logo

‘ભૂખઃ’ ભૂખને કારણે એક કુટુંબવત્સલ દલિત નાયકને સહેવી પડતી વ્યથા-પીડાનું કરુણ ચિત્રણ

રાઘવજી માધડ કૃત ‘ભૂખઃ’વાર્તામાં સવર્ણો દ્વારા દલિત વાસનો બહિષ્કાર કરવામાં આવતા ભૂખને કારણે એક કુટુંબવત્સલ દલિત નાયકને સહેવી પડતી વ્યથા-પીડા અને આખરે મોતના મુખમાં ધકેલાતાં દલિત નાયકની કરુણતાનું કરુણ આલેખન થયું છે.  

વાર્તાનાયક દલિત ‘મેઘો’ અંધારી રાત્રિએ ગામના કોઈ ખેડૂતનો બળદ મરી ગયો હતો એનું માસ લેવા માટે નીકળ્યો છે. પણ તેના મનમાં ડર લાગ્યા કરે છે. “છરી અને બકડિયાને પૂંઠની પાછળ સંઘરીને મેઘો, માથાઢંક થોરિયાંની વાડ અડતોઅડત દબાતા પગલે ચાલવા લાગ્યો. અંધારું થવા આવ્યું હતું નજરનો દોરિયો આગળ લંબાતો ન હતો. તેથી મેધાને ભાળી કે ઓળખી જવાને કોઈ કારણ નહોતું. છતાં પણ મેઘો ડરતો હતો. આ ડર તેના શરીરમાં પાકેલા ગૂમડાની જેમ સતત લવકતો હતો.” મેઘાના મનમાં ડંખતા ડરથી વાર્તાનો આરંભ થાય છે. આમ કરવાનું કારણ પણ સાવ અકારણ નથી... ગામ લોકોને કોઈ કારણવશ હરિજનોનો બહિષ્કાર કર્યો છે. ત્યારથી હરિજન વાસ સાથેનો તમામ વ્યવહાર કાપી નાખ્યો છે. મરેલું ઢોર પણ ગામવાળા જાતે જ સીમમાં ફેંકી આવે છે. અંધારી રાત્રિએ મેઘાને ‘મર્ રે મર્ !’ પગમાં થોરનો ચૂંક જેવો કાંટો ભાંગી ગયો. મેઘો ઉંહકારા કરતો નીચે બેસી ગયો. થોરનો કાંટો પાક લીધા સિવાય નહિ નીકળે. કાંટો વાગવા કરતાં આ બાબત વધુ પીડાદાયક લાગી. કાળીઝાણ પીડાથી મોં બગાડતા મેઘાએ ગામ તરફ જોયું. લાઈટના ઉજાશ સિવાય ગામ આખું કાળુધબ્ લાગતું હતું. મેઘો આંખનું મટકુંય માર્યા વગર ગામ સામે જોઈ રહ્યો. પછી ખ્યાલ આવ્યો હોય તેમ હાશ, હવે કોઈ પોતાને ભાળશે નહિ એ વાતે નિરાંત અનુભવતો મેઘો ઊભો થયો. તેનાથી માંડ માંડ ઊભા થવાયું. કાંટો વાગવાના લીધે પગ સાવ અટકાઈ ગયો હતો. કાંટાની જગ્યાએ કોઈએ મોટોમચ્છ ખીલો ધરબી દીધો હોય તેનું મેઘાને લાગતું હતું.” મનમાં પ્રશ્ન થાય છે. ‘શું કરવું ?’ પગની સખત hhrHHRપીડા આ બાબત મેઘાને વધારે પીડાદાયક લાગી. પગમાં સખત પીડા ઉપડે તે પછી અડધેથી, ખાલી હાથે પાછા ફરવું પડે તેના કરતાં અત્યારે જ મેઘાને પાછા ફરવાનું મન થઈ આવ્યું. “પાછો જ વળું.... ભગવાન જે કાંય કરતો આહ્ ઈં હારા હાટું કરતો Aઓહ્.” મેઘો પાછા ફરવાનો નિર્ણય પર આવી ગયો. પણ ઘરમાં ‘ભૂખ’નું સામ્રાજ્ય હતું. છોકરા ઘરમાં ભૂખે ટળવળતાં હતા. ‘મા મા માળ્ ખાવો સ્. બોવ્ ભૂખ લાગી સ્...’ ‘એ એ તમણ કતીસા. હાંભળતા સોન્ ? આ સોકરા ભૂખે મરું જહ્. હંધાય પડ્ ઊંડા ભાંડિયામાં, તમે કા’ક કરો !!’ પત્ની મંગુનો અવાજ મેઘાના કાનમાં ફળફળતાં પાણીની જેમ ભરાયો અને ફરી બકડિયું અને છરી હાથમાં લઈ લંગડાતા પગે સીમ ભણી ચાલવા લાગ્યો.

