સુન્દરમની બાલકવિતામા ગુજરાતી વ્યાકરણ
સુન્દરમ એટલે ત્રિભુવનદાસ લુહાર. ગાંઘીયુગના આ સમર્થ સર્જક જેટલા વાર્તાકાર તરીકે જાણીતા છે, કવિ તરીકે જાણીતા છે તેટલા બાલકવિતા ક્ષેત્રે જાણીતા નથી. તેમના અન્ય સાહિત્યને જેટલી પ્રસિઘ્ઘિ મળી છે તેટલી તેમના બાળકાવ્યોને મળી નથી . હકીકત તો એ છે કે સુન્દરમે બાળકોને નજરમાં રાખી ને અને જે પોતાની જાત ને બાળક કહેવરાવવા તૈયાર હોય તેમને માટે પણ ઘણા કાવ્યો લખેલા અને તે સાચવીને સફેદ દોરીથી બાંઘીને રાખી પણ મૂકેલા .સુઘા સુન્દરમ આ કાવ્યો અને જે અન્ય કાવ્યસંગ્રહોમાં છપાયા હતા તેમને પણ એકત્રિત કરી 'સુન્દરમની બાલકવિતા' શીર્ષક હેઠળ સૌ પ્રથમવાર ઈસ ૧૯૩૯માં છપાવીને પ્રસિધ્ધ કરે છે .' રંગરંગ વાદળિયાં','ચક ચક ચકલાં','આ આવ્યા પતંગિયા'''ગાતો ગાતો જાય કનૈયો,'' સોનેરી શમણાં સોનલના' ,એમ પાંચ ભાગમાં સંગ્રહીત મનમોહક મુખપ્રુષ્ડ્વાળા આ કાવ્યસંપુટનું ૧૯૫૬ અને ૨૦૦૨મા પુન: મુદ્ર્ણ થાય છે.
" ઘમક ઝ્મક" માં
અવાજ સાથે કુદરતનો પણ પરીચય કરાવે છે.
તારા ટમક ટમક
મારું નામ "ક"કાવ્ય વડે જ અક્ષરની ઓળખ કેવી સરળ રીતે કરાવેછે! જુવો !
મારુ નામ ક, કમળનો ક
બાપુજીનો બ,બળવંતનો બ આમ,બાળકને એના સ્વજનોના નામ આવડી જાય અને કક્કાના અક્ષર પણ એ ઓળખવા લાગે! છેને સરળ રીત .એજ ગીતમા 'રુ'.અન 'રૂ'નો ભેદ બતાવે છે .
મોટો રુઆબ,
એમ ' રુ' અને'રૂ' ક્યાં વપરાય એ પણ ઉદાહરણ સાથે કેવું ગીતમાં જ વણી લે છે! સંવૃત ,વિવૃત અક્ષરના ઉચ્ચારણનો ખ્યાલ પણ આજ ગીતમાં આપતા કહે છે,
ખિસ્સામા પેન,
એક નાનકડા ગીતમા કેટલા અક્ષ્રરો અને ઉચ્ચારણો આવરી લીધા છે ! ! સુન્દરમની આજ તો કમાલ છે.
ડ નો ડગલો ડ ડ ડ ડગલે ને પગલે
એવું લાગે છે જાણે સુન્દરમ સામે ઉભા રહીને બઘું શીખવી રહ્યા છે.એકજ ગીતમાં બાળક ઇ,ઈ,ઉ,ઊ અને અનુસ્વાર ક્યાં,ક્યારે વપરાય એ પણ સમજાવે છે.ઉદાહરણ આપવા પસંદ કરેલા ઉંદર અને ઊંટ,ઉત્તર, પણ બાળકને અપરીચિત નથી."ક"ની કથામા બારાક્ષ્રરી અને સ્વર,વ્યંજન કઈ રીતે બનેછે ,એમને કઇ રીતે લખાય તેમાટે જે રીતે' ક' ને કાનો,માત્ર,હ્ર્સ્વઇ,દીર્ઘઈ ,ઉ,ઊ ઐ,ઔ,અં અને અઃ લાગે છે એની વાત કરતા વિસર્ગની(:) ઓળખ સમાઘીસ્થ શંકરના હળવાફૂલ ઉચ્છ્વાસના'અહ્' ના અવાજના ઉદાહરણથી આપે છે.અને (:) લખાય કઇ રીતે તે સમજાવવા શંકરના લલાટેલાગતા ચિહ્ન્ ને જાણે આંગળી મૂકીને બતાવી આપે છે. આ કાવ્યમાંકવિ સુન્દરમ,ભક્ત સુન્દરમ એકરૂપ થઇ જતાલાગે છે.ગુજરાતી મા અનુસ્વારનુ પણ મહત્વ છે.સુન્દરમ બાળકોને જાણે પૂછે છે, "મીંડુ તો લખતા જાણો છો ને!.
" હું તે હું છું" અને 'તું' છે તે 'તું'
બાળકને સ્ત્રીલીંગ,પુલ્લિંગ ના ભેદ " હું હું અમે" ના ગીતમા સમજાવે છે.
હું રમતો હતો,
બાળકને સ્ત્રીલીંગ,પુલ્લિંગ ના ભેદ " હું હું અમે" ના ગીતમા સમજાવે છે.
હું ભમતો હતો,
બાળકને ત્રીજા પુરુષ ' તેને ' અને' તેણે 'ક્યાં વપરાય ?તે બે વચ્ચેનો ભેદ પણ ઉદાહરણ સાથે સમજાવતા' તેને'..'તેણે' ..મા 'લખે છે
તેને તો .. હું તેને જોઉં છું
હું તું વચ્ચે ના ભેદ પછી વચનનો ખ્યાલ પણ બાળકને ઉદાહરણથી જ સમજાવે છે. ગુજરાતીમાં બે વચન છે.'એક વચન' અને' બહુ વચન' ક્યારે એક વચન વપરાય અને ક્યારે બહુવચન વપરાય તેનો ખ્યાલ આપતા લખે છે ' ઘોડો એકવચન,ઘોડા બહુવચન'
'ઘોડાઓ બહુવચન '
છેલ્લે લખે છે, 'રાજા એકવચન ,રાજા બહુવચન' ગુજરાતીમા વ્યક્તિને તે એક જ હોય તોપણ માનાર્થે બહુવચન વપરાયછે.આ વાતને કેટલી સરળ રીતે સાંકળી લીઘી છે.'ઘોડો'એક કરતા વઘુ હોય તો એને' ઘોડાઓ'એમ બહુવચનનો 'ઓ'પ્રત્યય લગાવો તો પણ ચાલે અને ન લગાવો તો પણ ચાલે.
પીળુ પતંગિયુ ,
આજ ગીતમાં લીલા પાન,ઊંચી આંબલી,ઊંચી ડાળ,નીચી ઝૂંપડી,નીચાં મકાન એમ વિકારી વિશેષણ ક્યાં કેવી રીતે લાગુ પડે તેનો ખ્યાલ આપી દીઘો છે.
'તું આગળ ત્યારે પાછળ હું,
કવિ બરાબર જાણે છે કે બાળકોને વ્યાકરણ ભણવાનો કંટાળો આવતો હોય છે. એથી એ બાળકોને ઉદ્દેશીને' ભણો વ્યાકરણ' મા વ્યાકરણનું મહત્વ સમજાવતા કહે છે,
' ઓ મારાં બાળક
કવિ આ ગુલોના ચમનને લૂંટી લેવા,ભાવ થકી ભેટી લેવા કહે છે. જો બાળક ભાષાનું વ્યાકરણ બરાબર સમજી લે તો એ ભાષામાં અવશ્ય નિપુણતા પ્રાપ્ત કરી શકે છે.આજે પણ બાળકોને ગુજરાતી વિષય અન્ય વિષયના પ્રમાણમા અઘરો પડે છે તેનું એક કારણ તેમનું નબળું વ્યાકરણ છે. આજના કોમ્પ્યૂટરયુગમાં ,અન્યભાષાના આક્ર્મણ સામે ગુજરાતી ને ટકાવી રાખવી હશે તો બાળકોને ગુજરાતી વ્યાકરણ શીખવવું જ પડશે. સુન્દરમના 'સમગ્ર બાલકવિતા' સંપુટના વ્યાકરણ પણ ગાતા ગાતા શીખવતા આ કાવ્યો આજે પણ મદદરૂપ બની શકે તેમ છે. સુન્દરમ આ કાવ્યોને માત્ર કાવ્યો તરીકે જ ઓળખાવે છે. એને કોઇ નામના કે રાગના બંધનમા બાંધતા નથી.હા,બને એટલા સારા રાગ ઢાળ થી ગાવા ભલામણ જરુર કરેછે બાળકોને ગમે તેવા સૂરમાં પણ ગાવા ગમે તેવા આ કાવ્યો સચિત્ર હોઈ નયનરમ્ય પણ એટલા જ છે. ક્ક્કો,નામ,સર્વનામ,સમાનાર્થી,વિરુધ્ધાર્થી શબ્દો,રવાનુકારી અને દ્વિરુક્તિવાળા શબ્દો,એકવચન,બહુવચન,વિકારી વિશેષણ,'ઓ' પ્રત્યયનું કાર્યક્ષેત્ર,ટ,ડ,ઢ,નો ભેદ,અનુસ્વાર ક્યાંવપરાય તેની સહજ રીતે સમજ આપતા આ કાવ્યો ગુજરાતી ભાષા શીખવા ઇચ્છતા દરેક માટે દીવાદાંડી રૂપ છે. ***************************************************
Dr. Archana Pandya |
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved. | Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |