સંસ્કૃત સાહિત્યમાં ઇતિહાસનું નિરૂપણ (મૌર્યકાલિન ભારતના સંદર્ભે)
આમુખ :
પ્રસ્તુત લેખમાં સંસ્કૃત સાહિત્યમાં ઇતિહાસનું નિરોપણ અંગેની ચર્ચાઓ કરવામાં આવી છે . પ્રામ્ભા માં ઈતિહાસ અને સાહિત્યના સહ સંબંધ ની ચર્ચાઓ છે અને ત્યારબાદ મૌર્યકાલીન ભારતમાં રાજ-મહારાજાઓ એ સંસ્કૃત સાહિત્ય ને પ્રોત્સાહન આપ્યું તેના વિષે છણાવટ છે . મૌર્યકાલીન ભારતમાં સર્જન પામેલ સંસ્કૃત વિદ્વાનો અને તેની કૃતિઓમાં ઇતિહાસના નિરુપાણની ઉડાનાપુર્વક ચર્ચાઓ કરી છે. મૌર્યકાલીન ભારતના સંસ્કૃત સાહિત્યમાં મૌર્ય સમાજ, અર્થ , ઉધોગ, વહીવટ , વ્યાપાર તથા અન્ય બુદ્ધ અને જૈન સાહિત્ય ની પણ ચર્ચાઓ કરાઈ છે. “ ઇતિહાસ માત્ર વાર્તા અને કથન “ કહેનારાઓ અને માનનારાઓએ આ વિધાન ભુલ ભરેલુ લાગવા લાગ્યું હશે કારણ કે ઇતિહાસની ક્ષિતિજો દિવસે- દિવસે વિસ્તરવા લાગી છે. ઇતિહાસ હવે એકલું-અટુંલું શાસ્ત્ર રહ્યું નથી. સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, નીતિશાસ્ત્ર, ભૂગોળ, અર્થશાસ્ત્ર, લિપિશાસ્ત્ર, સાહિત્ય વગેરે સહાયક શાસ્ત્રો સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. આ સહાયક શાસ્ત્રો થકી ઇતિહાસનું સંશોધન વધું આધારભૂત બની રહ્યું છે. ઇતિહાસના આધારભૂત સર્જનમાં સાહિત્યિક સાધનો ધણા ઉપયોગી નિવડ્યા છે. પ્રાચીન ભારતીય ઇતિહાસ લેખનમાં ગ્રીક સાહિત્ય, પાલી, અર્ધ-માઘગી અને સંસ્કૃત સાહિત્યનું પ્રદાન વિશિષ્ટ રહેલું છે.એમાંય વિશેષ ઉલ્લેખ કરીએ તો પ્રાચીન ભારતના ઇતિહાસ લેખનમાં સંસ્કૃત સાહિત્યનો ફાળો અમૂલ્ય રહ્યો છે. પ્રાચીન ભારતના ઇતિહાસ લેખનમાં દસ્તાવેજો, ગ્રંથો, વ્યાકરણો, નાટ્કો, અભિલેખો, તામ્રપત્રો વગેરે સંસ્કૃત ભાષામાં રચાયા હતા અને આ ઉપરાંત પાલી, અર્ધ-માઘગી, માઘગી વગેરે ભાષાઓના સાહિત્યને પણ ભૂલી ના શકીએ. ભારતીય સાંસ્કૃતિક વારસામાં મૌર્યકાલિન સામ્રાજ્ય અને તેની સંસ્કૃતિનો ફાળો ધણો અગત્યનો રહેલો છે. આ સામ્રાજ્યનો સમયગાળો ઇ.સ પૂ. ૩૨૧ થી ઇ.સ. પૂ ૧૮૫ સુધીનો છે. આ વંશમાં ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોક વગેરે અનેક યશસ્વી રાજવીઓ થઈ ગયા હતા. આ રાજવીઓ કલા અને સાહિત્યના પોશાક રાજવીઓ હતા.સંસ્કૃત, પાલી , માઘગી, અર્ધ-માઘગી વગેરે ભાષાઓ અને તેના સાહિત્યને રાજ્યશ્રાય આપીને સાહિત્યના ક્ષેત્રનો વિકાસ કર્યો હતો.મૌર્યકાલિન ભારતમાં સંસ્કૃત સાહિત્યની ક્ષિતિજોનો વિકાસ ખૂબ જ વિસ્તાર પામ્યો હતો.
