logo

વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ અને તેની અસરો

પ્રસ્તાવના:

ઇ. સ. ૧૯૯૧ માં તાત્કાલીન વડાપ્રધાન પી. વી. નરસિહરાવના સમયે હાલના વડાપ્રધાન ડો. મનમોહનસિંહ અને તત્કાલિન નાણાંમંત્રીએ નવી આર્થિક ઉદરીકરણની નીતિ અમલમાં મુકી મુક્તબજારની નીતિ અપનાવ્યા પછી વૈશ્વિક સમુદાય સાથે સહઅસ્તિત્વ અને સહવિકાસ એ બે આવશ્યક શરત હતી અને એને ધ્યાનમાં રાખીને મલ્ટીબ્રાન્ડ રિટેલમાં FDI અંગે ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૨ ના રોજ કેબિનેટ નિર્ણય લેવાયો. આમ જોઈએ ૧૯૯૧ ની નવી આર્થિક ઉયદારીકરણની નીતિના સમયે જ કંકોતરી લખાઈ ગઈ હતી અને ૨૦૧૨ માં મહેમાનો આવ્યા તેમ કહી શકાય.

ઇ. સ. ૧૯૯૧ માં તાત્કાલીન વડાપ્રધાન પી. વી. નરસિહરાવના સમયે હાલના વડાપ્રધાન ડો. મનમોહનસિંહ અને તત્કાલિન નાણાંમંત્રીએ નવી આર્થિક ઉદરીકરણની નીતિ અમલમાં મુકી મુક્તબજારની નીતિ અપનાવ્યા પછી વૈશ્વિક સમુદાય સાથે સહઅસ્તિત્વ અને સહવિકાસ એ બે આવશ્યક શરત હતી અને એને ધ્યાનમાં રાખીને મલ્ટીબ્રાન્ડ રિટેલમાં FDI અંગે ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૨ ના રોજ કેબિનેટ નિર્ણય લેવાયો. આમ જોઈએ ૧૯૯૧ ની નવી આર્થિક ઉયદારીકરણની નીતિના સમયે જ કંકોતરી લખાઈ ગઈ હતી અને ૨૦૧૨ માં મહેમાનો આવ્યા તેમ કહી શકાય.

વિશિષ્ટ અમલીકરણ: (મુખ્ય શરતો)

  • મલ્ટીબ્રાન્ડ રિટેલમાં સરકારી શરતો મુજબ વિદેશી કંપની ૧૦ કરોડ ડોલર સુધીનું જ રોકાણ કરી શકશે.
  • મલ્ટીબ્રાન્ડ રિટેલમાં FDI લાવીને જે સ્ટોર્સ ખોલવાના છે તે માટેની માર્ગરેખામાં સ્પષ્ટ જણાવ્યું છે કે ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં જ આવા સ્ટોર્સ ખોલી શકશે.
  • ગ્રામીણ વિસ્તારમાં FDI ની ૫૦% રકમ પહેલા તબક્કામાં ત્રણ વર્ષમાં બેંક ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકવાની રહેશે. વળી આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ ગણતી વખતે તેમાં જમીન સંપાદન માટે ખરીદવા અપાયેલા રકમ કે ભાડાની રકમ ગણતરીમાં નહીં લેવાય એવી સ્પષ્ટતા પણ કરાઇ છે.
પસંમતિ:

Eભારતમાં બંધારણમાં તમામ રાજ્યોને સમાન અધિકાર છે. કૃષિ ફળ અને શાકભાજી ઉત્પાદક રાજ્યોમાં પણ FDI નું અમલીકરણ થાય તેવી માંગણી છે. આ નીતિનું અમલીકરણ અને તેનો લાભ લેવા માટેનો નિર્ણય રાજ્યો પર છોડવામાં આવ્યો છે.

