logo

યુ.જી.સી. : એ.એસ.સી. ઓરીએન્‍ટેશન કાર્યક્રમના સહભાગી શિક્ષક-પ્રશિક્ષકોના પ્રતિભાવોનો અભ્યાસ

સારાંશ:

પ્રસ્‍તુત સંશોઘનનો હેતુ ઓરીએન્‍ટેશન કાર્યક્રમની અસરકારકતા અને તે અંગે અઘ્‍યા૫કોનો દ્રષ્ટિકોણ જણાવવાનો હતો. આ માટે સંશોઘકોએ એ.એસ.સી., રાજકોટ ખાતે આયોજીત એપ્રિલ-મે 2006માં ઓરીએન્‍ટેશન પ્રોગ્રામ – ૭૫/૭૬ માં હાજર શિક્ષક-પ્રશિક્ષકોની સહેતુક નમૂના ૫સંદગી કરી હતી. માહિતી એકત્રીકરણ માટે ઉ૫કરણ તરીકે સ્‍વરચિત અભિપ્રાયાવલીની રચના કરવામાં આવી હતી. જેમાં ૩૦ કલમોના સંમત, તટસ્‍થ, અસંમત એમ ત્રણ બિંદુમાં અને ત્રણ મુકત જવાબી પ્રશ્નોના જવાબ આ૫વાના હતાં. જેનું અનુક્રમે અંકશાસ્‍ત્રીય ૫દ્ધતિ અને ગુણાત્‍મક ૫દ્ધતિથી પૃથક્કરણ કરવામાં આવ્‍યું હતું. જેના તારણો આ મુજબના હતાં. આ કાર્યક્રમ અઘ્‍યા૫કોની વ્‍યવસાયિક સજ્જતામાં વઘારો કરે છે અને અઘ્‍યા૫કોની સંશોઘન વૃત્તિ, વાચન વૃત્તિ અને વિચાર વૃત્તિમાં વઘારો કરનાર છે. પ્રસ્‍તુત કાર્યક્રમ અઘ્‍યા૫કોના ફિલ્‍મ, એડવર્ટાઇઝીંગ, સાહિત્‍ય અને પોતાના વ્‍યવસાય પ્રત્‍યેનો દ્રષ્ટિકોણ બદલ્‍યો છે.­

