logo

ગુજરાતના અર્થતંત્રમાં સેવા ક્ષેત્રનું પ્રદાન

અર્થતંત્રની વિકાસ પ્રકિયાને ઝડપી બનાવવા માટે સેવાક્ષેત્રનો વિકાસ અતિ મહત્વનો છે. સેવા ક્ષેત્રમાં ઘણી બધી પ્રવૃતિઓનો સમાવેશ થાય છે. જેવી કે પરિવહન, ફાઇનાન્સ, બેંકિગ અને વીમા, રિયલ એસ્ટેટ તથા જાહેર વહીવટ વગેરે. સેવા ક્ષેત્રમાં વેપાર, હોટેલ અને રેસ્ટોરન્ટનો હિસ્સો 30 ટકા જેટલો હોય છે.ભારતીય અર્થતંત્રની GDPમાં સેવા ક્ષેત્રનો હિસ્સો ૧૯૯૩-૯૪માં ૪૩ ટકા જેટૅલો હતો. વૃધ્ધિના એન્જિન તરીકે મેન્યુફેકચરીંગ ક્ષેત્રને ભલે મહત્વ અપાતું હોય પરંતુ સેવા ક્ષેત્રના પ્રદાનને નકારી ન શકાય. ભારતની રાષ્ટ્રીયઆવકમાંસેવા ક્ષેત્રનો હિસ્સો૧૯૫૦-૫૧માં ૨૮.૬ ટકા હતો તે વધીને ૧૯૭૦-૭૧માં ૩૧.૯ ટકા, ૧૯૮૦-૮૧માં ૪૧.૦ ટકા અને ૨૦૦૬-૦૭માં ૬૧.૯ ટકા જેટલો જોવા મળ્યોહતો. ગુજરાતની વાત કરીએ તો સેવા ક્ષેત્રનો હિસ્સો GDP સ્થિર ભાવોએ ૧૯૮૦-૮૧માં ૩૨ ટકા હતો તે વધીને ૧૯૯૦-૯૧માં ૩૭.૮ ટકા ૧૯૯૮-૯૯માં ૪૨.૮ ટકા અને ૧૯૯૯-૨૦૦૦માં ૪૬.૫ ટકા જેટલો હતો. જયારે કૃષિઅને વન્ય પેદાશોનો હિસ્સો ૧૯૯૦-૯૧માં ૨૭.૬ ટકા હતો તે ઘટીને ૧૯૯૯-૨૦૦૦માં ૧૫.૦ ટકા અને મેન્યુફેકચરીંગ ક્ષેત્રનો હિસ્સો ૧૯૯૦-૯૧માં ૩૪.૬ ટકા હતો તે વધીને ૩૮.૫ ટકા થયો છે. અર્થતંત્રમાં કૃષિ અને ઉધોગ ક્ષેત્ર કરતાં સેવા ક્ષેત્રનો વિકાસ ઝડપથી થઇ રહયો છે. ૨૦૧૦-૧૧ની વાત કરીએ તો દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો ૧૯.૦ ટકા જેટલો, ઉધોગ ક્ષેત્રનો હિસ્સો ૨૫.૦ ટકા અને સેવા ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ ૫૬.૦ ટકા જેટૅલો હોવા છતાં કુલ રોજગારીમાં સેવા ક્ષેત્રનું પ્રદાન માત્ર ૨૬.૦ ટકાનું જ છે. આપણા દેશના વિકાસનો આ વિચિત્ર વિરોધાભાસ દર્શાવે છે.

ટેબલ નં -૧ : GSDP માં સેવા ક્ષેત્રનો હિસ્સો (૨૦૦૪-૨૦૦૫)

ક્રમ

રાજય

સ્થિર ભાવે(રૂ. લાખમાં)

ચાલુ ભાવે(રૂ. લાખમાં)

ગુજરાત

૪૪,૯૨,૫૪૭

૭૭,૧૦,૬૯૫

મધ્યપ્રદેશ

૨૪,૩૮,૦૦૩

૪૫,૬૬,૯૯૩

મહારાષ્ટ્ર

૧,૧૬,૯૮,૩૨૪

૨,૧૯,૯૦,૩૨૩

રાજસ્થાન

૨૯,૪૧,૨૩૬

૫૦,૩૧,૬૯૩

ભારતના બધા જ રાજયોની સરેરાશ

૧૦,૭૧,૭૩૪

૧૭,૬૫,૨૧૭

સંદર્ભ :CSO 2006 and states at a glance 2006-07 gujarat

ઉપરોકત ટેબલ નં – ૧માં કુલ ઘરેલુ પેદાશમાં વિવિધ રાજયોનો હિસ્સો દર્શાવવામાં આવેલ છે. જેમાં જોઇ શકાય છે કે ૨૦૦૪-૦૫ માં સ્થિર ભાવે મધ્યપ્રદેશ અને રાજસ્થાન કરતાં ગુજરાતનો કુલ ઘરેલુ પેદાશમાં હિસ્સો વધુ છે. પરંતુ મહારાષ્ટ્ર કરતાં ઓછો છે. આજ સમયગાળા દરમ્યાન ચાલુ ભાવે GSDPમાં સેવા ક્ષેત્રનો હિસ્સો ગુજરાતમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન કરતાવધુ પણ મહારાષ્ટ્ર કરતા ઓછો છે. જે દર્શાવે છે કે ગુજરાતની પ્રગતિ બહુ ધીમી છે. રાજયે જો ઝડપી આર્થિક વિકાસ સાધવો હોય તોGSDPમાં સેવા ક્ષેત્રનો હિસ્સો વધારવો જોઇએ. ભારતનાં બધા રાજયોની સરેરાશ ઘરેલુ પેદાશનું પ્રમાણ સ્થિર ભાવે રૂ. ૧૦,૭૧,૭૩૪ લાખ અને ચાલુ ભાવે ૧૭,૬૫,૨૧૭ લાખ છે જે ઘણુ જ ઓછુ કહેવાય.

ટેબલ નં -૨
સેવા ક્ષેત્રનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર (સ્થિર ભાવોએ ટકામાં)

ક્રમ

રાજય

૧૯૯૫-૯૬ થી ૧૯૯૯-૨૦૦૦

૨૦૦૦-૦૧ થી ૨૦૦૪-૦૫

ગુજરાત

૯.૭૧

૬.૯૦

મધ્યપ્રદેશ

૭.૬૩

૪.૧૮

મહારાષ્ટ્ર

૮.૫૯

૬.૯૪

રાજસ્થાન

૮.૫૦

૭.૧૪

ભારત

૯.૧૮

૭૦૬૩

સંદર્ભ :CSO 2006 and states at a glance 2006-07 gujarat

ટેબલ નં -૨માં દર્શાવ્યા પ્રમાણે વર્ષ ૧૯૯૫-૯૬ થી ૧૯૯૯-૨૦૦૦ના સમયગાળા દરમિયાન સેવા ક્ષેત્રનો સરેરાશ વાર્ષિક વૃધ્ધિદર સ્થિર ભાવોએ ગુજરાતમાં ૯.૭૧ ટકા, મધ્યપ્રદેશનો૭.૬૩ ટકા, મહારાષ્ટ્રનો ૮.૫૯ ટકા, રજસ્થાનનો ૮.૫૦ ટકા જોવા મળ્યો હતો. જેમાં જોઇ શકાય છે કે ગુજરાતમાં સેવા ક્ષેત્રનો વાર્ષિક વૃધ્ધિદર બીજા રાજયો કરતા વધુ છે તેમજ ભારતના વાર્ષિક વૃધ્ધિદરની સમાન છે. આ વૃધ્ધિદર ૨૦૦૦-૦૧ થી ૨૦૦૪-૦૫ના સમયગાળા દરમિયાન ૨ થી ૩ ટકા જેટલો ઘટેલો જોવા મળે છે.