આંધ્રપ્રદેશ, આસામ, દિલ્હી, જમ્મુ એન્ડ કશ્મીર, મહારાષ્ટ્ર, મણિપુર, રાજસ્થાન, ઉતરાખંડ, દમણ અને દીવ તેમજ દાદરાનગર હવેલી વગેરે એ સંમતિ દર્શાવી છે. ડી. આઈ. પી. પી. એના જણાવ્યા મુજબ રિટેલમાં FDI નો અમલ કરવો કે નહીં તે તમામ રાજ્યો માટે મરજિયાત છે રાજ્યો આ માટે તેમની રીતે નિર્ણય લઈ શકે છે.

રિટેલમાં FDI ડરના જરૂરી હૈ?

૨૦૧૨ માં રિટેલ ક્ષેત્રે FDI ના અમલ થવાથી વિદેશી કંપનીઓ દેશમાં પ્રવેશશે. અને દેશની ડાલ-ડાલ પરથી સોને કી ચિડિયા લૂંટી જશે.

કેટલાંક કહે છે કે ખેડૂતો અને ગ્રાહકોને લાભ થશે તો કેટલાક કોગ્રેસને તો કોઈક ભાજપને ગાળો દે છે. એટલું જ નહીં વિરોધપક્ષ જણાવે છે કે આ નિર્ણય અવાસ્તવિક છે. અને એના વિરોધમાં ભારત બંધનું એલાન આપ્યું હતું.

કેટલાંક કહે છે કે ખેડૂતો અને ગ્રાહકોને લાભ થશે તો કેટલાક કોગ્રેસને તો કોઈક ભાજપને ગાળો દે છે. એટલું જ નહીં વિરોધપક્ષ જણાવે છે કે આ નિર્ણય અવાસ્તવિક છે. અને એના વિરોધમાં ભારત બંધનું એલાન આપ્યું હતું..

આમ રિટેલ ક્ષેત્રે FDI અમલથી દેશમાં ઉહાપોહ મચી ગયો. વિદેશી રોકાણનો મુદ્દો પણ એટલી જ વિકૃત અને જાતજાતના ચશ્મા પહેરાવીને રજૂ થઈ રહ્યો છે.

પરંતુ જ્યાં એકવીસમી સદીમાં પણ ધર્મ જ્ઞાતિ અનામત અને સંપ્રદાયના ધોરણે ઉમેદવારી નક્કી થતી હોય અને મતદાન પણ એજ પેટર્નમાં થતું હોય ત્યાં રાજકીય પક્ષો પણ જનતાને અફીણીયા કેફમાં રાખવાનું પસંદ કરે એ સહજ છે.


સીધું વિદેશી મૂડીરોકણ પાછળની માન્યતા અને પ્રત્યક્ષ તેનું સત્ય:

માન્યતા

વાસ્તવિકતા

એક માન્યતા એવી પ્રવર્તે છે કે કરિયાણાના વેપારી અને રિટેલર્સ (છુટક વેપાર કરનાર) ને નુકશાન થશે

છૂટક વેપારી જથ્થાબંધ ખરીદી કરી ડિસ્કાઉન્ટ મેળવશે.

રિટેલ ક્ષેત્રે વિદેશી કંપનીઓ દ્વારા દેશની દુકાનો નિયંત્રિત થશે

સ્ટોર માત્ર શહેરોમાં જ ચાલુ કરી શકાશે. દરેક રાજ્યે વિદેશી મૂડી રોકાણવાળી દુકાનને પરવાનગી આપવી કે નહીં તેની સ્વતંત્રતા છે.

મલ્ટીબ્રાન્ડ રિટેલમાં સીધા વિદેશી મૂડીરોકાણથી નોકરીમાં નુકશાની ઊભી થશે

મલ્ટીબ્રાન્ડ રિટેલમાં સીધા વિદેશી મૂડીરોકાણથી રોજગારીની નવી તકો સર્જાશે

સીધા વિદેશી મૂડીરોકાણથી ખેડૂતોનું શોષણ થશે. ખેતરોમાંથી ખેતી ઉત્પાદન ખેડૂતોને ગુમાવવું પડશે.

