logo

સ્ત્રી સશક્તિકરણ અને વિકાસમાં મહિલાઓનો આર્થિક દરજ્જો

આર્થિક પ્રવૃતિમાં સ્ત્રીઓના હ્ક્કો, ભૂમિકા અને તકોને સમાજમાં અપાતું મહત્વ સ્ત્રીનો આથિૅક દરજ્જો સૂચવે છે. જે આથિૅક વિકાસમાં સ્ત્રીઓનું સહભાગીપણું દશાવે છે. ભારતનું સંવિધાન તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાંહેધરી આપે છે. ૨૦૧૧ ના વસ્તી ગણતરી અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના ૪૮.૪૬ ટકા સ્ત્રીઓ અને ૫૧.૫૪ ટકા પુરુષો છે. એ દષ્ટિએ જોઇએ તો ભારત જ નહિ પણ વિશ્ર્વના કોઇપણ રાષ્ટ્ર્ની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા અગ્રગણ્ય છે. પરંતુ સ્ત્રી-પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દષ્ટિકોણથી સ્ત્રીઓનો ઉછેર અને અપેક્ષઓ અલગ હોવાથી બંનેના વિકાસપથ પણ અલગ રહે છે.

કોઇપણ વિકાસશીલ રાષ્ટ્ર્માં આર્થિક સશકિતકરણ એ મહત્વનું પાસું છે. સ્ત્રી સશકિતકરણ માટે આથિૅક સ્વતંત્રતા અનિવાર્ય છે. કુટુંબની માલ-મિલકતમાં સ્ત્રીનો સમાન હિસ્સો હોય, આર્થિક ઉપાજૅન કરતી હોય ત્યારે સ્ત્રી આર્થિક રીતે સ્વાવલંબી બને છે. વતૅમાન સમયમાં મહિલાઓ પ્રત્યક્ષ અને પરોક્ષ આર્થિક ક્રિયાઓમાં યોગદાન આપે, ગરીબીરેખા નીચે જીવતી મહિલાઓ આર્થિક રીતે પગભર બની પોતાનો દરજ્જો સૂધારે તે માટે સરકાર દ્રારા કેટલીક બંધારણીય જોગવાઇ કરી છે. જે નીચે મુજબ છે.

  1. સમાનવેતનધારો-૧૯૭૬
  2. લઘુતમવેતનધારો-૧૯૪૮
  3. ખાણ અંગેનો કાયદો-૧૯૫૨
  4. ધી એમ્પ્લોયમેંટ ગેરંટી એકટ-૨૦૦૪
  5. ધી ડોમીસ્ટીકવકૅર એકટ-૨૦૦૮
  6. અસંગઠિત વિભાગમાં કામ કરતા કામદારોની સલામતીના બીલ-૨૦૦૭
  7. કામદાર વીમા યોજના
તદ્ઉપરાંત ગ્રામીણક્ષેત્રની અશિક્ષિત મહિલાઓ આર્થિક પ્રવૃતિઓમાં સહભાગી બની કંઇ ઉપાજૅન કરે તે માટે વિવિધ ગ્રામવિકાસની યોજનાઓ પણ સરકાર દ્રારા અમલી બનાવવામાં આવી છે.

ટેબલ નં-૧
ભારતમાં આર્થિક પ્રવૃતિઓમાં સ્ત્રીઓનું સહભાગીપણું

વષૅ

ગ્રામીણ/શહેર

કુલ વ્યકિત

પુરુષો

સ્ત્રીઓ

૧૯૮૧

 

કુલ
ગ્રામીણ
શહેર

૩૬.૭૦
૩૮.૭૯
૨૯.૯૯

૫૨.૬૨
૫૩.૭૭
૪૦.૦૬

૧૯.૬૭
૨૩.૦૬
૦૮.૩૧

૧૯૯૧

 

કુલ
ગ્રામીણ
શહેર

૩૭.૫૦
૪૦.૦૯
૩૦.૧૬

૫૧.૬૧
૫૨.૫૮
૪૮.૯૨

૨૨.૨૭
૨૬.૭૯
૦૯.૧૯

૨૦૦૧

 

કુલ
ગ્રામીણ
શહેર

૩૯.૨૬
૪૧.૯૭
૩૨.૨૩

૫૧.૯૩
૫૨.૩૬
૫૦.૮૫

૨૫.૬૮
૩૦.૯૮
૧૧.૧૫

૨૦૦૫

કુલ
ગ્રામીણ
શહેર

૪૧.૨૫
૪૨.૭૦
૩૪.૧૫

૫૪.૫૦
૫૪.૯૦
૫૪.૦૦

૨૭.૯૮
૩૧.૦૦
૧૪.૩૦

ભારતમાં ૧૯૫૧માં સ્ત્રીઓની આર્થિક સહભાગીતાનો દર ૨૩% હતો. ૧૯૮૧ બાદ તેમાં વધારો જોવા મળે છે. પરંતુ પુરુષોની સરખામણીમાં વધારો ધીમો અને ઓછો હિસ્સો ધરાવે છે. ૨૦૦૫-૦૬ના આંકડા મુજબ ૨૭.૯૮% સ્ત્રીઓ આર્થિક પ્રવૃતિઓ સાથે સંકળયેલી છે. જેમાં શહેરી વિસ્તારમાં માત્ર ૧૪.૩% સ્ત્રીઓ જ વ્યવસાયના ક્ષેત્રે જોડાયેલ છે. આજે પણ ગ્રામીણ વિસ્તારમાં અસંગઠિત વિભાગ અને ખાસ કરીને ખેત-વિષયક પ્રવ્રતિઓમાં સ્ત્રીઓનું વધુ પ્રમાણમાં રોકાયેલી હોવાથી તેમની ભાગીદારી ૩૧% જોવા મળે છે.

રાજયોના વિગતવાર આંકડા જોતા આર્થિક રીતે સદ્ધર ગણાતા હરિયાણા અને પંજાબમાં સ્ત્રીઓની સહભાગીતા ઓછી છે. જયારે બિહાર, પં.બંગાળમાં ગરીબીની સાથે ઓછી આર્થિક સહભાગીતા સંકળાયેલી છે. જયારે મહારાષ્ટ્ર્માં તેમની સહભાગીતાનૂ પ્રમાણ ઊચું છે.

આમ,ઉપરોકત ટેબલના આધારે જોઇ શકાય છે કે સ્ત્રીઓ આર્થિક પ્રવૃતિમાં કેટલો હિસ્સો ધરાવે છે. પરંતુ કયા ક્ષેત્રોમાંથી તે રોજગારી મેળવે છે. તેની વિગત આગળ જોઇએ.

ટેબલ નં. ૨
આર્થિક ક્ષેત્રો પ્રમાણે સ્ત્રી-પુરુષનું આર્થિક સહભાગીપણું

વિભાગ ૧૯૮૧ મિલિયનમાં ૧૯૯૧ મિલિયનમાં

કુલ

પુરુષ

સ્ત્રી

કુલ

પુરુષ

સ્ત્રી

પ્રાથમિક
દ્રિતીય
તૃતીય

૧૫૩.૨
૨૮.૬
૩૮.૮

૧૧૬.૭
૨૪.૫
૩૪.૭

૩૬.૫
૪.૧
૪.૧

૧૮૭.૯
૩૩.૮
૫૭.૧

૧૩૬.૯
૨૮.૭
૫૦.૩

૫૧.૦૦
૫.૧
૬.૮

સ્ત્રોત ( ૧૯૮૧,૧૯૯૧ CENSUS REPORT

ઉપરોકત ટેબલમાં પ્રાથમિક ક્ષેત્રના વ્યવસાયમાં ખેતી,ખેતમજૂરી, પશુપાલન, જંગલકામ, બાગાયત અને કૃષિ સંબંધિત વ્યવસાયોનો સમાવેશ થાય છે. જેમાં ૧૯૮૧માં ૩૭ મિલિયન સ્ત્રીઓ કામ કરતી હતી જે ૧૯૯૧માં ૫૧ મિલિયન થવા પામી છે. દ્રિતીય ક્ષેત્રમાં મેન્યુફેકચરીંગ, પ્રોસેસિંગ, બાંધકામ વગેરેનો સમાવેશ થાય છે. જેમા ચાર મિલિયનથી વધી ૫.૧ મિલિયન સ્ત્રીઓની સંખ્યા થઇ છે. તે જ પ્રમાણે વેપાર,વાણિજય,વાહનવ્યવહાર અને વિવિધ સેવાક્ષેત્રોમાં ૪ મિલિયનથી વધુ સ્ત્રીઓ કામ કરતી હતી જે વધીને ૭ મિલિયન થવા પામી છે. ગ્રામીણક્ષેત્રમાં સ્ત્રીઓ પોતાના કુટુંબની જવાબદારી અને ભરણપોષણ માટે કૃષિ અને ખેતમજૂરીમાં જોડાતા પ્રાથમિક ક્ષેત્રમાં સ્ત્રીઓનાં હિસ્સામાં ઘણા મોટા પ્રમાણમાંવધારો જોવા મળે છે.