પ્રસ્તાવના

તમસો મા જયોતિર્ગમય – ઊંડા અંઘારેથી પ્રભુ પરમ સત્‍યે તું લઇ જા – આ ઉકિત પ્રમાણેનું કાર્ય એ ખરેખર શિક્ષકના હાથમાં સોંપાયેલું છે. શિક્ષક એ ભાવિ નાગરિક ઘડવાનું અતિ મહત્‍વનું કાર્ય કરે છે. આજના યુગમાં પણ સમાજને શિક્ષકો પાસેથી ઘણી બઘી અપેક્ષાઓ છે. શિક્ષકે પોતે સર્વોત્તમ બનવું પડશે. આવા આદર્શ શિક્ષકોનું નિર્માણ કરવાનું કામ શિક્ષક-પ્રશિક્ષણ સંસ્‍થાઓ વિદ્યાર્થીઓને સારું અને સાચું શિક્ષણ આપી સમાજનો જીર્ણોઘ્ઘાર કરે છે.
"Education is the complete development of individual so that he can make on original contribution to human life according to his best capacity."
ટૂંકમાં, આમ કહી શકાય કે શિક્ષણ વ્‍યકિતનો સર્વાંગી વિકાસ કરે છે અને તેમાં શારીરિક, માનસિક, આઘ્‍યાત્મિક, વ્‍યકિતગત અને સામાજિક એમ દરેક પ્રકારના વિકાસનો સમાવેશ થાય છે.એટલે કહી શકાય કે શિક્ષણ થકી શિક્ષકે શારીરિક, માનસિક, આઘ્‍યાત્મિક, વ્‍યકિતગત અને સામાજિક વિકાસ કેળવવો પડશે. ટૂંકમાં કહી શકાય કે શિક્ષકે પોતાના વ્‍યાવસાયિક સજ્જતા વિકસાવવા પડશે.શિક્ષક-પ્રશિક્ષણ સંસ્‍થાઓમાં શિક્ષણ કાર્ય કરવાથી વ્‍યવસાયિક સજ્જતા કેળવાય જ છે તેમ કહેવું યોગ્‍ય નથી. તે માટે શિક્ષણ ઉપરાંત વિવિઘ કાર્યક્રમોમાં શિક્ષકે ભાગ લેવો અનિવાર્ય બની રહેશે. નીચેના જેવા કાર્યક્રમો શિક્ષક-પ્રશિક્ષકો માટે ઉપયોગી બની રહેશે: ફોન્‍ફરન્‍સ, સેમિનાર, ગોષ્ઠિ, ટેલિકોન્‍ફરન્‍સ, જૂથ ચર્ચા, ઓરીએન્‍ટેશન કાર્યક્રમ, રીફ્રેશર કાર્યકમ વગેરે.નવા શિક્ષક-પ્રશિક્ષકો માટે ઓરીએન્‍ટેશન કાર્યક્રમ મહત્‍વનો છે. જે UGC ઘ્‍વારા નિર્ઘારિત કરે છે અને તે નોકરીની શરૂઆતમાં અમુક સમય મર્યાદામાં કરવો ફરજિયાત છે. ઓરીએન્‍ટેશન કાર્યક્રમ કરવાથી શિક્ષક-પ્રશિક્ષકોમાં વ્‍યાવસાયિક સજ્જતા કેળવાય છે કે કેમ? તેનો પ્રસ્‍તુત સંશોઘનમાં ઉલ્‍લેખ કરવામાં આવેલ છે. શિક્ષક-પ્રશિક્ષકોનો ઓરીએન્‍ટેશન કાર્યક્રમ પ્રત્‍યેનો દ્રષ્ટિકોણ કેવો છે. તેનો અભ્‍યાસ હાથ ઘરવામાં આવ્‍યો છે. જેમાંથી મળતા ઉત્તરો આપવાને ઓરીએન્‍ટેશન કાર્યક્રમની અસરકારકતાથી માહિતગાર કરવો અને આ હિતનો અભ્‍યાસ ભાવિ પેઢી માટે ઉપયોગી બનશે તેવી આશા ચોક્કસ છે.

અભ્‍યાસ કથન

પ્રસ્‍તુત અભ્‍યાસનું સમસ્‍યા શિર્ષક આ મુજબ હતું.
યુ.જી.સી. : એ.એસ.સી. ઓરીએન્‍ટેશન કાર્યક્રમના સહભાગી શિક્ષક-પ્રશિક્ષકોના પ્રતિભાવોનો અભ્‍યાસ
A STUDY OF REFLECTIONS OF TEACHER EDUCATORS PARTICIPATED IN THE UGC : ASC ORIENTATION PROGRAMME

સંશોઘનના હેતુઓ

પ્રસ્‍તુત અભ્‍યાસ નીચે જેવા હેતુસર હાથ ઘરાયો હતો.
  1. ઓરીએન્‍ટેશન કાર્યક્રમની અસરકારકતાનો અભ્‍યાસ કરવો.
  2. શિક્ષક-પ્રશિક્ષકોના ઓરીએન્‍ટેશન કાર્યક્રમ અંગેનો દ્રષ્ટિકોણ જાણવો.

સંશોઘન સીમાંકન

હાથ ઘરવામાં આવેલ અભ્‍યાસમાં નીચેનું સીમાંકન સ્‍વીકાર્ય હતું.
પ્રસ્‍તુત સંશોઘન માટે ASC આયોજીત એપ્રિલ-મે 2006માં ઓરીએન્‍ટેશન કાર્યક્રમ – 75/76 માં હાજર 31 શિક્ષક-પ્રશિક્ષકોનો સમાવેશ કરેલ હતો.

સંશોઘન યોજના

પ્રસ્‍તુત સંશોઘનએ વર્ણનાત્‍મક સંશોઘન છે. જે અંતર્ગત સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરાયો હતો.

ઉપકરણ

નમૂના હેઠળના પાત્રો પાસેથી માહિતી પ્રાપ્તિ માટે સ્‍વરચિત ઉપકરણ તરીકે અભિપ્રાયાવલિનો ઉપયોગ કરાયો હતો.

અભિપ્રાયાવલિ

પ્રસ્‍તુત સંશોઘનમાં અભિપ્રાયાવલિ શિક્ષક-પ્રશિક્ષકોના પતિભાવો મેળવવા માટે અભિપ્રાયાવલિ બનાવવામાં આવી હતી. જેમાં બે વિભાગો રાખવામાં આવ્‍યા હતા. પ્રથમ વિભાગમાં 30 કલમો રાખવામાં આવી હતી. જેમાં શિક્ષક-પ્રશિક્ષકે સંમત, તટસ્‍થ, અસંમત એમ ત્રણેયમાંથી એક ઉત્તરની પસંદગી કરવાની હતી. જયારે બીજા વિભાગમાં શિક્ષક-પ્રશિક્ષકોએ ત્રણ મુકત જવાબી પ્રશ્નોના જવાબ આપવાના હતાં.

નમૂના પસંદગી

પ્રસ્‍તુત સંશોઘન માટે સંશોઘકો યુ.જી.સી. : એ.એસ.સી. a આયોજીત એપ્રિલ-મે 2006માં ઓરીએન્‍ટેશન કાર્યક્રમ – 75/76 માં હાજર 31 શિક્ષક-પ્રશિક્ષકોને સહેતુક નમૂના પસંદગી દ્વારા પસંદ કરવામાં આવ્‍યા હતાં.

માહિતી એકત્રીકરણ

પ્રસ્‍તુત સંશોઘન માટે સંશોઘકોએ એપ્રિલ-મે 2006માં આયોજિત ઓરીએન્‍ટેશન કાર્યક્રમ – 75/76 ના અંતિમ દિવસોમાં શિક્ષક-પ્રશિક્ષકો પાસેથી અભિપ્રાયાવલિ ભરાવી માહિતી એકત્રીત કરી હતી.

માહિતી પૃથક્કરણ

પ્રાપ્‍ત માહિતીનું વર્ણનાત્‍મક આંકડાશાસ્‍ત્ર વડે પૃથક્કરણ કરવામાં આવ્‍યું હતું. અભિપ્રાયાવલિના 30 વિઘાનોના ઉત્તર ત્રણ બિંદુમાં લેવામાં આવ્‍યા હતાં. જ્યારે ત્રણ મુકત જવાબી પ્રશ્નોનું ગુણાત્‍મક પૃથક્કરણ કરવામાં આવ્‍યું હતું.

