logo

વૈશ્વ‍િક અર્થતંત્રમાં ભારતનું સ્‍થાન

ભારતે છેલ્લા દાયકામાં વૈશ્વ‍િક સ્‍થાન પ્રાપ્‍ત કર્યુ છે. ભારતીય અર્થવ્‍યવસ્‍થા 80ના દાયકાના પ્રારંભિક તબક્કામાં નીચા વિકાસદરની ચુંગલમાંથી મુક્ત થઇ હતી. જે 90ના દશકામાં મધ્‍ય સુધી અને 1991ના આર્થિક સુધારાના પરિણામે ભારતે વૈશ્વ‍િક અર્થવ્‍યવસ્‍થામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા દેશના રુપમાં પોતાની ઓળખ ઉભી કરી. ત્‍યાર પછી 90ના દશકાના અંતમાં પૂર્વ એશિયા સંકટના પરિણામ સ્‍વરુપે અને 21મી સદીના પહેલા દશકાના પ્રારંભિક વર્ષોમાં પાછળ વળીને જોયુ નથી. ભારતની નિકાસ વધવામાંડી જેના લીધે તેનો વિદેશી હુંડીયામણ ભંડોળ જે કેટલાક દશકાથી 5 બિલિયન ડોલરની આસપાસ હતુ. જેમાં આર્થિક સુધારાઓ પછી વધારો થઇને એક દશકાથી ઓછા સમયમાં તે વધીને 300 બિલિયન ડોલર થઇ ગયુ. ભારતીય ઉદ્યોગપતિ કે જેમણે કોઇ બહાર જવાનું જોખમ ઉઠાવતા નહી તે આજે સંપૂર્ણ વિશ્વમાં અને તેમાં ઔદ્યોગિક દેશોમાં પણ મૂડી રોકાણ કરવા લાગ્‍યા છે. એટલા માટે G-20 ની સમિતિમાં ભારત મહત્ત્વનું સભ્‍ય હતુ.

ભારતની આર્થિક સ્‍િથતિમાં સુધારો થયો છે. પરંતુ હજુ પણ તે G-20 માં પછાત રાષ્‍ટ્ર છે. ભારત વિશ્વમાં ચોથી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થાના રુપમાં ઉભરી રહ્યુ છે. અને પ્રતિ વ્‍યક્તિ આવકમાં વધારો થયો છે. છતાં અન્‍ય વિકસિત દેશો કરતાં ઘણી ઓછી છે. તેનું સમાધાન કરવાની મોટી મુશ્કેલી છે. તેમ છતાં ભારત પાસે ઘરેલું અને વિદેશી એમ બંને પ્રકારના એવા સ્‍ત્રોતો છે જેનાથી ભવિષ્‍યમાં વિકાસની સારી સંભાવના છે.

ભારત વિશ્વની કુલ વસ્‍તીના 17 % વસ્‍તી ધરાવે છે. જો કે છેલ્‍લા કેટલાક દશકામાં વસ્‍તી વૃધ્‍િધદરમાં ઘટાડો જોવા મળે છે. પરંતુ 2001-11 ના સમયમાં ભારતમાં 181 લાખ (17.64 %) વસ્‍તીનો વધારો થયો છે. ભારતની આજે એવી સ્‍િથતિ છે જેમાં આશ્રિત (Depended) વસ્‍તીનો દર વર્ષ 2001 માં 74.8 % થી ઘટીને 2026 માં કાર્યશીલ ઉંમરવાળી વ્‍યકિતની સંખ્‍યામાં વૃધ્‍િધ થઇને 55.6 % થઇ જશે. શ્રમ ઉત્‍પાદનનું મહત્‍વ સાધન હોવાથી પર્યાપ્‍ત માત્રામાં માનવમૂડીનું નિર્માણ થવુ આવશ્યક છે. જો કે ભારતની વસ્‍તીમાં મોટા ભાગનો વધારો પછાત રાજ્યોમાં જોવા મળે છે. માનવમૂડીના સંબંધમાં ભારતના HDIમાં સુધારો થયો છે. HDIમાં આર્થિક વિકાસ માટે ત્રણ નિર્દેશકો સાક્ષરતા, સરેરાશ આયુષ્‍ય અને જીવનધોરણનો અભ્‍યાસ કરવામાં આવે છે. જેમાં 1990માં 0.344 આંકમાંથી 2011માં 0.547 આંકમાં પ્રગતિ થઇ છે. જો કે અન્‍ય વિકસીત અને વિકસતા દેશોનું તુલનામાં આ પ્રગતિ ઘણી ઓછી છે.

