ઉચ્ચતર પ્રાથમિક કક્ષાનાં બાળકો માટે બુદ્ધિ કસોટીની રચના અને પ્રમાણીકરણ
સારાંશ
મનોવિજ્ઞાનની પાર્શ્વભૂમિકા વિનાનો શિક્ષક શિક્ષણ કાર્યમાં જોઇએ તેવી સફળતા હાંસલ કરતો નથી. જેથી વર્ગ શિક્ષણ દરમિયાન બુદ્ધિમાનાંક ખૂબજ ઉપયોગી સાબિત થઇ શકે છે. એ હેતુને ધ્યાનમાં રાખીને સંશોધકે ઉચ્ચતર પ્રાથમિક કક્ષાના બાળકો માટે બુદ્ધિકસોટીની રચના અને પ્રામાણીકરણ સંદર્ભે સંશોધન હાથ ધર્યુ હતું. જે માટે સંશોધકે કસોટીની હસ્તપ્રત અજમાયશથી અંતિમ અજમાયશ માટે ગુજરાત રાજયને પ્રાથમિક શાળાના ધોરણ 6 અને 7ના બાળકોની પસંદગી કરી હતી. અંતિમ અજમાયશ માટે 1047 કન્યાઓ અને 1053 કુમારો એમ કુલ 2100 બાળકોની પસંદગી કરી હતી. પ્રસ્તુત સંશોધન ધોરણાત્મક સર્વેક્ષણ પ્રકારનું હતું. કસોટીની રચના અને પ્રમાણીકરણના સમગ્ર તબક્કાઓમાંથી પસાર કરી ઉચ્ચતર પ્રાથમિક શાળાના બાળકો માટે બુદ્ધિકસોટીનું નિર્માણ કર્યું હતું. કસોટીના પ્રમાણભૂત પ્રાપ્તાંક માટે z-scoreનો ઉપયોગ કર્યો હતો. કસોટીની વિશ્વસનીયતા અને યથાર્થતા ઊચીં રહી હતી. કસોટીના માનાંકોનો અભ્યાસ કરતા જાતિયતા, વિસ્તાર અને વયજૂથો સમકક્ષ જોવા મળ્યા હતા.
પ્રસ્તાવના
મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે, અનેક સંશોધનોના નિષ્કર્ષો સૂચવી જાય છે કે મનોવિજ્ઞાનની પાર્શ્વભૂમિકા વિનાનો શિક્ષક શિક્ષણ કાર્યમાં જોઇએ તેવી સફળતા હાંસલ કરતો નથી. જેથી વર્ગ શિક્ષણ દરમિયાન આ બાબતને ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત છે. બાળકેન્દ્રી શિક્ષણના આયોજનમાં બુદ્ધિમાનાંક જાણવાથી શાળાકીય અભ્યાસમાં તે કેવી પ્રગતિ સાધી શકશે તેનો ખ્યાલ કેટલેક અંશે શિક્ષક મેળવી શકે છે.
સમસ્યાકથન
ઉચ્ચતર પ્રાથમિક કક્ષાનાં બાળકો માટે બુદ્ધિ કસોટીની રચના અને પ્રમાણીકરણ
સંશોધનના હેતુઓ
- ગુજરાત રાજયના ઉચ્ચતર પ્રાથમિક કક્ષાનાં બાળકો માટે બુદ્ધિકસોટીની રચના કરવું અને પ્રમાણીકરણ કરવું.
- ગુજરાત રાજયના ઉચ્ચતર પ્રાથમિક કક્ષાનાં બાળકો માટે બુદ્ધિસોટીના માનાંકો પ્રસ્થાપિત કરવા.
- ગુજરાત રાજયના ઉચ્ચતર પ્રાથમિક કક્ષાનાં બાળકો માટે બુદ્ધિમાનાંકોને આધારે બુદ્ધિકક્ષાનું વર્ગીકરણ કરવું.
- ગુજરાત રાજયના ઉચ્ચતર પ્રાથમિક કક્ષાનાં નમૂનાના સમગ્ર બાળકો સંદર્ભે બુદ્ધિકક્ષા અને બુદ્ધિમાનાંકોનો અભ્યાસ કરવો.
- ગુજરાત રાજયના ઉચ્ચતર પ્રાથમિક કક્ષાનાં નમૂનાના જાતીયતા સંદર્ભે બુદ્ધિકક્ષા અને બુદ્ધિમાનાંકોનો અભ્યાસ કરવો.
- ગુજરાત રાજયના ઉચ્ચતર પ્રાથમિક કક્ષાનાં નમૂનાના શાળાના વિસ્તાર સંદર્ભે બુદ્ધિકક્ષા અને બુદ્ધિમાનાંકોનો અભ્યાસ કરવો.
- ગુજરાત રાજયના ઉચ્ચતર પ્રાથમિક કક્ષાનાં નમૂનાના બાળકોની વયજૂથ સંદર્ભે બુદ્ધિકક્ષા અને બુદ્ધિમાનાંકોનો અભ્યાસ કરવો.
સંશોધનની ઉત્કલ્પનાઓ
- ગુજરાત રાજયના ઉચ્ચતર પ્રાથમિક કક્ષાનાં કુમારો અને કન્યાઓના સરાસરી બુદ્ધિમાનાંકો વચ્ચે અર્થસૂચક તફાવત નહીં હોય.
- ગુજરાત રાજયના ઉચ્ચતર પ્રાથમિક કક્ષાના ગ્રામ વિસ્તાર અને શહેરી વિસ્તારનાં બાળકો સરાસરી બુદ્ધિમાનાંકો વચ્ચે અર્થસૂચક તફાવત નહીં હોય.
- ગુજરાત રાજયના ઉચ્ચતર પ્રાથમિક કક્ષાનાં વિવિધ વયજૂથોનાં બાળકોના સરાસરી બુદ્ધિમાનાંકો વચ્ચે અર્થસૂચક તફાવત નહીં હોય.
- ગુજરાત રાજયના ઉચ્ચતર પ્રાથમિક કક્ષાનાં વિવિધ વયજૂથોના કુમારોના સરાસરી બુદ્ધિમાનાંકો વચ્ચે અર્થસૂચક તફાવત નહીં હોય.
- ગુજરાત રાજયના ઉચ્ચતર પ્રાથમિક કક્ષાનાં વિવિધ વયજૂથોની કન્યાઓના સરાસરી બુદ્ધિમાનાંકો વચ્ચે અર્થસૂચક તફાવત નહીં હોય.
વ્યાપવિશ્વ અને નમૂનાની પસંદગી
ગુજરાત રાજયમાં ગુજરાતી માધ્યમની શાળાઓમાં ધોરણ-6 અને 7માં અભ્યાસ કરતા વિધાર્થીઓ પ્રસ્તુત સંશોધનનું વ્યાપ વિશ્વ બને અને નમૂના પસંદગી માટે સંશોધકે યાર્દચ્છિક રીતે ધોરણ- 6 અને 7ના કુલ 1047 કન્યાઓ અને કુલ 1053 કુમારોની પસંદગી થઇ હતી.
સંશોધનની પદ્ધતિ
સંશોધકે પ્રસ્તુત સંશોધને માટે ધોરણાત્મક સર્વેક્ષણ પદ્ધતિ સ્વીકારી હતી.
સંશોધનનું ઉપકરણ
સંશોધકે સ્વરચિત ઉચ્ચતર પ્રાથમિક કક્ષા માટેની શાબ્દિક-અશાબ્દિક સમૂહ બુદ્ધિકસોટી, મોહનભaaaaઇ રચિત પ્રાથમિક કક્ષા માટેની તાર્કિક અભિયોગ્યતા કસોટી, મોહનભઇ રચિત પ્રાથમિક કક્ષા માટેની શાબ્દિક બુદ્ધિકસોટી, જે.એચ.શાહની પ્રાથમિક શાળાની લઘુ બુદ્ધિકસોટી અને દેસાઇ શાબ્દિક-અશાબ્દિક સમૂહ બુદ્ધિસોટીનો ઉપયોગ કર્યો હતો.
અંકશાસ્ત્રીય પૃથક્કરણની રીત
કાઇવર્ગ મૂલ્ય, પ્રમાણભૂત પ્રાપ્તાંક (z-score)Z = 16z + 100, પ્રતિશત ક્રમાંક, સ્વતંત્ર જૂથ – t મૂલ્ય અને વિચરણ પૃથક્કરણ કરવામાં આવ્યું.
તારણો
કસોટીની યથાર્થતા સંદર્ભે મળેલાં તારણો:
- દેસાઇ સમૂહબુદ્ધિ કસોટી સાથે પ્રસ્તુત કસોટીનો સહસંબંધાક 0.75 જયારે, પ્રમાણભૂલ 0.057 મળે છે.
- લઘુબુદ્ધિ કસોટી સાથે પ્રસ્તુત કસોટીનો સહસંબંધાક 0.080 જયારે, પ્રમાણભૂલ 0.036 મળે છે.
- શાબ્દિક બુદ્ધિ કસોટી સાથે પ્રસ્તુત કસોટીનો સહસંબંધાક 0.87 જયારે, તેની પ્રમાણભૂલ 0.024 મળે છે.
- તાર્કિક અભિયોગ્યતા કસોટી સાથે પ્રસ્તુત કસોટીનો સહસંબંધાક 0.76 જયારે, પ્રમાણભૂલ 0.040 મળે છે.
કસોટીની વિશ્વસનીયતા સંદર્ભે મળેલાં તારણો:
ક્રમ |
વિશ્વસનીયતા માટેની પદ્ધતિ |
નમૂનાની સંખ્યા |
વિશ્વસનીય આંક |
પ્રમાણભૂલ |
1 |
કસોટી પુન: કસોટી |
130 |
0.79 |
0.033 |
2 |
સ્પિયરમેન બ્રાઉન સૂત્ર મુજબ |
200 |
0.91 |
0.012 |
3 |
રુલોન સૂત્રની મદદથી |
200 |
0.95 |
0.0065 |
4 |
ફલેનેગન સૂત્રની મદદથી |
200 |
0.88 |
0.016 |
5 |
ફુડર રિચર્ડસન પદ્ધતિ KR20 |
100 |
0.91 |
0.018 |
6 |
ફુડર રિચર્ડસન પદ્ધતિ KR21 |
100 |
0.73 |
0.047 |
વિધાર્થીઓના બુદ્ધિમાનાંક સંદર્ભે મળેલાં તારણો
- ગુજરાત રાજયનાં ઉચ્ચતર કક્ષાના કુમારો અને કન્યાઓ સરાસરી બુદ્ધિમાનાંકોના સંદર્ભમાં સમકક્ષ જોવા મળે છે.
- ગુજરાત રાજયનાં ઉચ્ચતર કક્ષાના ગ્રામ વિસ્તાર અને શહેરી વિસ્તાર બાળકોના સરાસરી બુદ્ધિમાનાંકોના સંદર્ભમાં સમકક્ષ જોવા મળે છે.
- ગુજરાત રાજયનાં ઉચ્ચતર કક્ષાનાં વિવિધ વયજૂથોના બાળકો સરાસરી બુદ્ધિમાનાંકોના સંદર્ભમાં સમકક્ષ જોવા મળે છે.
- ગુજરાત રાજયનાં ઉચ્ચતર કક્ષાનાં વિવિધ વયજૂથોના કુમારો સરાસરી બુદ્ધિમાનાંકોના સંદર્ભમાં સમકક્ષ જોવા મળે છે.
- ગુજરાત રાજયનાં ઉચ્ચતર કક્ષાની વિવિધ વયજૂથોની કન્યાઓ સરાસરી બુદ્ધિમાનાંકોના સંદર્ભમાં સમકક્ષ જોવા મળે છે.
સંદર્ભસૂચિ
- દેસાઇ, કે.જી. (2000). મનોવૈજ્ઞાનિક માપન (ચોથી આવૃત્તિ). અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજય.
- દેસાઇ, કે.જી. અને દેસાઇ, એચ.જી. (1977). સંશોધનની પદ્ધતિ અને પ્રવિધિઓ. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજય.
- પરીખ, જે.સી. (1983). બુદ્ધિમાપન. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજય.
- પારેખ, બી.યુ. અને ત્રિવેદી, એમ.ડી. (1964). શિક્ષણમાં આંકડાશાસ્ત્ર. (ચોથી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજય.
- શાહ, જી.બી. (1977). શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં અધ્યન મીમાંસા. (તૃતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજય.
- શાહ, ડી.બી. (2004). શૈક્ષણિક સંશોધન. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજય.
- Anastasi, Anne (1988): Psychological Testing. New York: Macmillan Publishing Company, (Sixth Edition).
- Garrett, H.E. (1981). Statistics in Psychology and Education. Bombay: Vakil, Fetter and Simons.
- शाह, एम. ए. અને माथुर, के. (19910. मनोवैज्ञानिक परीक्ण. (द्रितीय आवृत्ति). आगरा. विनोद बुक मन्दिर.
- Sharma, S.B. (1993). Construction and Standardization of spiral Omnibus Verbal Nonverbal Group Test of Intelligence for pupil of grades VII to XII Studying in English Medium school if India. Unpublished Ph.D. Thesis. Mumbai: S.N.D.T. Women’s University. Slosson. (1981). Construction and Standardization of Slosson’s Intelligence Test (SIT). Retrieved from http”//www.academicjournab.org/ERR
***************************************************
ડૉ. દિપીકા બી. શાહ
પ્રોફેસર, શિક્ષણ વિભાગ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી
સુરત – ૩૯૫૦૦૭
E-mail: dipi_shah@yahoo.com
(M) 9898072291
ડૉ. મનિષ એમ. પટેલ
સિનિયર લેકચરર
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી
(MM) 09426771642 |