ચર્મ ઉધોગ: એક ઐતિહાસિક વિહંગાલોકન
ચર્મ ઉધોગ સાથે સંકળાયેલો ઇતિહાસ ધણો જૂનો છે. આદિમાનવ પોતાના વસ્ત્રો સૌ પ્રથમવાર શિકાર કરેલા પ્રાણીઓના ચામડાંઓ માંથી બનાવ્યા હતા. આ રીતે આદિમાનવ ચામડાંનો ઉપયોગ કરતો થયો. આ ઉપયોગથી ચર્મ ઉધોગના વિકાસની ગાથાનો આરંભ થાય છે. આપણા ઋષિ-મુનીઓ ચર્મનો ઉપયોગ કરતા હતા.તેવો ખાસ કરીને ધ્યાન-સમાધીમાં આસનના ઉપયોગના સંદર્ભે રહેલો હતો. આ ઉપરાંત ધણા ઐતિહાસિક લખાણો પણ ચર્મપત્ર પર લખાયેલા આપણે જોઇ શકીએ છીએ. ચર્મકાર્યનો ઉલ્લેખ રૂગ્વેદ ત્યારબાદ વૈદિક સાહિત્ય અને મહાભારતમાં થયેલો છે. પ્રાચીન સમયમાં યુધ્ધો વિશેષ થતા હતા. આ યુધ્ધોમાં સૈનિકો પોતાની રક્ષા માટે ઢાલ બનાવતા હતા. આ ઢાલ મોટાભાગે ચામડાં માંથી બનાવવામાં આવતી હતી. આથી માનવી ચર્મ ઉધોગ સાથે પ્રાચીન સમયથી લઈને આજ સુધી તેની સાથે સંકળાયેલો રહ્યો છે. ભારતમાં ચર્મ ઉધોગ સૌથી જૂનો ઉત્પાદન ઉધોગ છે. આ ચર્મ ઉધોગ એક પરંપરાગત ભારતીય હસ્ત ઉધોગ રહેલો છે. ભારતના જુદાં જુદા રાજ્યો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, ગુજરાત, પશ્ર્વિમ બંગાળ અને ઓરિસ્સા વગેરેમાં ચામડાં ઉધોગ વિકસીત થયો હતો. આ રાજ્યોમાં ચામડાંને પકવવું, ઉતારવું અને તેની બનાવટો બનાવી વગેરે જૂની ઘડતરની પધ્ધતિઓ વિકસીત બની હતી.આ જૂની પધ્ધતીઓમાં ધણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. જેમાં સમય સર ઉત્પાદન બજારમાં પહોચાડવાની અનુકુળતા રહેતી નહિ. આ ઉધોગમાં આધુનિકતા લાવવા માટે બ્રિટિશરો જવાબદાર છે. ઇ.સ. ૧૮૫૭માં બ્રિટિશરો દ્રારા ભારતમાં ચામડા ઉધોગમાં આધુનિક ઉત્પાદન પધ્ધતિઓ રજુ કરવામાં આવી હતી. આ પદ્ધતિ દ્રારા અનેક પ્રકારના પરિર્વતન આવ્યા હતા. જેથી બજારમાં સહેલાઇથી પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા થવા લાગી અને બજાર માંથી આ ઉધોગ દ્રારા વધારે આવક થવા લાગી. ભારતમાં ચર્મ ઉધોગ અનેક વિશેષતાઓ સાથે –ધણી ખામીઓ પણ ધરાવે છે. આ ઉધોગમાં ઘન સામગ્રી એકઠી કરી શકાય છે અને સાથો સાથ તેની સામે અનેક ગણું પર્યાવરણીય નુકશાની પણ રહેલી છે.ભારતમાં ચર્મઉધોગનો ઇતિહાસ ઘણો લાંબો છે. પરંતુ અહિંયા ચર્મ ઉધોગની ઐતિહાસિક રૂપરેખા ટૂંક્માં જોઇએ તો
ભારતીય સમાજ બાહ્ભાણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણ વ્યાવસ્થામાં વિભાજીત છે. આ વર્ણમાં પણ પેટા વિભાજન રહેલા છે. આ ચાર વર્ણમાંશુદ્ર વર્ણ વ્યવસ્થામાં પણ બાહ્ભણ, વણકર ,ચમાર, ભંગી વગેરે પેટા વર્ણો છે. આ પેટા વર્ણોમાં ચમાર જ્ઞાતિ ચર્મ ઉધોગ સાથે સંકળાયેલી છે . આધુનિક સમયમાં તેવોને દલિત અને અનુસૂચિત જાતિ તરીકે ઓળખાણ મળી છે. આ દલિત જ્ઞાતિ સમગ્ર ભારતમાં જોવા મળે છે. ભારતમાં તેવોને બામ્બાઇ, બાલા, ચકિલયમ, ચમાર, ઘોર, ડેહર, હોલ્કર, મલ્હાર, માંગ, પગાડેલ, સમગર, રમગર, સારકી વગરે નામોથી ઓળખાય છે. ગુજરતમાં પણ આ જ્ઞાતિ ચમાર, ચામડિયા, ખાલ્યા, ડબગર વગેરે વિવિધ નામોથી પહેચાન મળી છે. આ દલિત સમુદાય વંશપરંપરાગત રીતે મરેલા ઢોરના ચામડાં ઊતારવા- પકવવા વગેરે કાર્યો સાથે સંકળાયેલી છે. તેવો મરેલા ઢોરના ચામડાં ઊતારવાની કામગીરી ખૂબ જ કુશળતા પૂર્વક કરે છે. આ કાર્ય માટે તેવો ઓજાર માટે છારી , કાનસ,અતરડી વગરેનો ઉપયોગ કરે છે. ઢોરની ખાલ ઉતાર્યા બાદ તેની અંદર મીઠું ભરી રાખી મુકવામાં આવે છે. મીઠા ભર્યા બાદ ત્રણ-ચાર દિવસ પછી ખાલને પકવવા માટે કુંડમાં રાખવામાં આવે છે. સંપૂર્ણ ચામડું બનાવા માટે ખાલની અંદર આંકડાંનું દુધ, ચૂનો, આવળનો ભૂકો વગેરેનો ઉપયોગ થાય છે. કુંડમાં ચામડું બનતા એક મહિનો લાગે છે. સંપૂર્ણ ચામડું બન્યા બાદ તે માંથી કોશ,પટ્ટ, ચંપલ મશક વગેરે વિવિધ પ્રકારની સાધન સામગ્રી બને છે. પ્રથમ અને દ્રિતિય વિશ્ર્વ યુધ્ધમાં ચર્મ ઉધોગની બનાવટનો સારો ઉપયોગ થયો હતો. આ ઉપરાંત ખેતીના સાધનો, દોરડાં, ઘી, તેલ વગેરે પ્રવાહીની હેર-ફેર માટે પણ ચર્મ ઉપયોગી નિવડે છે. ચર્મની બનાવટો ઘણો લાંબા સમય સુધી ચાલે છે. આ બનાવટોની કિંમત પણ વધારે હોય છે. જેર્થી બજારમાં તે મોઘી મળે છે. ચર્મની બનાવટો આપણા સ્વાસ્થાય માટે ઘણી ફાયદાકારક છે. પગમાં પહેરેલા ચંપલ કે બુટ આપણા શરીરના તાપમાનને નિયંત્રણ કરવાનું કાર્ય અને પગને સુરક્ષા પણ આપે છે. ઔધોગિક ક્રાંતિના કારણે ચર્મ ઉધોગ ધીરે-ધીરે ભાંગવા લાગ્યો હતો અને આ ઉધોગ સાથે સંકળાયેલો વર્ગ બેકારી તરફ ધકેલાયો હતો. આજેય પણ આ વ્યવસાય ચાલું છે પણ તેમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ રહેલી છે. આ દલિત જ્ઞાતિ સાથે સૂગ ભર્યો વ્યવહાર રાખવાથી તેવો આ વ્યવસાયને છોડી રહ્યા છે અને નવા વ્યવસાય તરફ વળ્યા છે. આજે ચમાર જ્ઞાતિમાં અનેક પ્રકારના પરિવર્તન આવી રહ્યા છે . આ પરિવર્તન માટે શિક્ષણની ભૂમિકા કેંદ્ર સ્થાને રહેલી છે. આમ ચમાર જ્ઞાતિ એક વિકસિત જ્ઞાતિ તરીકે ઊભરી રહી છે. આ ઉધોગના વિકાસ માટે સરકાર ધણી આર્થિક સહાયતા કરે છે. ઇ.સ. ૨૦૦૫માં ભારત સરકારે ૨.૯ અબજ કરોડની યોજના કેબિનેટ સમિતિ દ્રારા ભરતીય ચર્મ ઉધોગ માટે જાહેર કરી હતી. આજે ભારતમાં આ ઉધોગ માટે પશ્ર્વિમ બંગાળ, કોલકતા, યુ.પી., કાનપુર, આગરા, નોઇડા, મુંબઈ, મહારાષ્ટ્રા વગેરે મુખ્ય કેંદ્રોમાં વિકસિત બન્યો છે. આ ઉપરાંત ગુજરાત, પંજાબ, ઓરિસ્સા પણ સંકળાયેલા છે. ભારતભરમાં લેધરની બનાવટોનું કેટલું ઉત્પાદન થાય છે ? તે વિગતવાર આંકડાંઓ સાથે સમજીએ.
Figure 1 ભારતના બજારમાં લેઘર અને તેની બનાવટોનો મુખ્યત્વે ૧૫% જેટલો હિસ્સો રહેલો છે. ભારતીય બજારોમાં ફ્લોરીંદ શુઝ લિમિટેડ,ફરીદ શુઝ લિમિટેદ, ટી અબ્દુલ વાહિદ એંડ કંપની, હિંદુસ્તાન લિવર લિમેટેડ,પ્રેસિડેંસી કિટલેઘર લિમેટેડ,ભારતીય લેઘર ફુટવેર ઇંડસ્ટ્રી.રેડચીફ અને બાટા વગેરે અનેક નામી – અનામી કંપનીઓ લેઘર પ્રોડક્ટ બનાવે છે. ભારતે ઇ.સ. ૨૦૦૭-૧૨ સુધીમાં લેઘરની પ્રોડકટ કેટલી વેચાણી તેના આંકડા જોઇએ.
Figure 2 ભારતીય બજારોમાં લેઘર અને લેઘરની પ્રોડકટસ માટે મુખ્ય બજારોમાં 15.01% ભાગ છે. ચર્મ ઉધોગના બજારમાં ભારતની સામે અન્ય દેશોએ પોતાના બજારમાં કેટલા ટકા ભાગ રહેલો છે તેની તુલના કરીએ તો જણાય છે કે યુ.કે.11.15%, ઇટલી 10.85%, યુએસએ-9.02%, હોંગકોંગ-7.38%, ફ્રાંસ-6.25%, સ્પેઇન-6.08%, વગેરે દેશો કરતા વધારે છે. ચર્મઉધોગ ભારતીય અર્થતંત્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ભારતીય અર્થતંત્રમાં ટોચની દસ વિદેશી વિનિમયની કમાણીમાં ચર્મઉધોગ સંકળાયેલો છે. ચર્મઉધોગ વર્ષ 2011-12માં 486 અબજ યુએસ ડોલરનો વાર્ષિક ટન ઓવર કરેલ છે. આ ઉધોગમાં જૂની ચર્મ બનાવટની પધ્ધતીને તજીને નવીન ટેકનોલોજી, કુશળ માનવશક્તિ અને સંલગ્ન ઉધોગોના કારણે વિકસીત બની રહ્યો છે. ગુજરાતના સંદર્ભે ચર્મ ઉધોગના વિકાસનો વિચાર કરીએ તો આ ઉધોગના વિકાસ માટે ગુજરાત સરકારે વિવિધ પ્રકારની યોજનાઓ બહાર પાડી છે. જેમાં બાજપાઇ બેકેબલ યોજનાનો સમાવિષ્ટ થાય છે. આ યોજનામાં ચર્મકારને 3000 થી લઈને 4 લાખ સુધીની લોન આપે છે. ગુજરાત સરકારે ચર્મકારને ચર્મઉધોગ માટે વિવિધ સાધનો માટે આર્થિક સહાય કરે છે. આ સહાયનું કોષ્ટક વિગતવાર જોઇએ.
Figure 3 ચર્મ ઉધોગ વિકસીત અને ઘન પ્રાપ્તિનો મોટો ઉધોગ છે આ વાત ખરી છે પરંતુ આ ઉધોગ સાથે અનેક મર્યાદાઓ પણ રહેલી છે. આ ઉધોગથી હવાનું પ્રદુષણ વધે છે. જે માનવ આરોગ્ય માટે વધારે જોખમકારક છે કારણ કે ચામડાની સતત ગંધાતી વાસના કારણે વ્યક્તિમાં અનેક રોગોના ભોગ બને છે. આ ઉધોગમાં મોટા ભાગે મીઠા સાથે સંકળાયેલો છે. આથી મીઠું જમીનનું મોટું દુશ્મન છે. જે જમીનની ફળદ્રુપતાને નાશ કરે છે. આ ઉપરાંત ચામડાને બનાવવા માટે વિવિધ પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ થાય છે જે જમીન અને પાણી માટે વધારે ધાતક નીવડે છે. આ ઉધોગ સાથે આવી અનેક પ્રકારની મર્યાદાઓ પણ સંકળાયેલી છે છ્તાં પણ આજે આ ઉધોગ ભારતીય અર્થતંત્રમાં મહત્વનો હિસ્સો બન્યો છે અને સતત વિક્સી રહ્યો છે. સંદર્ભ – સુચી:
*************************************************** પ્રા. વિનોદ એમ.બથવાર | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved. | Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |