કિશોરીઓ અને મહિલાઓમાં ચિંતાનું પ્રમાણઃ એક પ્રારંભિક અભ્યાસ
એમ કહેવાય છે કે વર્તમાન યુગ ચિંતા - વ્યગ્રતાનો યુગ છે. ચિંતાથી માણસમાં ડર અને આકાંક્ષાઓનો અભાવ ઉદભવે છે. ફોઇડ અને તેના સાથીઓ સૌમ્ય મનોવિકૃતિનો ઉપયોગ માનસિકરોગના વધવા માટે જવાબદાર ગણ્યો હતો. આજે પણ આધુનિક મનોવૈજ્ઞાનિકોએ આને સ્વીકારે છે. ફોઇડ ચિંતાનો અર્થ એટલે - બિન-આંનદદાયક આવેગાત્મક અવસ્થા.
DSM-IVમાં ચિંતા વિકૃતિનો અર્થ એવા થાય છે કે જેમાં રોગી અવાસ્તવિક ડર અને અવાસ્તવિક ચિંતા સામાન્ય માનવીની અપેક્ષા વધારે અનુભવ કરે છે તેથી તેનુ સમાયોજન સમાજમાં બગડતું જતું હોય છે. સુલીવાનના મત મુજબ ચિંતા એટલે આંતર વૈયક્તિક સંબંધોની નિષ્ફળતાના અનુભવમાંથી ઉદભવતી તાણની સ્થિતિ.
ચિંતા વિકૃતિનાં છ પ્રકાર બતાવ્યા છે.
- પરિસ્થિતિજન્ય ચિંતા
- સામાન્ય વિશિષ્ટ ચિંતા
- દુઃખદ ચિંતા વિકૃતિ
- મનોગ્રસિત જટિલ વિકૃતિ
- પોસ્ટટ્રામોટિક તનાવ વિકૃતિ
- તીવ્ર તનાવ વિકૃતિ
પરિસ્થિતિજન્ય ચિંતામાં વ્યક્તિ કોઇ વિશિષ્ટ વસ્તુ કે પરિસ્થિતિથી સતત અને અસંતુલિત માત્રામાં ડરતા હોય છે.
સેલિંગમેના એને રોજેનદાન (૧૯૯૫) જણાવે છે કે ‘‘ભય અથવા ફોબીયા એ એક સતત ડરની પ્રતિક્રિયા છે.’’ જુદા-જુદા માણસોમાંઆ પ્રકારની ચિંતા ઓછાવતા પ્રમાણમાં હોય જ છે, અને તેનો આધાર જુદી-જુદી પરિસ્થિતિઓમાં રહેલા ભયના પ્રમાણ ઉપર રહે છે. વ્યક્તિના આંતરિક મનમાંથી સ્વભાવજન્ય ચિંતા ઉત્પન્ન હોય છે, અમુક વ્યક્તિ આ ચિંતા ને ખૂબ ગંભીર બનાવી લે છે અને અમુક વ્યક્તિઓ આને ખૂબ હળવાશથી લે છે. જેમનું માનસતંત્ર નબળુ હોય છે. તેવી વ્યક્તિમાં આ પ્રકારની ચિંતાનું પ્રમાણ વધુ હોય છે.
આ પ્રકારની ચિંતામાં અનેક કારણો મનોવૈજ્ઞાનિક તથા મનોચિકિત્સકો દ્વારા આપવામાં આવ્યા છે, જે આ પ્રમાણે છે ----
- જૈવિક કારણ - હેરિસે જણાવ્યું છે કે ચિંતામાં આનુવાંશિક ધટક કાર્યરત હોય છે. અન્યકેટલાક સંશોધનોમાંથી પણ એ બાબતની સાબિતી મળી છે કે ભય કે ચિંતા એ વ્યક્તિમાં વધારે ઉત્પન્ન થાય છે જે વ્યક્તિમાંઓટોનોમિક નર્વસસિસ્ટમ પર્યાવિરણીય ઉદદીપકથી જલ્દીથી ઉતેજીત થઇ જાય છે.
- મનોવિશલેષળાત્મક કારણ-ફોઇડનાં અનુસાર દમિત ઇચ્છાઓ અને ભાવનાઓથી રોગીમાં ચિંતા ઉદભવે છે અને રોગી ભય ને લીધે સુરક્ષા માટે સ્વીકારી લે છે.
- વર્તનાત્મકકારણ - ભયનો વિકાસ અભિસંધાન દ્વારા થતો હોય છે. આ તથ્ય વાટસેન જણાવ્યું હતું કે બીજાનું અનુસરણ કરીને પણ જાય અથવા તો ચિંતાને આસાની શીખી શકાય છે. એટલા માટે કહી શકાય છે કે ભયઉત્પન્ન્ થવાનું કારણદોષપૂર્ણ શિક્ષણ પણ કહી શકીએ.
- બોધાત્મક કારણ- ચિંતાના મૂળમાં વિકાસમાં કેટલાક પ્રકારનાં બોધાત્મક પૂર્વગ્રહો પણ મહત્વપૂર્ણ હોય છે. ગોલ્ડાફિડ (૧૯૮૪) પોતાની સંશોધનને આધારે જણાવે છે કે આવા લોકો સામાજીક પરિસ્થિતિમાં થવાના મૂલ્યાંકનને લઇને વધારે ચિંતિત રહે છે.
DSM-IV માં સામાન્ય વિકૃતિ ચિંતા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. DSM-IV ના આધારે જે વ્યક્તિ સતત છ મહીના સુધી આવા લક્ષણો દેખાડે તેને સામાન્ય ચિંતા દર્દી કહી શકાય. આમાં આવેગિક રીતે વ્યક્તિ બેચેન હોય છે. સતત તનાવગ્રસ્ત હોય છે. પરિસ્થિતિમાં વધારે સતર્ક રહે છે અને સાથે હેરાન દેખાતો હોય છે. બારલો (૧૯૯૬)ના જણાવ્યા અનુસાર સામાન્ય વિકૃતિ ચિંતાની શરૂઆત ૧પ વર્ષની ઉંમરથી થઇ જાય છે. પંરતુ કેટલાક લોકો એવા હોય છે કે જેમને આ સમસ્યા પુરી જીંદગી દરમ્યાન સતાવતી હોય છે. સામાન્ય વિકૃતિ ચિંતા પુરૂષોનાં પ્રમાણમાં સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. સામાન્ય ઉદદીપકથી વ્યક્તિ જાગી જાય છે. ભયભીત કરી દે તેવા સ્વપ્નો આવે છે.
લેહનર અને કચુબા નોંધે છે તે અનુસાર વ્યક્તિની અપેક્ષાઓ અને તેની વાસ્તવિક સિદ્ધિ વચ્ચે જયારે મોટો તફાવત રહેતો હોય છે. ત્યારેવ્યક્તિમાં ચિંતા ઉદભવે છે.
Method:-
સંશોધન માટે કુલ નમુનો ૬૦નો હતો જેની વિગત નીચે પ્રમાણે કોઠામાં આપેલું છે.
૧ |
૨ |
૩ |
૪ |
છાત્રાઓ-૧૫ |
છાત્રાઓ-૧૫ |
માતાઓ ૧૫ |
માતાઓ ૧૫ |
૧૨-૧૫ વર્ષ |
૧૫-૧૮ વર્ષ |
૪૫-૫૫ વર્ષ |
પપ થી ૬૦ વર્ષ |
Tools :
- સિંહા અને સિંહાંની ચિંતા કસોટી (કસોટી રચયિતાનું નામ - એ.કે.પી. સિંહા અને એલ. એન. કે. સિંહા (૧૯૯૫) ગુજરાતી અનુવાદ અને પ્રમાણીકરણ ડૉ. ડી. જ. ભટ્ટ.)
- મેન્યુલ
- પેપર - પેન્સિલ
Procedure :
પ્રયોજયને બોલાવી સામાન્ય પ્રાથમિક વાતચીત દ્વારા સાયુજ્યની સ્થાપના કરી અને સિંહાની ચિંતા કસોટી પૂર્ણ કરવા માટે આપી.
પ્રયોજયને - હા - માં ઉત્તર આપવા ૫ર - ૧ અંક અને - ના - માં ઉત્તર આપવા પર ૦ અંક પ્રાપ્ત છે બધા - હા ને પ્રાપ્તાંકો ને ગણી લઇએ છીએ અને પ્રાપ્તાંકોનુ માનાક અનુસાર અર્થ ઘટન કરીએ છીએ Sinha Scale માં ચિંતાના સ્તર અને છોકરીઓ માટે પ્રાપ્તાંક કોઠામાં દર્શાવ્યા છે.
ક્રમ |
ચિંતાની કક્ષા છોકરીઓ માટે પ્રાપ્તાંક |
૧ |
અતિચિંતાગ્રસ્ત
૨૮ થી ૭૧ |
૨ |
સાધારણ ચિંતા
૧૬ થી ૨૭ |
૩ |
નિમ્ન ચિંતા
૪ થી ૧૫ |
૫રિણામ ચર્ચાઃ-
૫રિણામોને નીચે મુજબના કોઠામાં દર્શાવ્યા છે.
સારણી - ૧
વિધેય પ્રાપ્ત
કરેલ પ્રાપ્તકોના
Mean |
છોકરીઓ
(N-15)
૧૨ થી ૧૪ વર્ષ
૨૦.૩૩ |
છોકરીઓ
(N-15)
૧૪ થી ૧૮ વર્ષ
૩૮.૨૨ |
વિધેયનીચિંતાનો સ્તર |
સાધારણ ચિંતા |
અતિ ચિંતા ગ્રસ્ત |
સારણી - ૨
વિધેય પ્રાપ્ત
કરેલ પ્રાપ્તકોના
Mean |
માતા
(N-15)
૪૫ થી ૫૫ વર્ષ
૪૭.૩૩ |
માતા
(N-15)
પપ થી ૬૦ વર્ષ
૮.૨૬૭ |
વિધેયનીચિંતાનો સ્તર |
સાધારણ ચિંતા |
નિમ્ન ચિંતા |
આલેખ - વિભિન્ન છાત્રાઓ અને માતાઓમાં ચિંતાનો સ્તર.
પરિણામો સ્પષ્ટ થાય છે કે ૧ર થી ૧૪ વર્ષની છાત્રાઓમાં ચિંતાઓ ના સ્થળ સાધારણ હોય છે. આના mean પ્રાપ્તાંક ૨૦.૩૩ છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે આ ઉંમરે છોકરીઓ ‘‘કેઅર ફી થઇ જાય છે. (આજના ૫ર્યાવરણ - વાતાવરણને હિસાબે ) વધુ ૫ડતી મલ્ટીમિડીયાં અને ટેકનોલોજીનો ઉ૫યોગને કારણે આ છોકરીઓમાં જવાબદારી આવતી નથી વળી ફિલ્મોની અસર હેઠળ વર્તન પણ જુદુ જ થાય છે.
૧૪ થી ૧૮ વર્ષની છોકરીના Mean પ્રાપ્તાંક ૩૮.૨૨ આવે છે. જે અતિ ચિંતા દર્શાવે છે. આના કારણોમાં આ૫ણે કહી શકીએ કે આ ઉંમરે કદાચ ૫રિ૫કવતાનો અનુભવ કરી રહ્યા હોય અને ભણતરના મૂલ્ય સમજી ગયા હોય Menstruation Periodsના શરૂ થઇ જવાને અથવા તો Periods ની અનિયમિતતા પણ ચિંતાનું કારણ બની જાય છે.
માં-બા૫, સખી સ્કૂલ કોલેજનાં અધ્યાપક ગણ૫ણ ચિંતા ઉત્પન્ન કરવામાં શાયક રૂપ હોય છે. છોકરીઓને ઘરની જવાબદારી સાથે સાથે ભણતરમાં ધ્યાન આ૫વું ૫ડે છે. વળી આજનાં સેમિસ્ટર પદ્ધતિ ચિંતા ઉત્પન્ન કરવામાં સહાયભૂત હોય છે. સ્ત્રી શરૂ થયા ૫છી પ્રોજેકટ, સેમીનાર, અટેન્ડ્રેસને સાથે સાથે આંતરિક મૂલ્યાંકનની ૫રિક્ષાઓ શરૂ થઇ જાય છે. ૫રિણામ, સુલીવાનને મત ને ટેકો આપે છે કે આંતર વૈયક્તિક સંબંધોની નિષ્ફળતાના અનુભવમાંથી ઉદભવતી તાણની અત્યંત બિન આંનદદાયક સ્થિતિ છોકરીઓમાં ઉત્પન્ન કરી દે છે.
૪૫ થી ૫૫ વર્ષની માતાઓ ૫૫ થી ૬૦ વર્ષની માતાઓની અપેક્ષા વધારે ૫ડતી ચિંતા ગ્રસ્ત દ્રષ્ટિગોચર થાય છે. (પ્રાપ્તાંકોના mean ૪૭.૩૩ અને ૮.૨૬૭ છે). આ૫ણે અતિચિંતાગ્રસ્ત માતા માટે આ કહી શકીએ કે આ સમય ‘‘મેનોપોઝ’’ના હોવાને કારણે આમાં ચિંતાનું નિરૂ૫ણ થઇ જાય છે. સ્વાસ્થ્ય સારૂ ન હોવાથી ખિન્નતા, નિષ્ક્રિયતા, ઉદાસીનતા, અસલામતી, અને સ્વીકૃતિની લાગણી, બેચેની આદિ ઉત્પન્ન થઇ જાય છે. જેથી માતા વધારે પડતી દુઃખી થઇ જાય છે.
૫૫ થી ૬૦ વર્ષની માતાઓના mean ૮.૨૬૭ આવ્યા છે. આ માતાએ Relax અનુભવ કરે છે. આનાં કારણોમાં આપણે કહી શકીએ કે આ માતાએ ખૂબ સારી રીતે ‘‘મેનોપોઝ’’ની સમયાબધિ ૫સાર કરી હોય. જેથી હતાશા, માનસિક ઉદ્વેગ, તંગદિલીથી છુટકારા મળી ગયા હોય જે આ માતાઓમાં ‘‘રિલેકસેશન’’ ઉત્પન્ન કરી દે છે. વધુ ૫ડતી ચિંતાની અસરો વર્તનનાદરેક સ્વરૂપ ઉ૫ર પડે છે. વિદ્યાર્થી વધુ ૫ડતો ચિંતિત હોય તો તેના, શિક્ષણની કાર્યક્ષમતા ઘટે છે. અકસ્માત વધી શકે છે અને વ્યક્તિ બીજા ઉ૫ર શાબ્દિક અને માનસિક હુમલા કરે છે. મનોવૈજ્ઞાનિકોને અભ્યાસોથી જ્ઞાત થયા છે કે ખૂન, આ૫ઘાત, તલાક, અનેક અ૫રાધોમાં ચિંતા સુષુપ્ત રીતે અભિવ્યક્ત થાય છે. વધારે ૫ડતો મોબાઇલનાં ઉ૫યોગ, ટી.વી. સામે કલાકો સુધી બેસી રહેવું બાળકોનેમારઝુડ આદિ ચિંતાનુજ પરિણામ છે. Graph પણ ૫રિણામોનો પુષ્ટિ કરે છે.
Recommendation :
અભ્યાસના તારણો નીચે પ્રમાણે છે.
- બહેનો જુદા-જુદા જુથમાં માહિતી માર્ગદર્શન અને સલાહની જરૂર છે જે ઉ૫લબ્ધ કરવામા’ આવે તો એમની ચિંતા બુહદઅંશે નજીવી થઇ શકે.
- શૈક્ષણિક સંસ્થાઓ અને parents ને એની વ્યવસ્થા કરવાનું રહે છે.
- કેટલાંક છાત્રાઓ અને માતાઓમાં વધારે ૫ડતુ ચિંતાનું પ્રમાણ જોવામાં આવ્યું છે. જેના માટે વ્યક્તિગત સલાહ અને ચિકિત્સકીય અને મનોચિકિત્સકીય (Psychologist) સારવારની જરૂર દેખાય છે. વાલીઓને માર્ગદર્શન અને માહિતીની જરૂરી છે. જેનાં આધારે, કિશોરીઓની કિશોરાવસ્થામાં ઉદભવતા પ્રશ્નોને સમજી અને સ્વીકારી શકે.
Conclusion :
ટૂંકમાં કહી શકીએ છીએ કે વિકૃત ચિંતા થોડી પણ ન જ હોવી જોઇએ. વિકૃત ચિંતા થોડી ૫ણ હોય તો તેમાં ક્રમશઃ વધારો થતો રહે છે અને હાનિકારક કક્ષાએ પહોંચીશકે છે. વિકૃત ચિંતા આવી હોય તે યોગ્ય ન જ ગણાય.
કોઇ ચિંતા જાતીય પ્રેરણાના દમનને જવાબદાર ગણાવે છે. વ્યક્તિનાં જાતીય પ્રેરણા હોય પરંતુ તેનો સમાજ સ્વીકૃત માર્ગે સંતોષ થઇ શકે નહી ત્યારે જાતીય પ્રેરણા ચિંતાનુ’ સ્વરૂ૫ ધારણ કરે છે. આ એક પ્રારંભિક તબક્કાનો અભ્યાસ છે જે નાના નમૂના ઉ૫ર અમદાવાદ શહેરમાં કરવામાં આવ્યો છે. સંશોધનકર્તા આવતા દિવસોમાં વધારે વૈજ્ઞાનિક અને જુદા-જુદા જુથો ઉ૫ર કરવાની યોજના કરે છે.
References::
- Carson, Butcher & Mineka, Abnormal Psychology & Modern Life, 11th edition, 2003, Singapore, Pearson Education.
- Coleman, J.C; Psychology & effective Behavior, 1971, P. 197.
- Diagnostic & Statistical Manual of Mental Disorders, 4th ed. (DSM-4) Washington, D.C. APA Publication.
- Page, J.D.: Abnormal Psychology, Mc Graw-Hill, Publication in Psychology, 1947.
- Sinha A.K.P. & Sinha L.N.K.; "Manual for Sinha's Comprehensive Anxiety Scale." Department of Psychology. Ravi Shankar University, Raipur (M.P.) 1995.
***************************************************
ડૉ. અમિતા આર. સકસેના
મનોવિજ્ઞાન વિભાગ
સરકારી વિનયન કૉલેજ,
ગાંધીનગર
|