વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગનું મૂલ્યાંકન
પ્રસ્તાવના:
ભારત દેશની યુનિવર્સિટીઓ યુ. જી. સી. દ્વારા માન્યતા પ્રાપ્ત સ્વાયત્ત સંસ્થાઓ છે. દરેક યુનિવર્સિટી યુ.જી.સીના નિયમો અનુસાર ચાલે છે. ઉચ્ચ શિક્ષણ ના ક્ષેત્ર માં યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની છે. યુનિવર્સિટીની વ્યાખ્યા આપતા દેસાઇ(૧૯૮૪) નોંધે છે કે, “ કેન્દ્ર સરકારનાં શિક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતી કે રાજ્યો ની વિધાનસભા એ પસાર કરેલા કાયદા હેઠળ સ્થપાયેલી ઉચ્ચશિક્ષણની સંસ્થા, જે દ્વારા પૂર્વસ્નાતક, સ્નાતક અને અનુસ્નાતક શિક્ષણ આપવાની વ્યવસ્થા થાય છે.” દરેક યુનિવર્સિટીમાં વિવિધ વિભગો હોય છે. જે તે વિભાગો જે તે પ્રકારના વિષય શિક્ષણની અને સંશોધનની જવાબદારી નિભાવે છે. વિવિધ યુનિવર્સિટીઓમાં શિક્ષણ વિભાગ ચાલે છે. જેની વ્યાખ્યા આપતા દેસાઇ (૧૯૮૪) જણાવે છે કે, કોલેજ કે યુનિવર્સિટીમાં શિક્ષક પ્રશિક્ષણનો વિભાગ. જેમકે શિક્ષણ કોલેજ, યુનિવર્સિટીને શિક્ષણ વિભાગ.વર્તન પરિવર્તનોના પુરવાઓને એકત્ર કરવાની અને એવા પરિવર્તનોની દિશા અને તેનું પ્રમાણ નક્કી કરવાનીપ્રક્રિયા સામાન્ય રીતે મૂલ્યાંકન કહેવાય છે. વિવિધ યુનિવર્સિટીઓમાં વિવિધ રીતે કાર્ય કરતા શિક્ષણ વિભાગો આવેલા છે. તેનું મૂલ્યાંકન થાય તે ઇચ્છવા યોગ્ય હતું. આ મૂલ્યાંકનનો વિષય
ખૂબજ કાળજી માંગી લે તેવી વાત છે.
શિક્ષણ વિભાગમાંથી તાલીમી અનુસ્નાતક શિક્ષકો બહાર પડે છે. આ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના અધ્યાપકો અને આચાર્યો તરીકેની સેવા આપી રહ્યા છે કે જેઓ સમાજનું ઘડતરનું કાર્ય કરે છે. આવી જ એક સંસ્થા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, શિક્ષણ વિભાગ છે. જે દક્ષિણ ગુજરાતની ઘણી શાળાઓ અને કોલેજોમાં ઉત્તમ શિક્ષકો અને અધ્યાપકો આપીને સમાજ ઘડતરમાં અગત્યનો ફાળો ધરાવે છે જેથી શિક્ષણ વિભાગના મૂલ્યાંકન પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
સંશોધનનો મૂલાધાર
લીલાવથી(૧૯૮૪) એ A Comparative study of the Teacher Education Programmes in selected developed and developing Countries વિષય પર અભ્યાસ હાથ ધર્યો હતો. તેમને તેમના અભ્યાસમાં સંગઠન, તરેહ પસંદગીની પધ્ધતિ, અભ્યાસક્રમને લગતા માળખાંઓ, પરીક્ષા પધ્ધતિ અને વ્યવસ્થાપનને અભ્યાસ માટે આવરી લીધાં હતાં. વીરકરે (૧૯૮૯) Preparation of a criterion scale for rating the B.Ed. Colleges in Maharastra state વિષય પર રસપ્રદ સંશોધન હાથ ધર્યું હતું. તેમાં સંશોધનનઓ મુખ્ય હેતુ નવીન ઘડાયેલા માપદંડના સંદર્ભમાં બી.ઍડ કોલેજોની વર્તમાન પરિસ્થિતિનું સર્વેક્ષણ કરવાનું હતું. બીથલે (૨૦૦૧) River country school District: A study of one Small Rural School Disrtict in Illions વિષય પર સંશોધન હાથ ધર્યું હતું. સંશોધનનો મુખ્ય હેતુ સંસ્થાની ભૌતિક સુવિધાઓનો અભ્યાસ અને અસર અંગેની માહિતી મેળવવાનો હતો. કોસ્લોસ્કી એફ. (૨૦૦૫) AA A A AAAAAQualitative Investigation of the perceived efficacy of quality and assessment of an Institution of higher education વિષય પર સંશોધન હાથ ધર્યું હતું. પ્રસ્તુત સંશોધનનો મુખ્ય હેતુ કોલેજના કર્મચારીઓ તથા વહીવટ કર્તાઓના પ્રતિભાવો, ગુણવત્તા અને મૂલ્યાંકનના સંદર્ભમાં અભ્યાસ કરવાનો હતો.
