logo

વહીવટ અને સંચાલન

સંચાલન એટલે અન્ય લોકો પાસેથી કામ લેવાની કળા”
હેરોલ્ડ કુંત્ઝ
આ લેખમાં સંશોધકે વહીવટ અને સંચાલન વચ્ચે શું તફાવત છે તે અંગે વિવિધ લેખકોનાં મંતવ્યો અને સાથે સંચાલનના સિધ્ધાંતો સુચારુ વહીવટ માટે કઇ રીતે ઉપયોગી છે તે સમજાવવાનો પ્રયાસ કરેલ છે.

સંચાલનના ઉપયોગ વિવિધ ક્ષેત્રે અને વિવિધ સત્તાઓ દ્રારા થયો, પરિણામ સ્વરુપ તેનો કોઇ ચોક્કસ અર્થ કાઢવો મુશ્કેલ બન્યો. દરેક નિષ્ણાતે સંચાલનને પોત પોતાની રીતે મુલવ્યો અને તેથીજ શ્રી હેરોલ્ડ કુંત્ઝ તો સંચાલનની થિયરીને જંગલ સાથે સરખાવી છે. સંચાલન અને વહીવટ શબ્દનો અર્થ અંગે પણ ઘણાં વિવાદો છે.

વહીવટ અને સંચાલન અંગે જુદા જુદા નિષ્ણાંતોનાં મંતવ્યો જોતાં તેને ત્રણ વિભાગોમાં વહેંચી શકાય.

પહેલાં મંતવ્ય મુજબ વહીવટ અને સંચાલન એક્બીજાથી અલગ છે. ઓલિવર સેલ્ડને વહીવટ અને સંચાલનન અલગ અર્થ તારવ્યા. તેમના મત મુજબ વહીવટ એ કોઇપણ સરકાર કે ઉધોગમાં ઉદ્દેશ નક્કી કરવા, યોજનાઓ ઘઢવી, નાણાંનુ અને ઉત્પાદનનું સંકલન કરવું સાથે સંપુર્ણ વ્યવસ્થાતંત્રની રચના કરવી અને આ સમગ્ર કાર્યોનું ઉચ્ચ અધિકારીઓ દ્રારા અંકુશ.

જ્યારે તેમના મતમુજબ સંચાલન ઉઘોગમાં કાર્ય સાથે સંબંધ ધરાવે છે. બીજા શબ્દોમાં યોજનાના અમલીકરણ સાથે સંબંધ ધરાવે છે વધારે સ્પષ્ટ કરીએ તો વહીવટ દ્રારા ઉચ્ચ કક્ષાએ જે ઉદ્દેશ નક્કી કરાયેલ છે તેને વ્યવસ્થાતંત્રની ક્ષમતાને ધ્યાનમાં રાખીને યોજનાનું અમલીકરણ કરવાનુ કાર્ય એટ્લે સંચાલન.

ફલોરેંસ અને ટીડ પણ આ મંતવ્યને ટેકો આપે છે અને તેમના મંતવ્યો મુજબ ઉધોગમાં વહીવટ એ વિચારવાની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે જ્યારે સંચાલન એ તેમના વાસ્તવિક અમલીકરણ સાથે સંકળાયેલ છે. વહીવટ અને સંચાલન એકબીજાથી અલગ છે તેવા ઉપરના નિષ્ણાતોના મંતવ્યોને ટેકો આપતુ વિધાન સ્પ્રિંગલ અને લાંસ્બર્ગે આપેલ છે તે મુજબ ઉચ્ચ સપાટીએ જે કાર્યો થાય છે તેને વહીવટ સાથે વઘુ અને સંચાલન સાથે ઓછો સંબંધ છે જ્યારે નિમ્ન સપાટીએ તેને સંચાલન સાથે વઘુ અને વહીવટ સાથે ઓછો સંબંધ છે.

બીજું મંતવ્ય બ્રીકે આપેલ છે. તેમના મત મુજબ સંચાલન સર્વવ્યાપક અને વિશાળ છે. તેમા બધાજ કાર્યોનો સમાવેશ થાય છે જેમકે ઉદેશ નક્કી કરવો, આયોજન કરવું, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, હુકમ, અને અંકુશ મુખ્યત્વે, બ્રીક મુજબ સંચાલન એટ્લુ વિશાળ છે કે વહીવટ તેનો માત્ર એક ભાગ છે જે આયોજન મુજબ કાર્ય થઇ રહ્યું છે કે નહીં તેની ચકાસણી કરે છે અને તેનું નિયંત્રણ્ કરે છે બ્રીકે સંચાલનના ત્રણ ભાગ પાડેલ છે.

ત્રીજું મંતવ્ય શ્રી હેનરી ફેયોલ (1841-1925) નું છે જે ફ્રાંસના એંજિનિયર હતા જેમને આધુનિક સંચાલનના પિતા કહેવાય છે જેમણે જનરલ એંડ ઇન્ડ્સ્ર્ટિયલ એડમિનિસ્ર્ટેશન નામનુ પુસ્તક લખ્યુ હતુ. અને તેમના મત મુજબ વહીવટ અને સંચાલન બંન્નેમાં કોઇ તફાવત નથી બંન્ને શબ્દો રોજબરોજ ઓફિસો અને કંપનીઓમાં વપરાય છે જો કે વહીવટ શબ્દ સરકારી કચેરીઓમાં દરેક કક્ષાએ વઘુ વપરાય છે જ્યારે સંચાલન ધંધાકીય જગતમાં વઘુ વપરાય છે.

તેમણે ઑધોગિક સાહસના બધા કાર્યોને 6 ભાગમાં વહેંચ્યા ::

  • ટેકનિકલ
  • વેપારી
  • નાણુ
  • સલામતી
  • હિસાબી
  • સંચાલન/વહીવટી

સંચાલન/વહીવટીના કાર્યોને પાંચ વિભાગમાં વહેચ્યા.

ફ્રેંચ ઇજનેર ઉધોગપતિ અને સફળ વહીવટ્કર્તા હેર્ની ફેયોલે પોતાના પુસ્તક માં નીચે મુજબના ચૉદ મહત્વના સિધ્ધાંતો રજુ કર્યા.

  1. કાર્ય વિભાજન
  2. સત્તા અને જવાબદારી
  3. શિસ્ત
  4. હુકમની એકવાક્યતા
  5. દોરવણીની એકવાક્યતા
  6. વેતન
  7. રૈખિક સાંકળ
  8. ન્યાયબુધ્ધિ
  9. પહેલવ્રુત્તિ
  10. સામાન્ય હિતને બદલે વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન
  11. કેન્દ્રીકરણ
  12. વ્યવસ્થા
  13. સ્થિરતા
  14. જુથભાવના
આમ જોવા જઇએતો હેનરી ફેયોલે સંચાલન/વહીવટી અંગે આપેલો સિધ્ધાંત 100 વર્ષ્ જુનો છે. સુચારુ વહીવટ્ની વાત કરીએ તો આજે પણ આ સિધ્ધાંત એટ્લોજ વાસ્તવિક અને પ્રસ્તુત છ. માત્ર તેના આપેલ સિધ્ધાંતને યોગ્ય રીતે અમલ કરવાની જરુર છે.

વાસ્તવિક જગતમાં જોવા જઇએ તો ઉધોગ ધંધા અને સરકાર ના કોઇપણ કાર્ય હોય તેમાં કયું કાર્ય વહીવટ સાથે સંકળાયેલ છે અને કયુ કાર્ય સંચાલન સાથે સંકળાયેલ છે તે નક્કી કરવુ ખુબ મુશ્કેલ છે. કોઇ કંપનીના ચેરમેન અથવા સરકારના મંત્રીનું કામ માત્ર યોજના ઘઢવાનુ નથી પરંતુ તેનો અસરકારક અમલ કરવવાનો પણ છે. આમ વહીવટ અને સંચાલન વચ્ચે કોઇ તફાવત પાડી શકાય નહી બંન્ને શબ્દો એક્બીજાને સ્થાને વાપરી શકાય.

REFERENCES :

  1. Y.K.Bhusan(1992). Fundamentals of Business Organisation & Management. Sultan Chand & Sons. New Delhi.
  2. http://en.wikipedia.org/wiki/Henri_fayol

*************************************************** 

અમીત કે. પરમાર
ઇંચાર્જ આચાર્ય
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ
કાછલ તા. મહુવા જિ.સુરત
amitbhatera66@gmail.com

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us