ભારતનાં વિકાસમાં ગુજરાતનું મહત્વ (આર્થિક દ્રષ્ટિએ)
પ્રસ્તાવના:
આજે જ્યારે સમગ્ર વિશ્વનું અર્થકરણ મંદીના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતની વિકાસ કુચને વધુ વેગવંતી બનાવવા માટે સરકારે દરેક લોકો અને ક્ષેત્રનો ઝડપી વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. ગયા વર્ષે ગુજરાતનો વિકાસ દર 10% રહેલો. જે રાષ્ટ્રીય સ્તરના વિકાસ કરતા ઘણો વધુ હતો અને કૃષિક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે 3.3% નો વિકાસ દર જોવા મળ્યો હતો. જ્યારે ગુજરાતમાં 10.8% નો દર જોવા મળેલ છે. આમ ગુજરાત રાજ્યમાં મહત્વના ક્ષેત્રોમાં થયેલ વિકાસની વિગતો નીચે પ્રમાણે છે.
(અ) ખેતીક્ષેત્રે :
ગુજરાતમાં ખેતીક્ષેત્રનું પણ મહત્વ જોવા મળે છે. નાના, સીમાંત અને મોટા ખેતજમીન વિસ્તારો છે. ખેડૂતોની આર્થિક અને સામાજિક સ્તરમાં સુધારો થતો જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં જમીનની વપરાશ આ પ્રમાણે જોવા મળે છે. જે નીચેના કોઠા દ્વારા તપાસીએ.
ગુજરાત રાજ્યમાં જમીનની વપરાશ (2004)
ક્રમ |
વિગત |
લાખ/હેક્ટર |
ટકામાં |
1 |
ચોખ્ખો વાવેતર વિસ્તાર |
97.95 |
52.07 |
2 |
જંગલ વિસ્તાર |
18.54 |
9.85 |
3 |
બિનખેતીલાયક જમીન વિસ્તાર |
37.52 |
19.94 |
4 |
ખેડવાલાયક જમીન વિસ્તાર |
19.77 |
10.51 |
5 |
કાયમી ગોચર વિસ્તાર |
8.50 |
4.52 |
6 |
અન્ય પડતર વિસ્તાર |
- |
3.11 |
સ્ત્રોત : Government of Gujarat (2001), Gujarat (2010)
ગુજરાતમાં ચોખ્ખો વાવેતરનો વિસ્તાર 52.07% હતો. જ્યારે બિન ખેતીલાયક જમીન વિસ્તાર 19.94% હતો. આમ છતાં ગુજરાતમાં મુખ્ય પાકોનું ઉત્પાદન આ પ્રમાણે છે
ગુજરાતમાં મુખ્ય પાકોનું ઉત્પાદન (000 ટન)
ક્રમ |
પાક |
2001-02 |
2007-08 |
1 |
ચોખા |
698 |
1390 |
2 |
ઘઉં |
1037 |
3000 |
3 |
જુવાર |
210 |
103 |
4 |
બાજરી |
1509 |
1019 |
5 |
કુલ અનાજ |
4832 |
6497 |
6 |
કપાસ |
1685 |
8787 |
7 |
મગફળી |
2617 |
1435 |
8 |
કુલ તેલીબીયાં |
3747 |
2587 |
ઉપરનાં કોષ્ટક પરથી જોવા મળે છે કે ગુજરાત રાજ્યમાં કુલ અનાજ ઘઉં, ચોખા વગેરેમાં વધારો અને જુવાર, બાજરી જેવા હલકા ધાન્યમાં ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે કુલ તેલેબીયાં અને મગફળીમાં ઘટાડો અને કપાસમાં વધારો જોવા મળે છે.
સમગ્ર ભારતમાં વિવિધ પાકોની ઉત્પાદકતાનાં ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય મહત્વનું સ્થાન ધરાવે છે. ડુંગળી, બટાકા, સીસમ તથા એરંડા જેવા પાકોની ઉત્પાદકતામાં ગુજરાત રાજ્ય સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે. જ્યારે મગફળી, સરસવ, કપાસ,. ઈસબગુલ, તમાકુ તથા ચીકુ જેવા પાકોની ઉત્પાદતામાં ગુજરાત ભારતમાં બીજા ક્રમે આવે છે.