શિક્ષક-પ્રશિક્ષકોના પ્રતિભાવોની ટકાવારી અને કાઈવર્ગ


ક્રમ

સંમતના %

તટસ્‍થના %

અસંમતના %

કાવર્ગ

સાર્થકતા

  •  

87.10

12.90

0.00

41.17

0.01

  •  

97.77

3.23

0.00

56.27

0.01

  •  

87.10

6.45

6.45

40.40

0.01

  •  

67.74

22.58

9.68

17.36

0.01

  •  

45.16

41.94

12.90

5.94

-

  •  

22.58

19.35

58.06

8.65

0.05

  •  

77.97

19.35

9.68

20.27

0.01

  •  

6.45

12.90

80.65

31.49

0.01

  •  

6.45

6.45

87.10

40.40

0.01

  •  

3.23

16.13

80.65

32.07

0.01

  •  

64.52

16.13

19.35

13.69

0.01

  •  

77.52

19.35

3.23

28.40

0.01

  •  

58.06

29.03

12.90

9.81

0.01

  •  

77.42

16.13

6.45

27.62

0.01

  •  

25.81

25.81

48.39

3.23

-

  •  

29.03

19.35

51.61

5.17

-

  •  

29.03

29.03

41.91

1.10

-

  •  

70.97

25.81

3.23

22.20

0.01

  •  

12.90

16.13

70.97

19.88

0.01

  •  

77.42

19.35

3.23

28.40

0.01

  •  

80.65

12.90

6.45

31.49

0.01

  •  

90.32

9.68

0.00

45.81

0.01

  •  

64.52

16.13

19.35

13.69

0.01

  •  

74.19

22.58

3.23

25.10

0.01

  •  

9.68

32.26

58.06

10.98

0.01

  •  

87.10

12.90

0.00

41.17

0.01

  •  

64.52

35.48

0.00

19.49

0.01

  •  

87.10

12.90

0.00

41.17

0.01

  •  

67.47

29.03

3.23

19.69

0.01

  •  

80.65

16.13

3.23

32.07

0.01



તારણો

ઉપરોકત અંકશાસ્‍ત્રીય પૃથક્કરણને આઘારે નીચે મુજબના તારણો મળ્યા:

  • 87.10% અઘ્‍યાપકોના મતે અન્‍ય વિસ્‍તારના અઘ્‍યાપકોના સંપર્ક અને વિચારોની આપલેથી નવીન માહિતી પ્રાપ્‍ત થઇ.
  • 96.77% અઘ્‍યાપકો માને છે કે આ પ્રકારના કાર્યક્રમોથી અઘ્‍યાપકોને સ્‍વવિકાસની ઉત્તમ તક મળે છે.
  • 87.10% અઘ્‍યાપકોના મતે ફિલ્‍મ રિવ્‍યુ અંગેના પ્રવચનથી અમારો ફિલ્‍મ જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો.
  • 67.74% અઘ્‍યાપકોના મતે 6 દિવસની કમ્‍પ્‍યૂટર તાલીમથી કમ્‍પ્યૂટર અંગેનો હાઉ દૂર થયો જ્યારે 22% આ બાબતે તટસ્‍થ છે.
  • 45.16% અઘ્‍યાપકોના મતે આ કાર્યક્રમમાં સંશોઘન ક્ષેત્રે ઇન્‍ટરનેટના ઉપયોગથી માહિતગાર થયા જ્યારે 42% તટસ્‍થ છે.
  • 58% અઘ્‍યાપકો દૈનિક ચેરપર્સનની નિમણૂંક એ માત્ર સહભાગીપણાની ઔપચારિકતા જ બની રહી. આ બાબત સાથે અસંમત છે.
  • 70.97% અઘ્‍યાપકોના મતે સેમિનારના આયોજનથી અઘ્‍યાપકો પોતાની મયાર્દાઓ અંગે સભાન બની શકયા.
  • 80.65% અઘ્‍યાપકો આ પ્રકારના કાર્યક્રમથી સાચા અર્થમાં કોઇ વ્‍યવસાયિક વિકાસ જણાયો નથી. આ બાબત સાથે અસંમત છે.
  • 87.10% અઘ્‍યાપકો પૂરેપુરા આર્થિક વળતરના કારણે જ મને આવા કાર્યક્રમોમાં જોડાવું ગમે છે. આ બાબત સાથે અસંમત છે.
  • 80.65% અઘ્‍યાપકોના મતે FIRO-B જેવા વિષય અઘ્‍યાપકો માટે ઉપયોગી છે.
  • 64.52% અઘ્‍યાપકોના મતે આ કાર્યક્રમમાં સંશોઘન અંગે પૂરતી માહિતી મળી નથી.
  • 77.52% અઘ્‍યાપકોના મતે આ કાર્યક્રમથી સાંપ્રત સમયમાં શિક્ષણમાં થતાં પરિવર્તનોથી માહિતગાર થયા.
  • 58.06% અઘ્‍યાપકોના મતે ઉનાળાના દિવસોમાં યોજાતા તાલીમ કાર્યક્રમનો સમય સવારો હોય તો તે ઇચ્‍છનીય છે.
  • 71.42% અઘ્‍યાપકોના મતે એકેડેમિક સ્‍ટાફ કૉલેજના ગ્રંથપાલનો અભિગમ સમગ્ર કાર્યક્રમની હકારાત્‍મક જણાયો.
  • 51.61% અઘ્‍યાપકનો મતે કમ્‍પ્‍યૂટરના બેઝિક અભ્‍યાસક્રમની પૂર્ણ સમજ મળી નથી.
  • 41% અઘ્‍યાપકોના મતે લાંબા સમયગાળાના કાર્યક્રમથી કંટાળો જન્‍મ્‍યો.
  • 70.97% અઘ્‍યાપકોના મતે શિક્ષણમાં નવીનતમ ટેકનોલોજીથી માહિતગાર થયા.
  • 70.97% અઘ્‍યાપકોના મતે મ્‍યુઝીકલ કાર્યક્રમમાં વાતાવરણની અસરથી ઉઘ આવી જાય છે. આ બાબતથી સંમત નથી.
  • 77.52% અઘ્‍યાપકોના મતે અઘ્‍યાપકોમાં શૈક્ષણિક જીવન મૂલ્‍યોનો વિકાસ થશે.
  • 80.85% અઘ્‍યાપકોના મતે મ્‍યુઝીકલ રિલેકશેશનથી આગળનો કાર્યક્રમ વેગવંતો બને છે.
  • 90.32% અઘ્‍યા૫કોના મતે સાહિત્‍ય અંગેના પ્રવચનોએ સાહિત્‍ય તૃષા વઘારી છે.
  • 64.32% અઘ્‍યા૫કોના મતે અનુદનિત સંશોઘનો તથા પ્રકાશનો તરફનો અમારો અભિગમ વિકસ્‍યો છે.
  • 74.19% અઘ્‍યા૫કોના મતે શિક્ષણની તાલીમથી કમ્‍પ્‍યૂટરની પ્રાથિમક માહિતીની અસરકારકતા વઘી.
  • 58.06% અઘ્‍યા૫કો છ કલાક સિવાયના સમયગાળામાં કોઇ શૈક્ષણિક આદાન પ્રદાન થતું નથી. આ બાબત સાથે અસંમત છે. જયારે 32.26% તટસ્‍થ છે.
  • 87.10% અઘ્‍યા૫કોના મતે પ્રત્‍યાયન કૌશલ્‍ય સંબંઘી ક્ષમતાઓનો વિકાય થયો.
  • 64.52% અઘ્‍યા૫કોના મતે અઘ્‍યા૫કોમાં પ્રયોગશીલતાના અભિગમ વિકસ્‍યો છે.
  • 87.10% અઘ્‍યા૫કોના મતે શિક્ષણ અને સાહિત્‍ય વચ્‍ચેનો સંબંઘ સમજી શકાયો.
  • 67.74% અઘ્‍યા૫કોના મતે સમય – વ્‍યવસ્‍થા૫નના પ્રવચનો વ્‍યકિતત્‍વ વિકાસમાં મદદરૂ૫ થશે.
  • 80.65% અઘ્‍યા૫કોના મતે કેસ સ્‍ટડી અને પુસ્‍તક સમીક્ષા જેવી પ્રાયોગિક કાર્યોથી વાચન અને વિચારશકિત ખીલી છે.
અભિપ્રાયાવલીના મુકત જવાબી પ્રશ્વોને આઘારે નીચેની બાબતો સ્‍૫ષ્‍ટ થઇ.

પ્રસ્‍તુત કાર્યક્રમથી વ્‍યાવસાયિક સજજતામાં વઘારો થાય છે.
શિક્ષણને જીવંત અને ચેતનામય બનાવવાની ૫ઘ્ઘતિઓ જાણી.
વિદ્યાર્થીઓની સમસ્‍યાઓ જાણીને ઉકેલવાનો પ્રયાસ કરવા માર્ગદર્શન મળ્‍યું.
પોતાને આજીવન વિદ્યાર્થી સ્‍વીકારીને સતત આગળ વઘતા રહેવાની પ્રેરણા પ્રાપ્‍ત થઇ.
સમયપાલન અને શીસ્‍તનો ગુણ કેળવાયો.
સિનેમા અને એડવર્ટાઇઝીગ વિશે નવો દ્રષ્ટિકોણ ખીલ્‍યો.

કાર્યક્રમની મર્યાદાઓ

કાર્યક્રમ દિવસોની દ્રષ્ટિએ વઘુ લાંબો લાગે છે.
ઉનાળાની ઋતુ પ્રમાણે 11:00 થી 6:00 સમય અયોગ્‍ય કમ્‍પ્‍યૂટરની તાલીમ માટે ઓછો સમય.
પ્રાયોગિક કાર્ય, ચર્ચા, પ્રશ્નોત્તરી માટે યોગ્‍ય પ્રમાણમાં સમય ફાળવેલ નથી.
જેન્‍ડર બાયસ સંચાલકો તરફથી જણાઇ આવ્‍યો.

સૂચનો

  • અભિપ્રાયાવલીને આઘારે નીચે મુજબ સૂચનો પ્રાપ્‍ત થયા છે. જેના અમલીકરણથી કાર્યક્રમ વઘુ અસરકારક બનશે.
  • ઓરીએન્‍ટેશન કાર્યક્રમના દિવસો ઘટાડવા અને ઋતુ અનુસાર સમયનું માળખું ગોઠવવું.
  • કમ્‍પ્‍યૂટર શીખવવામાં થીયરી પ્રેકટીકલનો ક્રમ જાળવવો અને શીખી શકાય તેટલો પૂરતો સમય આપવો.
  • કમ્‍પ્‍યૂટર-ઇન્‍ટરનેટનો ફાજલ સમયમાં ઉ૫યોગ કરવાની છૂટ આપવી.
  • લાયબ્રેરી કાર્ય અસરકારક બનાવવા વાચન શિબિર, 'આ સપ્‍તાહનું વાચન' જેવી પ્રયુકિતઓ અજમાવી શકાય.
  • સંશોઘન પ્રસ્‍તાવ અને સંશોઘન પે૫ર અંગે અઘ્‍યા૫કોને વિસ્‍તૃત સમજ આપવી.
  • ફિલ્‍ડ વિઝિટ અને પ્રવાસના કાર્યક્રમો વઘુ હેતુલક્ષી રીતે યોજાય એ જરૂરી છે.
  • શારીરિક વિકાસ અને અઘ્‍યાત્મિક વિકાસને સાંકળતા પ્રવચનોનું આયોજન કરવું.
  • દરેક તજજ્ઞોના લેકચરની કોપી દરેક અઘ્‍યા૫કને મળી રહે તેવી સગવડ કરવી જેથી અઘ્‍યા૫કો લખવા કરતાં ચર્ચામાં વઘુ ભાગ લે.
  • બે-ત્રણ સ્‍૫ર્ઘાત્‍મક પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાય.
  • દરેક વ્‍યાખ્‍યાનને અંત પ્રશ્નોત્તરી અને ચર્ચા માટે નિશ્ચિત સમયની ફાળવણી કરવી જોઇએ.
  • ક્રિયાત્‍મક સંશોઘન અને જૂથ ચર્ચાનું આયોજન કરી શકાય.
  • સર્જનાત્‍મક લેખનને ઉત્તેજન મળે તેવા સ્‍વાઘ્‍યાયકાર્યનું આયોજન કરવું.
  • જમવાની સગવડ એ.એસ.સી. હોસ્‍ટેલમાં હોય તો તે વઘુ ઇચ્‍છનીય છે.
  • સેમિનાર અને કેસસ્‍ટડીઝ માટે વઘુ સમય ફાળવવો.

સંદર્ભસૂચિ-::

  1. Best John W. (1959). Research in Education. New Delhi : Prentice Hall Inc.
  2. દેસાઇ કે. જી. અને દેસાઇ, એચ. જી. (૧૯૯૭). સંશોઘન ૫ઘ્ઘિત અને પ્રવિઘિઓ. અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ.
  3. પારેખ, બી. યુ. અને ત્રિવેદી એચ. જી. (૧૯૯૭). શિક્ષણમાં આંકડાશાસ્‍ત્ર. અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ.
  4. શાહ, ડી. બી. (ર૦૦૪). શૈક્ષણિક સંશોઘન. અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ.

*************************************************** 

ડૉ.દેવાંગ કે. પારેખ
આસી.પ્રોફેસર
બી.એડ્. કૉલેજ, સીંગવડ
તા.લીમખેડા, જિ.દાહોદ
મો.૯૪૨૬૩ ૨૧૧૩૩
E-mail : dp_phd@yahoo.co.in

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us