સંસ્કૃત સાહિત્યમાં મૌર્યકાલીન ભારતના ઇતિહાસને જાણવા માટેની અનેક આધારભૂત સાહિત્યિક ગ્રંથોનું સર્જન થયું હતું.આ ગ્રંથો દ્રારા મૌર્યકાલીન ભારતની સામાજીક, આર્થીક,ધાર્મિક અને સાંસ્કૃતિક ઇતિહાસની જાણકારી વિગતે મળી આવે છે. આ સાહિત્ય દ્રારા મૌર્યકાલીન ઇતિહાસને જાણવા માટે અનેક આધારભૂત અને પ્રમાણભૂત સાહિત્યિક અને અવશેષિય સાધનોનું નિર્માણ થયુ હતું. જે દ્રારા મૌર્યકાલિન ભારતના ઇતિહાસનું આલેખન પ્રમાણભૂત અને વિશ્ર્વસનીય બન્યું હતું. આમ મૌર્યકાલીન ભારતના ઇતિહાસને નિરૂપણ કરતું સંસ્કૃત સાહિત્યને વિગતવાર સમજીએ. મૌર્યકાલિન ભારતના ઇતિહાસની જાણકારી અર્થશાસ્ત્ર માંથી મળી આવે છે.અર્થશાસ્ત્રના રચેતા ચાણક્ય હતા.જેને આપણે કૌટિલ્ય અને વિષ્ણુગુપ્ત વગેરે નામોથી ઓળખીએ છીએ. ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યનો મુખ્ય પ્રધાન હતો અને તે રચીત અર્થશાસ્ત્રમાં મૌર્યકાલિન સામ્રાજયની વહિવટી, સામાજીક, આર્થિક, રાજકિય વગેરે પાસાંઓની જાણકારી મળે છે. અર્થશાસ્ર ઇ.સ. ૧૯૦૯માં મળી આવ્યું હતું અને તેનો અનુવાદ ડો.શામ શાસ્ત્રીએ કર્યો હત.અર્થશાસ્ત્રના ૧૫ વિભાગો અને ૧૮૦ પ્રકરણોમાં વિભાજીત છે. તેમાં લગભગ ૬૦૦૦ શ્ર્લોકોનો સમાવેશ થયો છે. અર્થશાસ્ત્રને “Imperial code of government of the early mauryas“ તરીકે ઓળખવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં મુખ્યત્વે મૌર્યકાલિન ભારતીય સમાજની વ્યવસ્થા કેવી હતી. ? તેના વિશે નક્કર માહિતિ મળી આવે છે. આ ઉપરાંત વર્ણ વ્યવસ્થા,ગુલામોની સ્થિતિ,આઠ પ્રકારના લગ્નો, વિધવા વિવાહ, છૂટાછેડા,પ્રૌઢ લગ્નો, સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ જેમકે” સ્ત્રીઓનું જીવન મોટે ભાગે ઘરની દિવાલો વચ્ચે જ વ્યતિત થયું હતી વગેરે સામાજીક પાસાંઓના ઉલ્લેખો થયેલા છે. અર્થશાસ્ત્રમાં મૌર્યકાલિન વહિવટી તંત્ર વિશેના પણ ઉલ્લેખો થયા છે.આ સમયમાં વહિવટ તંત્ર સાથે સંકળાયેલા રાજા,અમાત્ય, મંત્રીમંડળ, યુધ્ધ-શાંતિ, ન્યાય, આચાર-વિચાર વિવિધ પદો અને વિભાગો વિશે પ્રકાશ પાડ્યો છે.આ ઉપરાંત રાજ્ય ચલાવા માટે રાજાની ભૂમિકા કેવી હોવી જોઇએ અને તેના લક્ષણો વગેરે વિશે માહિતિ આપવામાં આવી છે.અર્થશાસ્ત્રમાં વહિવટી તંત્રના વિવિધ ખાતાંઓ મંત્રી મંડળની રચના,રાજકુમારોને તાલીમ,ગુપ્તચર વિભાગ,લશ્કરીતંત્ર, જાસુસી તંત્ર, યુધ્ધ પધ્ધતિઓ, અન્ય પાડોશી રાજાઓ સાથેના સંબંધો વગેરેનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ થયા છે. મૌર્યકાલિન આર્થિક સ્થિતિ કેવી હતી ? તેનો વિસ્તારા પૂર્વક ચિતાર અર્થશાસ્ત્રમાં આપવામાં આવ્યો છે.કૌટિલ્યેએ મૌર્યકાલિન સામ્રાજ્યના વિવિધ કરો,જમીનના પ્રકારો, મહેસૂલી તંત્ર, આવક-જાવકના સાધનો, બંદરો પરના વેપારો, અધિકારીઓની ફરજો, નગર રચના, કિલ્લાઓ, કાયદાઓ વગેરે ઉલ્લેખો અર્થશાસ્ત્ર માંથી મળી આવે છે.આમ અર્થશાસ્ત્ર મૌર્યકાલિન ભારતને જાણવવા માટે નું “ પ્રાચીન ભારતીય સાહિત્યમાં એક અદ્રિતિય ગ્રંથ “ ગણાવી શકાય છે. આપણા ભારતીય બંધારણની રચના થઈ ત્યારે મૌર્યકાલિન વહિવટ તંત્રનો આધાર લઈને અમુક ખાતાઓની રચના કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં પુરાણો મહત્વ વિશેષ રહેલું છે. આ પુરાણોની સંખ્યા ૧૮ છે.