સંશોધનના હેતુઓ
પ્રસ્તુત સંશોધનના હેતુઓ નીચે મુજબ છે :
- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગની ભૌતિક સુવિધાઓનો અભ્યાસ કરવો.
- વીર નર્મદ દક્ષિણ ગુજરાતયુનિવર્સિટીના શિક્ષણ વિભાગના વહીવટી માળખાની જાણકારી મેળવવી.
- વીર નર્મદ દક્ષિણ ગુજરાતયુનિવર્સિટીના શિક્ષણ વિભાગના શૈક્ષણિક અને સહ્અભ્યાસિક પ્રવૃત્તિઓની જાણકારી મેળવવી.
- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના લઘુશોધ નિબંધ કાર્યક્રમનું આયોજન અને માર્ગદર્શન અંગેનો અભ્યાસ કરવો.
- વીર નર્મદ દક્ષિણ ગુજરાતયુનિવર્સિટીના શિક્ષણ વિભાગની સમાજોપયોગી પ્રવૃત્તિઓ અંગે જાણકારી મેળવવી.
- વીર નર્મદ દક્ષિણ ગુજરાતયુનિવર્સિટીના શિક્ષણ વિભાગના નવા અભ્યાસક્રમની માહિતી મેળવવી.
- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના શિક્ષણ વિભગોની અધ્યયન-અધ્યાપન પધ્ધતિઓનો અભ્યાસ કરવો.
- વીર નર્મદ દક્ષિણ ગુજરાતયુનિવર્સિટીના શિક્ષણ વિભાગના છેલ્લા ત્રણ વર્ષના પરિણામોનું મૂલ્યાંકન કરવું.
- વીર નર્મદ દક્ષિણ ગુજરાતયુનિવર્સિટીના શિક્ષણ વિભાગની વિશેષતાઓની જણકારી મેળવવી.
- વીર નર્મદ દક્ષિણ ગુજરાતયુનિવર્સિટીના શિક્ષણ વિભાગના ભાવી આયોજનો વિશે માહિતી મેળવવી.
વ્યાપવિશ્વ અને નમૂના પસંદગી
પ્રસ્તુત સંશોધનમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો શિક્ષણ વિભાગ જ વ્યાપવિશ્વ બને છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાતયુનિવર્સિટીના શિક્ષણ વિભાગની સહેતુક નમૂના તરીકે પસંદગી કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ અને અધ્યાપકોનો સહેતુક નમૂના તરીકે સીધા જ લેવામાં આવ્યા હતા.
ઉપકરણ
પ્રસ્તુત સંશોધનમાં માહિતી એકત્ર કરવા માટે સંશોધકે મુલાકત, દસ્તાવેજી સાહિત્ય, અભિપ્રાયાવલિ, મુક્તજવાબી પ્રશ્નાવલીઅને નિરીક્ષણ પત્રક નો ઉપયોગ કર્યો હતો.
માહિતી પૃથક્કરણની રીત
સંશોધકો એ સંશોધનના હેતુસર પ્રાપ્ત થયેલ માહિતીના પૃથક્કરણ માટે ટકાવારી તથા મુક્ત જવાબી પ્રશ્નો માટે ગુણાત્મક પૃથક્કરણની પધ્ધતિઓ પૈકી વિષયવસ્તુ પૃથક્કરણ તથા મેટ્રીક્ષનો ઉપયોગ કર્યો હતો.
તારણો
પ્રસ્તુત સંશોધનના તારણો નીચે મુજબ હતા:
ભૌતિક સુવિધા અંગેના તારણો:
- ગ્રંથાલયમાં સંશોધન આધારિત જરૂરી પુસ્તકો અને સામાયિકો છે.
- સંસ્થામાં આધુનિક મનોવૈજ્ઞાનિક ખંડની સુવિધા નથી.
- સંસ્થામાં સુવિધાયુક્ત કોમ્પ્યુટર લેબ છે.
વહીવટી માળખા અંગેના તારણો:
- સંસ્થામાં વાર્ષિક કેલેન્ડર પ્રમાણે આયોજનબધ્ધ કાર્ય થાય છે.
- સંસ્થામા બિનશૈક્ષણીક કર્મચારીઓ પૂરતી સંખ્યામાં નથી.
- સંસ્થામાં વિવિધ વિદ્યાર્થી સમિતિઓની રચના કરવામાં આવી છે.
શૈક્ષણિક અને સહ્ભ્યાસિક પ્રવૃત્તિઓ અંગેના તારણો:
- સંસ્થામાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે.
- સંસ્થા દ્વારા પરિસંવાદ યોજવામાં આવે છે.
- સંસ્થા દ્વારા વ્યાખ્યાન માળાઓનું આયોજન કરવામાં આવે છે.
લઘુશોધ નિબંધ કાર્યક્રમનું આયોજન અને માર્ગદર્શન અંગેના તારણો:
- માર્ગદર્શન માટે વિદ્યાર્થીઓને પૂરતો સમય આપવામાં આવે છે.
- વિદ્યાર્થીઓની મુશ્કેલીના નિવારણ માટે ગોષ્ઠિ રાખવામાં આવે છે.
- તજજ્ઞ વ્યક્તિઓને માર્ગદર્શન માટે બોલાવવામાં આવે છે.
સમાજોપયોગી પ્રવૃત્તિઓ અંગેના તારણો:
- સંસ્થા દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
- સંસ્થા દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
- સંસ્થા દ્વારા પ્રૌઢશિક્ષણ અને સર્વશિક્ષા અભિયાન જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવતી નથી.
શિક્ષણ વિભાગના નવા અભ્યાસક્રમ અંગેના તારણો:
- વીર નર્મદ દક્ષિણ ગુજરાતયુનિવર્સિટી, સુરતના શિક્ષણ વિભાગમાં ફરજીયાત પેપરની સંખ્યા ચાર છે.
- વીર નર્મદ દક્ષિણ ગુજરાતયુનિવર્સિટી, સુરતના શિક્ષણ વિભાગમાં વૈકલ્પિક પ્રશ્નપત્રની સંખ્યા ૧૮ છે જેમાં નવ-નવના બે સમૂહ છે.
- ફરજિયાત પ્રશ્નપત્ર-૧ માં સાત એકમો પ્રશ્નપત્ર-૨ માં સાત એકમો પ્રશ્નપત્ર-૨માં સાત એકમો અને પ્રશ્નપત્ર-૩ માં ૦૭ એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શિક્ષણ વિભગોના છેલા ત્રણ વર્ષના પરિણામોની પ્રાપ્ત માહિતીના તારણો:
- વર્ષ ૨૦૦૭-૦૮,૨૦૦૮-૦૯ અને ૨૦૦૯-૧૦માં શિક્ષણ વિભાગનું પરિણામ ૧૦૦% હતું.
શિક્ષણ વિભગોની અધ્યયન અધ્યાપન અધ્ધતિઓની માહિતી અંગેના તારણો:
- અધ્યાપકો દ્વારા કથન પધ્ધતિનો ઉપયોગ વધુ થાય છે.
- કોમ્પ્યુટર દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
- વિષયના અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક માર્ગદશન આપવામાં આવે છે.
શિક્ષણ વિભાગની વિશિષ્ટતાઓ અંગેના તારણો:
- વ્યાખ્યાન માળાઓનું નિયમિત આયોજન
- સંવાદ સામયિકનું પ્રકાશન
- વિદ્યાર્થીઓને તપાસેલા ઉત્તરપત્રો પ્રતિવર્ષ બતાવવામાં આવે છે.
શિક્ષણ વિભાગોના ભાવી આયોજનો વિશે પ્રાપ્ત માહિતી અંગેના તારણો:
- Value and spirituality in Education પર ડિપ્લોમા કોર્ષ શરૂ કરવો.
- ગુણાત્મક સંશોધનો વધુ હાથ ધરવા છે.
- Guidance and counseling પર ડિપ્લોમા કોર્ષ શરૂ કરવો.
સંશોધનના સૂચિતાર્થો
- સંસ્થામાં અલગ આધુનિક મનોવૈજ્ઞાનિક ખંડની સુવિધા હોવી જોઇએ.
- સંસ્થામાં બિનશૈક્ષણિક કર્મચારીઓ પૂરતી સંખ્યામાં હોવી જોઇએ.
- શિક્ષણ વિભાગ દ્વારા સર્વશિક્ષા અભિયાન હાથ ધરવું જોઇએ.
ઉપસંહાર :
ઉપરોક્ત સંશોધન પરથી શિક્ષણ વિભાગને વધુ ઉન્નત બનવાના પ્રયાસ કરી શકાશે જે દિશામાં કાર્ય કરવા સંશોધનના બધા જ હેતુઓ પર ઉંડાણપૂર્વક કાર્ય કરવું રહ્યું તેના થકી મૂલ્યાંકન સફળ બની શકે .
સંદર્ભ સાહિત્ય:-::
- લીલાવથી, ટી.કે. (૧૯૮૪). A Comparative Study of the Teacher education programme in selected developed and developing countries. In M.B Buch Fifth Survey of Educational Research. New Delhi: NCERT.
- વીરકર,પી. (૧૯૮૯). Preparation of a Criterion Scale for rating the B.Ed colleges in Maharastra state in M.B.Buch Fifty Survey of Educational Research. New Delhi: NCERT.
- બીથલે (૨૦૦૧). River country school District: A study of one Small Rural School District in Illions. Dissertation Abstract International 63(9), March, 2003.
- કોસ્લોસ્કી એફ. (૨૦૦૫). A Qualitative Investigation of the perceived efficacy of quality and assessment of an Institution of Higher Education. Dissertation Abstract International 67 (1), July, 2005.
- શાહ,દીપિકા બી.(૨૦૦૪). શૈક્ષણિક સંશોધન. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય.
- ઉચાટ, દિનેશચન્દ્ર,એ. (૨૦૦૪). માહિતી પર સંશોધન વ્યવહારો. રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
- દેસાઇ, કે. જી. (૧૯૮૪) શૈક્ષણિક પરિભાષા અને વિભાવના (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી.ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
- જોષી,એચ.ઓ. (૨૦૦૮) . શૈક્ષણિક મૂલ્યાંકન (પ્રથમ આવૃત્તિ), રાજકોટ:વાસુકી પ્રિન્ટીંગ પ્રેસ.
***************************************************
ડૉ.અખિલેશ એન.નાયક
વ્યાખ્યાતા
શિક્ષણભારતી કોલેજ ઓફ એજ્યુકેશન,
વેસુ, ભરથાણા, સુરત.
|