logo

બી.એડના તાલીમાર્થીઓને અંગ્રેજી શિક્ષણમાં પડતી મુશ્કેલીઓનો અભ્યાસ

સારાંશ

માનવના જીવનમાં ભાષાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. દરેક બાળક્માં ભાષા શીખવાની ક્ષમતા તો જ્ન્મથી જ હોય છે. પરંતુ ભાષા શીખવાની પ્રક્રિયા ઉપર બાળક્ની આજુબાજુના વાતાવરણની તેના પર અસર પડે છે. વળી, ભાષા શિક્ષણનો મુખ્ય હેતુ ભાષાવિકાસ સાથે સંબંધિત વિવિધ ક્ષમતાઓનો વિકાસ કરવાનો છે. તેમાંય અંગ્રેજી ભાષાને ગુજરાતી માધ્યમની શાળાઓમાં દ્રિતીય ભાષા તરીકે શાળાકક્ષાએ સ્વીકારવામાં આવી છે. આથી વિદ્યાર્થીઓના અંગ્રેજી ભાષાના વિકાસ અર્થે શિક્ષકપક્ષે ફરજ વધી જાય છે. ભાવિ શિક્ષકો બનનારા તાલીમાર્થીઓ અભિવ્યકિતના વિવિધ કૌશલ્યોને હસ્તગત કરે તે જરુરી છે. અંગ્રેજી ભાષાના શિક્ષક તરીકે આવશ્યક ઘડતર જરુરી છે. તાલીમ દરમિયાન અંગ્રેજી ભાષાના પ્રાયોગિક કાર્યમાં ગદ્ય, પદ્ય, વ્યાકરણ, અને લેખનમાં તેઓને ઘણી પ્રકારની મુશ્કેલીઓ નડતી હોય છે. શિક્ષણકાર્ય દરમિયાન તાલીમાર્થીઓને જે કઠિનતા અનુભવાય છે. તેને શોધવાના હેતુસર આ નાનક્ડો પ્રયાસ કરાયો છે. અંગ્રેજી શિક્ષણ પદ્ધતિના બી.એડ.ના તાલીમાર્થીઓની અંગ્રેજી શિક્ષણમાં કઠિનતા શોધવા સમસ્યાના હેતુઓમાં દર્શાવેલા ક્ષેત્રોના સંદર્ભમાં પંચબિદુ આધારિત ક્રમમાપદંડની રચના કરાઈ હતી. જેની તજજ્ઞ પાસે ચકાસણી કરાવી હતી. તાલીમાર્થીઓ જ્યારે પ્રેકટિસ ટીચિંગ કાર્યક્રમ દરમિયાન પાઠ આપતા હતા ત્યારે અંગ્રેજી શિક્ષણના પાઠનુ અવલોકનને આધારે ક્રમમાપદંડ ભરાયો હતો. ત્યારબાદ સુધારણાલક્ષી કાર્યક્રમ આપ્યો હતો. પછી બ્લોક ટીંચિગ દરમિયાન અવલોક્ન કરીને તારણ શોધાયા.

પ્રસ્તાવના

માનવના જીવનમાં ભાષાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. દરેક બાળક્માં ભાષા શીખવાની ક્ષમતા તો જ્ન્મથી જ હોય છે. પરંતુ ભાષા શીખવાની પ્રક્રિયા ઉપર બાળક્ની આજુબાજુના વાતાવરણની તેના પર અસર પડે છે. વળી, ભાષા શિક્ષણનો મુખ્ય હેતુ ભાષાવિકાસ સાથે સંબંધિત વિવિધ ક્ષમતાઓનો વિકાસ કરવાનો છે. તેમાંય અંગ્રેજી ભાષાને ગુજરાતી માધ્યમની શાળાઓમાં દ્વિતીય ભાષા તરીકે શાળાકક્ષાએ સ્વીકારવામાં આવી છે. આથી વિદ્યાર્થીઓના અંગ્રેજી ભાષાના વિકાસ અર્થે શિક્ષકપક્ષે ફરજ વધી જાય છે. ભાવિ શિક્ષકો બનનારા તાલીમાર્થીઓ અભિવ્યકિતના વિવિધ કૌશલ્યોને હસ્તગત કરે તે જરુરી છે. અંગ્રેજી ભાષાના શિક્ષક તરીકે આવશ્યક ઘડતર જરુરી છે. તાલીમ દરમિયાન અંગ્રેજી ભાષાના પ્રાયોગિક કાર્યમાં ગદ્ય, પદ્ય, વ્યાકરણ, અને લેખનમાં તેઓને ઘણી પ્રકારની મુશ્કેલીઓ નડતી હોય છે. શિક્ષણકાર્ય દરમિયાન તાલીમાર્થીઓને જે કઠિનતા અનુભવાય છે. તેને શોધવાના હેતુસર આ નાનક્ડો પ્રયાસ કરાયો છે.

