logo

ભારતમાં ભ્રષ્ટાચારની સમસ્યા

ભ્રષ્ટાચાર એ વૈશ્વિક સમસ્યા છે. વિશ્વના બધા દેશોમાં ઓછે વતે અંશે ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે. ભ્રષ્ટાચારની સમસ્યા સાર્વત્રિક છે. ભ્રષ્ટાચારની સમસ્યા પ્રતિદિન વધુ વ્યાપક અને ગંભીર બનતી જાય છે. વર્તમાન સમયમાં ભારતમાં પણ આ સમસ્યાએઅતિગંભીર રૂપ ધારણ કર્યુ છે. સમાજજીવનના અનેક ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો જોવા મળે છે. ભ્રષ્ટાચાર એટલે વ્યકિતનું એવું વર્તન કે જેના ધ્વારા અયોગ્ય લાભ મેળવવા માટે જાણી જોઇને પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવી.

ભ્રષ્ટાચારનો અર્થ

ભ્રષ્ટાચાર એટલે વ્યકિતસભાનતાપૂર્વક અયોગ્ય લાભ મેળવવા માટે પોતાના કાર્યની ઉપેક્ષા કરે અને તે ધ્વારા વિવિધ સ્વરુપે ફાયદો કે લાભ મેળવે. ભ્રષ્ટાચારની ત્રણ વિશેષતાઓ છે જે આ પ્રમાણે છે.

  1. ભ્રષ્ટાચારમાંવ્યકિતના વિશિષ્ટ કર્તવ્યનુંઉલ્લંધન થાય છે.
  2. ભ્રષ્ટાચારમાંકર્તવ્યનું ઉલ્લંઘન ઇરાદાપૂર્વક થાય છે.
  3. ભ્રષ્ટાચારમાંકર્તવ્યનુંઉલ્લંધન પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મેળવવા માટે થાય છે.
ભ્રષ્ટાચાર માટે નીતિ ભ્રષ્ટતા, ભ્રષ્ટતા, સડો,લાંચરુશ્વત જેવા શબ્દો વાપરવામાં આવે છે. ભ્રષ્ટાચાર એટલે જો કોઇ કાયદેસર કામ કરવા કે ન કરવા માટે બદલો મેળવવો અથવા કોઇની તરફ કૃપા કે અવકૃપા દર્શાવવા અથવા તેનું કોઇ કામ કરવા કે ન કરવા માટે કાર્ય કરવું અથવા અંગત પ્રભાવ કે લાગવગથી આવા કોઇ કાર્યો કરવા અથવા ગેરકાયદેસર કે ભ્રષ્ટ સાધન વડે પોતાના હોદાનો આર્થિક લાભ મેળવવા ઉપયોગ કરવો અથવા પોતાના હોદાનો ખોટો ઉપયોગ કરી કોઇ વ્યકિત પ્રત્યે કૃપા દર્શાવવી અથવા બીજાને નુકશાન કરવું અથવા કોઇ કાર્યવાહીમાં કોઇ વ્યકિત પાસેથી કોઇ કિંમતી ચીજ કે બદલો મેળવવો અથવા પોતાની આવકના દેખીતાસાધનોને ધ્યાનમાં લેતા વધુ પ્રમાણમાં મિલકત અથવા આર્થિક સાધનોની પ્રાપ્તિ કરવી. કોઇક લાભ મેળવવા માટે સભાનતાપૂર્વકવ્યકિતધ્વારા તેના કર્તવ્યનુંઉલ્લંધન કરવામાં આવે તેને ભ્રષ્ટાચાર તરીકે ઓળખવામાં આવે છે. વિશિષ્ટ હોદા પર રહેલી વ્યકિતઓ તેમના હોદાની રૂએ કેટલાક કામ કરવા માટે શકિતમાન હોય ત્યારે આવી વ્યકિતઓભ્રષ્ટાચારને આધારે અયોગ્ય લાભ મેળવે છે. જેના લીધે કેટલાક અગત્યનાહોદો ધરાવતાં અધિકારીઓમાંભ્રષ્ટાચારને આચરણનું પ્રમાણ વ્યાપક હોય છે. તેઓ તેમની સત્તાને આધારે અન્યને લાભ કે હાનિ પહોંચાડી શકવા સક્ષમ હોય છે. આવી વ્યકિતઓ પોતાના અંગત લાભ અને ફાયદા માટે સરકાર કે કાયદાની ચિંતા કર્યા સિવાય અયોગ્ય કામ કરે છે. સરકારી જમીન પર કબજોઅને ભોગવટો કરવો,પરવાનગી વગર ઉભી થતી ઇમારતો, ખાધ પદાર્થોમાં થતી ભેળસેળ જંગલોમાંથી કિંમતી ઇમારતી લાકડાની થતી ચોરી,પેટ્રોલપંપ પર થતી ભેળસેળ ઓછા માલથી અને હલકી ગુણવત્તાવાળામાલથી થતું સરકારી બાંધકામ,ખેતીના બનાવટી બિયારણનું બજારમાં ખુલ્લેઆમ થતું વેચાણ,કાયદા ધ્વારા પ્રતિબંધિત નશીલાદ્રવ્યોનું થતું વેચાણ વગેરે જેવી પ્રવૃત્તિઓ સમાજમાં વ્યાપક બનતી જાય છે. આ બધાના મૂળમાં ભ્રષ્ટાચાર રહેલો હોય છે. ભ્રષ્ટાચારથી દેશને અનેક રીતે નુકશાન થાય છે. અને ઘણું સહન કરવાનું આવે છે. ભ્રષ્ટાચારીવ્યકિત સમાજ અને દેશને માટે નુકશાનકર્તા હોય છે. પ્રવર્તમાન સમયમાં સમાજની જુદી જુદીવ્યવસ્થાઓમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે. રાજયવ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા, ન્યાય વ્યવસ્થા,પોલીસ વ્યવસ્થા વગેરેમાં ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે. લાંચ લેનાર અમલદારો લાંચ લેવામાં કશું ખોટું થઇ રહયું છે તેવું માનતા નથી. ચૂંટણી સમયે કરેલો ખર્ચ ચૂંટાયેલા નેતા, ભ્રષ્ટાચાર ધ્વારા ઝડપથી પાછો મેળવી લે છે. મોટી રકમ આપીને પોલીસમાં ભરતી થનારવ્યકિત ભ્રષ્ટાચાર ધ્વારા મોટી રકમ ભેગી કરી લે છે. જુદી જુદીજગ્યાઓ પર પૈસા આપીને નિયુકિત મેળવનાર વ્યકિતઓ ભ્રષ્ટાચાર ધ્વારા પોતે ખર્ચ કરેલ રકમ ઝડપથી પાછી મેળવી લે છે. આમ, સમાજમાં હવે ભ્રષ્ટાચાર એટલો વ્યાપ્ત બની ગયો છે કે, ભ્રષ્ટાચાર એ હવે ભ્રષ્ટાચાર ન રહેતા શિષ્ટાચાર બની ગયો છે. આમ, ભ્રષ્ટાચાર ના મૂળ સમાજમાં ઊંડેને ઊંડે ઉતરતા જતાં જોવા મળે છે. દેશમાં થતાં ત્રાસવાદી હુમલાઓ માટે પણ કયાંકને કયાંક ભ્રષ્ટાચાર જવાબદાર હોવાનું જોવા મળે છે.

ભારતમાં ભ્રષ્ટાચારનાં કારણો

ભારતમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર માટે કોઇ એક કારણ જવાબદાર નથી. પણ જુદા જુદા અનેક કારણો જવાબદાર છે.

(૧) પૈસાનું મહત્વ.

ભારતીય સમાજમાં પૈસાનું જે મહત્વ છે તે ભ્રષ્ટાચારનું એક મુખ્ય કારણ છે. સગાવહાલાઓ, મિત્રો અને કુટુબીજનો પૈસાદાર વ્યકિતને માન-સન્માન આપે છે. ભલે પછી તેની પાસે પૈસા અયોગ્ય રસ્તેથી આવ્યા હોય જેની પાસે ધનદોલત હોતી નથી તેવા વ્યકિતઓને સમાજમાં માન-સન્માન મળતું નથી. તેમજ સમાજમાં તેમનો કોઇ ભાવ પૂછતું નથી.પૈસાથીવ્યકિતનીસામાજીક પ્રતિષ્ઠા વધતી હોવાથી તે ભ્રષ્ટાચાર ધ્વારા પણ પૈસા મેળવવા માટે પ્રયત્નશીલ બને છે. આમ, સમાજમાં પૈસાનામહત્વને લીધે પણ ભ્રષ્ટાચારને ઉત્તેજન મળે છે.

(ર) રાજકીય વ્યવસ્થા.

ભારતમાં જે રાજકીય વ્યવસ્થા છે તે પણ ભ્રષ્ટાચારને ઉત્તેજન આપે છે. જેના ધ્વારા રાજકીય પક્ષો કે રાજકીય નેતાઓ ચૂંટણી જીતે છે. તેઓ સત્તાસ્થાને આવ્યા પછી તેમને મદદરુપબનનાર જૂથ કે વ્યકિતઓને લાભ અપાવવા માટે પ્રયાસો કરે છે. અને આ રીતે ભ્રષ્ટાચારને ઉત્તેજન મળે છે. ચૂંટાયેલોવ્યકિત તેના મતવિસ્તારના લોકોને નોકરી અપાવવા માટે, ગેસ એજન્સી અપાવવા માટે તથા અન્ય લાભ અપાવવા માટે ભ્રષ્ટાચાર આચરતો જોવા મળે છે. આ ઉપરાંત અધિકારીઓ પણ મનગમતી જગ્યાએ નિમણૂંક માટે ભ્રષ્ટાચારનો આશ્રય લેતાં હોય છે. આમ, ભ્રષ્ટાચાર માટે રાજકીય વ્યવસ્થા પણ એક જવાબદાર કારણ છે.

(૩) કાયદાની સમજણનો અભાવ.

નિરક્ષર, અભણ અને નાસમજ લોકો કાયદાની જોગવાઇઓને સમજી શકતા નથી. તેઓને જે મળવાપાત્ર હોય છે તે લાભ મેળવવા માટે પણ તેઓ અમલદારોને પૈસા આપવા માટે તૈયાર થઇ જાય છે. અને આવી રીતે ભ્રષ્ટાચારને ઉત્તેજન મળે છે. તેમજ ઘણી વખતે તેઓ આપમેળે જ શોષણનો ભોગ બનતા હોય છે. જમીનદારોધ્વારાખેતમજૂરોનેલધુત્તમવેતન ન ચુકવાઇને તેમનું શોષણ થાય છે. ઉધોગોમાંકામ કરતાં કામદારોને તેમને મળવાપાત્ર વેતન ચુકવવામાં આવતું નથી. તેમજ તેઓને જે સુવિધાઓમળવાપાત્ર હોય તે આપવામાં આવતી નથી. અને આ રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.

(૪) લાચારી અને ગરીબી.

લાચારી અને ગરીબી પણ ભ્રષ્ટાચારને ઉત્તેજન પૂરુ પાડે છે.લોકો પોતાના કામ કરાવવા માટે વિવિધ કચેરીઓમાં જાય છે ત્યારે અમલદારોધ્વારા તેમની પાસે વિવિધ ખુલાસાઓમાંગવામાં આવે છે. જુદા જુદા અનેક પુરાવાઓ માંગીને અરજીની પૂર્તતા કરવાનું કહેવામાં આવે છે. કામ માટે કચેરીમાં આવા લોકોએ ધકકા ખાવા પડતા હોય છે અને કામ થવું જરુરી હોવાથી લોકો પૈસા આપીને પણ પોતાનું કામ કરાવી લેતા હોય છે. પૈસા આપીને જો સમયસર કામ થતું હોય તો લોકો પૈસા આપીને ઝડપથી કામ કરાવવાનું પસંદ કરે છે જે બાબત પણ ભ્રષ્ટાચારને ઉત્તેજન આપે છે.

(પ) અપૂરતુ વેતન.

અપુરતુ વેતન પણ ભ્રષ્ટાચાર માટે જવાબદાર છે લોકોને પોતાની જરુરીયાતો સંતોષાય તેટલું વેતન મળતું હોતું નથી. અપુરતા વેતનથી પોતાની જરુરિયાતોસંતોષાતી ન હોવાથી ભ્રષ્ટાચારનામાર્ગેથી તે જરુરિયાતો પુરી કરવા આવા લોકો પ્રયાસો કરતા હોય છે.

(૬) વ્યાપારિક સ્પર્ધા

વ્યાપારિક સ્પર્ધા ભ્રષ્ટાચાર ને ઉત્તેજન આપે છે. વેપારીઓ ભેળસેળ કરે છે.માલમાં મિલાવટ કરે છે. ઓછો માલ આપવો અસલના પૈસા લઇને નકલી માલ પધરાવવો વગેરે જેવી પ્રવૃત્તિઓ કરે છે અને આવી પ્રવૃત્તિ કરતા પકડાઇ જાય ત્યારે ભ્રષ્ટાચાર ધ્વારા તેની જવાબદારીમાંથી છટકી જાય છે. આ ઉપરાંત સરકારી કરવેરામાંથી બચવા અથવા ઓછા કરવેરા ભરવા માટે અધિકારીઓને લાંચ આપે છે. ખોટા ફોર્મ ભરી સરકારી મદદ મેળવે છે. વેપારીઓ કાયદાને ધ્યાનમાં લીધા વિના માલનો વધારે જથ્થો રાખે છે. વેપારીઓ અને ફેકટરીના માલિકો બેંકોમાંથી મોટી રકમની લોન લે છે અને મેળવેલલોનના હપ્તા તથા વ્યાજ ચૂકવવામાં આવતા નથી. આ માટે બેંકના જવાબદાર લોકોને લાંચ આપવામાં આવે છે. આમ, જુદીજુદી પ્રયુકિતધ્વારા પોતાના ધંધા રોજગારનો વિકાસ કરવા માટે ભ્રષ્ટાચારનોઆશ્રયલેવામાં આવે છે. આમ વ્યાપરિક સ્પર્ધા પણ ભ્રષ્ટાચારને ઉત્તેજન આપતું મહત્વનું કારણ છે.

(૭) જાહેરાતોઃ-

જાહેરાતોના માધ્યમ ધ્વારા વિવિધ લોભામણીયોજનાઓની જાણકારી લોકોને આપવામાં આવે છે. કેટલાક લોકો જુદી જુદીજાહેરાતો આપીને લોકોને તેમની કંપનીમાં નાણાં રોકવા આકર્ષિત કરે છે. રોકાણ કરનારને ઓછા સમયમાં વધુ આર્થિક લાભ થશે તેવી જાહેરાતો,લેખો દૈનિક વર્તમાનપત્રોમાં આપવામાંઆવે છે. આ જાહેરાતોથીઆકર્ષાઇને લોકો તેમાં અઢળક નાણાં રોકે છે. અઢળક નાણાં ભેગા થતા તેના આયોજકો આ નાણાં લઇને ભાગી જાય છે. આમ,જાહેરાતોના માધ્યમ ધ્વારા પણ ભ્રષ્ટાચારને ઉત્તેજન મળે છે.

(૮) સખત શિક્ષાનીજોગવાઇનોઅભાવઃ-

સખત શિક્ષાનીજોગવાઇનોઅભાવએભ્રષ્ટાચારનું એક મહત્વનું જવાબદાર કારણ છે. જુદા જુદા સરકારી ખાતાઓમાં જો કોઇ કર્મચારી ભ્રષ્ટાચાર કરતાં પકડાય તો સામાન્ય રીતે તે ખાતામાંથી તેની અન્યત્ર બદલી કરવામાં આવે છે. અથવા તો નજીવી શિક્ષા કરવામાં આવે છે. સખત શિક્ષા કરવામાં આવતી નથી. જેનાથી સરકારી ખાતામાં કામ કરતી વ્યકિતઓ લાંચ લીધા વિના કોઇ પણ કામ કરતા નથી. તેમને પકડાઇ જવાની બીક હોતી નથી. ભ્રષ્ટાચાર આચરનારનેનોકરીમાંથી કાયમી દૂર કરવામાં આવતા નથી. તેમજ તેના તમામ સરકારી લાભો બંધ કરવામાં આવતા ન હોવાથી ભ્રષ્ટાચાર ને ઉત્તેજન મળે છે. લાંચ લેતા પકડાઇ ગયેલા સરકારી કર્મચારીઓ અને અધિકારી નિર્દોષછૂટયા હોવાના પણ અનેક કિસ્સાઓ બને છે. વર્તમાન સમયમાં તો લાંચરુશ્વત વિરોધી ખાતાના કર્મચારીઓ અને અધિકારીઓ પણ લાંચલેતા હોવાની ઘટનાઓ બનતી જોવામળે છે. આમ, ભ્રષ્ટાચાર માટે કોઇ સખત શિક્ષાનીજોગવાઇઓ ન હોવાથી પણ તે ભ્રષ્ટાચાર ફૂલતોફાલતો જોવા મળે છે.

(૯) વ્યકિતગત કારણ

ઘણી વખતે ભ્રષ્ટાચાર માટે વ્યકિતગત કારણ પણ જવાબદાર હોય છે. કેટલીક વખતે વ્યકિતની જરૂરિયાત હોય તેટલું તે કાયદેસરના માર્ગે મેળવી ન શકે ત્યારે તે વ્યકિત ભ્રષ્ટાચાર ના માર્ગે વળે છે. આ ઉપરાંત ખરાબ ચારિત્ર્ય ધરાવતી વ્યકિતઓ ભ્રષ્ટાચાર કરવામાં શરમ,સંકોચનો અનુભવ કરતીનથી. અમુક વ્યકિતત્વ ધરાવતી વ્યકિતઓ પોતાના નાના સરખા લાભ માટે પણ મોટો ભ્રષ્ટાચાર કરતા ખચકાટ અનુભવતી નથી.આમ, આવા પ્રકારની વ્યકિતઓભ્રષ્ટાચારને ઉત્તેજન આપે છે.

ભારતમાં ભ્રષ્ટાચાર દૂર કરવા માટે લેવાયેલપગલાંઓ.

ભારતમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારને દૂર કરવાના આગ્રહી ગાંધીજી પણ હતા. આઝાદી પછી ભારત સરકારે પણ આ માટે કેટલાક પ્રયાસો કરેલા છે જે આ પ્રમાણે છે.

(૧) ભ્રષ્ટાચાર નિષેધ અધિનિયમ

ભારત સરકારે ઇ.સ. ૧૯૪૭ માં ભ્રષ્ટાચાર નિષેધ અધિનિયમ પસાર કર્યો હતો. જેમાં કેવાંકેવાં પ્રકારના કાર્યોને ભ્રષ્ટાચાર ગણવા તેમજ તેની શિક્ષા નકકી કરવામાં આવી હતી.

