logo

શાંતિ માટેના શિક્ષણ અંગે બી.એડૂ. ના તાલીમાર્થીઓનો અભિપ્રાય : એક અભ્યાસ



સારાંશ

કોન્ફયુશિયસન। મતે ‘‘હ્રદયમાં સચ્ચ।ઈ હશે તો અને ચ।રિત્ર્યમ। સૌદર્ય હશે તો ઘરમાં સંવ।દિતત। હશે. ઘરમાં સંવ।દિતત। હશે તો ર।ષ્ટ્રમં। સુવ્યવસ્થિતત। હશે. ર।ષ્ટ્રમં। સુવ્યવસ્થિતત। હશે તો વિશ્વમં। શં।તિ હશે.’’ આમ એક અને અખંડિત સમૃદ્ધ અને કલય।ણમય ર।ષ્ટ્ર અને શં।તિમય સહઅસ્તિત્વવ।ળુ વિશ્વ એ આપણ। બધ।નું રૂપ।ળુ શમણું છે. આ શમણું સ।ક।ર થવ।ને આડે થવ। ઘણ। અવરોધો છે. આ અવરોધો દૂર કરવ।મં। શિક્ષણવ્યવસ્થ।, શિક્ષકો અને ભ।વિશિક્ષકો (શિક્ષણ લેન।ર ત।લીમ।ર્થીઓ) પ્રાણવ।ન ભૂમિક। ભજવી શકે છે. આ બબ।તને ધ્ય।નમાં રાખી શાંતિ માટેના શિક્ષણ અંગે બી.એડ્. ના તાલીમાર્થીઓનો અભિપ્રાય : એક અભ્યાસ પર સંશોધન હાથ ધર્યુ છે. જેમાં નમૂના તરીકે શિક્ષણ ભારતી કોલેજ ઑફ એજ્યુકેશન અને સર્વોદય બી.એડ્. કોલેજના તાલીમાર્થીઓને સહેતુક રીતે સમાવવામાં આવ્યા હતા. પ્રસ્તુત સંશોધનના મુખ્ય તારણોમાં આજના વિકસતા યંત્રવત જગતને પરિણામે માનવી પણ યાંત્રિક બનતો જાય છે. તે નિર્જીવ વસ્તુની જેમ કાર્ય કરતો જાય છે. લાગણી અને સંવેદનાને ભૂલીને ભૌતિકતાની પ્રાપ્તિ તરફ ભાગતો જાય છે. જે માટે અહિંસક કાર્યો કરતા પણ ખચકાતો નથી. વ્યક્તિનું માનસ નકારાત્મક પાસાંઓથી ભરેલુ હોય અને તે માનસિક કે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓથી પીડીત માનસોમાં બદલાવ લાવવા શાંતિનું શિક્ષણ આ કક્ષાએ આવશ્યક છે. શાંતિના શિક્ષણ માટે કામ કરતી સંસ્થાઓમાં UNO, UNESCO, UNISEF, Canadian Centers for teaching peace, South Asian Institute for peace studies વગેરે નો સમાવેશ થાય છે.

પ્રસ્તાવના

શાંતિ એટલે યુદ્ધનો અભાવ આ નકારાત્મક અર્થ છે. આપણે એવું તો શું કરી રહ્યા છે કે કરવામાં નિષ્ફળ ગયા છે તથા કરવું જોઈએ જેથી શાંતિ પૂર્ણ વિશ્વની રચના કરવામાં મદદ મળે. શાંતિનો સંબંધ બાળક, વ્યકિત, સમાજ કે શિક્ષણ સાથે સંકળાયેલો છે. આ તમામનો સંબંધ સીધી કે આડકતરી રીતે શિક્ષણ સાથે જોવા મળે છે. શાંતિ એ વિદ્યાર્થી , શિક્ષક અથવા શિક્ષણ વ્યવસ્થા પર આધારિત છે. તેથી શાંતિનું શિક્ષણ એ માત્ર શીખવવાનું કાર્ય નથી પણ એ સ્વ અને બીજાને એવી મદદ છે જેથી શાંતિ આપોઆપ સ્થાપિત થાય. તેથી સંશોધકએ ભાવિ શિક્ષકો શાંતિ માટેના શિક્ષણ વિશે કેવો અભિપ્રાય ધરાવે છે તે ભૂમિકાને ધ્યાનમાં રાખી પ્રસ્તુત સંશોધન હાથ ધર્યુ હતું.