સેવાક્ષેત્રના એક અંગ તરીકે બૅકિંગની ભૂમિકા :

ટેબલ નં -૩ : વ્યકિતગત લોન માટે બૅક ધિરાણનું પ્રમાણ

ક્રમ રાજય વ્યકિતગત લોન માટે બૅક ધિરાણનું પ્રમાણ રૂ. લાખમાં) વર્ષ ૨૦૦૫ CAGRમાં વ્યકિતગત લોન માટે બૅક ધિરાણનું પ્રમાણ (ટકામાં) વર્ષ ૨૦૦૧-૦૫
ગુજરાત ૨૯૭૩૫૨ ૧૪.૦૨
મધ્યપ્રદેશ ૩૧૦૮૬૧ ૨૦.૦૪
મહારાષ્ટ્ ૧૩૬૧૭૫૪ ૩૧.૯૮
રાજસ્થાન ૩૦૩૧૦૫ ૧૬.૩૫
ભારત ૮૬૬૧૦૬૯ ૨૨.૦૮

સંદર્ભ :Indian states at a glance 2006-07 gujarat

ટેબલ નં – ૩માં દર્શાવ્યા પ્રમાણે વ્યકિતગત લોન માટે બૅક ધિરાણનું પ્રમાણ ૨૦૦૫માં ગુજરાતમાં રૂ. ૨૯૭૩૫૨ લાખ હતું. જયારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર,રાજસ્થાનમાં આ પ્રમાણ થોડુક વધારે જોઇ શકાય છે. CAGRમાં વ્યકિતગત લોન માટે બૅક ધિરાણનું પ્રમાણ (ટકામાં) ૨૦૦૧-૦૫માં ગુજરાતનો ૧૪.૦૨ ટકા હતો જયારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં આ પ્રમાણ અનુક્રમે ૨૦.૦૪, ૩૧.૯૮, ૧૬.૩૫ ટકા અને સમગ્ર ભારતમાં ૨૨.૦૮ ટકા હતું. એક રીતે જોઇએ તો વ્યકિતગત લોનમાં ગુજરાત હજુ પાછળ છે.

ટેબલ નં -૪ : કુલ બૅક ધિરાણમાં વ્યકિતગત લોનનો હિસ્સો (ટકામાં)

ક્રમ રાજય ૨૦૦૧ ૨૦૦૫
ગુજરાત ૩૫.૭૨ ૪૧.૩૦
મધ્યપ્રદેશ ૩૨.૨૮ ૩૩.૩૦
મહારાષ્ટ્ર ૪૫.૭૧ ૬૩.૩૮
રાજસ્થાન ૩૫.૩૧ ૩૧.૬૪
ભારત ૩૬.૬૯ ૪૩.૩૪

સંદર્ભ :RBI 2006 Indian states at a glance 2006-07 gujarat

ઉપરોકાત ટેબલમાં કુલ બૅક ધિરાણમાં વ્યકિતગત લોનનો હિસ્સો ટકાવારી પ્રમાણમાં દર્શાવવામાં આવેલ છે. ગુજરાતમાં કુલ બૅક ધિરાણમાં વ્યકિતગત લોનનો હિસ્સો ૨૦૦૧માં ૩૫.૭૨ ટકા હતો તે વધીને ૨૦૦૫માં ૪૧.૩૦ ટકા થયો છે. મધ્યપ્રદેશ કુલ બૅક ધિરાણમાં વ્યકિતગત લોનનો હિસ્સો ૨૦૦૧માં ૩૨.૨૮ ટકાથી સહેજ વધીને ૨૦૦૫માં ૩૩.૩૦ ટકા, મહારાષ્ટ્રમાં આજ સમયગાળા દરમિયાન ૪૫.૭૧ ટકાથીવધીને ૬૩.૩૮ ટકા, રાજસ્થાનમાં ૩૫.૩૧ ટકાથી ઘટીને ૩૧.૬૪ ટકા થયુંછે. જયારે ભારતનો કુલ બૅક ધિરાણમાં વ્યકિતગત લોનનો હિસ્સો ૨૦૦૧માં ૩૬.૬૯ ટકા હતો તે ૨૦૦૫માં ૪૩.૩૪ ટકા જોવા મળ્યો હતો.

ટેબલમાં જોઇ શકાય છે કે કુલ બૅક ધિરાણમાં વ્યકિતગત લોનની બાબતમાં મહારાષ્ટ્ર પછી ગુજરાતની કામગીરી સારી જણાય છે પરંતુ સમગ્ર ભારતની તુલનામાં હજુ ઘણુ પાછળ છે. જયારે મધ્યપ્રદેશમાં કુલ બૅક ધિરાણમાંવ્યકિતગત લોનનું પ્રમાણ ઘણું ઓછું છે.