આ ૧૮ પુરાણોમાં વિષ્ણુ પુરાણનો સમાવેશ થયો છે. આ વિષ્ણુ પુરાણમાં મૌર્યકાલિન ભારતનો ઉલ્લેખ મળી આવે છે. જેમાં મૌર્યકાલિન શાસન અને તેને લગતી છૂટી છવાઇ વિગતો તથા મૌર્યકાલિન રાજાઓની વંશાવળીઓમાં ૧૩ શાસકો વિશે માહિતિ મળી આવી છે. આમ વિષ્ણું પુરાણ પણ મૌર્યકાલિન ભારતની જાણકારી આપતું અગત્યનું સાહિત્યિક સ્ત્રોત છે. વિશાખદત રચિત ‘મુદ્રારાક્ષસ’ સંસ્કૃત નાટકોની હારમાળામાં આગવું સ્થાન ધરાવતું નાટક છે.આ નાટક મુખ્યત્વે મૌર્યકાલિન રાજકિય ખટપટને કેંદ્રમાં રાખતું નાટક છે. આ નાટકમાં ચંદ્રગુપ્ત મૌર્યના કુળ, તેના સામ્રાજ્યના પ્રાપ્તિની કથા, ગુપ્તચર વિભાગના વિવરણો વગેરેના ઉલ્લેખો આ નાટકમાં થયેલા છે. આ ઉપરાંત મૌર્યકાલિન તત્કાલિન સામાજિક,આર્થિક, રાજકિય અને ધાર્મિક સ્થિતિનો ઉલ્લેખો છે. સંસ્કૃત સાહિત્યની અન્ય કૃતિઓ સોમદેવ કૃત ‘ કથાસરિત- સાગર’ અને ક્ષેમેંદ્ર રચિત ‘ બૃહદ્દ કથા-મંજરી ‘ વગેરેમાં મૌર્યકાલિન ઇતિહાસને જાણકારીઆપતી છૂટી છવાઇ માહિતિઓનો ઉલ્લેખ છે. અભિલેખો ઐતિહાસિક જાણકારી આપતા પ્રથમ કક્ષાના પુરાતત્વીય સાધનો છે. જેમાં જે- તે સમયની ઐતિહાસિક, સમય , ભાષા, રાજ્ય વિસ્તાર, આર્થિક, મહેસૂલી વગેરે બાબતોની જાણકારી કોતરેલી હોય છે. મૌર્યકાલિન ભારતને જાણવા માટે રૂદ્રદામનનો ૧ લાનો શૈલલેખ નોંધપાત્ર છે. તે જૂનાગઢમાં આવેલો છે. આ શૈલલેખ ઉચ્ચ સંસ્કૃત ગધ શૈલીમાં લખાયેલો છે.આ શૈલલેખમાં ગીરીનગરીના તળાવના સમારકામ,નૈતિક મુલ્યો, ચંદ્રગુપ્તે પોતાનો રાજ્ય વિસ્તાર છેક સૌરાષ્ટ્ર સુધી વિસ્તારેલો હતો અને તેના પ્રજાલક્ષી કાર્યો વગેરે બાબતો કોતરી છે. આમ સંસ્કૃત ભાષામાં કોતરેલા અભિલેખો પણ મૌર્યકાલિન ભારતની વિશ્ર્વસનીય માહિતિ આપે છે. મૌર્યકાલિન ભારતની જાણકારી આપવામાં જૈન સાહિત્યનું પ્રદાન વિશેષ રહેલું છે. જૈન સાહિત્યની રચના સંસ્કૃત ભાષામાં થવા લાગી હતી.જૈન સાહિત્યમાં હેમચંદ્ર કૃત ‘ પરિશિષ્ટ પ્રર્યન’ રચનામાં ચંદ્ર્ગુપ્ત મોરના પોષકોના ગામના મુખીના પુત્રનું સંતાન બતાવ્યું છે. આ ઉપરાંત આ ગ્રંથમાં ચંદ્રગુપ્ત મૌર્યએ નંદ શાસકોને હરાવીને કંઇ રીતે રાજા બન્યો તેના ઉલ્લેખો થયેલા છે. તો બીજા જૈન સાહિત્યકાર ભદ્રબાહુ રચિત કૃતિ ’કલ્પસુત્ર’ માં પણ મૌર્ય યુગના ઉલ્લેખો મળી આવે છે. આમ ઇતિહાસ અને સાહિત્ય વચ્ચે ગાઢ સંબંધો રહેલા છે. સંસ્કૃત સાહિત્યની કૃતિઓ જે તે યુગની સામાજિક ,આર્થિક, વહિવટી,ધાર્મિક વગેરે બાબતોના ઉલ્લેખો દ્રારા ઇતિહાસ અને સાહિત્ય વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થાય છે.જો પ્રાચીન ભારતીય ઇતિહાસમાં સંસ્કૃત સાહિત્યની કૃતિઓની રચના ના થઈ હોય તો ઘણી બધી ઐતિહાસિક માહિતિઓથી અજાણ રહ્યા હોત અને પ્રાચીન ભારતનો સળંગ અને ક્રમબધ ઇતિહાસનું આલેખન મુશ્કેલ બન્યું હોત. સંદર્ભ સુચી : *************************************************** પ્રા.હસિનાં બાબરીયા |
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved. |
Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |