logo

ધોરણ-૧૧ના વિધાર્થીઓના અનુકૂલનનો શાળાપ્રકાર, જાતિયતા અને કેટેગરીના સંદર્ભમાં અભ્યાસ

પ્રસ્તાવના ::

માનવ જીવનમાં પ્રત્યેક વ્યક્તિ પોતાની જાત, આસપાસની પરિસ્થિતિ અને બીજી વ્યક્તિ સાથે અનુકૂળ થવાના પ્રયત્નો સતત કર્યા કરતો હોય છે. પ્રત્યેક વ્યક્તિ વિભિન્ન પરિસ્થિતિઓમાંથી અનુકૂલન સાધે છે. તેને પોતાના જીવનમાં સુખ અને સતોષની પ્રાપ્તિ આનિવાયr લાગે છે. અનુકૂલનનો સમ્બન્ધ વ્યક્તિની જરુરિયાતો અને તેની પૂર્તિ સાથે છે. અનુકૂલન એટલે વ્યક્તિના આવેગો પર નિયત્રણ મૂકી પરિસ્થિતિને યોગ્ય રીતે સમજીને વર્તનમાં વળાક લાવવાની પ્રક્રિયા છે. જે વ્યક્તિ જીવનમાં ચાલશે, ફ઼ાવશે અને ગમશે તેવી ક્રિયાઓને આત્મસાત કરે છે તે વ્યક્તિ સમાજમાં ઝડપી અનુકૂલન સાધે છે.

સશોધનના હેતુઓ ::

    ગ્રાન્ટેડ શાળાના ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી. કેટેગરીના છોકરાઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચેનો તફ઼ાવત જાણવો.
  1. ગ્રાન્ટેડ શાળાના ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી. કેટેગરીના છોકરીઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચેનોતફ઼ાવત જાણવો.
  2. ગ્રાન્ટેડ શાળાના ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી. કેટેગરીના વિધાર્થીઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચેનો તફ઼ાવત જાણવો.
  3. નોન-ગ્રાન્ટેડ શાળાના ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી. કેટેગરીના છોકરાઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચેનો તફ઼ાવત જાણવો.
  4. નોન-ગ્રાન્ટેડ શાળાના ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી. કેટેગરીના છોકરીઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચેનો તફ઼ાવત જાણવો.
  5. નોન-ગ્રાન્ટેડ શાળાના ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી.કેટેગરીના વિધાર્થીઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચેનો તફ઼ાવત જાણવો.
  6. ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાના છોકરાઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચેનો તફ઼ાવત જાણવો.
  7. ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાના છોકરીઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચેનો તફ઼ાવત જાણવો.
  8. ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાના વિધાર્થીઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચેનો તફ઼ાવત જાણવો.


સશોધનની ઉત્કલ્પનાઓ ::
    ગ્રાન્ટેડ શાળાના ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી. કેટેગરીના છોકરાઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચે અર્થસૂચક તફ઼ાવત જોવા મળશે નહિ.
  1. ગ્રાન્ટેડ શાળાના ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી. કેટેગરીના છોકરીઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચે અર્થસૂચક તફ઼ાવત જોવા મળશે નહિ.
  2. ગ્રાન્ટેડ શાળાના ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી. કેટેગરીના વિધાર્થીઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચે અર્થસૂચક તફ઼ાવત જોવા મળશે નહિ.
  3. નોન-ગ્રાન્ટેડ શાળાના ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી. કેટેગરીના છોકરાઓના અનુકૂલન અમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચે અર્થસૂચક તફ઼ાવત જોવા મળશે નહિ.
  4. નોન-ગ્રાન્ટેડ શાળાના ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી. કેટેગરીના છોકરીઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચે અર્થસૂચક તફ઼ાવત જોવા મળશે નહિ.
  5. નોન-ગ્રાન્ટેડ શાળાના ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી. કેટેગરીના વિધાર્થીઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચે અર્થસૂચક તફ઼ાવત જોવા મળશે નહિ.
  6. ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાના છોકરાઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચે અર્થસૂચક તફ઼ાવત જોવા મળશે નહિ.
  7. ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાના છોકરીઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચે અર્થસૂચક તફ઼ાવત જોવા મળશે નહિ.
  8. ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાના વિધાર્થીઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચે અર્થસૂચક તફ઼ાવત જોવા મળશે નહિ.


નમૂના પસદગી ::

આ સશોધનમાં વ્યાપવિશ્વ તરીકે ભરુચ જિલ્લાની કુલ ૧૧૮ ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમાવેશ કર્યો હતો. જેમાથી કુલ ૮ તાલુકામાંથી યાદચ્છિક રીતે ૪ તાલુકાની પસદગી કરવામા આવી હતી. જેમા ત્રણેય પ્રવાહ ચાલતા હોય તેવી ત્રણ ગ્રાન્ટેડ અને ત્રણ નોન-ગ્રાન્ટેડ શાળાઓની પસદગી સહેતુક રીતે કરવામા આવી હ્તી. તેમાંથી કુલ ૧૦૧૯ વિધાર્થીઓમાંથી ચિઠ્ઠીઉપાડ પધ્ધતિ દ્વારા કુલ ૪૧૪ વિધાર્થીઓની પસદગી કરવામાં આવી હતી.

