logo

राजा कालस्य कारणम्

જગતના ઇતિહાસમાં રાજાનો જે ધર્મ તે પ્રજાનો ધર્મ એમ દેખાય છે, સમાજમાં राजा कालस्य कारणम् થાય છે. આ નિયમનો અપવાદ ભારતભૂમિ છે. આનું કારણ ભારતની વર્ણાશ્રમયુક્ત સમાજવ્યવસ્થા, તેમાં માનવની પ્રત્યેક વાતનું સમાધાન હોવાથી રાજાનો ધર્મ ગમે તે હોય, છતાં પ્રજાને પોતાનો ધર્મ કે વ્યવસ્થા છોડવાનું મન જ નહીં થાય, તમ કરવાની જરુર જ રહેતી નથી. એવું ભાગ્યે જ દેખાય છે કે રાજા એક ધર્મ પાળતો હોય અને પ્રજા બીજો જ ધર્મ? પ્રત્યેક ઠેકાણે રાજાનો ધર્મ પ્રજાએ સ્વીકાર્યો છે. યુરોપમાં કોન્સ્ટેન્ટાઇન બાદશાહે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો, એટલે લોકોએ પણ તેનો અંગીકાર કર્યો. સ્પનેમાં મૂર લોકો આવ્યા.ત્યારે સ્પનવાસીઓ મુસલમાન થયા, અને મૂર લોકોને ભગાડી ફર્ડિર્નાન્ડ અને ઇસાબેલા આવ્યા કે તરત જ સ્પનેમાં ખ્રિસ્તી ધર્મની પુનઃ પ્રસ્થાપના થઇ. તેવી જ રીતે મધ્ય એશિયા અને આફ્રિકા સો વર્ષની અંદર મુસલમાન થઇ ગયા. તે જ રીતે મુસલમાનોનું સામ્રાજ્ય અહીં ભારતવર્ષમાં પાંચ સો વર્ષ સુધી ચાલ્યું. છતાં મોટાભાગની પ્રજા ઉપર તેની અસર થઇ શકી નહીં. જે ખ્રિસ્તી ધર્મના ઝંઝાવાત શાપવન સામે આખો યુરોપ ખંડ વાંકો વળ્યો. તેનાં બાણ ભારત પર કેમ બુઠ્ઠાં નીવડ્યાં?જે બૌદ્ધ ધર્મ ચીન અને જાપાનને અંકિત કર્યા, તે બૌદ્ધ ધર્મને અહીંથી- તેના ખુદ જન્મસ્થાનમાંથી- કેમ ભાગવું પડ્યું આનું કારણ એ જ કે માનવીની શારીરિક,માનસિક અને બૌદ્ધિક જરુરિયાતોની વ્યવસ્થા યોગ્ય હોય, તો પછી બીજી વાતની બહુ મહતા જ હોતી નથી. અને આ વૈશિષ્ટ્યપૂર્ણ વ્યવસ્થા એટલે જ વર્ણાશ્રમ-વ્યવસ્થા, જે રામરાજ્યમાં હતી.

રામકાળમાં દરેક પોતપોતાનો જ ધંધો કરતા હતા. ગમે તેટલો મોટો ફાયદો થતો હોય તો પણ તેને બીજા ધંધાદારીના પેટ પગ મૂકવાનો હક્ક ન હતો- વૃતિસંકરતા જરા પણ ચલાવી લેવામાં ન આવતી. બીજાનો ધંધો કરનારને મોટો દંડ કરવામાં આવતો. ધર્મ પ્રધાન સમાજવ્યવસ્થા હતી એટલે વૃતિસંકરતાને સ્થાને જ ન હતું. सहजं कम कौतेय, सदोषमपि न त्यजेत.।

અનુવંશનો વિચાર કરીને ઘટોનો વિવાહ કરવામાં આવતો હતો. મોહથી લગ્ન કરવા દેવામાં આવતાં ન હતાં. મુક્ત પ્રણયને તો સ્થાન જ ન હતું. વિવાહસંસ્થા એ રામરાજ્યનું વૈશિષ્ટય હતું. પીઅસનના અનુવંશના વિચારો વાંચશો તો અનુવંશના વિચારોની મહતા સમજાશે. તેમના મગજમાં મહત્વ ઊતયું છે પ્રો. એસ.જી. લેવ્હીટે Maxim Gorky Medico Biological Insitute શા માટે ખોલી છે આજે પાશ્ર્ચત્યો અનુવંશમાં વૈજ્ઞાનિક સંશોધન કરે છે, જ્યારે રામાયણના કાળમાં તો તેનો પૂર્ણ વિચારપૂર્વક અમલ કરવામાં આવ્યો હતો. તેથી જ તો તે સમયે ઉતમ વિવાહ થતા અને સાત સાત પેઢી સુધી લોહીની શુદ્ધતા જળવાઇ રહેતી.

માનવી વ્યવસ્થાની કિંમત નીચેની ચાર વાતોથી આંકી શકાય છે

  1. મેન્ડેલની ફેક્ટોરિયલ એનાલિસીસ ( Mandel,s Factorial Analysis )
  2. ગણિતાગત પદ્ધતિ ( Statiststical Method )
  3. પિંડગત પદ્ધતિ ( Cells Method ) અને
  4. ગર્ભવિજ્ઞાન પદ્ધતિ Embryological Method )
આ ચારે પદ્ધતિઓની કસોટીના પથરા પર રામાયણની સમાજવ્યવસ્થા ઘસી જુઓ. એના પર સમાજરચના ન ટકે એવું લાગે તો રામરાજ્ય વિરુદ્ધ ભાષણ આપવા હું જાતે તૈયાર છું આ મારું આહ્ વાન છે. એમાંથી કોઇ વાત ખોટી નીકળે અને જો એ સમાજ ન ટકે, તો રામરાજ્યને રામરાજ્ય ગણીશું નહિ. સામથ્યાભિલાષા અને જીવનભિલાષા ( Will to Power and Will to Live ) એ વૃતિ વધવી જોઇએ. તો જ સમાજવ્યવસ્થા પૂર્ણ છે એમ કહી શકાય. આ વૃતિ વધવી તે વખતે હતી. લોકોમાં ઉત્સાહ હતો. તે સમાજમાં ન હોય, તો તે સમાજ માંદો છે. સમાજ धृत्युत्साहसमन्वित હોવો જોઇએ. આજે તો યુવાનમાં મુમૂર્ષા ( Will to Die ) ની વૃતિ જ વધતી જાય છે . જે સમાજમાં જુવાન માણસો ઘરડા જેવા બની જાય અને આત્મઘાતની પ્રવૃતિ નિર્માણ થાય, તો તે સમાજવ્યવસ્થાની નબળાઇ છે.

સમાજસેવાનું મુખ્ય લક્ષણ એટલે સામાજિક શિક્ષણ અને તે મંદિરોમાં મળી રહેતું મંદિરો એટલે લગ્ન ગોઠવવાની અને ગપ્પાં મારવાની જગ્યા એવું તો આજના કાળમાં શોભે તે વખતે તો નૈતિક વિચારોની ચર્ચા મંદિરોમાં ચાલતી હતી. બીજું રુગ્ણશુશ્રુષા. તે માટે વૈધૌ ગરીબોને મફત દવા આપતા પણ શ્રીમંતો પાસેથી જીવન – નિર્વાહ માટે વધારે પૈસા લેતા. રામરાજ્યમાં સ્વેચ્છાથી કર આપતા હતા. આ સાંસ્કૃતિક ઉચ્ચતા બતાવે છે. હું જે સમાજમાં જન્મયો છું તે સમાજનું મારા ઉપર ત્રાણ છે, એમ સમજીને સોસાયટી ટેક્સ માત્ર શ્રીંમત જ નહીં પણ ચાર આના કમાનાર મજૂર પણ આપતો. જ્યારે આજે તો ચોટલી પકડે એટલે છુટાતું જ ન હોવાથી પરાણે, ધોકાની બીકથી શ્રીંમતો રાજસતાને કર આપે છે. ઐચ્છિક કરમાં કમાણીનો વિશિષ્ટ ભાગ આપવામાં આવતો હતો, જ્યારે આજે તો કરોડપતિ પણ સ્વગસ્થ લક્ષ્મીનારાયણના મંદિરમાં દોઢિયું ફેંકે છે. જગતના ઇતિહાસમાં સ્પૃહણીય અને વિલોભનીય વસ્તુ જો કોઇ હોય, તો કે રામરાજ્યની ઐચ્છિક-મરજિયાત કરપદ્ધતિ છે.

સમાજમાં કાર્યો સહકારની ભાવનાથી થતાં હતાં. લગ્ન સમયે હાલ ચાંદલાની જે પ્રથા છે ચે ઉપરની ભાવનાનું પ્રતીક છે. પરંતુ આજે તો સાપ ગયા અને લિસોટા રહ્યા છે, તેથી ચાંદલા આવ્યા પ્રમાણે પતાવે છે. તે કાળમાં કોઇને ખેતરમાં અનાજ વાવવા માટે બીજ જોઇતું હોય તો પાડોશી આપી દેતા અને પાછું લેતાયે નહીં . જો એટલી શક્તિ ન હોય તો, વ્યાજ તો લેવામાં નહોતું જ આવતું. આજે તો કોઇ એક પણ અનાજ આપશે, તો ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે દોઢ મણ પાછું લેશે. શું આને સહકાર કહેવાય.

તે કાળમાં સાવજનિક કાર્યો ઇષ્ટાપૂર્તોના નામથી ચાલતાં હતાં. તે માટે પૈસો આપનારને પુણ્ય મળતું હતું –પણ પાયદો લેનારનો પુણ્યક્ષય-સત્વક્ષીણતા થાય છે એમ મનાતું. ફાયદો ઉઠાવતા. સાવજનિક કાયોમાં અન્નક્ષેત્રો ખોલવામાં આવતાં, પણ કોઇ જમવા ન આવતું. નિરુપાયે બે ત્રણ દિવસનો ભૂખ્યો જ જમવા જતો. તેથી તે વખતે સમાજ પર અવલંબન ન હતું. આજે તો ફાયદો થતો હોય, મફતિયું મલતું હોય તો કરોડપતિ પણ તૈયાર આજે તો મફતિયાઓનો જમાનો છે.

સામાજિક સેવા, બાળ સપ્તાહ, સુવાવડખાતાં, ઉત્કર્ષ્ કેન્દ્રો, એ સવેનું અસ્તિત્વ, પ્રચાર અને જરૂરિયાત, એ બગડી ગયેલી સમાજસંસ્થાનું લક્ષણ છે. કોઇ કહેશે કે ઔધોગિક પ્રધાનતાને લીધે વ્યક્તિગત બેકારી આવી ગઇ છે. અને તેથી સામાજિક સેવા વગેરેની જરુર છે. પણ ફ્રી મેટર્નિટી હોસ્પિટલ્સ વગેરેની આવશ્યક્તા એ સમાજની નિષ્ફળતા બતાવે છે. સહકારની ભાવના જાય ત્યારે જ આ બધું થાય છે. રામરાજ્યમાં સમાજ બગડેલો ન હતો, તેથી જ તેને આવાં આધુનિક તથાકથિત સેવાના અંગોની જરુર જ ન હતી. જ્યાં આવું જાણવા મળે ત્યાં સમજવું કે સમાજવ્યવસ્થા મરી ગઇ છે. માટે જ કહેવાય છે કે રામરાજ્યનો સમાજ જીવંત અને જાગ્રત હતું તેવું કહી શકાય.

*************************************************** 

Dr.Varshaben.H. Patel
Arts College Shamlaji
Ta-Bhiloda

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us