logo

ગુજરાતી વિષયના પદ્ય શિક્ષણમાં ઈ-પ્લાનની અસરકારકતાનો અભ્યાસ


સારાંશ :

       શિક્ષણના ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનો પ્રભાવી અસર જોવા મળી રહી છે. આજના વર્ગખંડ શિક્ષક અને વિદ્યાર્થીઓ તેનો મહત્તમ ઉપયોગ કરી રહ્યાં છે. નૂતન ટેક્નોલોજીથી અધ્યયન-અધ્યાપન અસરકારક પરિણામ આપી રહ્યાં છે. આજે કોઈપણ વિષય એવો નથી કે જે ટેક્નોલોજીથી સભર ના બન્યો હોય. ગુજરાતમાં આપણી જ માતૃભાષાનું પરિણામ ઓછું આવી રહ્યું છે, ત્યારે વિવિધ ટેક્નોલોજીના ઉપયોગ થકી ઉત્તમ પરિણામ મેળવી શકીએ છીએ. માતૃભાષામાં પદ્ય શિક્ષણ નિરસતાથી અપાઈ રહ્યું છે ત્યારે સંશોધકે ધોરણ ૯ માં ઈ-પ્લાન આધારિત કાર્યક્રમની અસરકારકતા જાણવાનો પ્રયાસ કર્યો છે.

પ્રસ્તાવના :

       ગુજરાતી પદ્ય શિક્ષણ સંવેદનાઓ- મૂલ્યો- ભાવ- રસ પર આધારિત છે. શિક્ષકે નૂતન શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો જ રહ્યો. આધુનિક શિક્ષણમાં કમ્પુટર એ હાથવગું અને વિવિધ ઉપયોગીતાલક્ષી બનતું જાય છે ત્યારે ગુજરાતી પદ્ય શિક્ષણને રસપ્રદ અને અસરકારક બનાવી શકાય તેમ છે. સંશોધકે દ્રશ્યશ્રાવ્ય માધ્યમના ઉપયોગ થકી ઈ-પ્લાનની રચના કરી હતી. જેના આધારે ધોરણ ૯ ના ગુજરાતી વિષયમાં પદ્ય શિક્ષણમાં ‘કન્યાવિદાય’ કાવ્યના અધ્યયન-અધ્યાપનની અસરકારકતા શોધવાનો પ્રયાસ કર્યો છે.

સંશોધનના હેતુઓ :

  1. ધોરણ ૯ ના ગુજરાતી વિષયના પદ્ય શિક્ષણના ‘કન્યાવિદાય’ એકમ માટે ઈ-પ્લાનની રચના કરવી.
  2. ધોરણ ૯ ના ગુજરાતી વિષયના પદ્ય શિક્ષણના ‘કન્યાવિદાય’ એકમ માટે ઈ-પ્લાન કાર્યક્રમની અજમાયશ કરવી.
  3. ધોરણ ૯ ના ગુજરાતી વિષયના પદ્ય શિક્ષણના ‘કન્યાવિદાય’ એકમ માટે ઈ-પ્લાન કાર્યક્રમની અસરકારકતા તપાસવી.
  4. ઈ-પ્લાન કાર્યક્રમની પદ્ધતિ અને પરંપરાગત પદ્ધતિ દ્વારા થતાં અધ્યયનનો તુલનાત્મક અભ્યાસ કરવો.

સંશોધનની ઉત્કલ્પના :

  1. પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના વિદ્યાર્થીઓના પૂર્વકસોટીના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે અર્થસૂચક તફાવત જોવા મળશે નહીં.
  2. પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના વિદ્યાર્થીઓના ઉત્તરકસોટીના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે અર્થસૂચક તફાવત જોવા મળશે નહીં.

