logo

શિક્ષક - પ્રશિક્ષણાર્થીઓ માટે આવશ્યક ગુણવત્તાયુકત અધ્યાપન ઘટકોઃ એક અન્વેષણ

સારાંશ:

શિક્ષણમાં ગુણવત્તા લાવવા પ્રશિક્ષણાર્થીઓના અધ્યાપનમાં ગુણવત્તા લાવવી જરૂરી છે. આથી, અધ્યેતાએ પ્રશિક્ષણાર્થીઓના અધ્યાપનમાં ગુણવત્તા લાવવા કયા ઘટકો જરૂરી છે? કઇ કઇ બાબતો જરૂરી છે. વગેરે જાણવા પ્રસતૃત વિષય પર અભ્યાસ હાથ ધરવાનું નકકી કર્યું હતું. અભ્યાસનો મુખ્ય હેતુ શિક્ષક- પ્રશિક્ષણાર્થીઓ માટે આવશ્યક ગુણવત્તાયુકત અધ્યાપન ધટકો શોધાવનો હતો. પ્રસ્તુત અભ્યાસ માટે સર્વેક્ષણ પધ્ધતિનો ઉપયોગ કર્યો હતો. અભ્યાસ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત બી. એડ., કોલેજોના ૨૩૯ આચાર્યો અને અધ્યાપકોને નમૂના તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. અભ્યાસ માટેના ઉપકરણ તરીકે પ્રશ્નાવલિનો માહિતી એકત્રીકરણ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. માહિતી પૃથક્કરણ અને તારણોની વિગતે ચર્ચા સંશોધન પેપરમાં કરવામાં આવી છે.

પ્રસ્તાવના

ગુણવત્તાએ એવું કંઇક છે, જે સર્વત્ર દેખાય છે, જેને તમે ઓળખી શકો છો, પરંતુ વ્યાખ્યા કરવાનું મુશ્કેલ છે. ગુણવત્તાની ખોજ હંમેશા દરેક વ્યકિતને આકર્ષ્યા કરે છે. શિક્ષણમાં ગુણવત્તા લાવવાની મહત્તમ જવાબદારી શિક્ષકના માથે છે. વર્તમાનમાં એવું પ્રશિક્ષણ માધ્યમિક શિક્ષક - પ્રશિક્ષણાર્થીઓને આપવું જરૂરી બન્યુ છે કે જેથી તેઓ શાળામાં વિઘાર્થીઓને ઉત્તમ શિક્ષણ પૂરું પાડવાની સાથે સાથે આવનારા સ્પર્ધાત્મક સમય માટે પણ તેમને તૈયાર કરી શકે તેમજ શિક્ષક બનીને ઇન્ટરનેટના યુગમાં પણ ટકી રહે. દરેક ક્ષેત્રમાં હરીફાઇ આવી ગઇ છે. ઇન્ફર્મેશન ટેકનોલોજી, ઇન્ટરનેટ, કમ્પ્યુટરના જમાનામાં વિઘાર્થી ગ્લોબલાઇઝેશનનાં યુગમાં કદમ મિલાવી શકે તે માટે ગુણવત્તસભર શિક્ષણ જરૂરી છે. આ ખાનગીકરણના યુગમાં શિક્ષણનું સ્તર કથળવા માંડયું છે. શિક્ષણ ફકત વ્યવસાય બની રહયું છે અને આવા સમયમાં આપણી આવનારી પેઢી આ દુર્દશાનો ભોગ ન બને અને એમને સાચા અર્થમાં સારું શિક્ષણ મળી રહે તે માટે બી.એડ. ના પ્રશિક્ષણાર્થીઓના અધ્યાપનમાં ગુણવત્તા લાવવા માટે ગુણવત્તાયુકત અધ્યાપનમાં પ્રશ્નાવલિનો ઘટકો જાણી તેને પ્રશિક્ષણ કોલેજોમાં અમલમાં લાવવા અધ્યેતાએ પ્રસ્તુત વિષય પર અભ્યાસ હાથ ધરવાનું નિર્ધારિત કર્યું.

અભ્યાસના હેતુઓ

અધ્યેતાએ પ્રસ્તુત અભ્યાસ માટે નીચેના હેતુઓ નકકી કર્યા હતા.

  1. શિક્ષક- પ્રશિક્ષણ કોલેજોના અધ્યાપકોની દષ્ટિએ ગુણવત્તાયુકત અધ્યાપનનો અર્થ અને તેની સમજ જાણવી અને તેનો અભ્યાસ કરવો.
  2. ગુણવત્તાયુકત અધ્યાપન પ્રશ્નાવલિનો ઘટકો અંગે શિક્ષક પ્રશિક્ષણ કોલેજોના અધ્યાપકોના પ્રતિચારો મેળવી તેનો અભ્યાસ કરવો.
  3. ગુણવત્તાયુકત પાઠ આયોજન અંગે શિક્ષક - પ્રશિક્ષણ કોલેજોના અધ્યાપકોના પ્રતિચારો મેળવી તેનો અભ્યાસ કરવો.
  4. પ્રશિક્ષણાર્થીઓના ગુણવત્તાયુકત અધ્યાપન માટે શિક્ષક - પ્રશિક્ષણ કોલેજોએ કરવાના પ્રયત્નો અંગે અધ્યાપકોના પ્રતિચારો મેળવી તેનો અભ્યાસ કરવો.
અભ્યાસની પદ્ધતિ
પ્રસ્તુત અભ્યાસના હેતુને ધ્યાનમાં રાખી શિક્ષક - પ્રશિક્ષણ કોલેજોના અધ્યાપકોના મતે ગુણવત્તાયુકત અધ્યાપન એટલે શું? ગુણવત્તાયુકત અધ્યાપનના ઘટકો કયા કયા છે? પ્રવર્તમાન સમયમાં પ્રશિક્ષણ કોલેજોમાં આ ઘટકોની પ્રસ્તુતતા કેટલી છે? આ માટે પ્રશિક્ષણ કોલેજોમાં કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ? વગેરે બાબતો વિશે માહિતી મેળવવા સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.

વ્યાપવિશ્વ અને નમૂના પસંદગી
પ્રસ્તુત અભ્યાસમાં અધ્યેતાએ વ્યાપવિશ્વને જ નમૂના તરીકે પસંદ કરી વર્ષ ૨૦૦૯-૨૦૧૦ની બધી જ બી.એડ. કોલેજના બધાં જ આચાર્યો અને અધ્યાપકો મળી કુલ ૨૩૯ પાત્રોને નમૂનામાં સમાવેશ કર્યો હતો.

ઉપકરણની પસંદગી અને રચના
પ્રસ્તુત અભ્યાસમાં માહિતી એકત્રિત કરવા વિષયને અનુરુપ બંધ પ્રશ્નાવલિ અને મુકત જવાબી પ્રશ્નાવલિની સ્વમેળે રચના કરી હતી.

સારણી
વિભાગ
શિર્ષક પ્રશ્નોની સંખ્યા
A બંધ પ્રશ્નાવલિ – 1 ૧૩૦
B મુકત જવાબી પ્રશ્નાવલિ ૦૩
C બંધ પ્રશ્નાવલિ – ર ૦૨

 

કુલ

૧૩૫


માહિતી પૃથકકરણની રીત
બંધ પ્રશ્નાવલિ- 1 પર અધ્યાપકોએ આપેલા ઉત્તરોના પૃથક્કરણ માટે ટકાવારી શોધવામાં આવી હતી. મુકત જવાબી પ્રશ્નોના ઉત્તરોનું વિષયવસ્તુ પૃથક્કરણ તાર્કિક આગમનાત્મક પદ્ધતિની ગુણાત્મક રીતે કરી તરેહ વિકસાવવામાં આવી હતી.
બંધ પ્રશ્નાવલિ- ર ના વૈકલ્પિક પ્રશ્નો પર આપેલા પ્રતિચારોની સરાસરી શોધીએ સરાસરીના ચઢતા ક્રમમાં અગ્રતાક્રમ શોધી પૃથક્કરણ કરવામાં આવ્યું હતું.

અભ્યાસના તારણો
  1. ગુણવત્તાયુકત અધ્યાપન એટલે હેતુઓને ધ્યાનમા રાખી આયોજન અને પૂર્વતૈયારી કરીને અધ્યાપન કરાવવામાં આવે અને હેતુઓની સિદ્ધિ વિઘાર્થીના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન સ્વરૂપે લાંબો સમય જોવા મળે.
  2. ગુણવત્તાયુકત અધ્યાપન માટે પ્રશિક્ષણાર્થીમાં શકિત અને સામાર્થ્ય, વર્ગ શિક્ષણના હેતુઓ, પૂર્વ તૈયારી, વિષયવસ્તુ પર પ્રભુત્વ, અધ્યાપન પદ્ધતિ અથવા પ્રયુકિત, શૈક્ષણિક ઉપકરાણોનો ઉપયોગ, અધ્યાપન કૌશલ્યનો વિનિયોગ, વર્ગ વ્યવહાર, મનોવિજ્ઞાનની જાણકારી, પાઠ આયોજન જેવા ઘટકો જરૂરી છે.
  3. ગુણવત્તાયુકત પાઠ આયોજન એટલે સામાન્ય અને વિશિષ્ટ હેતુઓની સ્પષ્ટતા કરી, નવીન પદ્ધતિનો ઉપયોગ, વિવિધ કૌશલ્યો, શૈક્ષણિક સાધનોના ઉપયોગનું હેતુને અનુરુપ મૂલ્યાંકન અને સર્જનાત્મક સ્વાધ્યાય, સુઘડ અને ક્રમિક ફકલકાર્યનું એકમને અનુરુપ વ્યવસ્થિત લેખિત આયોજન.
  4. પ્રશિક્ષણ કોલેજોમાં દરેક કૌશલ્યને અનુરુપ માઇક્રોપાઠનું આયોજન કરાવવું જોઇએ તેમજ મેક્રોપાઠનું સુંદર લેખિત આયોજન કરાવી પાઠના અંતે સૂચનોના અનુસંધાનમાં વ્યકિતગત ચર્ચા કરવી જોઇએ.

સંદર્ભસૂચિ-::

  1. ત્રિવેદી, રોહિણી(૨૦૦૯). પ્રર્વતમાન શિક્ષણ - પ્રશિક્ષણની ગુણવત્તા. ગણિતદર્શનમાં. ડિસેમ્બર-૨૦૦૯, વડોદરાઃ સમષ્ટિ ટ્રસ્ટ.
  2. મુખોપાધ્યાય, મર્મર(ર૦૦૧). શિક્ષણમાં સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપન. ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ.
  3. રાઠોડ, આર. આર. (૨૦૦૯) ગુણવત્તાયુકત ગણિત શિક્ષણ. સુગણિતમ ્૨૪૧માં.સપ્ટેમ્બર- ઓકટોમ્બર - ૨૦૦૯. અમદાવાદઃ સુગણિતમ્ ટ્રસ્ટ, ગણિત વિભાગ, ગુજરાત યુનિવર્સિટી.
  4. શાહ, ડી.બી. (૨૦૦૪) શૈક્ષણિક સંશોધન.અમદાવાદઃ યુનિવર્સિટી ગ્રંથ નિમાર્ણ બોર્ડ, ગુજરાત રાજય.
  5. Felder, R.M. and Brent, R.(1999) How to Improve Teaching Quality. In Quality Management Journal, 6(2), 9-21, (1999).
  6. Grime Scene Investigation (2007) Quality Teaching elements state of New south wales,
  7. Department of Education and Training Retrieved from http.llwww.observhill.schools.nsw.edu.au/cd/lo/teachers/teachers-03.htm.

*************************************************** 

ર્ડા. દીપિકા બી. શાહ
પ્રોફેસર
શિક્ષણ વિભાગ,
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,
સુરત – ૩૯૫૦૦૭.
E-mail: dipi_shah@yahoo.com
(M) 09979100588

પાયલ ડી. પટેલ
(એમ.એમ.સી., એમ.એડ., એમ.ફીલ)
આસિસ્ટન્ટ પ્રોફેસર,
શિક્ષણ ભારતી કોલેજ ઓફ એજયુકેશન,
વેસુ, ભરથાણા, સુરત.
E-mail: pratik_ajmeri@yahoo.com
(M) 09979100588

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us