લેખે)

 

5,60,680
480

ચોખ્ખી કરપાત્ર આવક

 

5,60,200

ઉપર ગણેલ કરપાત્ર આવકના આધારેકરદાતાએ ભરવાપાત્ર આવકવેરાની (કેન્દ્રીય બજેટ:2012 મુજબ) ગણતરી નીચે મુજબથશે.


સામાન્ય અને મહિલા કરદાતા

કરપાત્ર આવક વાર્ષિક રૂ, માં)

આવકવેરાના દર

કરપાત્ર રકમ રૂ.

ભરવાપાત્રઆવકવેરો ( રૂ.)

2,00,000 સુધી

શૂન્ય

-

-

2,00,001 થી 5,00,000 સુધી

10 ટકા

3,00,000

30,000

5,00,001 થી 10,00,000સુધી

20 ટકા

60,200

12,040

10,00,000 થી વધારે

30 ટકા

-

-

ભરવાપાત્ર આવકવેરો
+ સેસ (૩ ટકા)

42,040
1,261

ભરવાપાત્ર કુલ આવકવેરો

43,301

60 થી 80 વર્ષના સીનિયર સીટીઝન

કરપાત્ર આવક (વાર્ષિક રૂ, માં)

આવકવેરાના દર

કરપાત્ર રકમ રૂ.

ભરવાપાત્રઆવકવેરો ( રૂ.)

2,00,000 સુધી

શૂન્ય

-

-

2,00,001 થી 5,00,000 સુધી

10 ટકા

2,50,000

25,000

5,00,001 થી 10,00,000સુધી

20 ટકા

60,200

12,040

10,00,000 થી વધારે

30 ટકા

-

-

ભરવાપાત્ર આવકવેરો
+ સેસ (૩ ટકા)

37,040
1,111

ભરવાપાત્ર કુલ આવકવેરો

38,151



80 વર્ષથી ઉપરના સીનિયર સીટીઝન

કરપાત્ર આવક (વાર્ષિક રૂ, માં)

આવકવેરાના દર

કરપાત્ર રકમ રૂ.

ભરવાપાત્રઆવકવેરો ( રૂ.)

5,00,000સુધી

શૂન્ય

-

-

5,00,001 થી 10,00,000 સુધી

20 ટકા

60,200

12,040

10,00,000 થી વધારે

30 ટકા

-

-

ભરવાપાત્ર આવકવેરો
+ સેસ (૩ ટકા)

12,040
361

ભરવાપાત્ર કુલ આવકવેરો

12,401

પગારની કરપાત્રતાના સંદર્ભમાં કેન્દ્રીય બજેટ: 2012ની અસરો:

કેન્દ્રીય બજેટ, 2012માં Direct Tax Codeનો અમલ કરવાની દિશામાં પગલાં લેવામાં આવ્યા છે. જે અનુસાર અત્યાર સુધી પુરૂષ અને મહિલા કરદાતાઓ માટે આવકવેરાની જોગવાઇઓ અલગ અલગ રાખવામાં આવી હતી, તેમજ આવકવેરાનાસ્લેબ પણ અલગ રાખવામાં આવતા હતા. જે આ બજેટમાં આવકવેરા મુકિત મર્યાદાને સંદર્ભમાં છે ત્યાં સુધીપુરૂષ અને મહિલા કરદાતાઓ માટે આવકવેરાના દર એકસરખા રાખાવામાં આવ્યા છે. જેના કારણે હવે પુરૂષ અને મહિલા કરદાતાઓ એ એકસરખા ધોરણે આવકવેરો ભરવાનો થશે. આમ, આબાબતમાં પણ સ્ત્રીઓને પુરૂષ સમોવડી ગણી છે.

આવકવેરાના આ નવા સ્લેબ મુજબ કરદાતાઓએ વાર્ષિક રૂ. 2,00,000 સુધીની આવક પર કોઇ કર ભરવોપડશે નહિ. જેના કારણે પુરૂષ કરદાતાને વર્ષે રૂ. 2,000 અને મહિલા કરદાતાનેરૂ. 1,000 આવકવેરો ભરવામાંથી રાહત મળશે.

રૂ. 5,00,001 થી 8,00,000ના જુના સ્લેબ મુજબ 20 ટકા લેખે આવકવેરો ભરવાનો થતો હતો, જયારે કેન્દ્રીય બજેટ 2012ના નવા સ્લેબ મુજબ આ મર્યાદા રૂ. 5,00,001 થી 10,00,000ની કરતાં રૂ. 2,00,000ની આવક પર 30 ટકાને બદલે 20 ટકા લેખે જ કર ભરવો પડશે. અહીં પણ કરવેરામાં રૂ. 20,000ની બચત થશે.

નવી ઉમેરાયેલ કલમ – 80TTA મુજબ બચતખાતા પર રૂ. 10,000 સુધી મળેલ વ્યાજની આવકને આવકવેરામાંથી મુકિત આપવામાં આવી છે. પોસ્ટ ઓફિસ ખાતાના વ્યાજમાંથી પણ આ કપાત બાદ મળશે.જેના કારણે અગાઉ બચત ખાતા પર મળેલ વ્યાજની આવક પર જે કર ચુકવવો પડતો હતો, તે રૂ. 10,000 સુધી મળેલ વ્યાજની રકમ પર કોઇ કર ભરવાનો થશે નહિ. અત્રે નોંધનીય છે કે બીજા વ્યાજને આ કલમ લાગું પડશે નહિ. દા.ત. બાંધી મુદતની થાપણો પરનું વ્યાજ.

કલમ– 80Cના સુચિત સુધારા મુજબ રૂ. 10,000થી વધારાનું દાન જો રોકડમાં કરવામાં આવેલ હશે તો તે મજરે મળી શકશે નહિ. એટૅલે કે કરદાતાએ રૂ. 10,000થી વધુકરેલ કરપાત્ર આવકમાંથી મજરે લેવું હશે તો, આવું દાન ફરજીયાત રોકડ સિવાય જ કરવું પડશે.

વીમા પોલિસીનું પ્રીમિયમ પોલિસીની રકમના6 20 ટકા સુધી મજરે મળતું હતુ તે હવે નવા સુધારા મુજબ પોલિસીની રકમના6 10 ટકા સુધી મજરે મળશે.

રૂ. 10,00,000થી ઉપરની કરપાત્ર આવક ધરાવતા કરદાતાઓએ Income Tax Return ફરજીયાત રીતે E-Filingકરવાનું રહેશે.

સંદર્ભ:

  1. કેન્દ્રીય બજેટ: 2011, ચાર્ટડ એકાઉન્ટન્ટસ એસોસિએશન, અમદાવાદ
  2. Times Of India News Paper Date: 17/03/2012
  3. The Chartered Accountant Journal-April-2012
  4. Direct Indirect Tax Laws & Views – 15th August,2011
  5. સંદેશ સમાચાર પત્ર, તા.17/03/2012

*************************************************** 

પ્રા. કેસરીસિંહ એસ. પરમાર
આસિ. પ્રોફેસર, એકાઉટન્સી
સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કડોલી.
Email: kesarisinhparmar@gmail.com

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us