હેતુઓ

  1. બી.એડૂ. કોલેજના તાલીમાર્થીઓના શાંતિ વિષયક શિક્ષણ અંગેના વિચારો જાણવા.
  2. બી.એડૂ. કોલેજના તાલીમાર્થીઓના મતે શાંતિનાં શિક્ષણના અભાવે ઊભા થતા પશ્નોની માહિતી મેળવવી.
  3. બી.એડૂ. કોલેજના તાલીમાર્થીઓના મતે શાંતિનાં શિક્ષણના અભાવે ઊભી થતી સમસ્યાનો સંભવિત ઉકેલની માહિતી પ્રાપ્ત કરવી.
  4. બી.એડૂ. કોલેજના તાલીમાર્થીઓ પાસે વૈશ્વિક સ્તરે વિશ્વશાંતિ માટે કામ કરતી સંસ્થાઓની માહિતી પ્રાપ્ત કરવી.
વ્યાપવિશ્વ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતમાં સંશોધન કરતા તાલીમાર્થીઓ – આ સંશોધનનુ વ્યાપવિશ્વ હતુ.

નમૂનો
પ્રસ્તુત સંશોધનના વ્યાપવિશ્વમાં બે બી.એડૂ. કોલેજોના તાલીમાર્થીઓને સહેતુક નમૂના પદ્ધતિ દ્વારા સંશોધન હેઠળ પસંદગી કર્યા હતા.

પદ્ધતિ
આ સર્વેક્ષણ પ્રકારનું સંશોધન હતું.

સંશોધનનું ઉપકરણ
પ્રસ્તુત સંશોધન સંદર્ભે તાલીમાર્થીઓના મંતવ્યો જાણવા એક સ્વરચિત મુક્ત જવાબી પશ્નાવલિની રચના કરવામા આવી હતી. જેમાં કુલ દસ પશ્નો પૂછવામાં આવ્યા હતા.

પ્રશ્નો
  • શાંતિ માટેના શિક્ષણનો અર્થ આપ શું તારવો છો?
  • હાલના સમયમાં શાંતિ માટેના શિક્ષણની જરૂરિયાત છે? (હા/ના કારણો સહિત જણાવો)
  • શાંતિ શિક્ષણના અભાવે કયાં પશ્નો ઊભા થઈ શકે?,
  • શાંતિના શિક્ષણ દ્વારા આજની કઈ કઈ સમસ્યાનો ઉકેલ થઈ શકે?
  • શાંતિ માટેના શિક્ષણની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ કઈ હોય શકે?
  • શાંતિ માટેના શિક્ષણના અભ્યાસક્રમમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થઈ શકે?
  • શું આપ માનો છો બી.એડૂ. અભ્યાસક્રમમાં શાંતિ અંગેનુ શિક્ષણ હોવું જોઈએ? શા માટે?
  • શાંતિ માટે વિશ્વમાં કઈ સંસ્થા કામ કરે છે?
  • રાષ્ટ્ર કે રાજ્ય સ્તરે શાંતિ માટેની રચના કરવી જોઈએ? શા માટે?
  • શાંતિ શિક્ષણ આપવા માટે તમે કઈ રીતે મદદરૂપ થઈ શકો?
માહિતી મેળવવાની રીત

પ્રસ્તુત સંશોધન અંતર્ગત અધ્યેતાએ પસંદ કરેલ બે બી.એડૂ. કોલેજોની રૂબરૂ મૂલાકાત લઈ મુક્ત જવાબી પશ્નાવલિ ભરાવી હતી.

માહિતીનું પૃથક્કરણ

પ્રસ્તુત સંશોધનની માહિતીઓ એકત્રિત કર્યા બાદ ગુણાત્મક રીતે પૃથક્કરણ કર્યુ હતું.