ઉપકરણ પસદગી ::

આ સશોધનમાં ઉપકરણ તરીકે ડો.પલ્લવીબેન પી. પટેલ રચિત અને પ્રમાણિત કરેલ અનુકૂલન સમસ્યા સશોધિનીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સશોધન પધ્ધતિ ::

આ સશોધનમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિધાર્થીઓના અનુકૂલનનો અભ્યાસ કરવાનો હોવાથી સર્વેક્ષણ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

માહિતીનુ પ્રૃથક્કરણ ::

પ્રાપ્ત માહિતીના પ્રૃથક્કરણ માટે F-કસોટી અને anet-કસોટીનો ઉપયોગ કરવામા આવ્યો હતો.

સશોધનના તારણો ::
    ગગ્રાન્ટેડ શાળાના ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી. કેટેગરીના છોકરાઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચે અર્થસૂચક તફ઼ાવત જોવા મળે છે જેમા ઓપન અને એસ.ઇ.બી.સી.ના છોકરાઓ એસ.સી. અને એસ.ટી.ના છોકરાઓ કરતા વધુ સારુ અનુકૂલન ધરાવે છે જ્યારે ઓપન અને એસ.ઇ.બી.સી.ના છોકરાઓ લગભગ સમાન અનુકૂલન ધરાવે છે.
  1. ગ્રાન્ટેડ શાળાની ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી. કેટેગરીની છોકરીઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચે અર્થસૂચક તફ઼ાવત જોવા મળતો નથી એટલે કે ગ્રાન્ટેડ શાળાની ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી. કેટેગરીની છોકરીઓ સમાન અનુકૂલન ધરાવે છે..
  2. ગ્રાન્ટેડ શાળાના ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી. કેટેગરીના વિધાર્થીઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચે અર્થસૂચક તફ઼ાવત જોવા મળે છે જેમા ગ્રાન્ટેડ શાળાના ઓપન અને એસ.ઇ.બી.સી.ના વિધાર્થીઓ, એસ.સી. અને એસ.ટી. કેટેગરીના વિધાર્થીઓ કરતા વધુ સારુ અનુકૂલન ધરાવે છે.
  3. નોન-ગ્રાન્ટેડ શાળાના ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી. કેટેગરીના છોકરાઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચે અર્થસૂચક તફ઼ાવત જોવા મળતો નથી એટ્લે કે નોન-ગ્રાન્ટેડ શાળાના ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી. કેટેગરીના છોકરાઓ સમાન અનુકૂલન ધરાવે છે.
  4. નોન-ગ્રાન્ટેડ શાળાની ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી. કેટેગરીની છોકરીઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચે અર્થસૂચક તફ઼ાવત જોવા મળતો નથી એટ્લે કે નોન-ગ્રાન્ટેડ શાળાની ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી. કેટેગરીની છોકરીઓ સમાન અનુકૂલન ધરાવે છે.
  5. નોન-ગ્રાન્ટેડ શાળાના ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી. કેટેગરીના વિધાર્થીઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચે અર્થસૂચક તફ઼ાવત જોવા મળતો નથી એટ્લે કે નોન-ગ્રાન્ટેડ શાળાના ઓપન, એસ.ઇ.બી.સી., એસ.સી. અને એસ.ટી. કેટેગરીના વિધાર્થીઓ સમાન અનુકૂલન ધરાવે છે.
  6. ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાના છોકરાઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચે અર્થસૂચક તફ઼ાવત જોવા મળે છે એટ્લે કે નોન-ગ્રાન્ટેડ શાળાના છોકરાઓ ગ્રાન્ટેડ શાળાના છોકરાઓ કરતા વધુ સારુ અનુકૂલન ધરાવે છે.
  7. ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાની છોકરીઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચે અર્થસૂચક તફ઼ાવત જોવા મળતો નથી એટલે કે ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાની છોકરીઓ સમાન અનુકૂલન ધરાવે છે..
  8. ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાના વિધાર્થીઓના અનુકૂલન સમસ્યા સશોધિની પર પ્રાપ્ત પ્રાપ્તાકો વચ્ચે અર્થસૂચક તફ઼ાવત જોવા મળે છે એટલે કે નોન-ગ્રાન્ટેડ શાળાના વિધાર્થીઓ ગ્રાન્ટેડ શાળાના વિધાર્થીઓ કરતા વધુ સારુ અનુકૂલન ધરાવે છે..


મિનલ પટેલ

એમ.એડ્. તાલીમાર્થી,

ભગવાન મહાવીર કોલેજ ઓફ એજ્યુકેશન (એમ.એડ્.),

સુરત.

ડો. રાજેશ રાઠોડ

આસિસ્ટન્ટ પ્રોફેસર,

ભગવાન મહાવીર કોલેજ ઓફ એજ્યુકેશન (એમ.એડ્.),

સુરત.

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us