વૈશ્વ‍િકરણની પ્રક્રીયાના પરિણામે નિકાસ આયાતમાં વૃધ્‍િધ થઇ છે. જે 2010માં સમગ્ર રુપે પ્રતિ વર્ષે 27.9 % વૃધ્‍િધ થઇ છે. કેટલામ દેશો આર્થિક વિકાસ માટે નિકાસ પર વધારે આધાર રાખે છે. જેમ કે પૂર્વ એશિયાઇ દેશોએ આર્થિક વિકાસ માટે નિકાસયૂક્ત, રોકાણયૂક્ત નિતિઓ અપનાવી છે. જયાં સુધી ભારતના વિકાસમાં નિકાસની વાત છે ત્‍યાં સુધી વિકસીત અર્થવ્‍યવસ્‍થામાં 2008 પછીની આર્થિક મંદીથી તેમની આયાતની માંગમાં ઘટાડો થયો છે. બીજી બાજુ ઉર્જા ખર્ચ વધવાથી અને જળવાયુ પરિવર્તનના સંદર્ભમાં નિકાસની ચીંતા વધતી જાય છે.

GDPના સંદર્ભમાં નિકાસ દર 1990માં 7.2 % થી વધીને 2010માં 21.5 % થઇ ગયો છે. છતાંપણ વિશ્વ નિકાસમાં ભારતનો ફાળો માત્ર 1.5 % છે. ભારતના નિકાસ માલ અને સેવાઓની વચ્‍ચે સમાનરુપે સંતુલન છે. તે ઉપરાંત નિકાસની દિશામાં પરિવર્તનથી એ જાણી શકાય છે કે ભારત નિકાસ માટે પારંપરિક બજારોથી ભીન્‍ન બજારોમાં વૈવિધ્‍યકરણ કરી રહ્યુ છે. ભારત માટે નિકાસના મહત્‍વના દેશોમાં વિકાસશીલ અર્થવ્‍યવસ્‍થામાં નિકાસ વધવાની શક્યતા છે. જેમાં એશિયા, આફ્રિકા અને કેટલાક અંશે લેટીન અમેરીકાના દેશો ઉપરાત પરીપક્વ બજાર મહત્‍વપૂર્ણ થઇ શકે છે.

ભારત ચીન, દક્ષ‍િણઆફ્રિકા, રશ‍િયાની તુલનામાં GDPની અપેક્ષાએ ઓછી ઉર્જા ઉત્‍પાદન કરે છે. ભારતમાં આયાતી ઉર્જા સ્‍ત્રોત પર નિર્ભરતા સમગ્ર ઉર્જા ઉપયોગની દ્રષ્‍િટએ 25.7 % જેટલી છે. ઉપયોગ કરવામાં આવતા કુલ કાચા તેલની લગભગ 80 % આયાત કરવામાં આવે છે. જ્યારે બીજીબાજુ કોલસાનું ઉત્‍પાદન સંપૂર્ણ દેશમાં થાય છે. છતાં કોલસાના સંબંધમાં ઘરેલુ માંગ પૂર્ણ કરવા અમુક પ્રમાણમાં આયાત કરવામાં આવે છે. જો કે ભારતમાં વાણ‍િજ્ય માટે ઉર્જા સ્‍ત્રોતની અછત વર્તાય છે. આંતરરાષ્‍ટ્રીય બજારમાં તેલની કિંમતમાં વધારો થવાથી ભારતની ચાલુ ખાતાની ખાદમાં મોટો પ્રભાવ પડે છે. આંતરરાષ્‍ટ્રીય કિંમતમાં ફેરફાર થવાથી આયાત બીલમાં વધારો થાય છે. તેનો બોજો ઉપભોક્તા પર પડે છે અથવા સબસીડીમાં વધારો થાય છે. જેનાથી રાજકોષીય સ્‍િથતિ પ્રભાવિત થાય છે. તે ઉપરાંત તેલ ઉત્‍પાદક અર્થવ્‍યવસ્‍થામાં વધતા રાજકીય તનાવથી ભારતની ઉર્જા સુરક્ષા એ અતિ સંવેદનશીલ મુદ્દો છે.

ભારતના સંદર્ભમાં ખાદ્ય સુરક્ષાનો અર્થ અપેક્ષિત પોષણ તત્‍વો, ન્‍યુનત્તમ કેલેરી અને પ્રોટીન તત્‍વોની પૂર્તિ છે. આવક વધવાની સાથે ભારતમાં ખાદ્ય વસ્‍તુઓની માંગ વધવાની સંભાવના છે. ભારતમાં ખાદ્ય વસ્‍તુઓના ઉત્‍પાદનમાં ઘટાડો થવાથી આંતરરાષ્‍ટ્રીય બજારમાં કિંમતો વધવાથી મોટો પ્રભાવ પડે છે. જો કે ભારત મોટાભાગની ખાદ્ય ઉત્‍પાદનની આયાત કરતુ નથી. પરંતુ વૈશ્વ‍િક બજાર પર તેનો મોટો પ્રભાવ પડે છે.

