વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયના ‘કેટલાક સામાન્ય રોગો’ એકમ પર CAI કાર્યક્રમની રચના અને અસરકારકતા સારાંશ : શિક્ષણ એ પરિવર્તનશીલ, પ્રગતિશીલ અને પ્રયોગાત્મક છે. કમ્પ્યૂટર વીસમી સદીની ક્રાંતિકારી શોધ છે, જયારે એકવીસમી સદી એ કમ્પ્યૂટર, ઈન્ફોર્મેશન અને ઈન્ટરનેટની છે. વિશ્વમાં જ્ઞાન અને માહિતીનો સતત વધારો થતો જઈ રહ્યો છે. આજના ઈન્ટરનેટ અને કમ્પ્યૂટર ટેકનોલોજીના જમાનામાં શિક્ષણક્ષેત્રે આમૂલ પરિવર્તનો થયા છે. વિશ્વમાં જ્ઞાન અને માહિતીનો સતત વધારો થતો જ રહ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે જ્ઞાનમાં ઝડપી વધારો થાય છે. ઘણા પ્રયોગો , શોધ સંશોધનોના ફળસ્વરૂપે શિક્ષણના નૂતન ક્લેવરો, સ્વરૂપો, પદ્ધતિઓ, પ્રયુકિતઓ અસ્તિત્વમાં આવી અમલી બન્યા છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષય એ રોજિંદા જીવન સાથે ગુંથાયેલ વિષય છે, તે જીવનલક્ષી વિષય છે, જેની દ્વારા વ્યક્તિમાં કેટલાક આવશ્યક કૌશલ્યો અને વલણો આકાર પામે છે. તેથી આવા વિષયને વધુ પ્રયોગાત્મક અને અનુભવો દ્વારા શીખવવું જોઈએ જેથી વધુ ગહન અધ્યયન શક્ય બને. પ્રસ્તુત સંશોધન વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયના ‘કેટલાક સામાન્ય રોગો’ એકમ પર CAI કાર્યક્રમની રચના અને અસરકારકતા ચકાસવા હાથ ધરાયું હતું. જે માટે કેટલાક હેતુઓ નક્કી કરવામાં આવ્યા હતા, જે હેતુઓને આધારે ઉત્ક્લ્પનાની રચના કરી હતી. પ્રાપ્ત માહિતીના પૃથક્કરણ માટે ‘ટી’ કસોટી અને ટકાવારીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના વિદ્યાર્થીઓ પૂર્વજ્ઞાન સંદર્ભે સમાન હતા. CAI કાર્યક્રમના અમલ બાદ પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના સરાસરી લબ્ધિઆંકો વચ્ચે ૧૫.૩૫ નો તફાવત જોવા મળ્યો હતો. ‘ટી’ મૂલ્ય ૨૬.૪૭ હતું, જેને આધારે કહી શકાય કે પ્રાયોગિક જૂથમાં થયેલ અધ્યયન વધુ અસરકારક રહ્યું હતું. પ્રાયોગિક જૂથમાં છોકરાઓ અને છોકરીઓ માટે કાર્યક્રમ એક સમાન અસરકારક જણાયો હતો. કાર્યક્રમ સંદર્ભે અભિપ્રાયાવલિના તારણોમાં વિદ્યાર્થીઓને કાર્યક્રમ રસપ્રદ લાગ્યો હતો. તેઓ કાર્યક્રમ દ્વારા આ એકમ ફળદાયી રીતે શીખી શકયા. અન્ય વિષયોમાં પણ તેમને CAI કાર્યક્રમ દ્વારા શિક્ષણ મેળવવાનું ગમશે. કાર્યક્રમ હોંશિયાર અને નબળા બંને વિદ્યાર્થીઓને કંઈક વિશેષ ઉપયોગી છે. CAI કાર્યક્રમ દ્વારા તેઓ સરળતાથી અને અસરકારક શીખી શકયા હતા. ચાવીરૂપ શબ્દો : CAI કાર્યક્રમ, કેટલાક સામાન્ય રોગો. પ્રસ્તાવના શિક્ષણ એ પરિવર્તનશીલ, પ્રગતિશીલ અને પ્રયોગાત્મક છે. વેદ, ઉપનિષદ, ૠષિવર્યોના યુગથી આજના ઈન્ટરનેટ અને કમ્પ્યૂટર ટેકનોલોજીના જમાનામાં શિક્ષણમાં આમૂલ પરિવર્તનો થયા છે. એકવીસમી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ વિશ્વમાં હરણફાળ ભરી છે. વિશ્વમાં જ્ઞાન અને માહિતીનો સતત વધારો થતો જઈ રહ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે વિશ્વમાં શિક્ષણનું ક્ષેત્ર તીવ્ર ગતિએ પરિવર્તન પામી રહ્યું છે. આજની શિક્ષણપ્રથાનું માળખું કેટલાક અપવાદને બાદ કરતાં આ ટેકનોલોજીના પ્રવાહથી અલાયદુ રહી શક્યું નથી. સારણી -૧.૧ નિયંત્રિત જૂથ CAI કાર્યક્રમ દ્વારા શિક્ષણ અને શિક્ષક વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા દ્વારા અધ્યયન પરંપરાગત પદ્ધતિ દ્વારા અધ્યયન છોકરાઓ છોકરીઓ છોકરાઓ છોકરીઓ ૨૦ ૨૦ ૨૦ ૨૦ કલ= ૪૦ કલ= ૪૦ સંશોધન યોજના ચલનું સ્વરૂપ સ્વતંત્ર ચલ શિક્ષણ પદ્ધતિ પરતંત્ર ચલ ઉત્તરકસોટીના સિદ્ધિ પ્રાપ્તાંકો સહચલ પૂર્વક્સોટીનાં પ્રાપ્તાંકો પરિવર્તક ચલ જાતીયતા: ૧. છોકરાઓ, ૨. છોકરીઓ અંકુશિત ચલ કક્ષા – ૮, વિષય – વિજ્ઞાન અને ટેક્નોલોજી, આંતરવર્તી ચલ રોગો અંગેનું પૂર્વજ્ઞાન, રસ, ઉત્સાહ, જિજ્ઞાસા, સમજશકિત. ઉપકરણોની પસંદગી અને સંરચના પ્રસ્તુત પ્રયોગ માટે સંશોધકે બે પ્રકારના ઉપકરણોનો ઉપયોગ કર્યો હતો. ઉપકરણ – ૧ પ્રયોગ હાથ ધરવા માટેનું ઉપકરણ: સંશોધક દ્વારા સ્વરચિત CAI કાર્યક્રમ. ઉપકરણ – ૨ પ્રયોગની અસરકારકતા ચકાસવા માટેના ઉપકરણો: - સંશોધક દ્વારા સ્વરચિત લક્ષ્યકસોટી(પૂર્વકસોટી/ઉત્તરકસોટી) અભિપ્રાયાવલિ CAI કાર્યક્રમની રચના CAI કાર્યક્રમની રચના સંદર્ભે સંશોધકે સૌપ્રથમ ધોરણ -૮ અને એકમ તરીકે ‘કેટલાક સામાન્ય રોગો’ સમગ્ર એકમ લેવાનું નક્કી કર્યું હતું. એકમની પસંદગી કર્યા બાદ સંશોધનના હેતુઓને આધારે વિષયવસ્તુનો તલસ્પર્શી અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરી તાર્કિક રીતે સુસંગત બને તેવા CAI કાર્યક્રમની રચના કરી હતી, જેથી વિદ્યાર્થીંઓને એકમ સરળતાથી સમજાય. CAI કાર્યક્રમ સંદર્ભે વિષયવસ્તુના નિષ્ણાંત તેમજ કમ્પ્યૂટર અનુભવીના સૂચનો અને માર્ગદર્શનને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. CAI કાર્યક્રમ માટે નીચેની બાબતોને ધ્યાનમાં લીધી હતી:
પ્રયોગની અસરકારકતા ચકાસવા માટેના બે ઉપકરણોની સંરચના સંશોધક દ્વારા કરવામાં આવી હતી.
સંશોધકે લક્ષ્યકસોટીની રચના એસ. એસ. સી. બોર્ડના પ્રશ્નપત્રના પ્રવર્તમાન માળખાને ધ્યાનમાં રાખીને કુલ ૫૦ માર્કસની લક્ષ્યકસોટીની રચના બે વિભાગમાં કરી હતી, જે પૈકી પ્રથમ વિભાગમાં ટૂંકજવાબી પ્રશ્નો અને નિબંધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. CAI કાર્યકમ અંગેની અભિપ્રાયાવલિની રચના CAI કાર્યક્રમ અંગેના વિદ્યાર્થીંઓના અભિપ્રાયો જાણવા માટે સંશોધકે ૨૦ વિધાનોની ત્રિબિંદુ આધારિત અભિપ્રાયાવલિની રચના કરી હતી. માહિતી એકત્રીકરણ માહિતી એકત્રીકરણ માટે સુરત શહેરની એક માધ્યમિક શાળાની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાનાં ધોરણ-૮નાં ૧૫૦ વિદ્યાર્થીંઓમાંથી ૮૦ વિદ્યાર્થીંઓને ચિઠ્ઠી ઉપાડ પદ્ધતિ દ્વારા ૪૦-૪૦ વિદ્યાર્થીંઓના બે જૂથ બનાવવામાં આવ્યા હતા. જેમાંથી એક પ્રાયોગિક જૂથ અને એક નિયંત્રિત જૂથ હતું. આ બંને જૂથોના વિદ્યાર્થીંઓને પૂર્વકસોટી આપવામાં આવી હતી જેનો આશય વિદ્યાર્થીંઓ એકમ સંદર્ભે કેટલું પૂર્વજ્ઞાન ધરાવે છે તે જાણવાનો હતો. ત્યારબાદ પ્રાયોગિક જૂથને CAI કાર્યક્રમ દ્વારા શિક્ષણ અને શિક્ષક વિદ્યાર્થીંઓ વચ્ચે ચર્ચા દ્વારા અધ્યયન કરાવવામાં આવ્યું હતું અને નિયંત્રિત જૂથને પરંપરાગત પદ્ધતિ દ્વારા અધ્યયન કરાવવામાં આવ્યું હતું. (બંને જૂથોને છ-તાસ(૨૪૦ મિનિટ) શીખવવામાં આવ્યું હતું.) ત્યારબાદ બંને જૂથોને ૫૦ ગુણની ઉત્તરકસોટી આપવામાં આવી હતી. કાર્યક્રમ સંદર્ભે પ્રાયોગિક જૂથને અભિપ્રયાવલિ આપવામાં આવી હતી, જેનો આશય કાર્યક્રમ સંદર્ભે વિદ્યાર્થીંઓના અભિપ્રાય જાણવાનો હતો. અંકશાસ્ત્રીય પૃથક્કરણની રીત પ્રસ્તુત સંશોધનમાં પૂર્વકસોટી, ઉત્તરકસોટી અને લબ્ધિઆંકોના પૃથક્કરણ માટે ‘ટી’ કસોટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જયારે અભિપ્રાયાવલિના અભિપ્રાયોનું પૃથક્કરણ કરવા માટે ટકાવારી અને ક્રમાંકનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સંશોધનોના તારણો પ્રસ્તુત સંશોધનોની ફલશ્રુતિરૂપે ધોરણ -૮ માં ‘કેટલાક સામાન્ય રોગો’ એકમ માટે ૮૮ સ્લાઈડના CAI કાર્યક્રમની રચના કરવામાં આવી હતી જેની સમયમર્યાદા ચાર કલાકની હતી. ધોરણ – ૮ માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના ‘કેટલાક સામાન્ય રોગો’ એકમ પર પ્રાયોગિક જૂથના પૂર્વકસોટી અને ઉત્તરકસોટીના પ્રાપ્તાંકોની સરાસરી અનુક્રમે ૯.૬૫ અને ૪૩.૮૩ પ્રાપ્ત થઈ. આ પ્રાપ્તાંકો વચ્ચેનો સરાસરી તફાવત ૩૪.૧૮ તેમજ ‘ટી’ મૂલ્ય ૮૭.૮૭ પ્રાપ્ત થયું, જે ૦.૦૧ કક્ષાએ સાર્થક છે. તેથી શૂન્ય ઉત્ક્લ્પના-૧ નો અસ્વીકાર કરવામાં આવ્યો. જેના આધારે કહી શકાય CAI કાર્યક્રમ પ્રાયોગિક જૂથ માટે અસરકારક રહ્યો. પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના પૂર્વકસોટીના પ્રાપ્તાંકોની સરાસરી અનુક્રમે ૯.૬૫ અને ૯.૮૩ પ્રાપ્ત થઈ. આ પ્રાપ્તાંકો વચ્ચેનો સરાસરી તફાવત ૦.૧૮ તેમજ ‘ટી’ મૂલ્ય ૦.૫૮ પ્રાપ્ત થયું, જે ૦.૦૫ કક્ષાએ સાર્થક નથી. તેથી શૂન્ય ઉત્ક્લ્પના-૨નો સ્વીકાર કરવામાં આવ્યો. પ્રાપ્ત પરિણામ પરથી કહી કે પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના વિદ્યાર્થીંઓ CAI કાર્યક્રમ દ્વારા અધ્યયન પહેલા પૂર્વજ્ઞાનના સંદર્ભમાં સમાન હતા. પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના સરાસરી લબ્ધિઆંકો અનુક્રમે ૩૪.૧૮ અને ૧૮.૮૩ પ્રાપ્ત થઈ. આ પ્રાપ્તાંકો વચ્ચેનો સરાસરી તફાવત ૧૫.૩૫ તેમજ ‘ટી’ મૂલ્ય ૨૬.૪૭ પ્રાપ્ત થયું. જે ૦.૦૧ કક્ષાએ સાર્થક છે, તેથી શૂન્ય ઉત્ક્લ્પના-૩નો અસ્વીકાર કરવામાં આવ્યો. તેથી કહી શકાય કે ‘કેટલાક સામાન્ય રોગો’ એકમ માટે નિયંત્રિત જૂથમાં થયેલ અધ્યયન કરતા પ્રાયોગિક જૂથમાં થયેલ અધ્યયન વધુ અસરકારક હતું. પ્રાયોગિક જૂથના છોકરાઓ અને છોકરીઓના લબ્ધિઆંકોને આધારે મળેલી સરાસરી અનુક્રમે ૩૪.૦ અને ૩૪.૩૫ છે, પ્રમાણ વિચલન અનુક્રમે ૨.૭૦ અને ૨.૩૨ છે. મધ્યકના તફાવતની પ્રમાણભૂલ ૦.૯૭ અને ‘ટી’ મૂલ્ય ૦.૩૬ છે. જે ૦.૦૫ કક્ષાએ સાર્થક નથી. તેથી ઉત્ક્લ્પના-૪નો સ્વીકાર થાય છે. પરિણામ સ્વરૂપે કહી શકાય કે પ્રાયોગિક જૂથના છોકરાઓ અને છોકરીઓ માટે CAI કાર્યક્રમ એક સમાન અસરકારક રહ્યો હતો. ‘કેટલાક સામાન્ય રોગો’ એકમ માટેના CAI કાર્યક્રમની અભિપ્રયાવલિના મુખ્ય તારણો નીચે મુજબ આવ્યા હતા.
શૈક્ષણિક ફલિતાર્થો
સંદર્ભ સાહિત્ય:-::
*************************************************** ચેતનભાઈ રમેશભાઈ પટેલ |
||||||||||||||||||||||||||||||
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved. | Powered By : Prof. Hasmukh Patel
Home | Archive | Advisory Committee | Contact us |