logo

ભારતમાં સેવા ક્ષેત્રનો વિકાસ

દેશના અર્થતંત્રનો વિકાસ મુખ્યત્વે ત્રણ ક્ષેત્રો પર નિર્ભર કરે છે. જેમાં પ્રથમિક ક્ષેત્ર કે જેને ખેતી,પશુપાલન, મત્સ્યઉદ્યોગ; દ્વિતિય ક્ષેત્ર જેને ઉદ્યોગના ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં મેન્યુફેક્ચરીંગ, મધ્યમ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. જ્યારે તૃતીયક્ષેત્ર જેને સેવાક્ષેત તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં દેશના વિકાસ માટે જરૂરી આંતરમાળખાકીય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવે છે. અર્થતંત્રના વિકાસના શરુઆતના તબક્કામાં રાષ્ટ્રીય આવક, ઉત્પાદન અને રોજગારીમાં સૌથી વધુ ફાળો ખેતીનો હતો. પરંતુ જેમજેમ વિકાસની ગતી વધતી ગઇ તેમ ખેતી ક્ષેત્રનો રષ્ટ્રીય ઘરેલુ પેદાશમાં ફાળો ઘટતો ગયો જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો ગયો જોકે આજે પણ ભરતીય અર્થતંત્રમાં રોજગારીમાં કૃષી ક્ષેત્રનો ફાળો સૌથી વધુ છે. સેવા ક્ષેત્ર છેલ્લા એક દશકાથી વધુ સમયથી ભારતીય અર્થતંત્રમાં એક મુખ્ય અને પ્રેરક શક્તી બનીને વિકાસ વધારવામાં સહાયક બન્યું છે. સેવા ક્ષેત્ર અર્થતંત્રના ઘરેલુ અને વિદેશ વેપારમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

સેવાક્ષેત્રમાં સંગઠિતક્ષેત્રથી લઇને અસંગઠિતક્ષેત્ર દ્વારા આપવામાં આવતી સાધન સેવાનો પણ સમાવેશ થાય છે. જેમ કે દાક્તર, વકીલ, તથા પ્લમ્બરની સેવાઓ જો કે સેવા ક્ષેત્રની ગણતરીમાં મુખ્યત્વે વેપાર,હોટલ,રસ્તાઓ, વાહનવ્યવહાર, હવાઇ, જળપરિવહન, શિક્ષણ, આરોગ્ય, દુરસંચાર, ગોદામો, નાણાંકીય અને બિનનાણાંકીય, સ્થાવત મિલકત અને વ્યવસાય સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. જો કે W.T.O અને R.B.I ની ગણતરીની શ્રેણીમાં બાંધકામ (નિર્માણ) નો સમાવેશ કરવામાં આવે છે.

વૈશ્વીક અર્થતંત્રના ઉત્પાદનમાં સેવાક્ષેત્રનો ફાળો ૬૮% જેટલો છે. ભારતના સંદર્ભમાં સેવા ક્ષેત્રનો G.D.P માં પ્રમાણ વિકસતા દેશો કરતાં વધુ છે. અને વિકસતા દેશો કરતાં ઓછું છે. વર્ષ ૨૦૧૦ માં કુલ ઘરેલુ પેદાશમાં સેવા ક્ષેત્રમાં ફાળો ૫૭% જ્યારે અમેરિકા ૭૮.૦૨%, ફ્રાંસ ૭૮.૦૧%, જાપાન ૭૧.૦૭%, જે ભારતની તુલનામાં વધુ છે. આમ આજે પણ સેવાઓના વેપાર અને ઉત્પાદનમાં વિકસિત દેશોનું આધિપત્ય છે.

ભારતના અર્થતંત્રમાં સેવાક્ષેત્રનો ફાળો વધવાની સાથે સાથે રાજ્યોના ઘરેલુ પેદાશમાં પણ સેવાક્ષેત્રનો ફાળો વધતો ગયો છે. જેમ કે ત્રિપુરા, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, મહારાષ્ટ્ર, બિહાર, તમિલનાડુ, ગુજરાત, કેરાલા, દિલ્હી, ચંડીગઢ, જેવા રજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોનો ફાળો અખિલ ભરતના સંદર્ભમાં ઉંચો છે. ૮૬% સાથે ચંડીગઢ તથા ૮૧.૦૮% સાથે દિલ્હી બધા રજ્યો કરતાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. જ્યારે છત્તીસગઢ ૩૪.૦૮%, અને હિમાચલ પ્રદેશ ૩૯.૦૬% સાથે ઘરેલુ પેદાશમાં સેવાક્ષેત્રનો ફાળો ઓછો છે. તે સિવાયના બધા જ રાજ્યોમાં સેવાક્ષેત્રનો ફાળો કુલ ઘરેલુ પેદાશમાં ૪૦.૦૦% થી વધુ જોવા મળે છે.