સમસ્યા

  • આણંદ કોલેજ ઓફ એજ્યુકેશન, આણંદના ગુજરાતી શિક્ષણ પધ્ધતિના અંગ્રેજી શિક્ષણ આપતા તાલીમાર્થીઓ.
  • આણંદ કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રેકટિસ ટીંચિગ દરમિયાન અને બ્લોક ટીંચિગ દરમિયાન તાલીમાર્થીઓ જે તે શાળામાં પાઠ આપે તેમાંથી અંગ્રેજી શિક્ષણના પાઠ આપતાં અંગ્રેજી પદ્ધતિના તાલીમાર્થીઓ નમૂના તરીકે પસંદ કરાયા.
  • આણંદ કોલેજ ઓફ એજ્યુકેશન, અંગ્રેજી શિક્ષણ પદ્ધતિના પાઠ આપતાં 14 તાલીમાર્થીઓ પસંદ કરાયા.
હેતુઓ
  • તાલીમાર્થીઓના અંગ્રેજી શિક્ષણના પ્રાયોગિક પાઠનું અવલોકન કરવું.
  • તાલીમાર્થીઓની પાઠનું યોગ્ય રીતે આરોહ, અવરોહ, ઝડપ અને યોગ્ય ઉચ્ચારણ સાથેપાઠને વાચવાની ક્ષમતાનો અભ્યાસ કરવો.
  • તાલીમાર્થીઓના અંગ્રેજી શિક્ષણમાં ઉપયોગી પદ્ધતિઓ અને પ્રયુક્તિઓના વિનિયોગની ક્ષમતાનો અભ્યાસ કરવો.
  • તાલીમાર્થીઓની અસરકારક અંગ્રેજી શિક્ષણ માટે જરુરી શૈક્ષણિક સાધનોના ઉપયોગની ્ષમતાનો અભ્યાસ કરવો.
  • તાલીમાર્થીઓનો અંગ્રેજી શિક્ષણમાં થતાં સ્પષ્ટીકરણ કૌશલ્યની ક્ષમતાનો અભ્યાસ કરવો.
  • તાલીમાર્થીઓના શિક્ષણમાં અપાતાં સંદર્ભ સાહિત્યના અનુબંધનો અભ્યાસ કરવો.
  • તાલીમાર્થીઓની વિષયવસ્તુની ભાષાકીય અભિવ્યકિતની ક્ષમતાનો અભ્યાસ કરવો.
  • તાલીમાર્થીઓની ભાષાતત્વની સમજ શક્તિનો અભ્યાસ કરવો.
  • તાલીમાર્થીઓ વિષયવસ્તુમાં આવેલ નવા શબ્દોની વિવિધ પ્રયુક્તિઓ દ્વારા થતી રજૂઆત શૈલીનો અભ્યાસ કરવો.
  • તાલીમાર્થીઓ વિષયવસ્તુમાં રહેલ ભાવ, રસ, મૂલ્ય સુધી વિદ્યાર્થીઓને લઈ જવાની ક્ષમતાનો અભ્યાસ કરવો.
સંભવિત કારણો
  • તાલીમાર્થીઓ અંગ્રેજી શિક્ષણના પાઠ દરમિયાન પ્રારંભ કરવામાં મુશ્કેલી અનુભવે છે.
  • તાલીમાર્થીઓ અંગ્રેજી શિક્ષણના પ્રારંભ અને વિષયાંગ વચ્ચેનો અનુબંધ બાધવામાં મુશ્કેલી અનુભવે છે.
  • તાલીમાર્થીઓ વિષયવસ્તુનું યોગ્ય રીતે વાંચન કરવામાં મુશ્કેલી અનુભવે છે.
  • તાલીમાર્થીઓ ભાષાતત્વને વિવિધ યુકિત-પ્રયુક્તિથી સમજાવવામાં મુશ્કેલી અનુભવે છે.
  • તાલીમાર્થીઓ નવા શબ્દોના અર્થ કઢાવવામાં અને સ્પષ્ટ કરવામાં મુશ્કેલી અનુભવે છે.
