રવીન્દ્રનાથ ઠાકુરનાં પ્રવચનમાં વ્યકત થયેલો ચિતંન
રવીન્દ્રનાથ ઠાકુર બંગાળી સાહિત્યના સજૅક છે. તેમણે સાહિત્ય, ઘમૅ , સૌંદયશાસ્ત્ર, શિક્ષા, ગામોઘ્ઘાર , રાષ્ટ્રીયતા rr – વગેરે વિષયો પર રચના કરી છે. શાંતિનિકેતન સંસ્થામાં દર બુધવારે પ્રાથૅના થતી ત્યારબાદ આપેલા પ્રવચનોનું ‘શાંતિનિકેતન ખંડ -1 અને ખંડ -2’ સંપાદન થયું છે. ગુરુદેવ નાનપણથી પ્રકૃતિ અને પ્રકૃતિના સનાતન તત્વો સાથે જોડાયેલા છે. આ ઉપરાંત નિરીક્ષણ , પરીક્ષણ અને ચિંતન તેમના ગુણો રહેલાં છે. એમની જીવન ઉપાસનાના સારરુપે પ્રવચનો રજૂ થયાં છે. આ પ્રવચનો વિશે શ્રી રવિન્દ્વનાથ ઠાકુર પોતે કહે છે: “ મારી સાધના જીવનસાધના છે. અને તે પણ છે કવિની સાધના. હું માયાવાદી નથી. મારે મન આખી સૃષ્ટિ સત્ય છે. જે હું જોઉં છું નિહાળું અને અનુભવું છું એ બધું સત્ય છે. અને એમાં જ હું મારા ભગવાનનાં દશૅન કરું છું. જે દેખાય છે તે બધું સત્ય છે, ચૈતન્યમય છે. સૌંદયૅનો એ આવિષ્કાર છે,એમ હું અનુભવતો જાઉં છું.એમાંથી મારી આખી જીવનદષ્ટિ ખીલેલી છે. મારા કેળવણીના પ્રયોગો પણ એ સાધનાનું જ એક અંગ છે.” (પૃ: 12 શાંતિનિકેતન ખંડ -1)
પ્રવચન સંગ્રહમાં સંશય, આત્મવિશ્વાસ , અભાવ, પાપ , દુ:ખ, ત્યાગ , પ્રેમ , સંચય, તૃષ્ણા, પ્રકૃતિ, તીથૅ, ક્રમ, નિષ્યધામ, મૃત્ય, વાસના, ઇચ્છા , વૈરાગ્ય, પ્રાથૅના, અહમ , આત્મની ઓળખ -------- વગેરે જેવા સનાતન વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને તેમણે પોતાનાં મંતવ્યો આપ્યાં છે. આ ઉપરાંત પુરાણ, મહાભારત, રામાયણના પાત્રો પણ લીધાં છે.તેમજ ઉપનિષદોના ઉદાહરણો નોંધ્યાં છે.