ગામમાં નાનું કે મોટું ઢોર મરી જાય તો ઢોરધણી વાસમાં આવીને હરિજનોને ઢસડવાનું કહી જાય. વાસમાંથી જેનો વારો હોય એ ઢોર ઢસડી આવે-માથે, ઢોરધણીના ગજા કહી જાય. વાસમાંથી જેનો વારો હોય એ ઢોર ઢસડી આવે-માથે, ઢોરધણીના ગજા સંપન્ન અનાજ થોડાંક રૂપિયા મળે. પછી ઢોર મોટું ને મતાયાર હોય તો ઢોરને વાસમાં જ ઉખેળાય ને, પંચના જે ઘર જોડાયા હોય એના ભાગ પડે. વાસમાંથી ઢોર ઢસડવા બાબતે બહુ ઓછાને રસ હતો. બાકી તો શરમે-ધરમે ઢોર ઢસડવાનું ચાલતું હતું. પણ મેઘો તેમાંથી બાકાત હતો. ચામડું, હાડકાંને બે-પાંચ દિવસની સૂકવણી. તેમાંથી મેઘાના પરિવારનું ગુજરાન ચાલતું પણ ક્યારેક વાસમાં મેઘાને ચડસાચડસી થઈ જતી. “ ‘એલા તંમણા બાપા, મડદાંના પૂંસડા ઢહડું. ઢહડુંન્ મરું ગા...ન્ તમે અટાણ્ સાવકારના સોકરાં થાતા સો !??’ થાવ...પણ અંમણ તો અમણો ધંધો કરવા દ્યો !” પણ હવે મેઘાને ચડસાચડસીમાં પડવાનું કોઈ કારણ નહોતું. આખા ગામે જ દલિતવાસનો બહિષ્કાર કર્યો હતો. વાસના એક બટકબોલાએ મેઘાને સંભળાવતાં કહ્યું પણ હતું: “મેઘલા હાહરા, વાહન ભૂંડિયું ગાળ્યું દેતો’તો તે હવ્ ગામન્ ગાળ્યું દેવા જાની....! ઓલ્યા બાપા, પરબારી બુંધણ બબડાવું નાંખ !” આમ મેઘાને વાસમાં કોઈની સાથે તણખા ઝરી જતાં. મરેલો બળદ ક્યાં નાખ્યો છે તેની, મેઘો દિવસે આવીને નજર કરી આવ્યો હતો. ઠેકાણાની એંધાણી તેના મનમાં પાકી હતી એટલે વાંધો નહોતો. મૂંઝવણ અનુભવતો મેઘો પગની પીડા ભૂલીને પંડ્યની પીડાને કણસતો ચાલતો થયો. મરેલા બળદ પાસે આવીને ઊભો રહ્યો. બળદ ગંધાઈને ચૂંથાઈ ગયો હતો. એ વખતનું જુગુપ્સાપ્રેરક વર્ણન જુઓઃ “તેણે ઝીણી નજરે જોયું તો બળદ આખો ચૂંથાઈ ગયો હતો. પૂંઠનો ભાગ ખવાઈને તેમાંથી આંતરડાંના લોચાં બહાર નીકળી ગયાં હતાં. અંધારાના લીધે મેઘાએ સાવ પાસેથી જોયું તો દુર્ગંધનો એક જથ્થો તેના શ્વાસમાં ઊતરી ગયો ને ઉબકું આવી ગયું. પણ ખાલી પેટ હતું એટલે ઊલટીમાં, પિત્તના કોગળા સિવાય કશું જ નીકળ્યું નહિ” વિચારવા લાગ્યોઃ ‘બળદનો સોડ્ કેમ પાડવો તે !’ ઢોર ઉખેળવામાં મેઘો kkકારીગર હતો. મોટું ઢોર હોય તો પણ દોઢ-બે કલાકમાં ઉખેડીને મેઘો ઢોરના સરખા ભાગ પાડી દે ચામડામાં ન તો ટોચાં પડે કે ન તો હાડકાંને ભાંગવા પડે. પણ અહીં મેઘો મૂંઝાયો. એક તો અંધારું અને વળી કૂતરાંઓએ ચૂંથેલું હતું અને ડર પણ લાગતો હતો. છરી ધાર કાઢ્યા વગરની હતી. “મેઘલા કાંડામાં કહ હોય તો ધાર કાઢવાની કાંય જરૂર નથી.” બળૂંકા પ્રયાસે ચામડાનો સોડ પાડ્યો અને માંસનો લોચો કાપીને બકડિયામાં નાખ્યો. પણ મનમાં છવાયેલો ડર તેને સતાવે છે. સર્જકે મેઘાની મનઃસ્થિતિને સુંદર રીતે શબ્દસ્થ કરી છે. જુઓઃ “કોઈ આવતું તો નહિ હોય ને ? ! નહિતર, ઉઘાડી પૂંઠમાં જ... ઘાવ માથે મીઠાનું પોતું કર્યું હોય તેવી પીડા અનુભવતો મેઘો હાંફળી-ફાંફળી નજરે અંધારાને ફંફોસવા લાગ્યો. નજરની અડફેટમાં તો પરદેશી બાવળના ઢૂવા સિવાય કંઈ જ આવતું નહોતું. તેનો શ્વાસ હેઠો બેઠો. bVવળી તેનો વળતો વિચાર આવ્યો ‘કો’ક આવ્ તો.... આ સરી જ હુલાવી દેવી !’ પણ મેઘાની પૂંઠના બંધ આ વાતને સ્વીકારવા તૈયાર નહોતો. તે લબુઢ્યુ થાતી હતી.” બળદના પગની ખરીને લોહીવાળા હાથે પકડીને મેઘો ઊભો રહ્યો. થાકને લીધે થોડીવાર ઊભો-ઊભો વિચારવા લાગ્યો: “હાહંરો કેવો વખત આદો.... પેટ ભરવાય સૉરી કરવી.... ન્ એય આવા મડદાલની !.... જિંદગીમાં પહેલી જ વખત મેઘાને પોતાના પર ભારોભાર નફરત ઉપજી. થયું કે ‘આ સઘળું પેટ ખાતર જ છે !? ને છરી જ પેટમાં પરોવી દઉં. સઘલી વાતને અંત...” મેઘાને બધું છોડી ચાલતાં થવાનું મન થઈ આવે છે. ‘પણ ક્યાં !??’ એમ વિચારી માથાને ખંજવાળતો રહ્યો. મેઘાને ભૂતકાળ યાદ આવે છે. “આવું સારું ને મતિયાર ઢોર ઉખેાળાતું હોય ત્યારે વાસના છોકરા-છાંબરાં મડદાં ફરતે વીંટળાઈને બેઠા હોય. કૂતરાંને હડકારતા હોય. ચા-પાણી અંબાવતા હોય. વાસમાં ઉજાણી જેવું લાગે !” મેઘાને છોકરાઓની ભૂખે વિહવળ કરી દીધો હતો. મેઘાને ગામવાળાને બદલે વાસવાળા પર જ ખીજ ચડતી.

“‘હાહરીના ફૂટલ ન્ ખૂટલ એટલે જ રાત માથે લેવી પડન્ !?’ મેઘો એકલો બબડ્યો: ‘ગામવાળા તો ભૂરાયા થ્યા જ સ્. પણ હાહરીના, વાસની વાતું ન્યાં પુગાડતાં સ્ એટલે ન્ !??’
‘બે રૂપિયા હાટું વેસાવ જાતા સ્’
‘ભૂખ બોવ ભૂંડી સ્... એટલી વાતમાં હંધોય હમજું જા ની !’” મેઘો લંગડા ઢોરની માફક ઢગૂક... ઢગૂક કરતો અંધારામાં ચાલવા લાગ્યો. રાત્રિના અંધકારનું ચિત્ર પણ સર્જકે સુંદર રીતે શબ્દસ્થ કર્યું છે. “અંધારાની ઘટ્ટાશના લીધે, બાવળિયાંના ઢૂંવા સિવાય સઘળું સમધારણ લાગતું હતું. પગદંડીનો સફેદ લીસોટો જ તબકતો હતો. કોઈ માણસ સામે મળે તો બીકનો માર્યો ફાટી પડે તેમ હતો. છતાંય મેઘો ડરતો હતો. પણ મેઘાને ભૂત-પલીતનો ડર નહોતો. ડર હતો એ બે પગપાળા ને બે માથાવાળા માણસોનો !” અંધારામાં મેઘો છીંડું Ytભૂલ્યો. બેબાકળો થઈને દોડ્યો. મેઘાને જે ભય હતો તે આખરે થઈને રહે છે. “કંઈ વિચારે એ પહેલાં તો વાસમાં બોથડ પદાર્થ જેવું કંઈક જોરથી અફળાયું ને મેઘો, ઓય મા.... કરતો, મોંભરાણ્ય પડી ગયો. માથા પરનું બકડિયું દૂર ફંગોળાઈ ગયું.... નેફામાં ભરાવેલી છરીનો ખાલી હાથો જ બહાર હતો. બાકીનો ભાગ પેટમાં ઘરી ગયો હતો.” અહીં સર્જકે પાત્રની કરુણતાને ઘેરી બનાવી છે. મેઘાના આવા કરુણ મોતમાં સવર્ણોનું આત્યંતિક ને ક્રૂર વલણ સ્વયં સ્ફૂટ થઈ રહે છે.