  • તાલીમાર્થીઓ વિષયવસ્તુના ભાવ- રસને- મૂલ્યને અનુરુપ સંદર્ભ માહિતી આપવામાં મુશ્કેલી અનુભવે છે.
  • તાલીમાર્થીઓ વિષયવસ્તુના સંદર્ભમાં પ્રવૃતિ કરાવવામાં મુશ્કેલી અનુભવે છે.
  • તાલીમાર્થીઓ અંગ્રેજી શિક્ષણમાં વિવિધ પદ્ધતિઓનો વિનિયોગ કરવામાં મુશ્કેલી અનુભવે છે.
  • તાલીમાર્થીઓ વિષયવસ્તુના ભાવ- રસ-વિષયને સ્પષ્ટ કરવામાં મુશ્કેલી અનુભવે છે.
  • તાલીમાર્થીઓ હેતુલક્ષી મૂલ્યાંક્ન કરવામાં મુશ્કેલી અનુભવે છે.
પાયાની જરુરી માહિતી
  • તાલીમાર્થીઓ સમગ્ર વિષયવસ્તુનો રસ-ભાવ-વિષયને અનુરુપ અભ્યાસ કરતા ન હોવાથી.
  • તાલીમાર્થીઓ અંગ્રેજી વિષય અઘરો છે એમ સમજતા હોવાથી.
  • તાલીમાર્થીઓ અંગ્રેજી વિષયના સંદર્ભમા વિષયવસ્તુને અનુલક્ષીને સંદર્ભ પુસ્તકોનું વાંચન કરતા ન હોવાથી.
  • તાલીમાર્થીઓ પોતે અંગ્રેજી શીખવી ન શકે તેવો પૂર્વ ગ્રહ રાખતા હોવાથી.
  • તાલીમાર્થીઓ અન્ય સમક્ષ હું અંગ્રેજી બોલી ના શકું તેવો ડર રાખતા હોવાથી.
  • તાલીમાર્થીઓ પાઠ આયોજન યોગ્ય રીતે ના કરતા હોવાથી.
  • તાલીમાર્થીઓને જે તે વિષયવસ્તુ સ્પષ્ટ ન થયેલુ હોવાથી.
  • તાલીમાર્થીઓનુ અંગ્રેજી ભાષા જ્ઞાન અપૂરતું હોવાથી.
  • તાલીમાર્થીઓ પૂરતી તૈયારી સાથે વર્ગખંડમાં ન જ્તા હોવાથી.
  • તાલીમાર્થીઓ અધ્યાપક્ના આવવાથી ડરી જતા હોવાથી.
  • તાલીમાર્થીઓ વર્ગવ્યવહારમાં અડચણ અનુભવતા હોવાથી.
ઉત્કલ્પના
  • તાલીમાર્થીઓ યોગ્ય રીતે પાઠ આયોજન કરશે તો સારો પ્રયાસ કરશે.
  • તાલીમાર્થીઓ પોતાનામાં વિવિધ કૌશલ્યોનો વિકાસ કરી અંગ્રેજી શિક્ષણ કરાવશે તો સારો પ્રયાસ થશે.
  • તાલીમાર્થીઓ અંગ્રેજી શિક્ષણની પદ્ધતિનો યોગ્ય જગ્યાએ વિનિયોગ કરશે તો સારો પ્રયાસ કરશે.
  • તાલીમાર્થીઓ અંગ્રેજી વિષયવસ્તુનો ઊંડાણપુર્વક અભ્યાસ કરશે તો સારો પ્રયાસ કરશે.
  • તાલીમાર્થીઓ સંદર્ભ પુસ્તકોનું વાંચન કરી તૈયારી સહ આવશે તો સારો પ્રયાસ કરશે.
  • તાલીમાર્થીઓ અંગ્રેજી શિક્ષણ પ્રત્યે રસ લઈ કાર્ય કરશે તો સારો પ્રયાસ કરશે.
પ્રાયોગિક કાર્યની રુપરેખા