સંશોધનના તારણો
  • શાંતિ વિષયક શિક્ષણ અંગેનાં વિચારો
  • શાંતિ માટેના શિક્ષણનો અર્થ – એકબીજા પ્રતિ વેરભાવ, મતભેદ ન રાખતા લાગણીઓને સમજી હળીમળીને રહેવાની શાંતિ પદ્ધતિ.
  • શાંતિના શિક્ષણના અભાવે ઊભા થતા પ્રશ્નો
  • આજના વિકસતા યંત્રવત જગતને પરિણામે માનવી પણ યાંત્રિક બનતો જાય છે. તે નિર્જીવ વસ્તુની જેમ કાર્ય કરતો જાય છે. લાગણી અને સંવેદનાને ભૂલીને ભૌતિકતાની પ્રાપ્તિ તરફ ભાગતો જાય છે. જે માટે અહિંસક કાર્યો કરતા પણ ખચકાતો નથી.
  • શાંતિના શિક્ષણને અભાવે સામાજિક પ્રશ્નો, રાજકીય પ્રશ્નો, વ્યક્તિગત મતભેદને લગતા પ્રશ્નો, કોમવાદ, આતંકવાદ, આંતરિક વિખવાદ જેવા પ્રશ્નો ઊભા થાય છે.
  • સમાજમાં આત્મસૂઝ અને સમજણનો અભાવ વર્તાય છે.
  • શાંતિના શિક્ષણના અભાવે ઊભી થતી સમસ્યાનો સંભવિત ઉકેલ
  • શાંતિના શિક્ષણ દ્વારા આજની સમસ્યાઓ જેવી કે માનસિક તાણને લગતી સમસ્યાઓ, જાતિવાદ, વિશ્વયુદ્ધ, વેરભાવ, પરસ્પર અપમાનની ભાવના, બીજો અવરોધક બનવાની ભાવનાનો ઉકેલ લાવી શકાય છે.
  • માનવીના મનને શાંત અને નિર્મળ બનાવી શકાય છે.
  • શાંતિ પ્રેરિત શિક્ષણ તજજ્ઞોના પ્રવચન દ્વારા આપી શકાય.
શાંતિ માટેના શિક્ષણની શ્રેષ્ઠ પદ્ધતિઓમાં
  • -સામાજિક પ્રવૃત્તિઓ કે મૂલાકાત દ્વારા શિક્ષણ આપવાની પદ્ધતિ.
  • -સંસ્કારોનું સિંચન થાય તેવી શિક્ષણ પદ્ધતિ.
  • -તંદુરસ્ત માનવસંબંધો પ્રસ્થાપિત થાય એવી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય.
શાંતિ માટેના શિક્ષણના અભ્યાસક્રમમાં સંઘભાવના, રાષ્ટ્રીય એકતા, શાંતિના શિક્ષણની જરૂરિયાત-ફાયદાઓ વગેરે બાબતોનો સમાવેશ કરી શકાય.
બી.એડૂ. કક્ષા સુધી પહોંચનાર વ્યક્તિઓ વિવિધ સારા-નરસાં જિંદગીના અનુભવો મેળવી ચૂક્યા હોય અને મોટેભાગે તેમનું માનસ નકારાત્મક પાસાંઓથી ભરેલું હોય અને તે માનસિક કે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓથી પીડીત માનસોમાં બદલાવ લાવવા શાંતિનું શિક્ષણ આ કક્ષાએ આવશ્યક બની શકે.

વૈશ્વિક સ્તરે વિશ્વશાંતિ માટે કામ કરતી સંસ્થાઓ

શાંતિના શિક્ષણ માટે કામ કરતી સંસ્થાઓમાં UNO, UNESCO, UNISEF, Canadian Centers for teaching peace, South Asian Institute for peace studies વગેરે નો સમાવેશ થાય છે.

ઉપસંહાર

રાષ્ટ્ર અને રાજ્યમાં કહેવા પૂરતી જ શાંતિ છે. શાંતિ સ્થાપવાના પ્રયત્નો થતા હોવા છતા તેની અસરકારકતા ઓછી છે. દરેક ક્ષેત્રે શાંતિમય વાતાવરણ સર્જાય તે માટે વિશેષ પ્રકારના રચનાત્મક અને સાર્થક પ્રયત્નો કરવા જોઇએ. શિક્ષક તરીકે શાંતિનું શિક્ષણ આપવા, વર્તન વ્યવહારને આચરણમાં મૂકવા, તેને લગતી માહિતી, માર્ગદર્શન આપવા શાંતિનુ જરૂરી બને છે કેમકે "જગમાં શાંતિ સ્વર્ગરૂપી ક્રાંતિ લાવી શકે " છે.

સંદર્ભ સાહિત્ય::

  1. જરારે, વી. (૧૯૯૫). શોધ પ્રણાલી. જયપુરઃએ.વી.ડી. પાબેલર્સ.
  2. Krishna Murti, J. (1992). Education and the significance of life. Krishna Murti Foundation India, Chennai.
  3. Websites:en.wikipedia.org/wiki/Bachelor of Education

*************************************************** 

Mr. Kiran B. Patel
Assistant Professor,
M.Ed. Self-finance,
VNSGU, Surat
(M) 96012 77922
E-mail:kbpatel6253@gmail.com

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us