આમ, મુખ્યત્વે કૃષિ આધારિત ભારત જેવા દેશમાં કૃષિક્ષેત્ર ગુજરાત રાજ્યમાં એક જાતની ક્રાંતિ ઉભી કરેલ છે. અનાજનું ઉત્પાદન અગાઉના વર્ષના 56.05 લાખ ટનની સામે 2010-11 નાં વર્ષમાં 100.71 લાખ ટન અંદાજવામાં આવ્યું છે. જે અગાઉનાં વર્ષ કરતાં 79.65% નો વધારો દર્શાવે છે. કપાસનું ઉત્પાદન 2009-10ના વર્ષ દરમિયાન (170 કિ.ગ્રામની એક એવી) 74.10 લાખ ગાંસડી સામે 2010-11ના વર્ષ દરમિયાન 98.25 લાખ ગાંસડી અંદાજવામાં આવેલ છે. જે અગાઉના વર્ષ કરતાં 32.75 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2010-11 દરમ્યાન કુલ તેલીબિયાનું ઉત્પાદન 51.42 લાખ ટન અંદાજવામાં આવ્યું છે. જે વર્ષ 2009-10 ના કુલ તેલીબીયાનો ઉત્પાદન (30.10 લાખ ટન) કરતાં 70.83 ટકાનો વધારો થયેલ જોવા મળે છે.
(1) બાગાયત :
ગુજરાતમાં ઉગાડવામાં આવતા મુખ્ય શાકભાજીમાં ડુંગળી, બટાકા, રીંગણ, ટામેટા, ભીંડા અને વેલાવાળા શાકભાજીનો સમાવેશ થાય છે. રાજ્ય, જીરૂ, વરીયાળી અને લસણ જેવા મસાલા પાકોનું મુખ્યત્વે ઉત્પાદન કરે છે. વર્ષ 2010-11 દરમ્યાન રાજ્યમાં ફળોનું ઉત્પાદન 74.73 લાખ ટન, શાકભાજીનું ઉત્પાદન 93.80 લાખ ટન થયેલ હતું, જે વર્ષ 2009-10 દરમ્યાન અમુક્રમે 69.85 લાખ ટન થયેલ હતું. વર્ષ 2011-12 દરમ્યાન ફળોનું ઉત્પાદન 80.88 લાખ ટન શાકભાજીનું ઉત્પાદન 78.74 લાખ ટન મસાલાનું ઉત્પાદન 10.52 લાખ ટન અને ફુલોનું ઉત્પાદન 1.50 લાખ ટન અંદાજવામાં આવેલ છે.
પપૈયા, ચીકુ, ડુંગળી અને લીંબુ જેવા મુખ્ય ફળ અને શાકભાજીના પાકના ઉત્પાદનમાં દેશમાં રાજ્યનો ફાળો 14 થી 20 ટકાનો છે. રાજ્ય દેશમાં ડુંગળી, બટાકા, કેળા, ટામેટા, દાડમ, જામફળ, લીંબુ અને પપૈયા જેવા ફળો અને શાકભાજીના પાકોની ઉત્પાદકતામાં મોખરાનું સ્થાન (1 થી 4 ક્રમાંક) ધરાવે છે.
(2) પશુપાલન :
વર્ષ 2007ની પશુધન ગણતરીનાં પરિણામો મુખ્ય રાજ્યમાં 237.94 લાખનું પશુધન હતું. ઈન્ટીગ્રેટેડ સેમ્પલ સર્વેના મુખ્ય પશુધન પેદાશોની મોજણીનાં અંદાજો મુજબ વર્ષ 2010-11માં રાજ્યમાં દૂધનું ઉત્પાદન વર્ષ 2009-10 દરમ્યાન 88.43 લાખ ટનથી વધીને વર્ષ 2010-11 દરમ્યાન 93.21 લાખ ટન થયેલ હતું.
ગુજરાત સરકારે રાજ્યભરમાં પશુ હોસ્ટેલો બાંધવાનું નક્કી કરેલ છે. જેમાં ગામને સ્વચ્છ રાખવા ઉપરાંત મોટા પાયે ગોબરગેસનું ઉત્પાદન માટે પશુઓને એક જગ્યાએ રાખવામાં આવશે, સાબરકાંઠા જિલ્લાના આકોડા ગામમાં ભારતની સૌપ્રથમ પશુ હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રનાં પશુ ઉછેરનાં ઇતિહાસમાં આ એક ક્રાંતિકારી પગલું છે.
(3) મત્સ્યોદ્યોગ :
વર્ષ 2010-11 દરમ્યાન ગુજરાત રાજ્યમાં એકંદરે રૂ. 4157.05 કરોડની કિંમતનું 7.75 લાખ ટન મત્સ્ય ઉત્પાદન અંદાજવામાં આવ્યું હતું. રાજ્યના કુલ મત્સ્ય ઉત્પાદનમાં દરિયાઈ મત્સ્ય ઉત્પાદનનો ફાળો 88.91% જેટલો હતો. વર્ષ 2010-11 દરમ્યાન 198297 ટન મત્સ્ય અને મત્સ્ય પેદાશોની વિદેશોમાં નિકાસ થકી રૂ, 2156.20 કરોડનું વિદેશી હુંડિયામણ મળેલ હતું.
(બ) ઉદ્યોગ ક્ષેત્ર :
ભારતમાં ગુજરાત રાજ્ય એક ખૂબ જ ઔદ્યોગિકકરણ થયેલ રાજ્ય છે. ખૂબ ઈન્વેસ્ટર ફેન્ડલી રાજ્ય તરીકેની તેની ઓળખાણ સાથે રાજ્ય વિપુલ માત્રામાં રોકાણને આકર્ષવામાં અગ્રગણ્ય રાજ્ય તરીકે જાણીતું છે. તેમજ ભારતમાં અગત્યનું રોકાણ આકર્ષણનું કેન્દ્રસ્થાન તરીકે ઉદભવેલ છે. નવેમ્બર 2007નાં અંતે ગુજરાતનાં સ્પેશિયલ ઈકોનોમિક્સ ઝોન (SEZ) બોર્ડ ઑફ એપ્રુવલ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દિલ્લી દ્વારા મંજૂર થયેલ છે. વિકાસકારો દ્વારા કુલ રોકાણ રૂ. 2,44,855 કરોડ થવા જાય છે. ગુજરાત ઉદ્યોગોની બાબતમાં અગ્રેસર છે અને દેશના કારખાના ક્ષેત્રે ઉત્પાદન દ્વારા ઉમેરાયેલ મૂલ્યના હિસ્સાને ધ્યાનમાં લેતા ભારતના રાજ્યોમાં ગુજરાત બીજા નંબરે આવે છે.
ગુજરાતનું અર્થતંત્ર અને ઉદ્યોગો
ગુજરાતનો કુલ વિસ્તાર (ચો.કિ.મી.) |
1,96,024 |
જિલ્લાઓ (આંકડામાં) |
26 |
કાર્યશીલ કારખાના/ ઉદ્યોગો |
19,565 |
કાર્યશીલ રોજગાર ઉમેદવારો |
8,61,795 |
કુલ ઉત્પાદન (રૂ. કરોડમાં) |
84808 |
ઔદ્યોગિક વિકાસ નિગમ |
206 |
સ્ત્રોત : Government of Gujarat (2001), Gujarat (2010)
ગુજરાત રાજ્યમાં ચાલુ ઉદ્યોગોની સંખ્યા
વર્ષ |
ચાલુ ઉદ્યોગોની સંખ્યા |
રોજગારી મેળવેલ કામદારોની દૈનિક સંખ્યા |
1960 |
3659 |
3,29694 |
1980 |
10,674 |
635684 |
1990 |
14,513 |
747569 |
2000 |
20,424 |
866720 |
2006 |
22,480 |
1038134 |
1960ની સરખામણીમાં ચાલુ ઉદ્યોગોની સંખ્યા 2006 સુધીમાં ઘણી બધી વધેલી જોવા મળે છે. તેમાં કામ કરતા કામદારોની સંખ્યામાં પણ 1960માં 329694ની સરખામણીમાં 2006માં 10,38134 સંખ્યા વધેલી જોવા મળે છે. જે ઔદ્યોગિકક્ષેત્રે તરફ ગતિ દર્શાવે છે.
રાષ્ટ્રનાં વિકાસમાં ગુજરાતનું પ્રદાન
ઉદ્યોગો દ્વારા થતા ઉત્પાદનનો દર |
11.00% |
ઉદ્યોગો દ્વારા મેળવાતી રોજગારીનો દર |
8.5% |
કુલ ઔદ્યોગિક એકમો |
9.7% |
રાષ્ટ્રનું મૂડીરોકાણ |
19.44% |
રાજ્યનો કુલ સફળતાનો દર |
5.5% |
સ્ત્રોત : Government of Gujarat (2001), Gujarat (2010)
ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ઉદારનીતિ હેઠળ ગુજરાત અસરકારક ઔદ્યોગિક વિકાસનું સાક્ષી રહ્યું છે. રાજ્યે જાન્યુઆરી 1983 થી શરૂ કરીને સપ્ટેમ્બર 2011 સુધીમાં ઉદ્યોગ સાહસિકો પાસેથી રૂ. 1025510 કરોડના સંભવિત રોકાણ સાથેના 13231 ઉદ્યોગ સ્થાપવાના આવેદનપત્રો (IEM) પ્રાપ્ત કરેલ છે. રાજ્યને સપ્ટેમ્બર 2011 સુધીમાં રૂ. 63758 કરોડનું સંભવિત મૂડીરોકાણ ધરાવતા 1415 ઈરાદાપત્રો (Letters of Intents) અને રૂ. 7966 કરોડનું મૂડીરોકાણ ધરાવતા 100 ટકા વિકાસલક્ષી એકમો સ્થાપવા માટે 1577 પરવાનગી પત્રો (Letters of Permission) જોવા મળ્યા છે.
ગુજરાતે 30 સપ્ટેમ્બરે 2011 ના રોજ રૂ. 185198 કરોડનું કુલ મૂડીરોકાણ ધરાવતી 5538 યોજનાઓ અમલમાં મૂકેલ છે. આ ઉપરાંત રૂ. 699592 કરોડનું કુલ રોકાણ ધરાવતી 3063 પરિયોજનાઓ અમલી હેઠળ છે. જેમાં 10 કરોડથી ઓછું રોકાણ ધરાવતી 1695 પરિયોજના રૂ. 10 થી 50 કરોડનું રોકાણ ધરાવતી 705 પરિયોજનાઓ તથા રૂ. 100 કરોડથી વધારે રોકાણ ધરાવતી પરિયોજનાઓનો સમાવેશ થાય છે.
ખાસ આર્થિક વિસ્તાર (SEZ) ::
ખાસ આર્થિક વિસ્તાર (SEZ) એક્ટ-2004નો કાયદો દેશભરમાં સૌપ્રથમ બનાવવાનું બહુમાન ગુજરાત રાજ્યને જાય છે. ખાસ આર્થિક વિસ્તાર (SEZ) એ ઉત્પાદન, નિકાસ અને રોજગારી વધારવાનું વિકાસ એન્જિન છે. ઉત્તમ આંતરમાળખાકીય અને સહાયક સેવાઓ કોઈપણ જાતના અડચણ વિના મળી રહે તે માટે ખાસ આર્થિક વિસ્તાર (SEZ) એક્ટ 2004નો કાયદો સરકારે કરેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ ખાસ આર્થિક વિસ્તાર (SEZ) એક્ટ, 2005 જાહેર કરવામાં આવેલ છે. માર્ચ 2011 સુધીમાં 2011 સુધીમાં ગુજરાત રાજ્ય 60 ખાસ આર્થિક વિસ્તાર (SEZ)ની બોર્ડ ઑફ એપ્રુવલ નવી દિલ્લી દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે. જેમાં આશરે કુલ રૂ.267373.45 કરોડનું રોકાણ થશે.
ટૂંકમાં ગુજરાત રાજ્યમાં કારખાનાક્ષેત્ર દ્વારા ઉભી કરાવેલ સ્થાયી મૂડી વર્ષ- 2008-09માં રૂ. 172367 કરોડ હતી. જે વર્ષ 2009-10 માં વધીને રૂ. 23650 કરોડ થયેલ હતી. જે અગાઉનાં વર્ષ કરતાં 39.03% ના વધારો દર્શાવે છે. જે ઔદ્યોગિક ક્ષેત્રે સારી પ્રગતિ હાંસલ કરી શક્યા છીએ. વિકાસના આ પરિપ્રેક્ષ્યમાં ગુજરાત સરકારે નવી ઔદ્યોગક નીતિ-2009 જાહેર કરેલી છે. જે રાજ્યનાં ઔદ્યોગિક વિકાસને વધુ વેગીલો બનાવશે.