અંગ્રેજી શિક્ષણ પદ્ધતિના બી.એડ.ના તાલીમાર્થીઓની અંગ્રેજી શિક્ષણમાં કઠિનતા શોધવા સમસ્યાના હેતુઓમાં દર્શાવેલા ક્ષેત્રોના સંદર્ભમાં પંચબિદુ આધારિત ક્રમમાપદંડની રચના કરાઈ હતી. જેની તજજ્ઞ પાસે ચકાસણી કરાવી હતી. તાલીમાર્થીઓ જ્યારે પ્રેકટિસ ટીંચિગ કાર્યક્રમ દરમિયાન પાઠ આપતા હતા ત્યારે અંગ્રેજી શિક્ષણના પાઠનું અવલોકનને આધારે ક્રમમાપદંડ ભરાયો હતો. ત્યારબાદ સુધારણાલક્ષી કાર્યક્રમ આપ્યો હતો. પછી બ્લોક ટીંચિગ દરમિયાન અવલોક્ન કરીને તારણ શોધાયા.

પ્રાયોગિક કાર્યનું અમલીકરણ

માહિતીનું એકત્રીકરણ કરવા આણંદ કોલેજ ઓફ એજ્યુકેશનના તાલીમાર્થીઓ જ્યારે પ્રેક્ટિસ ટીચિંગ અને બ્લોક ટીચિંગના કાર્યક્રમમાં ગયા ત્યારે ઈન્ચાર્જ અધ્યાપક અને શાળાના શિક્ષકોના અવલોકન આધારિત ક્રમમાપદંડના ઉપયોગ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવી.

મૂલ્યાંકન (માહિતીનું પૃથકકરણ અને અર્થઘટન)

માહિતીનું પૃથકકરણ કરવા માટે હેતુમાંના ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને પ્રત્યેક વિદ્યાર્થીની ભૂલોની સંખ્યા નિશ્ચિત કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રત્યેક ક્ષેત્રોમાં ભૂલો કરનાર અને ન કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા અને તેની ટકાવારી સોંપવામાં આવી. ત્યારબાદ બીજા હેતુ સમગ્ર દેખાવ જાણવા માટે દસેય ક્ષેત્રોની સરાસરી અને ટકાવારી કાઢવામાં આવ્યા હતા. અને માહિતીનુ અર્થઘટન કરવામાં આવ્યું હતું.
જેના અભ્યાસ પરથી કેટલાક તારણો આ મુજબ તારવ્યા છે.
  • નિદાનમાં તાલીમાર્થીઓ પ્રારંભ કરવામાં મધ્યમ કરતાં હતાં. જેની ટકાવારી 50 હતી.
  • ઉપચારાત્મક કાર્ય બાદ અતિ ઉત્તમ અને ઉત્તમ પ્રારંભ કરી શક્યા હતા.
  • નિદાનમાં તાલીમાર્થીઓ પ્રારંભનુ યોગ્ય હેતુક્થન કરવામાં મધ્યમ હતાં જેની ટકાવારી 42.85 હતી. ઉપચારત્મક કાર્ય બાદ અતિ ઉત્તમ પ્રારંભનુ હેતુક્થન કરી શક્યા હતા.
  • નિદાનમાં તાલીમાર્થીઓ વિષયવસ્તુનું યોગ્ય આરોહ, અવરોહ, ઝડપ અને યોગ્ય
  • ઉચ્ચારણયુક્ત વાંચન કરવામાં મધ્યમ હતાં. ઉપચારાત્મક કાર્ય બાદ અતિ ઉત્તમ અને ઉત્તમ પરિચય કરી શક્યા હતા. નિદાનમાં તાલીમાર્થીઓ ભાષાતત્વને વિવિધ યુકિત-પ્રયુકિતથી શીખવવામાં ઉત્તમ હતાં. ઉપચારાત્મક કાર્ય બાદ અતિ ઉત્તમ યુકિત-પ્રયુકિતથી શીખવી શક્યા હતાં.
  • નિદાનમાં તાલીમાર્થીઓ નવા શબ્દોના અર્થ ક્ઢાવી સ્પષ્ટ કરવામાં ઉત્તમ હતા. ઉપચારાત્મક કાર્ય બાદ અતિ ઉત્તમ અને ઉત્તમ રીતે નવા શબ્દોના અર્થ ક્ઢાવી સ્પષ્ટ કરી શક્યા હતા.
  • નિદાનમાં તાલીમાર્થીઓ વિષયવસ્તુના ભાવને-રસને-મૂલ્યને અનુરુપ સંદર્ભ માહિતી આપવામા કરવામાં મધ્યમ હતા. ઉપચારાત્મક કાર્ય બાદ ઉત્તમ કાર્ય કરી શક્યા હતાં.
  • નિદાનમાં તાલીમાર્થીઓ વિષયવસ્તુના સંદર્ભમાં પ્રવૃતિ કરાવવામાં મધ્યમ હતા. ઉપચારાત્મક કાર્ય બાદ ઉત્તમ અને અતિ ઉત્તમ કાર્ય કરી શક્યા હતા.
  • નિદાનમાં તાલીમાર્થીઓ અંગ્રેજી શિક્ષણમાં વિવિધ પદ્ધતિઅઓનો વિનિયોગ સરળતાથી કરવામાં મધ્યમ હતા. ઉપચારાત્મક કાર્ય બાદ ઉત્તમ અને અતિ ઉત્તમ કાર્ય કરી શકયા હતા.
  • નિદાનમાં તાલીમાર્થીઓ વિષયવસ્તુના ભાવ- રસ –મુલ્યને સ્પષ્ટ આપવામાં મધ્યમ અને નિમ્ન હતા. ઉપચારાત્મક કાર્ય કરી શકયા હતા.
  • નિદાનમાં તાલીમાર્થીઓ હેતુલક્ષી મૂલ્યાંક્ન ઉત્તમ અને મધ્યમ રીતે કરી શક્યા હતા. ઉપચારાત્મક કાર્ય બાદ ઉત્તમ અને અતિ ઉત્તમ કાર્ય કરી શક્યા હતા.
  • નિદાનમાં તાલીમાર્થીઓ કાવ્યની સમગ્રલક્ષી સમજુતી આપવામાં મધ્યમ અને નિમ્ન હતા. ઉપચારાત્મક કાર્ય બાદ ઉત્તમ અને અતિ ઉત્તમ કાર્ય કરી શક્યા હતા.
  • નિદાનમાં તાલીમાર્થીઓ વિષયવસ્તુના સંદર્ભમાં ઉચ્ચક્ક્ષા (વિશ્ર્લેષણ, સંશ્ર્લેષણ, મૂલ્યાંકન)ના પ્રશ્નો પૂછવામાં ઉત્તમ હતા. ઉપચારાત્મક કાર્ય બાદ ઉત્તમ અને અતિ ઉત્તમ કાર્ય કરી શક્યા હતા.
  • સંદર્ભ સાહિત્ય::

    1. શાહ, દિપીકા બી. (2009) “શૈક્ષણિક સંશોધન.” યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજય, અમદાવાદ.

    *************************************************** 

    ડો. અભીપ્સાબેન જી. યાજ્ઞિક
    ઈન્ચાર્જ આચાર્ય,
    આણંદ કોલેજ ઓફ એજ્યુકેશન, આણંદ.
    Email: abhipsa. yagnik @ gmail.com
    (M) 98246 83793

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us