‘દુ:ખ’ વિશે કહે છે આપણે સુખકારને નમસકાર કરીએ છીએ.પરંતુ કલ્યાણકાર નથી. કારણ કે કલ્યાણકાર પાસેથી સુ:ખ અને દુ:ખ બન્ને પ્રાપ્ત થાય છે. દુ:ખથી માણસ ઘડાય છે, સુખની વ્યાખ્યા બંધાય છે.માણસ દુ:ખથી બચવા માટે જાત જાતના આવરણો રચે છે તેથી પોતા જાતને છેતરે છે. અતિવેદનાશીલ બની જતાં મલિન વિચારથી સ્વાસ્થ્ય અને શકિત નાશ પામે છે. ‘ત્યાગ’ –નિબંધમાં ગુરુદેવે માણસને ત્યાગની ભાવના કેળવવાની વાત મૂકી છે. જે વ્યકિત ત્યાગ કરે છે તે જ સંસારમાં આગળ વધે છે. ઉદાહરણ થી સમજાવે છે “ ગભૅમાં વીંટળાયેલું શિશુ તેની માતાને પામી શકતું નથી –તે નાડીનાં બંધન તોડીને અવતરે છે, સ્વાધીન થાય છે, ત્યારે જ પોતાની માને પૂણૅતર રુપે પામે છે.” ( પૃ: 20 શાંતિનિકેતન ખંડ -1)સંસારમાં આપલેની ભાવનાથી કમૅયોગ સબળ બને છે, ત્યાગ એ શૂન્યતા નથી, અધિકારની પૂણૅતા છે ત્યાગની શકિતથી મળતું દાન જીવનમાં ઉપયોગી બને છે ‘પ્રેમ’- એ સત્ય છે, સ્વાથૅ તથા અંહકારનો શત્રુ છે. પ્રેમની સંપૂણતા ત્યાગની ભાવનામાં સમાયેલી છે. પ્રેમસ્વરુપની ચરિતાથૅતા સ્વયંભૂ છે, પ્રેમથી પ્રેમ મળે છે. આ ઉપરાંત પ્રાથૅનાને પ્રેમ જોડે છે. “ સંસારના નાનાવિધ વિષયોમાં પ્રેમનો આજે આભાસ જોવા પામીને આપણે મૃત્યુની પાર રહેલા પરમ પદાથૅ નો પરિચય પામીએ છીએ , ઇશ્વર નું સ્વરુપ પ્રેમસ્વરુપ છે તે સમજી શકીએ છીએ.” (પૃ: 106 શાંતિનિકેતન ખંડ -1)
‘પ્રાણ’- વિશે કહે છે: પ્રાણનો સંબંધ આનંદ અને કમૅમાં હોય છે. મનના વિચારોનો પરમાત્મા સાથે હોય છે. મનનો આનંદ કમૅમાં પ્રગટ થાય છે અને બ્રાહ્યરુપે કમૅ અંતરના આનંદમાં જવા મથે છે. તેમાંથી પ્રેમ પ્રગટે છે. આ પ્રેમ પ્રાણમાં રૂપાંતર થાય છે. જયારે ‘જગતમાં મુકિત’-માં બ્રહ્માને કેન્દ્ર સ્થાને રાખી કમૅની મુકિત બતાવી છે. કેવળ મુકિત દ્વારા સફળતા મળતી નથી. આપણે પ્રેમ, જ્ઞાન, અને શકિતમાંથી મુકત થઇ ત્યારે જ જગતમાંથી મુકત થઇ શકીએ. આ ઉપરાંત ‘સમાજમાં મુકિત’માં માણસ સંસારી જાળમાંથી મુકત થવા મુકિત માગે છે. સાચા અથૅમાં મુકિત કરતાં માણસ પરમાત્માની આધીનતા ઇચ્છે છે. આધીનતામાંથી મુકત થાય ત્યારે જ આનંદ પ્રાપ્ત થાય છે. ‘મૃત્ય’ –વિશે જણાવે છે, મૃત્ય એટલે જીવનની દીક્ષા છે. આપણે જીવનમાં સુખ-દુ:ખ, સંપિત્ત-વિપત્તિ, માન-અપમાન મેળવ્યાં છે, તેને મૃત્યુ દ્વારા આપણે જીવનને અપણૅ કરવાનું હોય છે. મૃત્યુથી જ વ્યકિત અંતરની નજીક આવી જાય છે. તેથી તેનો શોક ન હોવો જોઇએ “ મૃત્યુ જ એ અમૃતને પ્રગટ કરે છે.”
‘નિષ્ઠાનું કામ’- નિબંધમાં નિષ્ઠાનું કાયૅ બતાવ્યું છે. માણસના મનમાં રહેલી નિષ્ઠા આત્મની સાચી સમજ આપે છે. લોકોની નિંદાથી આપણું મન વિચલિત નથી થતું પરંતુ આપણો આત્મવિશ્વાસ નિષ્ઠાથી વધે છે. આપણી રિકત્તામાં શકિત, શાંતિ અને જયોતિ ફેલાવે છે. જીવનની રમણીયતાના માગૅ ખોલે છે. ‘મરણ’ માં ગુરુદેવ બતાવે છે આપણે ભગવાનને સૌથી અપ્રિય વસ્તુ છે તે આપવા માગીએ છીએ. દા.ત. આપણે કોઇપણ વ્યકિતને ભેટ આપવી હોય ત્યારે આપણી પાસે રહેલી અણગમતી વસ્તુઓ આપીએ છીએ. પરંતુ જીવનનો અંત મરણથી આવતો નથી. ભગવાન પાસે આપણા જન્મ-મરણનું ખાતું હોય છે.તેથી જયાં સુધી જીવન પરત્વેનું સંપૂણૅપણે મમત્વ પુરું ન થાય ત્યાં સુધી મૃત્યુ આવે નહિ. ‘ફળ’ –વિશે સમજાવે છે-માણસને ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે. જયારે સંસારરુપી બધા જ કતૅવ્યો તેણે સિધ્ધ કયૉ હોય ત્યારે , કોઇપણ કાયૅ કરો છો તેમાં સારા –નરસાની ઉપેક્ષા ન રાખવી જોઇએ. ઉદાહરણ તરીકે કેરીની પ્રકિયા સમજાવી છે. “ તે પોતામાં પોતે સંપૂણૅ થઇ નિભૅયપણે સંકોચ વગર બધાને માટે પોતાનું આત્મસમપૅણ કરી શકે છે, ત્યારે ફળ પ્રાપ્ત થાય છે.” (પૃ: 235 શાંતિનિકેતન ખંડ -1 )
‘સત્યને જોવું’ – ના સંદભૅ સમજાવે છે, અવિરતપણે દૈનિક કાયૅ થયા જ કરે છે પરંતુ આપણે દરરોજ ઓછામાં ઓછું એકવાર ધ્યાન ધરી સાચા દૅષ્ટા બની સત્ય શોધવાનો પ્રયત્ન કરવો જોઇએ. સૂયૅ – ચંદ્વ તારાઓ તથા ગ્રહો ક્ષણે ક્ષણે પોતાનો ઓજસ ફેલાવે છે તથા ચૈતન્ય સમસ્તને અપૅણ કરી રહયાં તે ધ્યેય આપણો હોવો જોઇએ. આપણે ઘટનાનાં સાક્ષી બનતા તેના પરિણામની સત્યતાને સ્વીકારવી જોઇએ. આ વાતને વિસ્તારીને ‘સૃષ્ટિ’ માં મૂકી આપે છે. સત્ય તરફ જોવાની દષ્ટિ સમગ્ર વિશ્વમાં બધાંની અલગ અલગ હોય , વિશ્વને આપણે યથાનિયમે જોઇશું તો સત્યનો તાત્પયૅ સમજાશે. આ ઉપરાંત ‘સંચયતૃષ્ણા’ –માં ગુરુદેવ પોતાનો અનુભવ વ્યકત કયૉ છે. અધ્યાત્મિક ઘરસંસારમાં કાલની ચિંતા આજે કરવી જોઇએ નહિ. ભેગું કરવાની વૃતિ અપનાવી ન જોઇએ. તેમાંથી ક્રોધ, વિદ્વેષ , પરનિંદા, પરપીડન ---- વગેરે દુષણો ઉપસ્થિત થાય છે.આ બાબત ઉપાસના સાથે લેખકે જોડી દીધી છે.આપણે રોજ ભગવાનની ઉપાસના એટલા માટે કરીએ છીએ. તેનાથી શાંતિ મેળવીશું, પુણ્ય પ્રાપ્ત કરીશું, ભવિષ્યમાં કોઇકવાર ઉધ્ધાર પામીશું. આવી સમજશકિત ન હોવી જોઇએ.:
‘સ્વભાવ-પ્રાપ્તિ ‘ –નિબંધમાં આત્માનો જે સ્વભાવ છે તેમાં મનુષ્યનો અહમ ભળે ત્યારે પરમાત્માનો આનંદ જતો રહે છે તથા દુ:ખ અને વ્યાધિ પ્રવેશ છે. જયારે ભેળસેળ ત્યારે મનમાં ગૂંચવાડો ઉભો કરે છે. દાન કરવાથી કે કામથી કમૅનું ફળ મેળવવાના પ્રયત્ન વ્યથૅ છે.પોતાની સાથૅક્તા સિધ્ધ કરવા અહમ મનને વળગી રહે છે. તેથી ‘અહમ’ –માં આ બાબતની પુરતી કરતાં કહે છે શકિત દ્વારા અહમ કેવળ સામગ્રી ભેગી કરે છે તે મમત્વ અને અધિકારને જન્મ આપે છે તેમાંથી આનંદ લુપ્ત થઇ જાય છે. દા.ત. તરીકે નદીનું પાણી સૌને માટે છે જયારે પોતાના ઘડામાં ભરતાં મારું પાણી બની જાય છે.દિવસે –દિવસે માણસ સ્વભાવના પરિવતૅનથી સંગ્રહ કરતાં થઇ જાય છે, તથા યંત્રવત અને સંવેદના શૂન્ય બને છે. અંતે આત્માનું વિસજૅન થાય છે. ‘પરિણય’ –વિષય પરત્વે જણાવે છે માણસને સંસારમાંથી ન મેળવવાની વ્યથા સમસ્યા ઊભી કરે છે.સંસાર તો માયારુપી છે. તેમાં સતત આપણે આગળ ને આગળ વધતાં જવાંનું હોય છે. અહી હધ્ય અને મનની વાત મૂકી આપી છે. “આઘાતમાંથી પ્રતિઘાત, રુપમાંથી રુપાન્તર ચાલ્યા જ કરે છે- એક ક્ષણનો પણ પ્રકૃતિના આ ચક્રમાં ફયૉ કરે છે, સતત તેમાં સંયોગ, વિયોગ, હાસ, વૃધ્ધિ, અવસ્થાન્તર ચાલ્યા કરે છે.” (પૃ: 186 શાંતિનિકેતન ખંડ -1 )
‘દશૅન’ -નાં પ્રવચનમાં રોજ પ્રગટ થતાં પ્રકાશની વાત મૂકી આપી છે. માણસને રોજ સવારે નવા ઊગતા સૂયની સાથે નવીનતા તથા કઈ વિશેષ કામ કરવાની પ્રેરણા આપે છે. ‘હિસાબ’ – વિષે કહે છે ભગવાન તરફ મળેલાં જીવનમાં કમૅનો હિસાબ કરવાનું કહ્યું છે માત્ર નફા નહીં ખોટનો પણ હિસાબ કરવો જોઈએ. ‘દીક્ષા’માં સત્યની દીક્ષા વિષે વાત રજૂ કરી છે. માણસે જીવનમાં સત્યનું ગ્રહણ કરવું તેનો અનુરોધ ગુરુદેવ કરે છે. સમગ્ર પ્રવચનો આપણને મનન તરફ દોરે છે.આત્મનિરીક્ષણથી વ્યક્તિઓનાં ચારિત્ર્યનું ચિત્ર ઉભું થાય છે.ગુરૂદેવે વિષય પરત્વે ઊપનિષદનાં ઉદાહરણઓ આપી જીવનદશૅન કરાવ્યું છે. અભ્યાસીઓ પોતાના મન સાથે વિચાર અને ચિંતન કરે છે. આ પ્રવચનો આપણને શુદ્ધ નિષ્ઠાપૂર્વક જીવન જીવાની પ્રેરણા આપે છે.કાકાસાહેબ કાલેલકર આ વિષે જણાવે છે : “ દરેક વાંચનાર પોતાનો જીવનરસ અને પોતાની જીવનાનુંભૂતિ પ્રમાણે આમાંથી વિશેષ પ્રકારનો બોધ લેશે, આનદ મેળવશે . એને અમુક જ દિશામાં દોરવાનું કામ આપણે શા માટે કરીએ ? જુઓ, આ પ્રવચનોમાં વિચારોની અને ચિંતનની કેવળ અદભૂત ખાણ છે.” ( પૃ: 1 શાંતિનિકેતન ખંડ -૧ પ્રસ્તાવનમાંથી )
સંદર્ભ :::
1.શાંતિનિકેતન ખંડ -1, રવીન્દ્રનાથ ઠાકુરં, આર .આર.શેઠ ,અમદાવાદ
***************************************************
ડૉ .નાઝીમા આર. શેખ
એસ .બી.મહિલા આટૅસ કોલેજ,
હિંમતનગર |