(ક) સેવાક્ષેત્ર :
ગુજરાત રાજ્યમાં સેવાઓના ક્ષેત્રે સારી પ્રગતિ સાધી શકાઈ છે. સેવાઓના ક્ષેત્રમાં વાહનવ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ વગેરેનો સમાવેશ થાય છે.
રસ્તા : ગુજરાત રાજ્યમાં રસ્તાઓ
વર્ષ |
રસ્તાઓની લંબાઈ |
1960-61 |
22,629 (કિ.મી.) |
1990-91 |
67065 (કિ.મી.) |
2000-01 |
73,619 (કિ.મી.) |
2005-06 |
74,038 (કિ.મી.) |
2008-09 |
74,117 (કિ.મી.) |
સ્ત્રોત : Government of Gujarat (2001), Gujarat (2010)
2008-09નાં અંતે રસ્તાઓની કુલ લંબાઈ 74,117 કિ.મી. થઈ હતી. જેમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોની લંબાઈ 3245 કિ.મી. રાજ્ય ધોરી માર્ગોની લંબાઈ 18460 કિ.મી. મુખ્ય જિલ્લા માર્ગો 20,530 કિ.મી. અને જિલ્લા માર્ગ 19254 અને ગ્રામ્ય માર્ગોની લંબાઈ 21,628 કિ.મી. હતી.
સંદેશા વ્યવહાર :
- ગુજરાત રાજ્યમાં 31મી માર્ચ 2011ના રોજ રાજ્યમાં 8982 ટપાલ કચેરીઓ/શાખાઓ કાર્યરત હતી.
- ગુજરાત રાજ્યમાં 31મી ઓક્ટોબર 2011ના અંતે બી.એસ.એન.એલ.ના કુલ લેન્ડલાઈન કનેક્શન 1650463 અને બી.એસ.એન.એલ. ઈન્ટરનેટ ધારકોની સંખ્યા 10,6772 હતા. જ્યારે ઓક્ટોબર 2011 અંતે જી.એસ.એમ. સેલ્યુલર ધારકો (Cellular Poerators Association of India) (સી.ઓ.એ.આઈ.)ની માહિતી મુજબ 37894321 હતા.
શિક્ષણ :
ગુજરાત રાજ્યમાં શિક્ષણ
વર્ષ |
પ્રાથમિક |
માધ્યમિક |
ઉચ્ચશિક્ષણ |
2001-02 |
37,501 |
6734 |
561 |
2005-06 |
39059 |
7654 |
831 |
2007-08 |
39054 |
7967 |
903 |
2009-10 |
39,952 |
9299 |
1405 |
2010-11 |
40,723 |
9844 |
1567 |
સ્ત્રોત : સામાજિક-આર્થિક સમીક્ષા ગુજરાત રાજ્ય, 2011
ગુજરાત રાજ્યમાં 2001-02માં પ્રાથમિક શિક્ષણ સંસ્થાઓ 37591 બીજે વધીને 2010-11 માં 40,723 થઈ હતી. જ્યારે માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ સંસ્થાઓ 2001-02માં અનુક્રમે 6734 અને 561 હતી. જે વધીને 2010-11માં અનુક્રમે 6734 અને 561 હતી. જે વધીને 2010-11માં અનુક્રમે 9844 અને 1567 થઈ હતી. જે શિક્ષણ ક્ષેત્રમાં વધારો દર્શાવે છે.
બેંકીગ ક્ષેત્ર:
ગુજરાતમાં વાણિજ્યિક બેન્કો
વર્ષ |
કચેરીની સંખ્યા |
થાપણો (કરોડ) |
બેન્કધિરાણ (કરોડ) |
થાપણ-દર ધિરાણ (%) દર |
1970 |
1008 |
510 |
302 |
59.23 |
1980 |
2318 |
2563 |
1,490 |
58.13 |
2000 |
3667 |
49056 |
25090 |
51.15 |
2006 |
3793 |
109917 |
68589 |
62.40 |
2011 |
6433 |
272076 |
187803 |
69.03 |
સ્ત્રોત : સામાજિક-આર્થિક સમીક્ષા ગુજરાત રાજ્ય, 2011
ગુજરાત રાજ્યમાં માર્ચ-2011માં બેન્કોની કચેરીઓની સંખ્યા 6433 થાપણો 272076 કરોડ ધિરાણ 187803 કરોડ અને થાપણ ધિરાણ દર 69.03 વધેલ જોવા મળે છે.
