માનવવસ્તી, અને મહિલા વિકાસ
કોઇપણ દેશના સામાજિક અર્થતંત્રીય પર્યાવરણમાં વસ્તી અને ખાસ કરીને વસ્તીની ગીચતા બહુજ મહત્વનો ભાગ ભજવે છે. તેનાં પ્રત્યાઘાત કુદરતી પર્યાવરણ ઉપર પણ પડતાં હોય છે.વસ્તી વધારો ખોરાકની સમસ્યા ઉભી કરે છે. સદભાગ્યે કે સારા નસીબે ભારત દેશમાં ખોરાકનું ઉત્પાદન વસ્તી વધારાના વધવાના દરથી સારા એવા દરથી વધારે થાય એવી રીતે વ્યવસ્થા કરવામાં આવેલ છે. આના કારણે સૂકા વર્ષોના દિવસોમાં ખોરાકની સમસ્યા ઊભી થતી નથી.
ભારત દેશની મોટાભાગની વસ્તી ગરીબ છે. એટલે તેમની ગરીબી તેમજ ગરીબીનાં કારણે પર્યાવરણને નુકસાન થાય છે. તેમજ વસ્તી તેનો ભોગ બને છે.આમ પર્યાવરણના પરિમાણો અને વસ્તીના મુદ્દાઓ વિકાસની ગણતરીમાં મહત્વનાં છે. આર્થિક વિકાસને ટકાઉ વિકાસ તરીકે મૂલવી શકાતો નથી, એ વાતને આજે વ્યાપક માન્યતા મળી છે. વિકાસની સાથે બિનઆર્થિક એવી ઘણી પ્રક્રિયા આરંભાય છે.
આપણને બરાબર સમજાય છે કે આપણે સાધેલી આર્થિક પ્રગતિએ ભવિષ્યની આથીયે વધુ વિકાસ પૂરી પાડવાની ક્ષમતાનો ભોગ લીધો છે. અને તેનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે, માનવ કલ્યાણની માત્રામાં ઘટાડો થયો છે. પ્રદૂષિત પર્યાવરણના કારણે માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસરો ઊપજે છે અને અનેક પ્રકારનાં રોગો ફેલાય છે,જેથી ગત વર્ષોમાં ભારત સરકાર દ્વ્રારા આરોગ્ય સેવાઓ તેમજ માળખાકીય સુવિધાઓમાં મોટાપાયે વધારો કરવામાં આવ્યો હતો. આ સુધારા મુજબ વિવિધ સામાજિક સંસ્થાઓ પૈકી માનવજાત માટે કુટુંબ એ મુખ્ય પાયાની સંસ્થા છે. તે વિકાસ માટેનો મૂળ કે પાયાનું એકમ પણ છે. કુટુંબોની સ્થિતિ ઉપરથી તેમજ તેમનાં જીવનધોરણ ઉપરથી જે તે દેશની પ્રગતિને માપી શકાય છે.
આ માટેનું કારણ અમેરિકા સ્થિત સ્વૈચ્છિક ‘ સેવ ધ ચિલ્ડ્રન’ સંસ્થાએ વિશ્ર્વમાં માતાઓની સ્થિતિ અંગેનો અહેવાલ – 2007 માં બહાર પાડયો, તેમાં જણાવાયું છે, સગર્ભાવસ્થામાં તેમજ પ્રસૂતિ વેળા મૃત્યુ પામનાર માતાઓની યાદીમાં વિશ્ર્વભરમાં ભારતનું સ્થાન ટોપ પર છે. અહેવાલ અનુસાર ભારતમાં દર વર્ષ સૌથી વધુ 5,36,000 માતાઓ મૃત્યુ પામે છે.
આથી સરકાર દ્વ્રારા “ સુખી કુટુંબ એટલે સુખી રાષ્ટ્ર “ એ હમણાનું બહુ જ જાણીતુ નીતિવાક્ય અપનાવવામાં આવ્યુ છે. માટે લોકોના જીવનધોરણ અને પર્યાવરણની જાળવણીમા સુધારો લાવવા માટે આ બાબત જરુરી જણાતા તે માટે કુટુંબ નાનુ હોવું જોઇએ, આ માટે રાજ્ય સરકાર દ્વ્રારા કુટુંબ કલ્યાણ માટેના પ્રોગ્રામો અમલમા મુકવામા આવ્યા છે, જેમા ભારત સરકારની રાષ્ટ્રીય નીતિમા માતૃત્વ સ્વાસ્થ્ય અને સ્ત્રીઓના અધિકારો અને પોષણ જેવી બાબતોને સમાવી લેવામા આવી છે. જેથી સમાજમા અને સ્ત્રીઓમા વસ્તી અને પર્યાવરણ અંગેની જાગૃતિ આવે અને જાગૃતિ લાવવા ભારત સરકાર દ્વ્રારા મહિલા કલ્યાણના પ્રોગ્રામો અમલમા મૂકવામા આવ્યા. જેનાં દ્વ્રારા પર્યાવરણને બચાવી શકાય.
ભારતમાં મહિલા કલ્યાણ પ્રોગ્રામ::
માનવ સંસાધનમાં લગભગ 50% જેટલો હિસ્સો સ્ત્રીઓ કે મહિલાઓનો છે. એટલે,આ સંસાધનોને ફક્ત વ્યકિતગત રીતે જ વિકસાવવાની જ જરુર નથી પરંતુ રાષ્ટ્રના હિતમાં તેમના વિકાસને ઇષ્ટતમ બનાવવાનુ લાભકર્તા છે. મહિલાઓને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક બાબતો અંગેના અધિકારો આપવા માટે ભારત સરકારે નીચે મુજબના પગલા ભર્યા છે.
- મહિલાઓને તાલીમ સાથે જોડાયેલ રોજગારી પૂરી પાડવાના કાર્યક્રમ બાબતને ટેકો આપવાના પ્રોગ્રામ.
- શિક્ષણનાં સંક્ષિપ્ત અભ્યાસક્રમો અને વ્યવસાયી તાલીમ પ્રોગ્રામ.
- ગ્રામિણ મહિલાઓના વિકાસ અને અધિકાર સંબંધી યોજના.
- ઇન્દિરા મહિલા યોજના.
- બાલિકા સમૃદ્ધિ યોજના.
- રાષ્ટ્રીય મહિલા કોષ.
- 1999માં દહેજ મુકિત અભિયાનની શરુઆત.
- 1984 જન્મપૂર્વે લિંગની ચકાસણી કરવા પર પાબન્દી લગાડવામાં આવી છે.
- પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઇ છે.
- કેન્દ્ર સરકારનાં વિવિધ ખાતાઓ અને પ્રધાનો મહિલાઓ માટેની ઘટક યોજનાઓની ઓળખ મેળવે છે, અને વિવિધ કાર્યક્રમો માટેનાં જરુરી નાણાની જરુરિયાતને પહોંચી વળવા માટે નાણાકીય મદદ આપે છે.
ઉપરોક્ત સુવિધાઓને કારણે ભારતની મહિલાઓમાં જાગૃતિ આવી છે, જેને પરિણામે પર્યાવરણ બચાવવા અને દેશના વિકાસમાં તેમનું યોગદાન વધ્યું છે.
ભારતમાં મહિલા પ્રગતિ:-
યુવાન, ધનિક, સફળ અને વગદાર ભારતીય મહિલાઓનો આ અહેવાલ છે. હવે તેઓ માત્ર મદદનીશ નથી. તેમની પાસે સારું શિક્ષણ, સહજ કેરિયર, ગ્લેમર અને સ્વતંત્ર આવકની સાથે સંબંધિત બધી સુવિધાઓ છે. બધા જ અવરોધો દૂર કરવામાં આવ્યા છે. પહેલાં જે કાર્યોમાં તેઓ સંકોચ અનુભવતા હતા, આજે ત્યાં તેઓ પોતાની શ્રેષ્ઠ્તા પુરવાર કરી ચૂક્યા છે. પછી તે સામાજિક, આર્થિક ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર તેમની સફળતાઓ અન્યો માટે પ્રેરક છે.
વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા કુલ લોકોમાં મહિલાઓની ટકાવારી :-
ભારતીય કંપનીઓમાં સીઈઓ પદે 11% મહિલાઓ છે. ફોર્ચ્યુન 500 કંપનીઓની સરખામણીમાં તે બહુ છે. છેલ્લા એક દાયકામાં આઈઆઈટીમાં 8 %અને આઈઆઈએમમાં 13% થી વધુ મહિલાઓની ઉપસ્થિતિ રહી છે, સોફ્ટવેર કંપનીઓમાં આ આંકડો 38% છે, જે પશ્ર્ચિમી દેશોની સરેરાશથી વધુ છે. ચિકિત્સા ક્ષેત્રમાં 16 લાખથી વધુ મહિલાઓ છે, તેમાં 14 લાખ નર્સનો સમાવેશ થાય છે. સાયન્સ અને ટેકનોલોજીમાં પણ તેમનો ખાસ્સો આંકડો છે. અગ્નિ મિસાઇલ પ્રોજેક્ટની ટીમમાં 20 મહિલા વિજ્ઞાની છે. એટલે સ્પષ્ટ છે કે, ભવિષ્યના ભારતનું નિર્માણ કરવાની જવાબદારી આ મહિલાઓએ વ્યવસ્થિત રીતે સંભાળેલી છે.
- 10 વર્ષમાં આઇટીમાં 60% મહિલાઓની સંખ્યા વધી છે. સોફ્ટવેર ઉદ્યોગમાં કુલ 30% મહિલાઓ છે, જેનો પગાર પુરુષ સાથીઓ કરતાં વધુ છે.
- બિઝનેસમાં 35%ની વૃધ્ધિ થઇ છે, ભારતની કંપનીઓમાં, જેના વડા મહિલાઓ અને મહિલા ડાયરેકટરો છે તેમની સખ્યાં ઇટલી અને જાપાનથી વધુ છે.
- ભારતીય કંપનીઓમા ટોચના પદ પર 14% મહિલાઓ છે જે ગયા વર્ષે 9% હ્તી. જો કે વિશ્ર્વમાં 21% છે. એવીએશનમાં 12% મહિલા પાઇલટ છે,જે કુલ પાઇલટમાં ગ્લોબલ એવરેજની બમણી સંખ્યા છે.ડિફેંસમાં 8%મહિલા ઓફિસર છે,જેમાંથી ત્રણ આર્મ્ડ ફોર્સીસમાં છે. વર્તમાનમાં 59% મહિલા સાંસદ લોકસભામાં છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે.
- સાયન્સ અને ટેકનોલોજીમાં 20% મહિલા વિજ્ઞાનીઓ તરીકે કામ કરી રહી છે, અગ્નિ મિસાઈલ પ્રોજેક્ટ પર 41% મહિલાઓને સીએસઆઈઆર તરફથી સંશોધન માટે ગ્રાન્ટ મળી, જ્યારે પુરુષોને 37% ગ્રાન્ટ મળી હતી.
- શિક્ષણમાં – 19% મહિલાઓ આઈઆઈએમમાં છે જે ગયા સત્રમાં 6% હતી. જ્યારે હાર્વર્ડ બિઝનેસ સ્કુલમાં 37% છે. જે એક વર્ષ દરમિયાન 11% વધી છે આઈઆઈટીમાં, હાયર એજ્યુકેશનમાં 10 વર્ષ દરમિયાન મહિલાઓની સંખ્યા 70%વધી છે.
- સેકન્ડરી એજ્યુકેશન મેળવનારી મહિલાઓ 18% રિટર્ન કમાય છે, જ્યારે પુરુષો માત્ર 14% કમાઈ શકે છે. વ્યાવસાયિક શિક્ષણ ધરાવતી મહિલાઓ વિશ્ર્વમાં સૌથી વધુ છે. 60% ગ્રામિણ મહિલાઓ કૃષિ ક્ષેત્રમાં કાર્યરત છે. આ ક્ષેત્રનું દેશના જીડીપીમાં 18% યોગદાન છે. બીપીઓમાં 50%, ગૃહ ઉધોગમાં 51%, ડેરી ઉત્પાદનમાં 90%, ઉત્પાદનક્ષેત્રે 20%, સર્વિસ સેક્ટરમાં 30% છે.
નોકરીઓમાં આગળ::
- દેશમાં નોકરી કરતી મહિલાઓની ટકાવારીમાં 20% નો વધારો થયો છે, જ્યારે અમેરિકામાં તેમાં ધટાડો થયો છે.
- દેશમાં 28% મહિલાઓ ઈન્ટરનેટ ર્યુઝર્સ છે.મુંબઈમાં સૌથી વધુ મહિલાઓ ઓનલાઈન સર્ફિગ કરે છે.
- ભારતમાં 1982 પછી મહિલાઓએ પુરુષ સાથીઓની સરખામણીમાં 60% વધુ જળ પરિયોજનાઓ શરૂ કરી.
- દેશની સોફ્ટ્વેર કંપનીઓમાં એક તૃતિયાંશ મહિલાઓ છે તે પશ્ચિમિ દેશોનાં સરેરાશ કરતાં ઘણી વધારે છે.
- દેશમાં ભણેલી-ગણેલી મહિલાઓની ટકાવારી 2001 માં 53% હતી જે 2011 માં વધીને 65% થઈ છે. 10 વર્ષમાં શહેરોમાં નોકરી કરતી મહિલાઓની સરેરાશ આવક બમણી થઈ ગઈ છે.
સ્ત્રોત:
- આયોજન પંચનો અહેવાલ યુનેસેફ રિપોર્ટ યુજીસી, સીઆઈએ રાષ્ટ્રીય લોકસહકાર અને બાળવિકાસ સંસ્થાનનો અહેવાલ
***************************************************
ડોડિયા દિલીપ ઉદેસંગભાઇ.
સરકરી કોર્મસ કોલેજ,
સૅક્ટર- ૧૫, ગાંધીનગર.
CELL NO. 96387 14999
|