વિકાસની ન્‍યુનત્તમ અવસ્‍થા અને ઘણા કાર્યકારણથી અલગ થવાની જરુર છે તો જ અમુક વાસ્‍તવીક હકીકતો જાણી શકાય છે. ભારતમાં GDPના સંદર્ભમાં સામાન્‍ય સરકારી ખર્ચ ઘણી બજાર અર્થવ્‍યવસ્‍થાઓથી ઘણો ઓછો છે. તેનાથી મહત્‍વપૂર્ણ બાબત એ છે કે સામાન્‍ય સરકારી આવક GDPના 17.6 % ઉભરતા અર્થતંત્ર માટે ન્‍યુનત્તમ ઘણવામાં આવે છે. અને તે વૈશ્વ‍િક અર્થવ્‍યવસ્‍થાની તુલનામાં ઘણી ઓછી છે. રાજકોષીય સ્‍િથરતાની આવશ્યકતા હોવા છતાં પ્રાથમિકતા સંશાધન પ્રાપ્ત કરવાની હોવી જોઇએ. વિકસીત અર્થવ્‍યવસ્‍થાના હાલના ઘટનાક્રમોથી એ બોધ પ્રાપ્ત થાય છે કે મહેસુલી આવક જાળવી રાખવી અને સરકારી નાણાકીય સાધનોનું પ્રમાણ જાળવી રાખવુ કેટલુ મહત્‍વપૂર્ણ છે.

મોટાભાગના વિકસીત દેશો કે જે ટેકનોલોજીની દ્રષ્‍િટએ વિકસીત છે તે આજે જુના સમાજ બની ગયા છે. તેમને વિદેશમાં રોકાણ કરી નિયમિત આવક પર નિર્ભર રહેવાની આવશ્યકતા છે. જો કે ભારતના સંદર્ભમાં સ્‍થાયી મૂડીરોકાણની આવશ્યકતા પર વધારે ભાર મુકવામાં આવે છે. ભારતને વધારે વાસ્‍તવિક મૂડીરોકાણ અને પુરવઠાની શ્રૃખલામાં ‍વવિધતાના ઉદ્દેશ માટે મિત્ર દેશો પાસેથી ઉત્‍પાદન સુવીધાઓમાં મૂડી રોકાણ કરવા માટે વિકસીત અર્થવ્‍યવસ્‍થાઓ સાથે યોગ્‍ય સંબંધની આવશ્યકતા છે.

ભારત આજે સંકટપૂર્ણ દશકમાંથી પસાર થઇ રહ્યુ છે. જેમાં મુખ્‍યત્ત્વે વિશાળ ઘરેલુ બજાર તથા સુદ્રઢ GDP રોકાણદર અને વસ્‍તીનું મોટુ પ્રમાણ જો કે આ બધાથી વિશેષ લાભ પ્રાપ્‍ત કરવાની આવશ્યકતા છે. નિઃસંદેહ ભારતે પોતાની આંતરિક સમસ્‍યાઓ જેવી કે ગરીબી, સામાજીક અને ભૌતિક રચનાત્‍મક વિકાસની સમસ્‍યા ઓછી કરવાની જરુર છે. ભારતનો આકાર અને વૈશ્વ‍િક અર્થવ્‍યવસ્‍થામાં તેનું સ્‍થાન જોતાં ભારતે વૈશ્વ‍િક સ્‍તર પર સક્રીય ભૂમિકા ન માત્ર એ વાદવિવાદમાં કે જે નિરંતર ચાલી રહેલા સંકટોને દુર કરવામાં તેમજ તેનુ ભવિષ્‍યમાં પુનરાવર્તન થાય તો કેવી રીતે રોકી શકાય. તેમજ વૈશ્વ‍િક અર્થવ્‍યવસ્‍થા માટે વ્‍યાપાર, મૂડીપ્રવાહ, નાણાવિનિમય, જળવાયુ પરિવર્તન અને વૈશ્વ‍િક નાણાકીય સંકટ જેવા મુદ્દાઓ પર ધ્‍યાન આપવાની જરુરીયાત છે.

*************************************************** 

પ્રજાપતિ સંજય એમ

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us