ભારતમાં જુદાં-જુદાં ઉધોગોમાં સ્ત્રીરોજગારીની સ્થિતિ

ટેબલ નં.-3
ભારતમાં મુખ્ય ઉધોગોમાં સ્ત્રી રોજગારીની સ્થિતિ (૩૧-૩-૨૦૦૧ સુધી )

ક્રમ વિગત વિભાગમાં સ્ત્રીઓની સંખ્યા (હજારમાં)
જાહેરક્ષેત્ર ખાનગી કુલ

ખેતી,શિકાર,જંગલ અને મત્સ્યઉધોગ

૪૮.૩

૪૬૪.૪૫

૧૨.૮

ખાણ અને પ્થ્થર ફોડવાનું કાયૅ

૫૫.૬

૮.૪

૬૪.૦

ઉત્પાદન પ્રોસેસિંગ

૯૩.૦

૯૩૭.૦

૧૦૩૦.૦

ઇલેક્ટ્રિસીટી,ગેસ,પાણી

૪૪.૭

૧.૩

૪૬.૦

બાંધકામ

૬૩.૨

૪.૦

૬૭.૩

હોલસેલ અને રિટેલ વેપાર તથા રેસ્ટોરા અને હોસ્ટેલ

૧૭.૨

૨૪.૪

૪૬.૮

વાહનવ્યવહાર,સ્ટોરેજ અને સંદેશાવ્યવહાર

૧૭૪.૯

૮.૧

૧૮૨.૯

વાણિજય,વેપાર અને સવિૅસ

૧૮૪.૮

૬૦.૨

૨૪૫.૫

સમુદાય,સામાજિક અને વ્યક્તિગત સવિૅસ

૨૧૭૭.૨

૫૭૭.૩

૨૭૫૪.૫

 

કુલ

૨૮૫૯.૨

૨૦૯૦.૧

૪૧૪૯.૩

Source : india ministry of labour, Directorate Genral Employment and Tradind (2003)

ઉપરોકત ટેબલમાં પ્રથમ બે વિભાગનાં કાર્યો શારીરિક શ્રમવાળા ગણાય છે. જેમાં કુલ ૫૭,૬૮,૦૦૦ કામદારો રોજીમાં રોકાયેલા છે.દ્રિતીય વિભાગમાં સ્ત્રીઓનો સહભાગી હિસ્સો પણ પ્રમાણમાં સારો છે. પરંતુ તૃતીય કક્ષાના વ્યવસાયમાં વેપાર ,વાણિજય, સંદેશાવ્યવહાર ,સ્ટોરેજ અને વ્યક્તિગત જુદી-જુદી નોકરીઓનો સમાવેશ થાય છે. વતૅમાન સમયમાં શિક્ષણ, તાલીમ, કુશળતાના કારણે સ્ત્રી રોજગારનો વિસ્તાર વધી રહ્યો છે. કૃષિ સિવાયના વ્યવસાયમાં ભારતમાં ગ્રામીણ ક્ષેત્રમાં સોથી વધુ આંધ્રપ્રદેશ,ગોવા અને તમિલનાડુ રાજયની મહિલાઓ રોકાયેલી છે. જે અનુક્રમે કુલ કામ કરતી મહિલાના ૩૨.૩૧ અને ૩૦.૪૩ ટકા છે જયારે સોથી ઓછી આસામ અને ઉતરાખંડ રાજયમાં છે.

કેન્દ્ર સરકારના મુખ્ય વિભાગોમાં સ્ત્રીઓની ભાગીદારી

ટેબલ નં. ૪
કેન્દ્ર સરકારના મુખ્ય વિભાગોમાં મહિલાઓનો હિસ્સો

ક્રમ વિભાગ ૧૯૯૧ ૨૦૦૧
કામદારોની સંખ્યા સ્ત્રીઓનો
ટકાવારી હિસ્સો
કામદારોની સંખ્યા સ્ત્રીઓનો
ટકાવારી
સ્ત્રીઓ કુલ સ્ત્રીઓ કુલ





કોમ્યુનિકેશન
ડિફેન્સ(સિવિલીયન)
રેલ્વે
અન્ય
કુલ

૭૯૭૪૦
૩૬૪૧૨
૬૧૭૮૮
૧૧૧૦૫૯
૨૮૮૯૯૯

૬૬૩૫૭૮
૫૨૬૧૩૧
૧૬૫૪૯૮૫
૩૮૦૭૧૯
૩૮૧૨૬૫૦

૧૨.૦૨
૬.૯૨
૩.૭૩
૧૧.૪૮
૭.૫૮

૭૫૪૫૧
૫૩૧૩૨
૭૦૦૩૦
૯૧૧૩૮
૨૯૧૮૦૦

૬૧૭૯૪૬
૫૮૯૭૦૪
૧૫૧૨૫૩૦
૪૧૩૦૫૧
૩૮૭૬૩૯૫

૧૨.૨૧
૯.૦૧
૪.૬૩
૮.૦૬
૭.૫૩

Source: Census Of Central Govt.Employees, Direcgorate Genral Of Employment and Trading, ministry Of Labour

