ગુજરાત ની આદિજાતિ- ભીલ
ભીલ શબ્દ મૂળ દ્રવિડ ભાષાના બિલ્લુ શબ્દ પર થી ઉતારી આવ્યો છે.ભીલ નો અર્થ બાણ અથવા તલવાર થાય છે. ભીલો પ્રાચીનકાળ થી જ પોતાની પાસે બાણ રાખતા હતા. આ કારણે તેઓ ભીલ નામ થી ઓળખાય છે. આર્યો ના આગમન બાદ તેઓ ની સાથે ના યુદ્ધ ના કારણે તેઓ નો પરાજય થયો હતો.તેથી ભીલ લોકો પહાડી અને જંગલ વિસ્તાર માં ચાલ્યા ગયા હતા.રાજગાદી ના મૂળ અધિકારી તરીકે આજે પણ કેટલાક રાજપૂત રાજ્યો માં રાજ્યાભિષેક કરતી વખતે ભીલ ના અંગુઠા ના લોહી થી રાજા ને પ્રથમ તિલક કરવાનો રીવાજ છે. ગુજરાત ના આદિવાસીઓમાં સૌથી મોટી વસ્તી ભીલો ની છે.તેઓ ડાંગ,ભરુચ ,સુરત પંચમહાલ ,સાબરકાંઠા અને બનાસકાંઠા માં વસે છે. તેઓ માં ખાસ કરી ને ભીલ્ ગરાસીયા,ભીલાલા ધોળી ભીલ,રાવળભીલ,વસાવા,પાવરા,તડવી વગેરે ને ગણાવી શકાય. આમ ભીલો માં ઘણી પેટા જ્ઞાતિઓ જોવા મળે છે. તેઓ ની ભાષા ભીલ્લી છે પરતું તે ભાષા કરતા બોલી તરીકે વધારે ઓળખાવી શકાય. રાજપૂત રાજાઓએ ભીલોને પોતાના લશ્કરમાં ભરતી કરી અને સમય જતા રાજાઓએ ભીલ સ્ત્રીઓ સાથે લગ્નસંબંધ બાંધ્યો આ મિશ્ર સબંધ માંથી ઉભી થયેલી પ્રજા ઉત્તર ગુજરાત માં ભીલ ગરાસીયા અને અથવા તો ભીલાલા તરીકે ઓળખાય છે. મુસ્લિમ શાસન દરમિયાન મુસ્લિમ સૈનિકોએ આદિવાસી ભીલ સ્ત્રીઓં સાથે ના સબંધ માંથી જન્મેલી પ્રજા તડવી ભીલ તરીકે ઓળખાય છે. અન્ય ભીલો ની સરખામણી એ એક જ જગ્યા એ વસનાર વસાવા ભીલ તરીકે ઓળખાયા. ભીલ આદિવાસીઓ ભૂતપ્રેત અને મેલીવિદ્યા માં મને છે. કાળકા,ઝાંપડી,સુદાઈ ઘોડાજો,ઓખા ,વાઘદેવ, કચુમ્ભર વગેરે દેવી દેવતાઓ ને માને છે.તેમના દેવતાઓ ના કોઈ મંદિર બાંધવામાં આવતા નથી .ગામ ની ભ્ગોલે કે કોઈ મોટા વ્રુક્ષ્ ની નીચે દેવતાઓની સ્થાપના કરવામાં આવેછે.માનતા માં દેવતાઓને માટીના ઘોડાઓ ચડાવવાનો રિવાઝ છે.પોતાના વીર પૂર્વજો ની યાદ માં પાળિયા મુકવાનો રિવાજ છે.તેઓના જીવન માં તહેવારો નુ ઘણું મહત્વ છે. હોળી દિવાળી ,દશેરા અખાત્રીજ પીઠોરો નુ ઘણું મહત્વ છે. હોળી સૌથી મોટો અને મુખ્ય તહેવાર છે. નૃત્ય તેમના જીવન નુ હાર્દ છે. ખુલ્લી તલવાર સાથે થતા તેમના નૃત્યો તેમની કળા નો ઉત્કૃષ્ઠ નમુનો છે. આમ,ભીલ આદિજાતિ ગુજરાત ની એક આગવી આદિજાતિ છે જે તેમની વિશિષ્ટતાઓના કારણે આજે પણ લોકપ્રિય છે.અને પોતાની સંસ્કૃતિ નુ જતન કરી ને ભારતની અજોડ સંસ્કૃતિ અને વિવિધતા માં એકતા ની ભાવના માં વધારો કરે છે. PROF.S.H.SANCHALA(sociology) |
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved. | Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |