logo

ધોરણ - ૮ માટે રમત-ગમત દ્વારા સંસ્કૃત વ્યાકરણના વિભક્તિ એકમનું શિક્ષણ

સારાંશ


પ્રવર્તમાન સમયમાં અન્ય ભાષાઓની તુલનામાં આપણી પ્રાચીન સંસ્કૃત ભાષાનું મહત્વ ઘટી રહ્યું છે. સંસ્કૃત ભાષા પરત્વે વિદ્યાર્થીઓમાં રસ ઉત્પન્ન થાય અને તેનુ્મહpવ વધે તેવા હેતુને ધ્યાનમાં રાખીને સંશોધનકર્તાએ પ્રસ્તુત વિષય પર સંશોધનકાર્ય હાથ ધરવાનું નક્કી કર્યું હતું. પ્રસ્તુત સંશોધન માટે પ્રાયોગિક પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. સંશોધન અર્થે ગુજરાત રાજ્યના નવસારી જીલ્લાની એક શહેરી વિસ્તારની અને એક ગ્રામ વિસ્તારની શાળાના કુલ ૧૨૦ વિદ્યાર્થીઓને નમૂના તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ઉપકરણ તરીકે દેસાઈ શાબ્દિક-અશાબ્દિક સમૂહ બુધ્ધિકસોટી, લક્ષ્યકસોટી, અને અભિપ્રાયાવલિનો માહિતી એકત્રીકરણ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. માહિતી પૃથક્કરણ અને તારણોની સંશોધન પેપરમાં વિગતે ચર્ચા કરવામાં આવી છે.

પ્રસ્તાવના

શિક્ષણ સંસ્થાઓ પ્રાચીનકાળથી જ કાર્યરત છે. પ્રાચીનકાળમાં ગુરુ-શિષ્ય પરંપરા હતી. પ્રાચીન સમયમાં ભારતની લોકવ્યવહારની ભાષા સંસ્કૃત હતી. શિક્ષણના માધ્યમની ભાષા પણ સંસ્કૃત હતી. અર્વાચીન સમયમાં કાળક્રમે સંસ્કૃત ભાષામાંથી અપભ્રંશ થઇને હિન્દી, ગુજરાતી, પંજાબી, રાજસ્થાની વગેરે પ્રાદેશિક ભાષાઓ અસ્તિત્વમાં આવી. પ્રવર્તમાન સમયમાં સંસ્કૃત ભાષા કરતાં આ ભાષઓનું મહpવ વધુ છે. વળી અંગ્રેજી ભાષાએ પણ પોતાની મજબુત પકડ જમાવી છે. ત્યારે સંસ્કૃત મૃતપ્રાયસમી બની રહી છે. સંસ્કૃત ભાષાનું સંરક્ષણ અને સંવર્ધન કરવું આવશ્યક છે.

સાંપ્રત સમયમાં મહદંશે વિશેષ પદ્ધતિ દ્વારા અધ્યાપનકાર્ય થાય તો વિદ્યાર્થીઓ તેને અર્થપૂર્ણ રીતે ગ્રહણ કરે અને આ અધ્યયન સામગ્રી તેઓ ચિરકાળ સુધી માનસપટમાં સ્થાપિત કરી શકે છે. પ્રસ્તુત બાબતને ધ્યાનમાં રાખી સંશોધનકર્તાએ "ધોરણ-૮ માટે રમત-ગમત દ્વારા સંસ્કૃત વ્યાકરણના વિભકિત એકમનું શિક્ષણ” વિષય પર સંશોધનકાર્ય હાથ ધર્યું હતું.

સંસ્કૃત વ્યાકરણનું અધ્યયન વિદ્યાર્થીઓને કંટાળાજનક લાગે છે. તેથી આવી વિશિષ્ટ પધ્ધતિ દ્વારા અધ્યાપનકાર્યએ વિદ્યાર્થીઓ માટે અર્થપૂર્ણ બની રહે છે.

સંશોધનના હેતુઓ

  1. સંસ્કૃત વ્યાકરણના "વિભકિત' એકમ માટે ધોરણ- ૮ ના વિદ્યાર્થીઓ માટે રમત-ગમત દ્વારા શિક્ષણ કાર્યક્રમની રચના કરી તેની અજમાયશ કરવી.
  2. શહેરી વિસ્તારની માધ્યમિક શાળામાં ધોરણ- ૮ ના વિદ્યાર્થીઓ પર "રૂઢિગત પધ્ધતિ અને રમત- ગમત દ્વારા શિક્ષણ' કાર્યક્રમથી થતા અધ્યાપનનો તુલનાત્મક અભ્યાસ કરવો.
  3. ગ્રામ વિસ્તારની માધ્યમિક શાળામાં ધોરણ - ૮ ના વિદ્યાર્થીઓ પર ’રૂઢિગત પધ્ધતિ ' અને ’રમત- ગમત દ્વારા શિક્ષણ' કાર્યક્રમથી થતા અધ્યયનનો તુલનાત્મક અભ્યાસ કરવો.
ઉત્કલ્પનાઓ
  1. શહેરી વિસ્તારના પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના પૂર્વકસોટી અને ઉત્તર કસોટીના આધારે પ્રાપ્ત સરાસરી લબ્ધિઆંકો વચ્ચે કોઇ અર્થસૂચક તફાવત જોવા મળશે નહીં.
  2. ગ્રામ વિસ્તારના પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના પૂર્વકસોટી અને ઉત્તરકસોટીના આધારે પ્રાપ્ત સરાસરી લબ્ધિઆંકો વચ્ચે કોઇ અર્થસૂચક તફાવત જોવા મળશે નહીં.
સંશોધનની પદ્ધતિ

પ્રસ્તુત સંશોધનકાર્યમાં રૂઢિગત પધ્ધતિ અને રમત-ગમત પધ્ધતિ એમ બંને પધ્ધતિ દ્વારા અધ્યાપન કરાવી તેની તુલના કરવાની હોવાથી પ્રાયોગિક પધ્ધતિનો ઉપયોગ કર્યો હતો. આ સંશોધનમાં પૂર્વકસોટી- ઉત્તરકસોટી સમકક્ષ જૂથ યોજનાનો ઉપયોગ થયો હતો.

વ્યાપવિશ્વ અને નમૂના પસંદગી

પ્રસ્તુત સંશોધનમાં વ્યાપવિશ્વ તરીકે ગુજરાત રાજયની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ-૮ ના વિદ્યાર્થીઓને લેવામાં આવ્યા હતા. નમૂના માટે એક શહેરી અને એક ગ્રામ વિસ્તારની શાળા પસંદ કરવામાં આવી હતી. નમૂનાની પસંદગી સહેતુક નમૂના પસંદગી દ્વારા કરવામાં આવી હતી. સંશોધન પ્રયોગ માટે પ્રત્યેક શાળામાંથી નમૂનાના પાત્રોને સંસ્કૃત વિષયના પ્રથમ કસોટીના પ્રાપ્તાંકની સરાસરી ટકાવારી અને પ્રમાણ વિચલનો શોધી તેના આધારે ૩૦-૩૦ નાં બે જૂથો સમકક્ષ કર્યા હતાં. આમ એક શાળમાંથી ૬૦ અને બીજી શાળામાંથી ૬૦ મળીને કુલ ૧૨૦ પાત્રોનો નમૂનામાં સમાવેશ કર્યો હતો.

ઉપકરણોની પસંદગી અને રચના

પ્રસ્તુત સંશોધન અર્થે દેસાઇ શાબ્દિક- અશાબ્દિક સમૂહ બુધ્ધિ કસોટી, લક્ષ્યકસોટી અને અભિપ્રાયાવલિનો ઉપકરણો તરીકે ઉપયોગ કરી પ્રયોગ અંગેની માહિતી પ્રાપ્ત કરી હતી.

માહિતી પૃથક્કરણની રીત

પ્રસ્તુત સંશોધન અર્થે સંશોધનકર્તાએ પ્રાપ્ત માહિતીને આધારે ટી- કસોટી, સહવિચરણ પૃથ્થકરણ, કાઇવર્ગ કસોટી, ક્રમાંક, અને ટકાવારીનો ઉપયોગ કરી સંશોધનની માહિતીનું પૃથક્કરણ કર્યું હતું.

સંશોધનનાં તારણો
  • શહેરી વિસ્તારનાં ધોરણ- ૮ ના સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓ માટે રમત- ગમત દ્વારા શિક્ષણ કાર્યક્રમ અસરકારક પુરવાર થયો હતો.
  • ગ્રામ વિસ્તારના ધોરણ- ૮ ના સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક શિક્ષણ પદ્ધતિ અસરકારક પુરવાર થઇ હતી.
  • શહેરી અને ગ્રામ વિસ્તારના પ્રાયોગિક જૂથ ઉપર રમત-ગમત દ્વારા શિક્ષણની તુલનામાં વધુ અસરકારક રહયો હતો.

સંદર્ભ સૂચિ::

  1. આક્રુવાલા, સી.કે.(૧૯૮૩). સંસ્કૃતનું અભિનવ અધ્યાપન. અમદાવાદઃ ભારત પ્રકાશન.
  2. દવે. એસ. આક્રુવાલા, સી. કે. અને પંડયા ડી. (૧૯૯૧). સંસ્કૃત પાઠયપુસ્તક ધોરણ- ૮.ગાંધીનગરઃ ગુજરાત રાજય શાળા પાઠયપુસ્તક મંડળ.
  3. દવે એસ. જે., ભોગાયતા સી., અભ્યંકર એસ., પટેલ એલ., ઠકકર પી. અને ચોટલિયા એમ. (૧૯૯૨-૯૩). સંસ્કૃત અધ્યાપન પરિશીલન. અમદાવાદઃ બી. એસ. શાહ
  4. દેસાઇ એચ. જી. અને દેસાઇ, કે. જી. (૧૯૯૭). સંશોધન અને પદ્ધતિઓ અને પ્રવિધિઓ. અમદાવાદઃ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજય.
  5. ભટ્ટ આર. અને શિંદે જી. (૧૯૭૬). સંસ્કૃત વ્યાકરણ અને લેખન. અમદાવાદ: એ. આર.શેઠની કંપની.

*************************************************** 

કલ્પના એમ. પટેલ
(એમ. એ., એમ.ઍડ્.)
આસિસ્ટન્ટ પ્રોફેસર
શિક્ષણ ભારતી કોલેજ ઑફ ઍજ્યુકેશન,
વેસુ, ભરથાણા, સુરત.
(મો.) ૯૯૭૯૨૨૪૬૫૯
E-mail:kalpana.patel2012@yahoo.com

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us