logo

નવસારી જિલ્લાના ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું ગુજરાતી શબ્દભંડોળ - એક અભ્યાસ

સંશોધન સારાંશ

ભાષા એ માનવીની મહત્વની સિદ્ધિ છે. તે માનવીને અન્ય પ્રાણીઓથી અલગ પાડે છે. ભાષાના વિકાસમાં શબ્દોનું મહpવનું યોગદાન રહ્યું છે. કોઇ પણ ભાષાને તેનું શબ્દ ભંડોળ જ સમૃદ્ધ કરે છે. વ્યક્તિ – વ્યક્તિએ શબ્દભંડોળમાં તફાવત જોવા મળે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. “નવસારી જિલ્લાના ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું ગુજરાતી શબ્દભંડોળ- એક અભ્યાસ” એ પ્રસ્તુત સંશોધનનો વિષય હતો. નવસારી જિલ્લામાં ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પર્યાવરણ સબંધી, રોજિંદા વ્યાવહારિક શબ્દોભંડોળ, સગાઇ સબંધી શબ્દભંડોળ તેમ જ કુમારો અને કન્યાઓ વચ્ચેના શબ્દભંડોળ ભેદ જાણવાનો પ્રસ્તુત સંશોધનના મુખ્ય હેતુઓ હતા. નમૂના તરીકે નવસારી જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળાના 400 વિદ્યાર્થીઓ (૨૦૦કુમારો + ૨૦૦ કન્યાઓ) નો સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્વરચિત શબ્દભંડોળ કસોટીનો ઉપકરણ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટકાવારી અને સરાસરી અંકશાસ્ત્રીય પ્રયુક્તિ ધ્વારા પ્રાપ્ત માહિતીનું પૃથક્કરણ અને અર્થઘટન કરવામાં આવ્યું હતું. સંશોધનના મુખ્ય તારણો આ પ્રમાણે હતા. પર્યાવરણ સંબંધી વિદ્યાર્થીઓનું શબ્દભંડોળ ખૂબ સારું હતું. સગાઇ સંબંધી વિદ્યાર્થીઓનું શબ્દભંડોળ ખૂબ સારું હતું. તેમ જ રોજિંદા વ્યવહારમાં ઉઅપયોગમાં લેવાતા શબ્દોનું ભંડોળ ખૂબ જ ઊંચુ જોવા મળ્યું હતું. પર્યાવરણ સબંધી, સગાઇ સંબંધી અને રોજિંદા વ્યવહારો સબંધી કન્યાઓનું શબ્દભંડોળ કુમારો કરતા વધુ જોવા મળ્યુ હતું.

પ્રસ્તાવના

ભાષા એ માનવીની મહત્વની સિદ્ધિ છે. તે માનવીને અન્ય પ્રાણીઓથી અલગ પાડે છે. પ્રાણીઓ પણ પોતાની ઇચ્છા અને મહpવની લાગણી વ્યકત કરવા વિશિષ્ટ પ્રકારના ધ્વનિઓનું ઉચ્ચારણ કરે છે. ગુફાવસ્થાથી આધુનિક અવસ્થા સુધીમાં માનવીએ ભાષાના બહુવિધ સ્વરૂપો, પ્રકારો અને માધ્યમો વિકસાવ્યા છે. આમ ભાષાનો વિકાસ સતત થતો જ રહ્યો છે. ભાષાના વિકાસમાં શબ્દોનું મહpવનું યોગદાન રહ્યું છે. શબ્દોને ભાષાના પાયાના અને મહpવના અંગો ગણાવ્યા છે. શિક્ષણમાં શબ્દભંડોળની જાણકારીની અસર થતી હોય તો તે કેવી હોઇ શકે, વિદ્યાર્થીઓના શબ્દભંડોળ પ્રમાણમાં શી શી સામ્યતાઓ કે ભિન્નતાઓ હોઇ શકે, વગેરે જેવા પ્રશ્ર્નો ઉત્તરો મેળવવાના હેતુથી પ્રસ્તુત સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.

સંશોધનના હેતુઓ

  1. નવસારી જિલ્લાના ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના પર્યાવરણ સબંધી, સગાઇ સબંધી, વ્યવહારિક સબંધી શબ્દોભંડોળ જાણવા શબ્દભંડોળ કસોટીની રચના કરવી.
  2. નવસારી જિલ્લાના ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના પર્યાવરણ સબંધી, સગાઇ સબંધી, વ્યવહારિક સબંધી શબ્દોભંડોળ જાણવું.
  3. નવસારી જિલ્લાના ઉચ્ચ પ્રાથમિક શાળાના કુમારો અને કન્યાઓના ગુજરાતી શબ્દોભંડોળનો તુલનાત્મક અભ્યાસ કરવો.
સંશોધનના પ્રશ્ર્નો
  1. નવસારી જિલ્લાના ઉચ્ચ પ્રાથમિકના વિદ્યાર્થીઓનું પર્યાવરણ સબંધી શબ્દોભંડોળ કેવું હશે ?
  2. નવસારી જિલ્લાના ઉચ્ચ પ્રાથમિકના વિદ્યાર્થીઓનું સગાઇ સબંધી શબ્દોભંડોળ કેવું હશે ?
  3. નવસારી જિલ્લાના ઉચ્ચ પ્રાથમિકના વિદ્યાર્થીઓનું વ્યવહારિક શબ્દોભંડોળ કેવું હશે ?
  4. નવસારી જિલ્લાના ઉચ્ચ પ્રાથમિકના કુમારો અને કન્યાઓના ગુજરાતી શબ્દોભંડોળ વચ્ચેનો તફ઼ાવાત કેવો હશે ?
સંશોધનનું મહત્વ
  1. શબ્દભંડોળ પરના પ્રસ્તુત અભ્યાસ ધ્વારા સાંપ્રત સમયમાં શિક્ષકો, પાઠયપુસ્તક લેખકો, અભ્યાસક્રમ રચયિતાઓ, વાલીઓ અને અધ્યયન ક્ષેત્રે જિજ્ઞાસા ધરાવનાર સહુને માર્ગદર્શન મળી શકશે.
  2. વાલીઓ પોતાના બાળકોના શબ્દભંડોળ વૃદ્ધિ માટે પ્રોત્સાહક પર્યાવરણ સર્જવાની પ્રયુક્તિઓ અને દિશાસૂચનો મેળવી શકશે.
  3. શબ્દભંડોળ વૃદ્ધિ માટે શિક્ષકો અને કેળવણીકારો સ્વ- અધ્યયન સામગ્રીની રચના કરી શકશે.
સંશોધનનું સીમાંકન
  1. પ્રસ્તુત સંશોધન નવસારી જિલ્લા ઉચ્ચ પ્રાથમિક શાળાઓના માત્ર 400 વિદ્યાર્થીઓના ગુજરાતી વિષયની શબ્દભંડોળની જાણકારી માટે હાથ ધરવામાં આવ્યું હતું.
  2. પ્રસ્તુત સંશોધન નવસારી જિલ્લાના જિલ્લા પંચાયત હેઠળની પ્રાથમિક શાળાઓ પૂરતું જ સીમિત રાખવામાં આવ્યું હતું.
સંશોધન પદ્ધતિ
પ્રસ્તુત સંશોધન સર્વેક્ષણ પદ્ધતિએ હાથ ધરવામાં આવ્યું હતું.

વ્યાપવિશ્ર્વ અને નમૂના પસંદગી
પ્રસ્તુત સંશોધનમાં વ્યાપવિશ્ર્વ તરીકે નવસારી જિલ્લાની ગુજરાતી માધ્યમની ઉચ્ચ પ્રાથમિક શાળાઓ હતું. જયારે નમૂના તરીકે ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૨૦૦ કુમારો અને ૨૦૦ કન્યાઓ મળીને 400 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નમૂનાની પસંદગી યાદર્ચ્છિક રીતે કરવામાં આવી હતી.

ઉપકરણ
પ્રસ્તુત સંશોધનમાં માહિતી એકત્રીકરણ માટે સ્વરચિત શબ્દ કસોટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પર્યાવરણ સંબંધી શબ્દો, સગાઇ સબંધી શબ્દો અને રોજિંદા વ્યવહારના શબ્દોને ધ્યાનમાં રાખી કસોટીની રચના કરવામાં આવી હતી, જેના પર વિદ્યાર્થીઓએ શાબ્દિક લેખિત પ્રતિચારો આપવાના હતા.

માહિતી એકત્રીકરણની રીત
પ્રસ્તુત સંશોધન માટેની જરૂરી માહિતી સંશોધકે રૂબરુ શાળાઓમાં જઇને ઉપકરણની મદદથી મેળવી હતી.

માહિતી પૃથક્કરણની રીત
પ્રસ્તુત સંશોધનમાં કસોટીમાં મળેલ શબ્દો પર કુમારો અને કન્યાઓએ જે-તે શબ્દોને અંકિત કર્યા હતા તેનું સારણીમાં નિરૂપણ કરવામાં આવ્યું હતું. આ પ્રમાણે સારણીઓમાં પ્રાપ્ત પ્રતિચાર સ્વરૂપ પ્રાપ્તાંકોને ટકાવારીમાં રૂપાંતરિત કર્યા હતા. તથા અર્થઘટન કરવા માટે અંકશાસ્ત્રીય સરાસરી રીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સંશોધનના તારણો
  1. પર્યાવરણ સબંધી શબ્દોમાં વિદ્યાર્થીઓ સરેરાશ 30 જેટલા વૃક્ષોના નામ, ૨૦ જેટલા પર્વતોના નામ અને૧૯ જેટલી નદીઓના નામો જણાતા હતા.
  2. પર્યાવરણ સબંધી શબ્દભંડોળ કુમારો કરતા ક્ન્યાઓ વધુ ધરાવતી હતી.
  3. વિવિધ સગાઇના કે સબંધોના સરેરાશ ૨૦ જેટલા શબ્દો વિદ્યાર્થીઓ જાણતા હતા .
  4. સગાઇ સબંધી કન્યાઓનું શબ્દભંડોળ કુમારો કરતા ઊંચુ હતું.
  5. રોજિંદા વ્યવહારના શબ્દો સબંધી અલગ-અલગ કુલ ૨૨૨ જેટલા શબ્દો વિદ્યાર્થીઓ જાણતા હતા. (૬) રોજિંદા વ્યવહાર સબંધી કન્યાઓનું શબ્દભંડોળ કુમારો કરતા ઊંચુ જોવા મળ્યું હતું.

સમાપન

ભાષાની સફળતામાં શબ્દો વૈવિધ્ય અને શબ્દભંડોળ મહpવની ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. ગરવી ગુજરાત અને તેની મૂળભૂત ભાષાના ઉત્તરોત્તર લુપ્ત થતા જતા શબ્દોને પુન: દૈદિપ્યમાન બનાવવાની સાથે પ્રાથમિક કક્ષાએથી જ બાળકોની ભાષાકીય ક્ષમતા અને અભિવ્યક્તિ અસરકારક બને તો જ સંશોધકનો પ્રસ્તુત સંશોધન માટેનો પ્રયાસ સાર્થક ગણાશે.

*************************************************** 

ડૉ. રોહિત સી. પટેલ
(એમ.કોમ.,એમ.,એડ.,પીએચ.ડી.) લેકચરર
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us