વ્યાપાર માટે આપવામાં આવેલ બૅક ધિરાણ :

વ્યાપારિક પ્રવૃતિઓ એ સેવા ક્ષેત્રનું મોટામાં મોટુ ઘટક છે. દેશને પ્રાપ્તથતી મોટા ભાગની આવક બજારના કદ પર આધારિત છે. કારણ કે,છૂટક અને જ્થ્થાબંધ વેપારને બૅક ધિરાણનો વૃધ્ધિદર અસર કરે છે.

ટેબલ નં -૫
વ્યાપાર માટે ચૂકવાયેલ બૅક ધિરાણનું પ્રમાણ

ક્રમ રાજય વ્યાપાર માટેના બૅક ધિરાણનું પ્રમાણ (રૂ. લાખમાં) વર્ષ : ૨૦૦૫ CAGRમાં વ્યાપાર માટેના બૅક ધિરાણનું પ્રમાણ (ટકામાં) વર્ષ: ૨૦૦૧-૦૫
ગુજરાત ૪૦૬૬૯ ૫.૩૧
મધ્યપ્રદેશ ૧૦૫૩૯૭ ૨૩.૭૭
મહારાષ્ટ્ર ૧૨૩૭૯૨ ૧૬.૨૯
રાજસ્થાન ૮૨૬૩૨ ૨૬.૭૮
ભારત ૧૫૮૧૮૧૩ ૧૫.૩૮

સંદર્ભ :RBI 2006 and Indian states at a glance 2006-07

ઉપરોકત ટેબલમાં વ્યાપાર માટે ચૂકવાયેલા બૅક ધિરાણનું પ્રમાણ વર્ષ ૨૦૦૫ ગુજરાતમાં ૪૦૬૬૯ લાખ રૂ. હતું. જે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, જેવા રાજયોની તુલનામાં ઘણું જ નીચું છે. CAGRમાં વ્યાપાર માટેના બૅક ધિરાણનું પ્રામાણ વર્ષ ૨૦૦૧ થી ૨૦૦૫ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં સરેરાશ ૫.૩૧ ટકા છે. જે ઘણું જ ઓછું કહેવાય. ગુજરાત રાજયે આ દિશામાંપહેલ કરવી રહી તો જ રાજયની ઊભરતી વ્યાપારિક પ્રવૃતિઓને પ્રોત્સાહન મળી રહેશે.

અહીં એક બાબત નોંધવી આવશ્યક છે કે ગુજરાતમાં કુલ બૅક ધિરાણમાં વ્યાપાર માટેના ધિરાણનું પ્રમાણ જે ૨૦૦૧માં ૬.૭૧ ટકા હતુ તે ૨૦૦૫માં ઘટીને ૫.૬૫ ટકા થયેલું જોવા મળ્યુ હતું. જયારે ભારતમાં સરેરાશ ૨૦૦૧માં ૮.૪૦ ટકા હતુ તે ૨૦૦૫માં ઘટીને ૭.૯૧ ટકા થયેલું જોવા મળ્યું હતુ. આમ, દેશ અને ગુજરાતમાં બૅકિગ ધિરાણ કામગીરીના વલણો એક જ દિશામાં ફેરફાર પામતા જોવા મળે છે.

Abbreviation :

GSDP – gross state domestic product.
CAGR – compound annual growth rate.
CSO – central statistical organization

સંદર્ભ::

(૧) ભારતીય આર્થિક નીતિ –ક્રિએટીવ પ્રકાશન.
(૨) ભારતીયઅર્થતંત્ર – પોપ્યુલર પ્રકાશન
(૩) Indian economy – pratiyogitadarpan
(4) state at a glance 2006-07 gujarat – perfoemance facts and figures
(5) www.indicus.com

*************************************************** 

પ્રા.રીપલ જે પટેલ (વ્યાખ્યાતાસહાયક)
અર્થશાસ્ત્ર વિભાગ,
સરકારી વિનિયન અને વાણિજય કોલેજ,
કડોલી, તા. હિમ્મતનગર, જિ.સા.કાં,

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us