ખેડૂતોને ખેતી ઉત્પાદનનું ઉચું વળતર મળશે અને જીવનધોરણ સુધરશે.



વોલમાર્ટ રિટેલ ડાયનાસોર:

શામવોલ્ટને ૧૯૬૨ માં Wall-Mart કંપનીની સ્થાપના કરી, વિશ્વની ત્રીજા નંબરની મલ્ટીનેશનલ કંપની છે અને નંબરવન રિટેલર છે. અમેરિકામાં તેના ૪૦૦૦ સુપર માર્કેટ છે. જોકે કેટલાંક શહેરોમાં સ્થાનિક સંગઠન હોવાથી વિરોધ થતાં તેનો એકપણ સ્ટોર નથી વોલમાર્ટ ૧૫ દેશોમાં ૮૫૦૦ સ્ટોર્સ ધરાવે છે. જેમાં ૨૨ લાખ કર્મચારીઓ ફરજ બજાવે છે. ભારતીય બજાર જેટલું (૪૫૦ અબજ ડોલર) ટર્ન ઓવર વોલમાર્ટ કરે છે જેનો ચોખ્ખો નફો ૧૫ અબજ ડોલર જેટલો છે.

વોલમાર્ટ કંપની જ્યાં જાય ત્યાં સ્થાનિક સરકારને લાંચ આપે છે. વર્ષ ૨૦૦૦ માં મેકસિકોમાં ૨.૪ કરોડ ડોલર (આશરે ૧૩૪ કરોડ રૂ.) ની લાંચ આપી.

ટૂકમાં વિશ્વકક્ષાએ સારા – નરસા પરિણામ મળશે જો અને તેની વચ્ચે રહેશે.

પ્રત્યક્ષ સીધા મૂડીરોકાણના લાભ:

સાંસદમાં ૧૮ પક્ષોમાંથી ૧૪ પક્ષોએ રિટેલમાં FDI નો વિરોધ કર્યો હોવા છતાં તેનો અમલ થયો છે ૧૯૯૭ માં જ્યારે વર્લ્ડ બેન્ક IMF સાથે વિકાસ યોજનાઓમાં મદદગારીનો કરાર કર્યો ત્યારે જ વિદેશો સાથે દાન પ્રદાન આપણે સ્વીકાર્યું હતું.

રિટેલમાં સીધા મૂડીરોકાણના લાભ:
  • ખેડૂતોને પોતાની ખેતપેદાશની ઊંચી કિંમતો મળશે.
  • નોકરીની એક કરોડથી પણ વધુ નવી તકો ઊભી થશે.
  • દેશના નાના અને લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ઉત્પાદનની નવી તકો મળશે.
  • આ નિર્ણયથી સેકટરમાં ઊભી થતી નવી રોજગારીની તકોથી યુવાનોને મોટો લાભ થશે.
  • ખેતીનું ઉત્પાદન સીધા વિતરક સુધી પહોંચશે જેનાથી તેના દુર્વ્યયમાં મોટો ઘટાડો થશે.
  • વિદેશી રોકાણ હેઠળના વિતરકો તેમના કુલ ઉત્પાદનના 30 ટકા લઘુ ઉદ્યોગો પાસેથી મેળવશે.
  • ખેડૂતોના જીવનધોરણમાં સુધારો થશે
  • ભારતમાં અસરકારકરીતે બજાર સાથે ખેડૂતો જોડાઈ શકશે. પરિણામે બજારો વિકાસ પામશે.
  • કૃષિ માર્કેટીગમાં નવી આધુનિકટેકનૉલોજી લાવી શકાશે અને વપરાશકારોને પણ અગણિત લાભ થશે.
  • ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા બગાડ અટકશે અને ગ્રાહકોને સસ્તા ભાવે માલસામાન મળી જશે. કારણ કે વચેટિયાઑની આખી શૃંખલા નાબૂદ થઈ જશે.

રિટેલમાં સીધા મૂડીરોકણના ગેરલાભ:

મલ્ટીબ્રાન્ડ રિટેલમાં સરકારની શરતો મુજબ વિદેશી કંપની ૧૦ કરોડ ડોલર સુધીનું રોકાણ કરશે પરંતુ આ રોકાણ એક સાથે જ લાવવાનું કે તબક્કાવાર લાવી શકાય તે અંગેની કોઈ સ્પષ્ટતા નથી. રિટેલ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જેમાં પગભર થતાં ખેલાડીને સારો એવો સમય લાગી જાય છે અને તેથી જ આવા ક્ષેત્રે લોકો તબક્કાવાર રોકાણ કરતાં હોય છે.

  • FDI અંગેની એક શરત મુજબ ૭૦% માલ આયાત કરીને વેચી શકાય પરંતુ વિદેશી માલનો જો ચટાકો લાગી જાય તો જેમ બાવળના દાતણ અને વાંદરા છાપ દંતમંજન ભૂલીને ટૂથપેસ્ટોના નાદે લાગી ગયા છે તેમ આવા ૭૦% આયાતી માલની અસર શહેરોની જોડે ગ્રામ્ય વિસ્તારોને પણ થશે. તો એવું બની શકે કે ચીનના શાકભાજી અને ઓસ્ટ્રેલિયન ફળફળાદીનો ચટકો દેશભરમાં લાગશે જેની અસર રોજગારી પર થતાં બેકારી વધશે.
  • બેકારીના કારણે ભીખ માંગવાનુ પ્રમાણ વધવા સુધીના ગેરફાયદાની સાથે સામાજિક અરાજકતા જેવા દૂષણો પણ ફેલાશે.
  • ખેડૂતોનું મલ્ટિયલ રિટેલરો શોષણ કરશે.
  • મલ્ટીબ્રાન્ડ રિટેલમાં સરકારની શરત મુજબ નો પહેલો હપ્તો લાવે તે તારીખથી ત્રણ વર્ષ સુધીમાં ૫૦% રકમ બેન્ક એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકવી પડશે. તેમાં પણ આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણતી વખતે તેમાં જમીન સંપાદન માટે અપાયેલ રકમ કે ભાડાની રકમ ગણતરીમાં નહીં લેવાય એવી સ્પષ્ટતા પણ કરાઇ છે. આમ આ ખર્ચમાં જે મહત્વના ઘટકો છે. તે જમીનનું ખર્ચ વેર હાઉસના ભાડા તેમજ કોલ્ડસ્ટોરેજના ભાડા બાકાત રખાયા છે. આમ આ શરત મુશ્કેલ ગણાય.
સમીક્ષા:

ઉપરોક્ત ગેરફાયદાઓથી બચવા સરકારે એવી શરત લાદવી જોઈએ કે પહેલા બેન્ક એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂર્ણ કરે અને ત્યાર પછી જ ફ્રન્ટ સ્ટોર શરૂ કરવાની છૂટ આપવી જોઈએ. વિદેશી હુડિયામણ ની સ્થિતિ સંતોષપ્રદ રહે એ માટે આવા સ્ટોર્સ દ્વારા થતી આયાતો માટે જરૂરી વિદેશી હુડિયમણો તેમની વિદેશી મૂડી અને નિકસો દ્વારા જ મેળવવાનું રહેશે એવી શરત પણ લાદી શકાય એવું પણ કરી શકાય કે વોલમાર્ટ ભારતમાં આવે તો ભલે આવે પણ ભારતીય માંલોનું વિદેશનું બજાર પણ વિકસાવે એવો આગ્રહ રાખીએ તો તે અસ્થાને નથી.

*************************************************** 



ડો. રમાબેન જે શાહ
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ
ધનસુરા, ગુજરાત

Previous Index Next
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us