logo

ગુજરાતનાં આર્થિક વિકાસમાં ધોલેરાનું મહત્વ

ગુજરાત રાજયનો નકશો હાથમાં લઇએ તો ધોલેરા શહેર તો નાનું ટપકા જેવડું લાગે. આ નગરનેનજરોનજર જોઇએ તો પણ તેમાં કંઇ લાગે નહિ. પરંતુ ગુજરાત સરકારની યોજના સમયસર સાકાર થાય તો ધોલેરા ભારતનું સર્વપ્રથમ ‘હાઇટેક સીટી’ બનશે. પ્રસ્તાપિત દિલ્હી – મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં આવરી લેવાયેલું આ નાનું નગર જોતજોતામાં મેગાસીટી બની જશે.કેટલાક લોકો તો અત્યારથી જ ધોલેરાને ‘સ્માર્ટસીટી’ કહે છે.

અમદાવાદ શહેરથી ૧૨૦ કિ.મી દૂર આવેલુ ધોલેરા ‘હેવીએન્જિનિયરીંગ’ ઉધોગો માટેના ઝોનમાં સંપૂર્ણ વિકસીત થયા પછીકદમાં સિંગાપુર કરતા પણ મોંટુગણાશે.વિવિધ માળખાકીય સુવિધા ધરાવતું નવું ધોલેરા સ્વનિર્ભર બનશે તેમજ તેની વસ્તી ૨૦ લાખની થશે અને આઠ લાખ લોકોનેરોજગારી મળશે.

અમદાવાદ જિલ્લાના છેવટના ગામો અને માત્ર વરસાદઆધારિતખેતી ઉપર નિર્ભર ધંધુકા તાલુકામાંસરાકાર દ્વારાધોલેરા ખાતે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન ‘સર’સ્થાપવાનો નિર્ણય લેવામાંઆવ્યો છે, જેમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં એરપોર્ટસાથે અંદાજે ૪૩,૦૦૦ હેકટરમાં પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, વ્હેર હાઉસિંગ, કોમર્શિયલ સેકટર, બ્લેક બક સેન્ચુરી, નોલેજસિટી, લોજિસ્ટિક પાર્ક તેમજ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થવાનું છે. જેના કારણે ધોલેરા પંથકના વિકાસના દ્વાર ખુલ્લા થશે તેમ જ આજુબાજુના ગામોના ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ગુજરાત સરકારે ધોલેરા ‘સર’ ને ડેવલપ કરવા શરૂઆતના કરોડરજ્જુ સમાન તબક્કા પ્રમાણે રસ્તાઓ વિકાસાવવા,એરપોર્ટ માટે પ્રિ-ફેસિલિટી, ગાંધીનગર વાયા અમદાવાદથી ધોલેરા સુધીનો મેટ્રો રેલ પ્રોજેકટ અને મેગા ઇન્ડસ્ટ્રિયલ પાર્કને વિકસાવવાનું નક્કી કર્યુછે. આ માટે ગુજરાત સરકારે રોકાણકારોને આકર્ષવા માટે સિંગલ વિન્ડો કિલયરન્સ સિસ્ટમ પણ અમલમાંમૂકી છે.

આર્થિક દ્રષ્ટિએ ગુજરાત સરકાર ગુજરાતમાં ધોલેરા ‘સર’ને દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર (ડીએમઆઇસી)માં સમાવેશ કરી ધોલેરા વિસ્તારને ગુજરાતનું મોટામાં મોટું ઇકોનોમિક હબ તરીકે વિકસાવવાનું આયોજન કરી રહી છે. ધોલેરા ‘સર’માં જે ગામોનો સમાવેશ થાય છે, તેમાં ધંધુકાતાલુકાના બાવળિયારી, ભડિયાદ, ભાણગઢ, ભીમતળાવ,ધોલેરા, ગોરાસુ, કાદીપુર, ખૂણ,મહાદેવપુરા, મીંગલપુર, મુંડી,ઓતારિયા, પાંચી, રાહતળાવ, સીંઘડા,ઝાંખી, આંબળી, ચેર, ગોગલા તેમ જ બરવાળા તાલુકાના સાંગાસર અને સોઢી ગામોનો સમાવેશ થાય છે.સરકારે ૨૬,૦૦૦ હેકટર જેટલી જગ્યા ધોલેરા ‘સર’ ને ફાળવી છે.તેમ જ ૧૭,૦૦૦ હેકટર જેટલી જગ્યા એરપોર્ટ માટે નક્કી કરી છે. ધોલેરા ‘સર’ના કરોડરજ્જુ સમાન રોડનું કામકાજ પણ શરૂ થઇ ગયુંછે.

ધોલેરાની કાયાપલટમાં જે જમીનોનો સમાવેશ થાય છે તે જમીનો બિનઉપજાવ તેમજ બિનફળદ્રુપ હતી. જેના કારણે લોકોને રોજીરોટી માટે અન્ય પ્રદેશમાં જવું પડતું હતું. પરંતુ ધોલેરાને ‘સર’ તરીકે જાહેર કરવાથી અહીંજુદા-જુદાએકમોસ્થાપવાના હોવાથીઅહીંની પરિસ્થિતિ ખૂબ જ બદલાઇ ગયેલ છે. અગાઉ ત્રણ-ચાર વર્ષ પહેલા જે જમીનના ભાવ વીઘાદીઠ ૩૦ થી ૪૦ હજાર રૂપિયા હતો તે આજે બે વર્ષમાં ૩ થી ૫ લાખ રૂપિયાથઇ ગયો છે. જે આગળના દિવસોમાં હજુ પણ વધવાની સંભાવાના છે.અહીંની બિનઉપજાઉ જમીનને કારણે તેની લે-વેચ ઓછી થતી હતી. પરંતુ જ્યારથી ધોલેરા ‘સર’ જાહેર થઇ છે ત્યારથી આ વિસ્તારમાં ઉધોગો આવવાના હોવાની સંભાવનાથી ખરીદદારોની લાઇન લાગે છે. તેમજ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જાહેર થવાથી લોકોને રોજગારી મળી રહેશે તેવી આશાઓ બંધાઇ છે.

દિલ્હી – મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના ચીફ એકિઝક્યુટીવ ઓફિસર અમિતાભ કાન્ત કહે છે કે, “ અમે આ પ્રોજેકટ હાથમાં લીધો એ પહેલાં દુનિયાના બીજા ઘણાં સુવિકસિતશહેરોનો અભ્યાસ કર્યો હતો. ભારતમાં ચંદીગઢ સિવાય એક પણ શહેરનો શરૂઆતથી વિકાસ થયો નથી. કોઇપણ શહેરને એક આધુનિક સુવિધાઓ સાથેના શહેરમાં રૂપાંતરકરવા ઘણી બધી વાતોનું ધ્યાન રાખવુંપડે છે. ધોલેરા યોજનામાં નવા શહેરને સાકાર કરવા ૯૦૦ ચોરસ જેટલી જમીન સંપાદિતકરવા માટે ઝડપથી પગલાંલેવાઇ રહ્યા છે તેમજ આસપાસનાં અનેક ગામડાઓને આભાવિ શહેરમાં સમાવી લેવાશે.

ધોલેરાનું નવુંશહેર એવી રીતે સુગઠિત કરાશે કે રહેઠાણો, શાળા-કોલેજ, શોપિંગ મોલ,બિઝનેસ ઓફિસો એકબીજાનીનજીક હોય. મોટાભાગની ઇમારતો ઊંચી રાખવામાં આવશે. જેથી જ્ગ્યાનો મહત્તમ ઉપયોગ થાય તેમજ ઊર્જામાંપણ બચત થાય આ સમગ્ર કોરિડોરમાં સિંગાપુર જેવા એક નહિ પણ છ શહેરો ઊભા થશે. આ શહેરોની પાણી વિજળીની જરૂરીયાત આંતરીક રીતે જ પૂરી પાડવામાં આવશે. આશહેરો પોતાના ગેસ આધારિત પાવર પ્લાન્ટ ધરાવતા હશે, તેમજ ઔધોગિક કચરાનો રિસાયક્લીંગ પ્લાન્ટ હશે જેથી પ્રદૂષણની સમસ્યા ન રહે.જાપાનના કિતાક્યુશુ મોડેલ પર આધારિત આ શહેરો તેમાં ઉત્પન્ન થનારો તમામ કચરો પુન:ઉપયોગમાં લેશે.

આ જંગી પ્રોજેકટનો થોડો લાભ મહારાષ્ટ્રને પણ થશે. દીધી બંદર પાસે ૩૫૦ ચો.કિ.મી. વિસ્તારને આવરી લેતા નવા નગરની રચનાથશે. એવી જ રીતે રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ માં પણ નવા શહેર આકાર લેશે. આ તમામ શહેરોની બધી જ ઇમારતો રેઇન વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ધરાવતી હશે. જેથી વરસાદનું પાણી ગટરમાં ન વહી જતાં તેનો યોગ્ય ઉપયોગથશે.ઘન કચરાનુંસ્પેશિયલ પ્લાન્ટમાં રિસાયકિલંગકરીને ઘરવપરાશની ચીજોબનાવાશે. આ ઉપરાંત ચાર જાપાની કંપનીઓતોશિબા, મિત્સુબીસી, હિટાચી અને જેજીસીનું કોંન્સોર્ટિયમ આ દિશામાં આગળ વધીને મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન તથા હરિયાણામાં પ્લાન્ટ સ્થાપી રહ્યું છે.

માત્ર ધોલેરાના વિકાસ પાછળ જ અંદાજે રૂ. ૫૦,૦૦૦ કરોડ ખર્ચાશે. ગુજરાત સરકારે તો શરૂમાં રૂ. ૩,૦૦૦ કરોડનુંમૂડીરોકાણ કરી દીધું છે. જાપાને પણ ૧૩૦ કરોડ રૂપિયાની સહાયકરવાનું વચન આપ્યું છે.બીજા નાણાં ‘પબ્લિક- પ્રાઇવેટ’કંપનીઓનીભાગીદારીથી મેળવાશે. કોરિડોરનો આ મેગા પ્રોજેકટ ભારતની રાજધાની દીલ્હી અને દેશના આર્થિક પાટનગર મુંબઇને જોડતા ૧૪૮૩ કિ.મી લાંબા રેલરૂટનો સર્વાગી વિકાસ સાધશે. જેનો કુલ ખર્ચ ૯૦ અબજ ડોલર થશે. એકવાર આ યોજના પૂર્ણ થશે એટલે ભારતનું ઔધોગિક ઉત્પાદનઅને નિકાસ બમણાં થશે, તેમજ અંદાજે ૧૮ કરોડ નાગરિકો આ યોજનાનો પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે લાભ મેળવશે.

દિલ્હી – મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર યોજના અંતર્ગત પ્રત્યેક ૨૫૦ ચો.કિ.મી.ના એવા નવ મેગા ઇન્ડસ્ટ્રીયલ ઝોન સ્થાપવામાંઆવશે. આ ઝોનમાં થયેલ ઉત્પાદનો તેમજ કાચી માલસામગ્રીની હેરફેર માટે હાઇસ્પીડ ફ્રેઇટ્લાઇનની રચના કરવામાં આવશે. આ ઉપંરાત ત્રણ આધુનિક બંદરો, છ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તથા મુંબઇ-દિલ્હીને સાંકળતો સિક્સલેન ધરાવતો ફ્રી એકસપ્રેસ વે બાંધવામાં આવશે. ૪૦૦૦ મેગાવોટ પાવર પ્લાન્ટ આ સમગ્ર પ્રવૃતિઓને ધમધમતો રાખશે.આ તમામ પ્રકારની ઉત્પાદન પ્રવૃતિઓને ટેકારૂપ એવા અસંખ્ય પેટા-ઉધોગો અને સર્વિસ ઇન્ડસ્ટ્રીને પણ લાભ થશે.જેના વિકાસ માટે કેન્દ્રસરકાર ઉપરાંત જાપાન સરકાર તથા જાપાનીઝ કંપનીઓએ આર્થિક સહાય આપવાનાં કરાર કર્યા છે.

ધોલેરા નજીક ફેદરા ખાતે વર્લ્ડ કલાસ એરપોર્ટ અને એરકાર્ગો કોમ્પલેક્ષ સ્થપાશે. જેને કારણે ગુજરાતનાં દરિયાકિનારે આવેલા બંદરોની માલની હેરફેરની ક્ષમતામાં સતત વધારો થશે.ગુજરાત સરકારે અમદાવાદથી વાયા ધોલેરા થઈ ભાવનગર જતો સિકસલેનનો હાઈવે બનાવવાની યોજનાને પણ પ્રાધન્ય આપ્યું છે.‘અલી બર્ડ’તરીકે ઓળખાતી આ યોજનામાં હાલના અમદાવાદથી વટામણ- પીપળી ધોલેરા થઇને ભાવનગર જતાં ૧૮૦ કિ.મી. લાંબા ખખડધજ માર્ગને સિકસલેનમાં ફેરવી નાખવાનું કામ થઇ રહ્યુંછે. આ ઉપરાંત ‘અલી બર્ડ’ યોજનામાં ગાંધીનગર, અમદાવાદ અને ધોલેરાને જોડતી ૧૨૦ કિ.મી. લાંબી મેટ્રો ટ્રેનનો પણ સમાવેશ થાય છે.

રેલવે ફ્રેઇટ કોરિડોર દિલ્હીનજીકના તુઘલખાબાદથી શરૂ થશે અને મુંબઇ નજીક વશઇરોડ સુધી પહોંચશે. માર્ગમાંકુલનવ જંકશન હશે. આ રેલવે લાઇનને બંને બાજુએ ૧૫૦ કિ.મી.ના વિસ્તારને ઇન્વેસ્ટમેન્ટ રિજન ઘોષિત કરવામાં આવશે. આ કોરિડોર યોજના હેઠળ સૌપ્રથમ નવા શહેરો ઊભારવાની યોજના૨૦૧૮ સુધીમાં પુરી કરવામાં આવશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બે-બે તથા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એક-એક ગેસ આધારિત પાવર પ્લાન્ટસ્થાપવાની શરૂઆત પણથઇ ચૂકી છે.તેમજ રાજસ્થાનમાં તો એક મેટ્રો સોલર પાવર પ્લાન્ટ પણ સ્થપાઇ રહ્યો છે.

આમ દિલ્હી – મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર યોજના ૬ રાજયો માટે લાભદાયી છે. પરંતુ ’ધોલેરા સર’પ્રકલ્પસાથેનો આ યોજનાનો સૌથીવધુ લાભ ગુજરાત રાજયને મળશે.

*************************************************** 

પ્રો. હેતલ એન પરમાર
સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,
કડોલી, તા.હિંમતનગર.

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us