ભય, ભૂખ અને ભયાનક રાત્રિ-ત્રણેયનું સાંનિધ્ય પાત્રને નવી ઊંચાઈ બક્ષે છે. એમાંથી જ દલિત પાત્રનું મનોજગત સુપ્રેરે હાથવગું થાય છે. બુઠ્ઠી છરી, દુઃખાતો પગ, પેટમાં ભૂખ, ભય, અંધારી રાત્રિ, શરીરનો થાક છતાં માંસના લોચા કાપતો મેઘો. જેમ-જેમ વાર્તામાં આગળ વધતા જઈએ છીએ તેમ-તેમ આપણા મન પર છવાતો જાય છે.

વાર્તાનું ‘ભૂખ’ના કારણે સર્જાયેલી પરિસ્થિતિ ‘માનવીની ભવાઈ’ની ચિત્રિત વાતાવરણની અનુભૂતિ કરાવે છે. ‘ભૂખ બોવ ભૂંડી સઅ્’ની મેઘાની આત્માનુભૂતિથી આગળ ‘હાહરો કેવો વખત આદો....પેટ ભરવાય સૉરી કરવી ન્ ઈય આવા મડદાલની !’ મેઘાની સ્વગતોક્તિ સંવિત ‘કાળુ’ના ગોત્રનું જ છે. છતાં ‘માનવીની ભવાઈ’માં કુદરત નિર્મિત પરિસ્થિતિ છે. જ્યારે અહીં માનવનિર્મિત આપત્તિ છે. વળી મેઘાની લાચારી અને પરવશતામાં દલિત સંવેદનની નિજી મુદ્રા છે. તો વાર્તાની શરૂઆતથી ‘ઢોર ઢસડવા બાબતે બહુ ઓછાને રસ હતો’થી માંડી વચ્ચે સંકેતોથી ગુંથાતો આંતરકલહ અને ‘કો’ક આવ્ તો આ સરી જ હુલાવી દેવી...’ માં દલિત સંવેદનની ભીતરી ચેતના તણખા રૂપે દેખા દે છે. આ બધું આ વાર્તાને ધરમૂળથી ‘દલિતચેતના’ની વાર્તા કહેવા પ્રેરે છે.

*************************************************** 

ગંગારામ મકવાણા

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us