(ર) ગોરવાલા આયોગ.

પ્લાનીંગકમિશને શ્રી એ.ડી. ગોરવાલાની વહીવટી સુધાર સંબંધી તપાસ કરવા અને તે અંગેનાઉપાયોદર્શાવવા માટે નિમણૂંક કરી હતી. ગોરવાલાએ તેમનો અહેવાલ ઇ.સ.૧૯પ૧ ની ૩૦ એપ્રિલે રજૂ કર્યો હતો. તેમના અહેવાલમાં અનેક રાજકીય નેતાઓ પણ ભ્રષ્ટાચારમાં સંકળાયેલા છે તેવું બતાવ્યું હતું. તેમજ તેમણે દેશ સામે ઉમદા દષ્ટાંત મુકવા માટે રાજકીય નેતાઓએલોકજીવનમાં આદર્શ અને સ્વચછઆચરણ દાખવવું જોઇએ તેમ જણાવ્યું હતું.

(૩) કોગ્રેસ સંસદીય દળની આયંગરઉપસમિતિ.

કોગ્રેસ સંસદીય દળની એક ઉપસમિતિ ઇ.સ.૧૯પ૧ ની ૯ એપ્રિલે શ્રી આયંગરનાઅધ્યક્ષપણા નીચે નિયુકિત કરવામાં આવી હતી. આ સમિતિએ વી.જે.કૃષ્ણમેનનના ભ્રષ્ટાચાર સંબંધમાં નિવેદન રજૂ કર્યુ હતું અને ભ્રષ્ટાચારનું સ્પષ્ટ ઉદાહરણ દર્શાવ્યું હતું. પણ તે વખતના વડાપ્રધાન જવાહરલાલનહેરુએ આ અંગે તેમની સામે કોઇ પગલાં લીધા ન હતા.

(૪) તપાસ સમિતિ અધિનિયમ-૧૯પર

સરકારે ઇ.સ. ૧૯પર માં ભ્રષ્ટાચારની તપાસ માટે તપાસ માટે તપાસ સમિતિ અધિનિયમ પસાર કર્યો હતો. તેના આધાર પર દરેક રાજયમાં લોકપાલ પદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(પ) ચાગલા આયોગ.

શ્રી એમ.સી. ચાગલા મુખ્ય હાઇકોર્ટના ચીફ જસ્ટીસ હતા. ૧૭ જાન્યુઆરી ૧૯પ૮ ના રોજ તત્કાલિનનાણાંમંત્રીટી.ટી.કૃષ્ણામાચારી સામેના આક્ષેપો અંગે તપાસ કરવા માટે તેમને તપાસ અધિકારી તરીકે નિયુકત કર્યા. ૧૦ ફેબ્રુઆરી ૧૯પ૮ ના રોજ શ્રી ચાગલાએતપાસનોરીપોર્ટ રજૂ કર્યો. જેમાં નાણાંમંત્રીને દોષિત ઠરાવવામાં આવ્યા હતા. તેથી તેમણે મંત્રીનાપદેથીરાજીનામુ આપ્યું.

(૬) સન્થાનમ સમિતિ.

શ્રી કે.સન્થાનમનીઅધ્યક્ષતામાં ઇ.સ.૧૯૬ર માં ભ્રષ્ટાચાર નિષેધ સંદર્ભમા એક સમિતિ રચવામાં આવી. ૩૧ માર્ચ ૧૯૬૪ ના દિવસે આ સમિતિએ પોતાનો રીપોર્ટ રજૂ કર્યો. તે વખતના ગૃહપ્રધાન ગુલઝારીલાલનંદાએભ્રષ્ટાચારનીસમસ્યાનેગંભીરતાથી લીધી હતી તથા તેને દૂર કરવાનો તેમનો ઉર્દેશય હતો. તેમ તેઓએ જણાવ્યું હતું.

(૭) પ્રધાનોની આચારસંહિતા.

ભારત સરકારે ર૯ ઓકટોબર ઇ.સ.૧૯૬૪ માં કેન્દ્રસરકારના અને રાજય સરકારના પ્રધાનો માટે એક આચારસંહિતા બહાર પાડી હતી તે પ્રમાણે વડાપ્રધાનની જવાબદારી છે કે તેઓ કેન્દ્રના પ્રધાનો પાસે આચારસંહિતાનું પાલન કરાવશે મુખ્યમંત્રી જે તે રાજયના પ્રધાનો પાસે આચારસંહિતાનું પાલન કરાવશે.આ આચારસંહિતા ધ્વારા પ્રધાનો ધ્વારા થતા ભ્રષ્ટાચાર ને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

(૮) લોકઆયુકત બિલ.

શ્રીમતી ઇન્દિરાગાંધીની સરકારે ઇ.સ.-૧૯૭૧ માં ભ્રષ્ટાચાર અટકાવવા માટે સંસદમાંલોકઆયુકત બિલ રજૂ કર્યુહતુ પણ તેને પસાર કરાવી શકાયું ન હતું.

(૯) જનતા સરકારના પ્રયાસો.

કોગ્રેસનું ૩૦ વર્ષનું શાસન ઇ.સ.૧૯૭૭ માં સમાપ્ત થયું. અને જનતા પક્ષની સરકાર બની. પ્રધાનમંત્રી શ્રી મોરારજીદેસાઇ અને ગૃહપ્રધાન ચરણસિંહે ભ્રષ્ટાચાર દૂર કરવા માટે પ્રયાસો કર્યા હતા. આમ, કરવામાં તેમને રાજકીય નેતાઓ અને વહીવટી અધિકારીઓનો સાથ-સહકાર મળયો ન હતો. તેમજ ગૃહપ્રધાન ચરણસિંહના રાજીનામાની માંગ થઇ હતી. અંતે ચરણસિંહનુરાજીનામુ લઇ લેવામાં આવ્યું હતું. આમ,અંદરોઅંદરનીખેંચતાણને લીધે ૩૦ મહિનામાં જ જનતાપક્ષની સરકાર પડી ભાંગી હતી.

(૧૦) લોકપાલ બિલ.

રર જુલાઇ ૧૯૭૬ ના દિવસે લોકસભામાં ભ્રષ્ટાચાર વિરુધ્ધ એક તટસ્થ વ્યવસ્થા સ્થાપવા માટે લોકપાલ બિલ રજૂ કરવામાં આવ્યુંહતું. તેમાં લોકનાયકોનાભ્રષ્ટાચારની વ્યાખ્યા આપવામાં આવી હતી. તેમાં એ બતાવવામાં આવ્યું કે લોકનાયકમાં કોણ કોણ સામેલ થશે તથા તેમની વિરુધ્ધ કેવી રીતે તટસ્થ , નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે આ બિલ વારંવાર લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે પણ દરેક વખતે જુદા જુદા અનેક કારણોથી આ બિલ હજી સુધી પસાર થઇ શકયું નથી.

ભ્રષ્ટાચાર નિવારવા માટેના પ્રયાસો.

ભારતના જુદા જુદા અનેક ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે. આ ભ્રષ્ટાચાર દૂર કરવા માટે કેટલાંક પ્રયાસો કરવા જરૂરી છે. જે આ પ્રમાણે છે.

(૧) રાજકીય પક્ષોનું નૈતિક સ્તર ઉંચુ લાવવું.

ભ્રષ્ટાચાર દૂર કરવા માટે જુદાં જુદાં રાજકીય પક્ષોનું નૈતિક સ્તર ઉંચુ લાવવું જરુરી છે. આ માટે રાજકીય નેતાઓધ્વારાનૈતિકતાનાં ઉચ્ચ આદર્શોનું પાલન થવું જરુરી છે. જેનાથી બીજા લોકો પણ પ્રેરણા લઇને તેનું અનુસરણ કરશે. ભ્રષ્ટ ઉપાયોથી પ્રભાવિત થયા વિના પ્રજાએ એવા નેતાઓનેચૂંટવા જોઇએ કે જેથી ભ્રષ્ટાચાર થતો અટકે. ચૂંટણીના સમયે ચૂંટણી માટે નાણાં ખર્ચવામતદારોને નાણા તથા અન્ય વસ્તુઓ આપવી, મોટા ભોજન સમારંભોઆયોજીત કરવા,ધનિકોધ્વારા જુદાં જુદાં રાજકીય પક્ષોને આર્થિક મદદ કરવી વગેરેને ચુસ્ત રીતે અટકાવવું જરુરી છે. આ નિયમનો ભંગ કરનાર ઉમેદવારોનુંઉમેદવારીપત્ર રદ કરવું જોઇએ. આમ, રાજકીય પક્ષોનું નૈતિક સ્તર ઉંચુ આવે તો તેનાથી ભ્રષ્ટાચારનાપ્રમાણનેઘટાડી શકાય.

(ર) સરકારી કચેરીઓમાં સુધારો કરવો.

વિવિધ સરકારી કચેરીઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર જોવા મળે છે. લોકોને તેમના કાયદેસરના કામ કરાવવા માટે પણ લાંચ આપવી પડે છે. આ રીતે ભ્રષ્ટાચાર થાય છે. આ ભ્રષ્ટાચાર થતો અટકાવવા માટે વર્તમાન કાયદાઓમાં સુધારો કરવો જોઇએ અને તે કાયદાઓનું કડક પાલન કરાવવું જોઇએ. આ કાયદાનો ભંગ કરનારનેનોકરીમાંથી કાયમી ધોરણે દૂર કરવા જોઇએ તથા જેલની સજા કરવી જોઇએ જેનાથી અન્ય બીજા કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતાં અટકશે.

(૩) વેપાર અને ઉધોગક્ષેત્રમાંકાયદાઓનું કડક પાલન કરાવવું.

ભેળસેળ, ઓછું વજન,કાળાબજાર નોંધ્યા વિનાનો વધારાનો માલ સંધરવો વગેરે જેવા અપરાધમાં પકડાતા લોકોને મોટે ભાગે સજા થતી નથી. વેપાર અને ઉધોગ ક્ષેત્રમાં મોટા ભાગનાં લોકો પોતાના અંગત લાભ માટે લાંચ આાપીને કાયદાનો ભંગ કરતા હોય છે. આવા અપરાધીઓને કડક સજા થવી જરુરી છે. કેમ કે, તેઓ લોકોનાં જીવન સાથે ચેડાં કરે છે. નકલી દવાઓ બનાવનાર તથા ખોરાકનામાલમાં ભેળસેળ કરનારાઓને આજીવન કેદની સજા કરવામાં આવે તો આ ક્ષેત્રમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર પર કાબુ મેળવી શકાય. ઉધોગોનાં માલિકો પર્યાવરણ અને શ્રમને લગતા કાયદાઓનું પાલન કરતાં નથી. કેમ કે, તેઓ આ માટે નિયુકત અધિકારીઓને લાંચ આપે છે. પરિણામે અધિકારીઓ કાયદાનું કડક રીતે પાલન કરાવતા નથી. આ સંદર્ભમાં કાયદામાં યોગ્ય સુધારો કરવો જોઇએ. અને તે ધ્વારા કાયદાનો ભંગ કરનાર માલિકો તથા પોતાની કાયદેસરની ફરજ ન બજાવનાર કર્મચારીઓ અને અધિકારીઓ સામે ત્વરિત રીતે કડક શિક્ષાત્મકપગલા લઇ શકાય તેવી જોગવાઇ કરવી જોઇએ.

(૪) પોલીસ ખાતામાં યોગ્ય સુધારો કરવો.

પોલીસ ખાતામાં યોગ્ય સુધારાઓ કરવાથી પણ ભ્રષ્ટાચાર પર અંકુશ લાવી શકાય. કેટલાક પોલીસકર્મીઓજુગારીઓ,વેશ્યાઓ,ગુંડાઓ, દારુ વેચનારાઓ જેવાં અપરાધીઓ સાથે સંકળાયેલા હોય છે. તેઓ તેમની પાસેથી નાણા મેળવે છે અને તેમની તરફ વફાદારી રાખે છે. જેથી સમાજમાં અપરાધી પ્રવૃત્તિ વધે છે જો કોઇ પ્રજાજન પોલીસ અધિકારી વિરુધ્ધ ફરિયાદ કરે તો તેને ગંભીરતાથી લેવામાં આવતી નથી આવી ફરિયાદનેગંભીરતાથી લઇ તેની ન્યાયિક તપાસ થવી જોઇએ અને આરોપી પોલીસકર્મી અપરાધી સાબિત થાય તો તેને નોકરીમાંથી કાયમી પણે દૂર કરી આજીવન કેદની સજા કરવી જોઇએ. રાજકીય નેતાઓધ્વારા પોલીસ પર દબાણ લાવી તેમને અયોગ્ય કામ કરવા મજબૂર કરવામાં આવે છે. આમ, રાજકીય નેતાઓધ્વારાપોલીસખાતામાં થતો બિનજરુરી હસ્તક્ષેપ બંધ કરાવવો જોઇએ. પોલીસ ખાતામાં નવી ભરતી કરતા સમયે ઉમેદવારનું ચારિત્ર્ય અને નૈતિકતાને પણ ધ્યાનમાં રાખવી જોઇએ. અપરાધી માનસ ધરાવનાર વ્યકિતની નિમણૂંક પોલીસ ખાતામાં ન થાય તે માટે સંતર્ક રહેવું જોઇએ. અપરાધી માનસ ધરાવનાર વ્યકિતની નિમણૂંક પોલીસ ખાતામાં થાય તે સમાજ માટે ગંભીર બાબત સાબિત થાય છે. પ્રમાણિક પોલીસના કામની યોગ્ય નોંધ લેવાય તેમજ તેમને ઝડપથી પ્રમોશન મળે તે જરુરી છે. પોલીસખાતામાં સુધારો થવાથી પોલીસ ભ્રષ્ટાચાર થી દૂર રહેશે તથા ભ્રષ્ટાચારી લોકો પોલીસને લાંચ આપતા ગભરાશે. આમ, પોલીસ ખાતામાં યોગ્ય સુધારો થાય તો થોડે ઘણે અંશે ભ્રષ્ટાચારને દૂર કરી શકાય.

(પ) ન્યાયતંત્રમાં સુધારો કરવો.

ભારતનું ન્યાયતંત્ર પણ ભ્રષ્ટાચારથીમુકત નથી. જો કે કહેવાનો આશય એ નથી કે, સમગ્ર ન્યાયતંત્ર ભ્રષ્ટ છે કેટલીક ઘટનાઓમાંવ્યકિતસામાવાળા વકીલને અદાલતનાંપટાવાળા, કારકુન તથા કયારેક ન્યાયાધીશને લાંચ આપે છે. અદાલતમાં લાંચનો વ્યવહાર વ્યાપક બનતો જાય છે.તેને અટકાવવા દરેક સ્તરે પગલાં લેવાવા જોઇએ.

(૬) સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ લેવી.

ભ્રષ્ટાચાર અટકાવવામાં સ્વૈચ્છિક સંસ્થાઓ મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. નાના મોટાગામડા તથા શહેરો એમ અનેક જગ્યાએ આવી સંસ્થાઓસ્થાપવી જોઇએ. આવી સંસ્થાઓ લોકોને તેમના અધિકારો અંગે યોગ્ય સમજ આપી શકે. નિરક્ષર, ગરીબ અને લાચાર લોકોને તેમના કાયદેસરના કામમાં આવી સંસ્થાઓ મદદ કરી શકે. આવી સ્વૈચ્છિક સંસ્થાઓ ભ્રષ્ટ લોકો સામે કાયદેસર કાનૂની કાર્યવાહી કરી શકે. આમ, ભ્રષ્ટાચાર ઓછો કરવામાં સ્વૈચ્છિક સંસ્થાઓમદદરુપ બની શકે.

(૭) યોગ્ય શિક્ષણનો ફેલાવો કરવો.

શાળામાં બાળકોને ફકત પુસ્તકનું જ જ્ઞાન ન આપતાં તેમને ઉચ્ચઆદર્શોશિખવવા જોઇએ. બાળકોને નૈતિક શિક્ષણ આપવું જોઇએ. આ માટે ઉચ્ચ ચારિત્ર્ય ધરાવતી વ્યકિતઓનીશિક્ષકતરીકે નિમણૂંક કરવી જોઇએ તેમજ તેમને તેમની કામગીરીને અનુરુપ શિક્ષણ આપવું જોઇએ. આની સાથોસાથ શિક્ષણ ક્ષેત્રમાં વ્યાપેલાભ્રષ્ટાચારને કડક હાથે ડામી દેવો જોઇએ તેમજ અપરાધીને ખૂબ જ આકરી અને સખત સજા કરવી જોઇએ. જેથી સમાજમાં લોકો ભ્રષ્ટાચાર કરતા ડરે અને ભ્રષ્ટાચાર કરવાથી દૂર રહે.

આમ, ભારતમાં ભ્રષ્ટાચારની સમસ્યા અતિવ્યાપક અને ગંભીર અને જટિલ બની છે. ભ્રષ્ટાચાર સમાજના દરેક ક્ષેત્રમાં વ્યાપેલો જોવા મળે છે અને ભ્રષ્ટાચારને દૂર કરવા માટે કડક પગલાં લેવાની જરૂરિયાત ઉભી થઇ છે. ભ્રષ્ટાચાર કરનાર માટે આજીવન કેદની સજાની જોગવાઇ કરવાનો સમય પાકી ગયો છે. ભ્રષ્ટાચારીઓ સામે સમાજનું વલણ કડક હોવું જોઇએ. સમાજમાં ભ્રષ્ટાચાર કરનારને ગુનેગાર માનીને તેની સામે કડક કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે. આમ,સમાજમાંથીભ્રષ્ટાચારને દૂર કરવા માટે લોકોમાં ભ્રષ્ટાચાર સામે જાગૃતિ લાવવી પડશે તેમજ ભ્રષ્ટાચારી સામે કડક કાર્યવાહી કરી તેમને યોગ્ય સજા કરવાથી જ આ સમસ્યાને હલ કરી શકાશે.

સંદર્ભસૂચિ::

  1. અપરાધવિજ્ઞાન. લે.બી.એમ.શુકલ.
  2. અપરાધનું સમાજશાસ્ત્ર. લે. ડો. એચ.એન.પટેલ.
  3. અપરાધશાસ્ત્ર. (હિંદી) લે.ડી.એસ..બધેલ
  4. વિવેચનાત્મક અપરાધશાસ્ત્ર (હિંદી) લે.રામ આહુજા. મુકેશ આહુજા.
  5. Criminal Sociology લે. ફેરી એનીકો.
  6. Police Corruption લે. લોરેન્સસેરમન

*************************************************** 

રૂકસાના. એ.નાગોરી,
સરકારી વિનયન કોલેજ,
ગાંધીનગર.

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us