logo

સમકાલીન ભારતીય વાર્તાઓ

સમકાલીન ભારતીય વાર્તાઓમાંની ઘણી ખરી વાર્તઓ અગાઉ નવનીત –સમર્પણ- તાદર્થ્ય-જલારામ દીપ-વિ વિધાનગર વગેરે સામયિકોમાં પ્રકાશિત થઈ ચુકી છે. સમકાલીન વાર્તાઓ ભારતની વિવિધ ભાષાઓમાંથી લેવામાં આવી છે.ભારતીય ટૂંકી વાર્તા વિશ્વવાર્તાની તુલનામાં ભારતીય વાર્તા કયા તબક્કામાં છે. તેની ઉપલબ્ધી શી છે’ એવી વિચારણા આ વાર્તાઓ વિશે થઈ શકે એમ છે.ટૂંકી વાર્તામાંથી સાહિત્યીક ગુણવત્તા અને કળાની ઇયત્તાનો અનુભવ કરાવે એજ સાચી ટૂંકી વાર્તા છે.

Stories are not sermons .they tendto present rather than to preach their values are more offen implicit than explicit.yet no matter how given to showing over tellinghis values see into his story-into his subject matter his style his way of defining character his plots his very ton to voice—[ from the story ;; introduction –Ed by Wilfred Stone, Nancy Huddlstone and Robert Hoopes -1976-p-2 ]

સ્વાતતંત્ર્ય પ્રાપ્તી સમગાળામાં સાહિત્યમાં અનુઆધુનિકતાનું પ્રચલન થયું. આધુનિક્તાનાં લક્ષણો ધરાવતી વાર્તાઓમાં આજના સરેરાશ માનવીનું પ્રતિબિંબ જોવા મળે છે. હોર્મોન બર્ગોઈનની અસમિયા વાર્તા –ભય-એમાં આધુનિકતા પ્રગત થતી દેખાય છે.એમાં આજના માણસની ‘હું’ ની ભાવના જોવા મળે છે. હું અને પડછાયા રૂપે રહેલું સામ્ય વાર્તાનો વિષય છે. મનોજ દાસની ઉડિયા વાર્તા –‘પંખીઓ’- તેમાં શિકારઅને પ્રાણી પ્રેમ વચ્ચે ગુંથાતી વાર્તા છે. વાર્તામાં શિકારના શોખીન રાજા કુમાર તુનકરોયનું શિકારી તરીકેનું શબ્દ ચિત્ર જોવા મળે છે. ઉર્દુના પ્રસિધ્ધ લેખકા-- જિલાની બાનો—રચિત વાર્તા -પ્રોમિસમાં -વૃધ્ધ રોગગ્રસ્ત અને અસહાય માતાની પાસે ના રહી શકતા દિકરાઓની દયા વિનાની વૃત્તી જોવા મળે છે.પરદેશમાં વસેલા દિકરાઓ માતાને અમ્મો અને ખભો આપવાનું વચન પાળી શકતા નથી. આ વાર્તામાં વૃધ્ધોની કરુણ પરિસ્થિનું વર્ણન લેખીકાએ કર્યું છે.---અજિત કૌર--પંજાબી ભાષાનાં જાણીતા લેખિકા છે. તેમની વાર્તા- યુધિષિઠર –માં પુઅર્ની ભયાનકતાનું વર્ણન જોવા મળે છે. આ વાર્તામાં લેખિકાએ નિરાધાર ગરીબ વર્ગ અને જમીનદાર વર્ગ વચ્ચેની અસમાતાની વાત કરવામાં આવી છે.

તેલુગુ-ભાષાના લેખક મુનીપલૈની વાર્તા –આત્મ્બલિ દાન –માંતૃ પ્રેમની વાત કરવામાં આવી છે. તેમાં લેખકે અહીં માતાનો દિકરા પ્રત્યેનો પ્રેમ દિકરાનો વંશવેલો વધારનાર પૌત્ર પ્રત્યેનો પ્રેમ નિરૂપ્યો છે. આ વાર્તામાં સમય જતાં ભણવા માટે કાશી જતા જનૂની ક્રાંતિકારી બનવાની અને ફાંશીએ લટક્વાની ઘટ્નાનું હદયસ્પર્શી આલેખન છે. બંગાળી વાર્તા લેખક પરશુરામની ---ચિકીત્સા સંકટ—હાસ્ય અને કટાક્ષ પ્રધાન વાર્તા છે.મલયામ વાર્તા લેખક એમ. આર. મનોવર્માની વાર્તા—અજ્ઞાત રહસ્ય –માં ચોરી કરીને પૈસા કમાવા માગતા ચોરની વાત કરવામાં આવી છે.સ્વામીજીએ આપેલું વ્રત ચોરી ના કરવી એવા વ્રતમાં ૪૧ દિવસ સુધી કરેલું વ્રત તુટી જાય છે. ત્યારે ચોર આત્મ હત્યા કરે છે. તેની કરુણતા દર્શાવવામાં આવી છે.

મરાઠી વાર્તા લેખક સરીતા પડ્કી દ્વારા લખાયેલી વાર્તા –કરોળિયાનું જાળું પૃષ્ઠ્ભુમાં રચાયેલી છે. આ વાર્તા અમેરિકાની ધરતી પર વિકસતી અને ભારતમાં શ્વસતી વાર્તા છે. આ વાર્તામાં કમાણીના ચક્કરમાં ફસાયેલાં લાલુ અને તેની પત્ની વતનમાં જવું કે ના જવું તેવી અવઢવમાં પડે છે. આઉટ્સાઇડર ના નાયક્ની જેમ મુંઝવણમાં મુકાયેલા નાયકની માનસિક પરિસ્થિનું નિરૂપણ લેખિકાએ કર્યુ છે. આનંદ રાવની મરાઠી વાર્તા -ગામનો મુખ્ય મંત્રી-રાજકરણને કેંદ્રમાં રાખીને લખાયેલી વાર્તા છે. રાજ્કારણીઓ દ્વારા ગામડાના લોકેને ખોટા સ્વપ્નો બતાવીને છેતરાવામાં આવે છે. તેનું ચિત્ર આંકવામાં આવ્યું છે. તક્ળી શિવશંકર પિલૈની વાર્તા ‘’પુર’’ વિશિષ્ટ વાર્તા છે. પુરમાં ફસાયેલો ચેનાન પાણી ઓસરસે નહીં એમ માનીને પોતાની પત્ની અને પાળેલબિલાડીનેહોડીમાં ચડાવીને પોતે સલામત સ્થળે ખસી જાય છે.પણ કમનસીબે પાળેલો કુતરો ત્યાં રહી જાય છે. એવા દુ;ખદસંઘર્ષની વાત કરવામાં આવી છે.

તેલુગુ વાર્તાકાર મુનિ પલૈ રાજુની તેલુગુ વાર્તા- આત્મબલિદાન માતૃપ્રેમ અને દેશ પ્રેમ વચ્ચે ગુંટાતી વાર્તા છે. લેખકે અહીં માતાનો દીકરા પ્રત્યેનો અને દીકરાનોવંશવેલોવધારનાર પૌત્ર પ્રત્યેનો વાસ્તલ્ય ભાવ નીરુપાયોછે.આવાર્તામાં સમયાંતરે કાશી ભણવા જતા ક્રાંતિકારી બનવાની અને ફાંસીએ લટકાવાની ઘટનાનું હદયસ્પર્સી આલેખન કરવામાં આવ્યું છે. પી. સત્યવતી લેખિત તેલુગુ વાર્તા “મારું નામ શું છે” ભણેલી યુવતી લગ્ન પછી ઘર ગૃહસ્થીમાં પરોવાઇ જતાં પોતાનું નામ પણ ભૂલી જાય છે. ત્યાર પછી ગમે તેમ કરીને પોતાનું નામ યાદ કરે છે.નામ યાદ કરવા માટે મથામણ કરવાની ઘટ્ના આ વાર્તામં જોવા મળે છે. કે.પી.ચંદ્રપુર્ણની કન્નડ વાર્તા- માયા મૃગમાં –ભયનું અને ભૂતવિશેની માન્યતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વાર્તામાં ભુત કયો વેશ લઈને આવશે એવા વિચારો પણ દર્શાવવમાં આવ્યા છે.

હિમાચલ પ્રદેશના વાર્તા લેખક રાજેંદ્ર રાજને –તું મરી ગયો નથી ---પાત્ર પ્રધાન વાર્તા છે.આ વાર્તામાં નગરને બચાવવા જતો કરીમ કાટ્માળ નીચે દબાઈ જાય છે.ત્યારે સાચા અર્થમાં નાગરિક બને છે. મરીને પણ દરેકના હદયમાં જીવંત રહેલા કરીમ માટે તું મરી ગયો નથી આ ઉક્તિમાં સમાજિક વિષમતા પ્રગટ થઈ છે.આ વાર્તામાં ભારત અને પાકિસ્તાનના ભાગલાના કથાવસ્તુથી વાર્તાનો પ્રારંભ થાય - હિન્દી વિખ્યાત લેખક મુંનશી પ્રેમ ચંદની વાર્તા -દંડ-માં દલિતોના શોષણ અને તદજન્ય પીડામાં રહેલી શૂન્યતાનું વર્ણન જોવા મળે છે. આ વર્તામા સફાઈ કામ કરનારી અલારખની માંદી બાળકી તેને કામ કરવા દેતી નથી. તેને ચુપ રહેવાનું કહેવામાં આવે છે. કહે છે.કે હમણાં પેલો કાળ મુખો આવી પહોંચશે. ત્યારે અકસ્માતે આવી પહોચેલો મુકાદમ આ વાત સાંભળે છે. ત્યારે તેનામાં બાળકી પ્રત્યે પિતૃવાસ્તલ્ય જાગે છે ત્યારે તે આલરખીને ઘરે મોકલે છે. અને સાંજે પુરો પગાર પણ આપે છે. આ વાર્તામાં લેખક દલિતો પ્રત્યેની કરુણતા દર્શાવે છે

ભોજ પુરી વાર્તા લેખકની વાર્તા- એના જેવો માણસ- આ વાર્તા માનવીના ચિત્તમાં ડોકિયું કરાવતી વાર્તા છે. તેમાં વાર્તા નાયક 'તે છે.' - તેની વેદનાઓ - એનાં સુખો દુ'ખો-એની સમસ્યાઓ એ આધુનિક –માનવીના જીવનનું પ્રતિબિંબ' તે નો ' અસલી ચહેરો આપણે જોઈ શકતા નથી.પંજાબી ભાષાના લેખક વાર્તા લેખક ની વાર્તા –જ્યારે એક શીખ બીજા શીખને મળે છે-. ત્યારે નો આરંભ સમચારની જેમ કરવામાં આવ્યો છે. જિતેન ઠાકુરની હિંન્દી વાર્તા ‘’ચર્ચ’’ માં યુદ્ધ કેદી તેરીકે પકડાયેલા દિકરાને શોધવા ૪૫ વર્ષથી આસપાસ ઘુમ્યા કરતા પિતાની વાત છે. પુત્રના વિરહમાં ઝૂરતા પિતાની લાગણી આ વાર્તામાં જોવા મળે છે. લલિત મગોત્રાની ડોગરી ભાષામાં લખાયેલી વાર્તા ‘’વેપારીમાં’’ લક્ષ્મીની લાલચમાં ફસાયેલા આજના માનવ જીવનની કરુણતા દર્શાવવામાં આવી છે.

ઉર્દુના લેખક જીલાની બાનો લેખિત વાર્તા ‘’પ્રોમિસ;; માં આધુનિક જીવન શૈલીમાં વૃધ્ધ અસહાય અને રોગ ગ્રસ્ત માતાની અંતીમ ક્ષણો દર્શાવવામાં આવી છે.દિકરાઓએ માતાને ખભો આપવાનું વચન આપ્યું છે.તે વચન પળતું નથી. આ વાર્તામાં આધુનીક જીવન શૈલીમાં વ્રુધ્ધોનું જીવન અસહાય બને છે. તેની કરુણતાનું વાસ્તવિક દર્શન બતવવમાં આવ્યું છે. વૃધ્ધોની અસહાય પરિસ્થીતી એ વાચકના મનને સ્પર્શી જાય છે. આ વાર્તા ધ્વારા લેખકે આધુનિક જીવનની કરૂણતા બતાવી છે.

રણાઈના સૂરમાં મદારી સાપનો ખેલ બતાવીને પોતનું ગુજરાન ચલાવે છે. પણ જયારે એક શેરીની અંદર પોતાનો ખેલ બતાવે છે. ત્યારે તે શરણાઈ વગાડીને શાપને ડોલાવે છે. જયારે શાપ શરણાઇના સૂરોમાં મગ્ન થઈ જાય ત્યારે મદારીનું ધ્યાન બીજી બાજુ છે ત્યારે શાપના ધ્યાનમાં ભંગ પડે છે. અને શાપ મદારીને ડંખ મારે છે. શાપના ઝેરીલા ડંખથી મદારી મૃત્યું પામે છે. કોઈને પણ ખ્યાલ નથી આવતો કે મદારીને સાપ શા માટે ડંખ માર્યો હશે. આ વાર્તામાં સાપનો ખેલ બતાવીને પોતાનું પેટિયું રળતા મદારીની દરિદ્ર્તાના દર્શન થાય છે. તેના મૃત્યુંની ઘટના હદય સ્પર્શી છે.

રવિંન્દ્ર્નાથ ટાગોરે ‘’ ઘાટ્ની વાત’’ નામની વાર્તામાં તરૂણ વયની છોકરીની કરૂણતાનું વર્ણન છે. તેમાં નાની વયે મૃત્યું પામેલા પતિની યાદમાં તે છોકરી નદી કિનારે આવેલા ઘાટ ઉપર બેસી રહે છે. અને તેના દુ;ખનામાં તેની કરૂણતા જોવા મળે છે.

ઉપસંહાર—

ભારતીય ભાષાની ટુંકી વાર્તાઓમાં દરેક પ્રદેશના લેખક્ની વાર્તા શૈલી જાણવા મળે છે. આવી વાર્તાઓમાં વાચક્ને સહ્દયી પણું લાગે છે. ત્યારે વાર્તાને સફળ બનાવે છે. ભારતીય વાર્તાઓમાંથી હદય સ્પર્શી જીવન દર્શન વ્યકત થાય છે. આધુનિક વાર્તાઓમાં આધુનિક જીવનશૈલી પરંપરીત સમાજ અને કુંટુંબ –વ્યકતિ માતૃપ્રેમ –પિતૃપ્રેમ –સંતનોની અમીદષ્ટિ મતે ઝુરતી-અને મોત સામે ઝઝૂમતી માતા -વગેરે પાત્રોમાં ભારતીય વાર્તાઓની સિધ્ધી જોવા મળે છે.

સંદર્ભ ::

[૧] મનોજદાસની ઉડિયા વાર્તા : પંખીઓ
[૨] ઉર્દુ લેખક જીલાની બાનો: પ્રોમીસ
[૩] પંજાબી લેખક અજીત કૌર: યુધિષ્ઠિર
[૪] તેલુગુ લેખક મુન્ની પલૈ: આત્મબલીદાન
[૫]મલાયમ લેખક એમ. આર. મનોવર્મા: અજ્ઞાત રહસ્
[૬]મરાઠી લેખિકા સરીતી પડ્કી : કરોળિયાનું જાળું
[૭]હિન્દી લેખક પ્રેમચંદ: દંડ
[૮]હિન્દી લેખક જિતેન ઠાકુર: ચર્ચ
[૯]ગુજરાતી લેખક ચુનીલાલ મડિયા : સરણાઈના સૂર
[૧૦] બંગાળી લેખક રવિંન્દ્રનાથ ટાગોર: ઘાટની વાત

*************************************************** 

વણકર અરવિંદભાઇ ડી.
પોસ્ટ-પલ્લાચર
તાલુકો-પ્રાંતિજ
જિલ્લો-સાબરકાંઠા
પીન કોડ-૩૮૩૨૦૫

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us