ઉપરોકત કોષ્ટક પરથી ફલિત થાય છે કે કેન્દ્ર સરકારના વિવિધ મુખ્ય વિભાગોમાં કોમ્યુનિકેશન,ડિફેન્સ અને રેલ્વેની જ્ગ્યાઓ પર ૧૯૯૧ કરતા ૨૦૦૧માં મહિલાઓની સેવાની ટકાવારી હિસ્સો વધવા પામ્યો છે ખાસ કરીને ડિફેન્સ અને સિવિલ સર્વિસીઝમાં મહિલાઓનો હિસ્સો વધવા પાછળ સરકાર દ્રારા ચલાવવામાં આવતા વિવિધ સશક્તિકરણના કાયૅક્રમો અને શિક્ષિત સમાજની વિચારસરણીનો બદલાવ જોવા મળે છે.

સરકારની વિવિધ ગ્રામીણ વિકાસ યોજનામાં સ્ત્રી ભાગીદારી:

ગ્રામીણ વિસ્તારમાં અશિક્ષિત અને બેરોજગાર લોકોને તાલીમ તેમજ રોજગારી પ્રાપ્તથાય તે હેતુને સિધ્ધ કરવા માટે સરકાર દ્રારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે જેથી ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ સિવાયના સમયગાળા દરમ્યાન મહિલાઓને સ્થળાંતરીત થયા વિના સ્થાનિક સ્તરે કામ ઉપલબ્ધ બને. જેમા વષૅ ૧૯૯૧ અને ૨૦૦૧ના વર્ષ દરમ્યાન IRDP અને TREYSEM પ્રોગ્રામમાં કુલ અનુક્ર્મે ૩.૧ અને ૦.૯૪ મિલિયન કુટુંબોએ ભાગ લીધો હતો. જેમાં અનુક્રમે ૩૨.૨૯ અને ૪૧.૧૬% મહિલાઓનો હિસ્સો હતો એજ રીતે NREP,RLEGP,JRY અને EAS માં એ જ વર્ષો દરમ્યાન કુલ ૮૭૩.૮ અને ૫૨૩ મિલિયન માનવદીન રોજગારી ઉભી કરાઇ હતી જેમાં અનુક્રમે ૨૪.૬૪ અને ૨૭.૬૧% માનવદીન રોજગારી હિસ્સો મહિલાઓનો હતો.

વષૅ ૨૦૦૨ થી મનરેગા કાયૅક્રમ અંતગૅત ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક સ્તરે ૧૦૦ દિવસ રોજગારીનું વચન સરકાર આપે છે. જે અંતગૅત ૨૦૦૭-૦૮ અને ૨૦૦૮-૦૯ દરમ્યાન અનુક્રમે કુલ ૧૪૩૫૯૨૨ અને ૨૧૬૦૦.૫૭ લાખ માનવદીન રોજગારી પ્રાપ્ત કરાઇ હતી. જેમાં અનુક્રમે ૪૨.૫૮ અને ૪૭.૮૮% હિસ્સો મહિલાઓનો હતો.

આમ,સરકારની વિવિધ યોજનાઓ તેમજ લોકજાગૃતિના કાયૅક્રમોને કારણે આજે મહિલા ઘરમાં,રસોડામાં કે બાળઉછેર કરવા માટે કે જેનો કોઇ હિસ્સો આર્થિક ઉપાજૅન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. તેમાંથી બહાર નીકળી વિવિધ આથિક ઉપાજૅન કરતા ક્ષેત્રોમાં પોતાની ભાગીદારી નોંધાવી શકી છે.

સંદભૅ ::

  1. જેન્ડર અને વિકાસ – ડૉ. ચદ્રિકા રાવલ
  2. ૨૧મી સદીમાં મહિલાઓની ભૂમિકા- ડૉ. રમેશ મકવાણા

*************************************************** 

પ્રૉ.રીપલ જે. પટેલ
સરકારી વિનયન અને વાણિજય કૉલેજ,જાદર
મો.નં.- 9428203742
E-MAIL ID :- ECORIPAL@GMAIL.COM

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us