બંદરક્ષેત્રે વિકાસ :
1600 કિ.મી.નો લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત રાજિય ભારતની પશ્ચિમ દિશાએ આવેલું છે. ગુજરાત, પશ્ચિમ, ઉત્તર અને મધ્ય ભારતના વિશાળ અંતરિયાળ વિસ્તારને સેવા પાડવા માટે વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. ગુજરાતમાં નાના અને મધ્યમ કદના કુલ 41 બંદરો આવેલા છે. જે દક્ષિણ ગુજરાતમાં 14 બંદરો સૌરાષ્ટ્રમાં 23 બંદરો તથા કચ્છમાં 4 બંદરો વિસ્તરેલા છે. તે ઉપરાંત રાજ્યમાં કેન્દ્ર સરકારનું વહીવટ નિયંત્રણ હેઠળનું મુખ્ય બંદર કંડલા પણ આવેલું છે. રાજ્યના 41 બંદરોની પ્રવર્તમાન સ્થાપિત ક્ષમતા 27.3 કરોડ ટનની છે. જે વર્ષે 2010-11 દરમ્યાન 23.1 કરોડ ટન માલની હેરફેર થયેલી હતી. ગુજરાત મેરીટાઈમ બોર્ડ માહિતી પ્રૌદ્યોગિકી (Information Technology) દ્વારા G.M.B. ના બધા આંતરિક રીતે જોડવા ઈચ્છે છે. જાપાન અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ વચ્ચે જાહેર ખાનગી ભાગીદારી દ્વારા નાણાંકીય મદદથી આંતરરાષ્ટ્રીય જરૂરિયાત પ્રમાણે અલંગશીપ બેંન્કિગ યાર્ડને અદ્યતન બનાવવા રૂ.100 કરોડની સમજૂતી કરાર કરવામાં આવેલ છે. આમ ગુજરાતે તેના અસ્તિત્વના 50 વર્ષ પૂરા કર્યા છે. જે દરમિયાન ગુજરાત રાજ્યની રૂપરેખામાં જુદા જુદા ક્ષેત્રોનો વિકાસ જોયો તો ખ્યાલ આવે છે કે આઝાદી બાદ ખેતીક્ષેત્ર, ઉદ્યોગીક્ષેત્ર અને સેવાક્ષેત્રનો યોજનાઓ દરમિયાન સારા એવા વિકાસ જોવા મળે છે. તેથી જ આપણે કહી શકીએ કે ગુજરાત પ્રગતિના પંથે છે અને ભારતના વિકાસમાં ગુજરાત મહત્વનું સ્થાન ધરાવે છે.
સંદર્ભ સૂચિ:
- ડૉ. બી.કે.ભટ્ટ, “ગુજરાતનું અર્થતંત્ર” (2005) પોપ્યુલર પ્રકાશન
- જોષી મહેશ પી. (2007) “કૃષિ અર્થશાસ્ત્ર” ક્રિએટીવ પ્રકાશન એમ.જી.રોડ વેરાવળ
- સામાજિક-આર્થિક સમીક્ષા, ગુજરાત રાજ્ય 2011-12
- અર્થ સંકલન (ફેબ્રુઆરી, ડિસેમ્બર-2011)
- Government of Gujarat (2001), Gujarat (2010)
- Contruction Worker Federation in India (CWFI) (2010)
- www. Small Scaleindustry. India.com.
- www. Nibrant Gujarat. Com.
***************************************************
પ્રા.લાલજીભાઈ પી. પરમાર
અર્થશાસ્ત્ર વિભાગ
સરકારી વિનયન અને વાણિજ્ય,
કૉલેજ કડોલી તા. હિંમતનગર, જિ.સાબરકાંઠા
LALJIPARMAR35@GMAIL.COM.
|