ભારતના સેવા ક્ષેત્રના વિકાસમાં વ્યાપરી સેવાઓનો ફાળો સૌથી વધુ જ્યારે ગોદામો કે જે દેશમાં ઉત્પાદિત માલ સામાન અને આયાત – નિકાસના પુરવઠાને સાચવવા માટે ગોદામોની જરૂર પડે છે. જેનો વિકાસ સૌથી ઓછો થયો છે. આમ ભારતના સેવાક્ષેત્રના બધા ક્ષેત્રોમાં સમાન વિકાસ થયેલો જોવા મળતો નથી.

દેશમાં ખેતી અને ઉદ્યોગોના ઝડપી વિકાસ માટે આંતરમાળખાકીય વિકાસ થવો જરૂરી છે. માળખાકીય વિકાસ માટે ટેકનોલોજી અને વિદેશી પ્રત્યક્ષ મુડીરોકાણ મહત્વનો ભાગ ભજવે છે. સેવા ક્ષેત્રમાં થતા પ્રત્યક્ષ વિદેશી મુડીરોકાણમાં નાણાંકીય તથા બિનનાણાંકીય સેવાઓ, કોમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટવેર, દુરસંચાર, તથા આવાસ અને સ્થાવર સંપત્તિમાં સંયુક્ત F.D.I નું પ્રમાણ સૌથી વધુ છે. તેમાં પ્રત્યક્ષ વિદેશી મુડીરોકાણમાં નાણાંકીય અને બિનનાણાંકીય સેવાઓમાં સૌથી વધુ ૨૦.૦૭% જ્યારે સૌથી ઓછુ સડક અને રસ્તાના નિર્માણમાં ૬.૫% જેટલું મુડીરોકાણનું પ્રમાણ છે. ભારતમાં થતા સીધા મુડીરોકાણમાં મોરેશિસનો સૌથી વધુ ફાળો છે. સેવા ક્ષેત્રનો G.D.P માં વધુ ફાળો હોવા છતાં રોજગારીની બાબતમાં આજે પણ ખેતી સૌથી વધુ લોકોને રોજગારી પુરી પાડે છે જ્યારે સેવા ક્ષેત્ર રોજ્ગારી આપવામાં બીજા ક્રમે આવે છે. પર્યટન એ ભારતીય અર્થવ્યવસ્થામાં ઉભરતું ક્ષેત્ર છે. ૨૦૦૭-૦૮ અનુસાર કુલ ઘરેલુ આવક અને રોજગારીમાં ફાળો ક્રમશઃ ૫.૯૨% અને ૯.૨૪% હતો. ભારતમાં આવતા વિદેશી પર્યટકોની સંખ્યા ૨૦૦૯ માં ૫.૧૭ મિલિયન હતી, જે ૨૦૧૦ માં વધીને ૫.૭૮ થઇ હતી. પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે દેશમાં રાજકીય આંતરિક અને આંતરરાષ્ટ્રીય સલામતીની આવશ્યક્તા છે. તે ઉપરાંત માળખાકીય સુવિધાઓ જેવી કે વિવિધ સ્થળો ઉપર સરળતાથી પહોંચવા માટે રસ્તાઓ, પરિવહન વ્યવસ્થા સસ્તી અને ગુણવત્તાયુક્ત, હોટલ અને રેસ્ટોરન્ટની આવશ્યક્તાની જરૂર પડે છે. અર્થવ્યવસ્થામાં હોટલ અને રેસ્ટોરન્ટનો ફાળો ૨૦૦૮-૦૯ માં ૧.૫૩% હતો.

પરિવહન એ દેશના વિકાસ માટે પાયાની સુવિધા પુરી પાડે છે. તેમાં રેલ્વે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, બંદરગ્રાહ, હવાઇ સેવા, સંદેશાવ્યવહાર વગેરે સેવાઓનો સમાવેશ થાય છે. દેશમાં કુલ મુસાફરો અને માલની હેરફેરમાં રષ્ટ્રીયધોરીમાર્ગનો ફાળો ૪૦% થી વધુ છે. જ્યારે કુલ સડકના સંદર્ભમાં તેમનું પ્રમાણ માત્ર ૨% જેટલું છે. દેશમાંથી થતા કુલ વિદેશ વેપારમાં જળ માર્ગ દ્વારા સૌથી માલની હેરફેર કરવામાં આવે છે. ભારતમાં જળપરિવહનની સેવા પુરી પાડતી સૌથી મોટી કંપની Shipping Corporation of India નો કુલ વેપારમાં ૩૬% જેટલો ફાળો છે. જો કે આંતરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતીય જહાજોનો વિશ્વવેપારમાં ફાળો માત્ર ૧.૯% સાથે ૧૮ ક્રમ આવે છે. આ ઉપરાંત હવાઇ પરિવહનમાં આજે ભારત સાતેય ઉપખંડોમાં સેવા પુરી પાડે છે. ભારતમાં હવાઇ સેવા પુરી પાડતી સૌથી મોટી જાહેર ક્ષેત્રની કંપની એર ઇન્ડિયા અને ઇન્ડિયન એર લાઇન્સ આ ઉપરાંત ખાનગી સેવામાં જેટ એરવેઝ અને સહારા એરલાઇન્સનો સમાવેશ થાય છે. તેમજ હેલીકોપ્ટર સેવામાં પવનહંસ, વાયુદુત સેવા પુરી પાડે છે. એર ઇન્ડિયા આંતરાષ્ટીય હવાઇ સેવાપુરી પાડે છે. જ્યારે ઇન્ડિયન એરલાઇન્સ ઘરેલુ સેવા ઉપરાંત પડોશી દેશોમાં હવાઇ મુસાફરી અને માલ હેરફેરની સુવિધા આપે છે. આમ ભારતમાં આજે પરિવહન ક્ષેત્ર હવાઇ જળ અને જમીન પર સારા પ્રમાણમાં પ્રગતી સાધી છે.

ભારતમાં વ્યવસાય સેવાના વિકાસમાં IT, BPO સોફ્ટવેર ઉત્પાદન અને શંસોધન વિકાસનો સમાવેશ થાય છે. નેસ્કોમના મત મુજબ ભારતમાં IT અને BPO ક્ષેત્રની આવક ૨૦૧૧-૧૨ માં ૮૭.૦૬ બિલિયન અમેરિકન ડોલર છે. જેમાં લગભગ ૨.૮ મિલિયન વ્યક્તિઓ પ્રત્યક્ષ અને ૮.૯ મિલિયન વ્યક્તિઓ પરોક્ષ રીતે રોજગારી મેળવે છે. IT ઉદ્યોગનો G.D.P માં ફાળો ૧૯૯૭-૯૮ માં ૧.૨% હતો. ભારતમાં શંસોધન અને વિકાસ પાછળ G.D.P ના માત્ર ૦.૮% ખર્ચ કરવામાં આવે છે. જ્યારે ચીન ૧.૬% અને અમેરિકા ૨.૩% જેટલો ખર્ચ કરે છે. આમ સંશોધન પાછળ વિકસિત દેશો કરતાં ઘણું ઓછુ ખર્ચ કરવામાં આવે છે. સાંસ્કૃતિક સેવાઓ, નાટકો, મનોરંજન પત્રિકાઓ, ઈન્ટરનેટ, આકાશવાણી, અને દુરદર્શન જેવી સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે, ભારતમાં પ્રાચિન સમયથી સાંસ્કૃતિક ક્ષેત્રે સારો વિકાસ થયો છે. રોજગારી અને આવક સર્જનની દ્રષ્ટીએ આ ક્ષેત્ર ઘણું મહત્વનું છે. ભારતીય મિડીયા અને મનોરંજન ઉદ્યોગ ૨૦૧૦ માં ૧૬.૦૩ મિલિયન અમેરિકન ડોલરનું મુલ્ય ધરાવે છે. ભારતમાં ૭૦૦ થી વધુ ટી.વી ચેનલો અને વર્ષ ૧૦૦૦ થી વધુ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવે છે. જે સંખ્યાની દ્રષ્ટીએ વિશ્વમાં સૌથી વધુ છે. ઉપરાંત Information and Communication Technology ની સહાયથી એનીમેશન વિઝયૂઅલ ઇફેક્ટ 3D મોબાઈલ ડાઉનલોડીંગ, નેટવર્ક ઈન્ટરનેટ વગેરે સેવાનો વિકાસ થયો છે. ભારતમાં ૨૩ અનુસુચિત તેમજ બિનઅનુસુચિત ભષામાં લગભગ ૭૭૩૮૪ સમાચાર પત્રિકાઓ બહાર પડે છે. આમ ભારતમાં આંતરમાળખાકીય સુવિધામાં પાછલા દશકામાં સારો વિકાસ થયો છે.

સેવાક્ષેત્ર ભારતીય અર્થતંત્રમાં આવક અને રોજગારીની દ્રષ્ટીએ મહત્વનું છે. ભારતમાં હજુ પણ સંદેશાવ્યવહાર, રેલ્વે, જળપરિવહન, નાણાંકીય સેવાઓમાં વિકસિત દેશોની સરખામણીમાં ઘણો ઓછો વિકાસ થયો છે. ભારતની ભૌગોલિક પરિસ્થિતિ અને માનવ સંપત્તીના વિકાસ દ્વારા સેવા ક્ષેત્રમાં ઘણો વિકાસ સાધી શકાય તેમ છે. ઉપરાંત દેશના ગરીબ રજ્યોમાં શિક્ષણ આરોગ્ય તેમજ માળખાકીય સુવિધા પુરી પાડેની પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો લાવી શકાય તેમ છે.

સંદર્ભ::

  1. Indian Economy Survey 2011-12
  2. ર્ડા. સુદામાસિંહ અને ર્ડા. રાજીવ ક્રુષ્ણસિંહ, “ભારતીય અર્થવ્યવસ્થા” રાધા પ્રકાશન - દિલ્હી
  3. http://indianbudget.nic.in

*************************************************** 

પ્રજાપતી સંજયકુમાર મણીલાલ
મુ-ખેરાલુ, જી-મહેસાણા, ગુજરાત

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us