સંશોધનની મર્યાદા :

  1. પ્રસ્તુત સંશોધન ધોરણ ૯ ના ગુજરાતી વિષયના પદ્ય શિક્ષણના ‘કન્યાવિદાય’ એકમ માટે જ ઈ-પ્લાનની રચના કરવામાં આવી હતી.
  2. પ્રસ્તુત સંશોધન આણંદ શહેરની ગુજરાતી માધ્યમણી એક જ શાળાના ૫૦ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
  3. પ્રસ્તુત સંશોધન શૈક્ષણિક વર્ષ ૨૦૧૩ પૂરતું જ માર્યાદિત હતું.

વ્યાપવિશ્વ અને નમૂના પસંદગી :

      પ્રસ્તુત સંશોધન માટેનું વ્યાપવિશ્વ ગુજરાત રાજ્યના ધોરણ-૯ માં અભ્યાસ કરતાં વર્ષ-૨૦૧૩-૨૦૧૪ ના તમામ વિદ્યાર્થીઓનો પ્રસ્તુત સંશોધન માટેનું વ્યાપવિશ્વ બન્યા હતા.

સારણી - ૧
નમૂનાની પસંદગી

જૂથ

વિદ્યાર્થી સંખ્યા

પ્રાયોગિક જૂથ

૨૫

નિયંત્રિત જૂથ

૨૫

કુલ

૫૦

સંશોધન યોજના :
પ્રસ્તુત સંશોધનમાં ‘પૂર્વકસોટી – ઉત્તરકસોટી નિયંત્રિત જૂથ’ પ્રાયોગિક યોજના પસંદ કરવામાં આવી હતી.

ચલ :
પ્રસ્તુત સંશોધન નીચે મુજબના ચલ આધારિત હતું-

સારણી - ૨
ચલની પસંદગી

સ્વતંત્ર ચલ

પરતંત્ર ચલ

અંકુશિત ચલ

પરંપરાગત પદ્ધતિ
ઈ-પ્લાન આધારિત કાર્યક્રમ

ઉત્તરકસોટીના સિદ્ધિ પ્રાપ્તાંકો

ધોરણ- ૯
વિષય- ગુજરાતી વિષયમાં પદ્ય શિક્ષણ
એકમ – કન્યાવિદાય

ઉપકરણની પસંદગી અને સંરચના :

પ્રસ્તુત પ્રયોગ માટે સંશોધકે બે પ્રકારના ઉપકરણોનો ઉપયોગ કયો હતો.

  1. ઉપકરણ-૧ પ્રયોગ હાથ ધરવા માટેનું ઉપકરણ (સંશોધક દ્વારા સ્વરચિત ઈ-પ્લાન આધારિત કાર્યક્રમ)
  2. ઉપકરણ-૨ પ્રયોગની અસરકારકતા ચકાસવા માટેનું ઉપકરણ (સંશોધક દ્વારા સ્વરચિત સિદ્ધિકસોટી ) ( પૂર્વકસોટી/ઉત્તરકસોટી)

માહિતી એકત્રીકરણની રીત :
    માહિતી એકત્રીકરણ માટે આણંદ શહેરની ઉંદેલ માધ્યમિક શાળાની પસંદગી કરવામાં આવી હતી. ધોરણ-૯ ના ૧૬૫ વિદ્યાર્થીઓમાંથી ૫૦ વિદ્યાર્થીઓને ચિઠ્ઠી ઉપાડી ૨૫ – ૨૫નાં બે જૂથ બનાવવામાં આવ્યા હતા. જેમાંથી એક પ્રાયોગિક જૂથ અને એક નિયંત્રિત જૂથ હતું. આ બંને જૂથોને પૂર્વકસોટી આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રાયોગિક જૂથને ઈ-પ્લાન કાર્યક્રમ દ્વારા અને નિયંત્રિત જૂથને પરંપરાગત પદ્ધતિએ શિક્ષણકાર્ય કરાવવામાં આવ્યું હતું .ત્યારબાદ બંને જૂથોને ૫૦ ગુણની ઉતરકસોટી આપવામાં આવી હતી.

અંકશાસ્ત્રીય પૃથક્કરણની રીત :
પ્રસ્તુત સંશોધનમાં આ મુજબ અંકશાસ્ત્રીય પૃથક્કરણ કરવામાં આવ્યું હતું-

  1. વર્ણનાત્મક પૃથક્કરણ
  2. અંકશાસ્ત્રીય પૃથક્કરણ

અર્થઘટન :
ઈ-પ્લાનની અસરકારકતાનું અર્થઘટન નીચેની સારણીમાં આપેલ છે-

વર્ણનાત્મક પૃથક્કરણ અને અર્થઘટન :

સારણી - 3
નિયંત્રિત જૂથના પૂર્વકસોટી અને ઉત્તરકસોટીની સરાસરી અને પ્રમાણવિચલન

જૂથ

વિદ્યાર્થી સંખ્યા

પૂર્વકસોટી

ઉત્તરકસોટી

સરાસરી

પ્રમાણવિચલન

સરાસરી

પ્રમાણવિચલન

નિયંત્રિત જૂથ

૨૫

૩.૪૫

૨.૯૮

૩.૩૨

૩.૫૬

સારણી – ૪
પ્રાયોગિક જૂથના પૂર્વકસોટી અને ઉત્તરકસોટીની સરાસરી અને પ્રમાણવિચલન

જૂથ

વિદ્યાર્થી સંખ્યા

પૂર્વકસોટી

ઉત્તરકસોટી

સરાસરી

પ્રમાણવિચલન

સરાસરી

પ્રમાણવિચલન

નિયંત્રિત જૂથ

૨૫

૩.૪૦

૩.૨૧

૨૩.૨૫

૩.૬૩

ઉત્કલ્પના-૧
પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના વિદ્યાર્થીઓના પૂર્વકસોટીના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે અર્થસૂચક તફાવત જોવા મળશે નહીં.

સારણી – ૫
પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથની પૂર્વકસોટી વચ્ચેનો સરાસરી તફાવત

જૂથ

વિદ્યાર્થી સંખ્યા

સરાસરી

પ્રમાણવિચલન

‘ટી’ મૂલ્ય

0.05 અને 0.01 બન્ને કક્ષાએ અર્થસૂચક તફાવત જોવા મળશે નહીં.

નિયંત્રિત જૂથ

૨૫

૩.૪૫

૨.૯૮

૦.૦૧૫

પ્રાયોગિક જૂથ

૨૫

૩.૪૦

૩.૨૧

     પૂર્વકસોટી માટે ‘ટી’ મૂલ્ય અર્થસૂચક સાબિત થતું નથી માટે શૂન્ય ઉત્કલ્પનાનો સ્વીકાર કરવામાં આવે છે. આથી નિયંત્રિત જૂથ અને પ્રાયોગિક જૂથની પૂર્વકસોટી વચ્ચે સરાસરી તફાવત જોવા મળતો નથી. માટે બન્ને જૂથના વિદ્યાર્થીઓ પોતાના સિદ્ધિ કસોટીના પરિણામમાં સમાન છે.

ઉત્કલ્પના : ૨
પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના વિદ્યાર્થીઓના ઉત્તરકસોટીના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે અર્થસૂચક તફાવત જોવા મળશે નહીં.

સારણી – ૬
પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથની ઉત્તરકસોટી વચ્ચેનો સરાસરી તફાવત

જૂથ

વિદ્યાર્થી સંખ્યા

સરાસરી

પ્રમાણવિચલન

‘ટી’ મૂલ્ય

0.05 અને 0.01 બન્ને કક્ષાએ અર્થસૂચક તફાવત જોવા મળશે નહીં.

નિયંત્રિત જૂથ

૨૫

૩.૩૨

૩.૫૬

૫.૪૯

પ્રાયોગિક જૂથ

૨૫

૨૩.૨૫

૩.૬૩

      પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથની ઉત્તરકસોટી માટે ‘ટી’ મૂલ્ય અર્થસૂચક સાબિત થાય છે જેથી શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર કરવામાં આવે છે.

      પ્રાયોગિક જૂથની સરાસરી નિયંત્રિત જૂથની સરાસરી કરતાં ઘણી વધારે છે. તેથી ઈ-પ્લાનના કાર્યક્રમની અસરકારકતા સાબિત થાય છે.

તારણો :

  1. પ્રાપ્ત પરિણામ પરથી કહી કે પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના વિદ્યાર્થીંઓ ઈ-પ્લાન કાર્યક્રમ દ્વારા અધ્યયન પહેલા પૂર્વજ્ઞાનના સંદર્ભમાં સમાન હતા.
  2. નિયંત્રિત જૂથ કરતાં પ્રાયોગિક જૂથનાં વિદ્યાર્થીઓની સરેરાશ લબ્ધિઆંક ઊંચો પ્રાપ્ત થયો હતો.
  3. ‘કન્યાવિદાય’ એકમ માટે ઈ-પ્લાન કાર્યક્રમની અસરકારકતા ઊંચી જોવા મળી હતી.
  4. નિયંત્રિત જૂથમાં થયેલ અધ્યયન કરતા પ્રાયોગિક જૂથમાં થયેલ અધ્યયન વધુ અસરકારક હતું. આમ ઈ-પ્લાન કાર્યક્રમ પ્રાયોગિક જૂથ માટે અસરકારક રહ્યો.

શૈક્ષણિક સૂચિતાર્થો :

  1. શિક્ષણમાં ટેકનોલોજીના વિવિધ માધ્યમોમાં ઈ-પ્લાન આધારિત અધ્યયન-અધ્યાપન કાર્ય કરવામાં આવે તો અસરકારક પરિણામ મેળવી શકાય છે..
  2. વર્ગખંડમાં ઈ-પ્લાન આધારિત અધ્યયન-અધ્યાપન કાર્ય કરવામાં આવે તો વિદ્યાર્થીઓ ભાર અને કંટાળા વિના ભાગ લે છે..
  3. વર્ગખંડમાં ઈ-પ્લાન આધારિત અન્ય વિષયમાં રસપ્રદ અધ્યયન-અધ્યાપન કરી શકાય છે..
  4. શિક્ષકના પક્ષે એકવાર આ કાર્યક્રમ રચના બાદ ઓછી મહેનતે ઉત્તમ કાર્ય કરી શકાય છે..
  5. ઈ-પ્લાન આધારિત કાર્યક્રમની રચનાથી શિક્ષકની વ્યાવસાયિક સજ્જતામાં વધારો થાય છે..
  6. ઈ-પ્લાન આધારિત કાર્યક્રમની રચનાથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરી શકાય છે..

સંદર્ભસૂચિ :
૧.Chauhan,S.S.(1979).Innovations in Teaching Learning Process. New Delhi:
   Vikas Publishing House.
૨.NCERT (2005). Science and Technology. New Delhi: NCERT Publication.
૩.શેઠ,ડૉ.ચંદ્રકાન્ત અને અન્ય (૨૦૦૬).ગુજરાતી (પ્રથમ ભાષા) ધોરણ- ૯. ગાંધીનગર : ગુજરાત રાજ્ય
   પાઠ્યપુસ્તક મંડળ,ગાંધીનગર.
૪.શાહ, ડી.બી.(૨૦૦૯). શૈક્ષણિક સંશોધન (દિશાદર્શન).અમદાવાદ : પ્રમુખ પ્રકાશન.

*************************************************** 

ડૉ.જેનીફર એ. ક્રિશ્ચિયન
આસિસ્ટન્ટ પ્રોફેસર
આણંદ કૉલેજ ઓફ એજ્યુકેશન, આણંદ

Previous index next
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us