logo

“ત્રીજો કિનારો” એટલે સ્ત્રીની સ્વનિર્ભરતા

આધુનિકોત્તર સાહિત્યમાં દલીતવાદ, દેશીવાદ અને નારીવાદ એમ ત્રણ પ્રકારનું સાહિત્યનોંધપાત્ર રીતે જોવા મળે છે. નારીવાદના ભાગરૂપે નારીચેતના અને તેના અસ્તિત્વની વાત કેન્દ્રમાંઆવી. સ્ત્રી-શિક્ષણ, સ્ત્રી-સ્વાતંત્ર્ય, સ્ત્રી-સ્વનિર્ભરતા અને સ્ત્રીનો સામાજિક દરજ્જો ઈત્યાદિ ‘સ્ત્રી’ વિષયકજરૂરિયાત તથા હકની રજૂઆત નારીવાદી સાહિત્યમાં જોવા મળી. આ પ્રકારના સાહિત્યને સર્જતા નારી સર્જકોમાં ધીરૂબેન પટેલ, કુંદનિકા કાપડિયા, હિમાંશી શેલત, વર્ષા અડાલજા, ઈલા પાઠક, ઈલા આરબ મહેતા, ભારતી દવે, બિંદુ ભટ્ટ, ઊષા ઉપાધ્યાય વગેરે ઉત્તમ સર્જકો ગણાવી શકાય. જેમ ધીરૂબેન પટેલની કૃતિઓમાં નારીની વ્યથાની વાત પ્રવર્તે છે તેમ વર્ષા અડાલજાની કૃતિઓમાં નારીસંવેદના પ્રગટે છે. તેમની નોંધપાત્ર નવલકથા કૃતિઓમાં ‘માટીનું ઘર’, ‘અણસાર’, ‘મૃત્યુદંડ’, ‘બંદીવાન’, ‘ગાઠ છૂટ્યાની વેળા’, ‘ખરી પડેલો ટહૂકો’, ‘પગલાં’, ‘નીલિમા મૃત્યુ પામી છે’, ‘રેતપંખી’, ‘અવાજનો આકાર’, ‘મારે પણ એક ઘર હોય’, ‘ત્રીજો કિનારો’ વગેરે તેમની મહત્વની કૃતિઓ ગણાય છે. ‘નારીસંવેદના અને નારીશક્તિનો પરિચય કરાવતી કૃતિ ‘ત્રીજો કિનારો’માં લેખિકાનો નારીવાદી અભિગમ કઈ રીતે પ્રગટ્યો છે તે તપાસવાનો મારો ઉપક્રમ છે.

‘ત્રીજો કિનારો’ નવલકથા નારીની સંવેદના, અંગત સમસ્યા,વ્યથા અને સ્વ-નિર્ભરતાનો પરિચય કરાવે છે. નવલકથાનું મુખ્ય પાત્ર છે અશુમી. એક સ્ત્રી પરણે છે ત્યારે તેના મનમાં પોતાના સાસરિયા વિશેના,પતિ વિશેના તથા સમાજ વિશેના ખ્યાલો જે રીતે પ્રવ`ર્તે છે તેનુ આલેખન અશુમીમાં જોવા મળે છે. સ્ત્રી જન્મે છે ત્યારે પિતૃ સત્તામાં ઉછરે છે. સ્ત્રી પરણે છે ત્યારે પતિ સત્તામાં જીવે છે. આ બન્ને પુરૂષ સમાજ વચ્ચે સ્ત્રીનું સ્વતંત્ર જીવન કલ્પવું અઘરું છે. સ્વતંત્ર જીવન ઈચ્છતી કે અપરિણીત રહેવા ઈચ્છતી સ્ત્રીઓ માટે સમાજ વચ્ચે જીવવું પડકાર ભર્યુ છે. આપણા ભારતીય સમાજમાં સ્ત્રીનું જીવન પિતાથી પતિ વચ્ચે પસાર થઈને પુત્ર સુધી લંબાતુ રહે છે. આ ત્રણેય વચ્ચે તેની માનસિકતા સમજનાર પુરૂષ કયો? તેથી સ્ત્રીની આ શોધ છે કે તેનો કિનારો આ ત્રણેયમાં શોધવા છતાં ન જડતા તેણે પોતાની સ્વતંત્ર કેડી કંડારવા માટે જાગૃત બને. અશુમી પણ આવા જ કિનારા વચ્ચે અથડાતી રહે છે.પણ તે અટવાતી નથી. તે પોતાની ભીતરની નારીનો અવાજ સાંભળે છે. એટલે જ તે કૃતિને અંતે ‘પોતાનુ ઘર’ અને ‘પોતાનો કિનારો’ મેળવે છે.

અશુમી એક એવી સ્ત્રી છે જેને પિતાનો પ્રેમ તો મળ્યો પણ માતા હોવા છતાં તેના પ્રેમથી તે વંચીત રહી. માતા રમોલા સામાન્ય ઘરની રૂપવાન સ્ત્રી હોઇ અશુમીના પિતાએ તેને જીવનસાથી તરીકે પસંદ કરી. પણ રમોલા તેના પતિ તથા દીકરીને જોઇએ તેટલો પ્રેમ આપી ન શકી. કારણકે તે મોટા સ્વપ્ન સેવનારી મહત્વકાંક્ષી તથા સ્વચ્છંદી સ્ત્રી છે. પોતાના ગૃહસ્થ જીવનની તેને પરવાહ નથી. પતિને લંડન મોકલવા અને કારર્કિદી ઘડવા તે ઉત્સુક છે. પણ પિતાને અશુમીની ચિંતા છે. અશુમીને લીધે પિતા લંડન જવાનુ ટાળે છે ત્યારે બંન્ને વચ્ચે ક્લેષ થાય છે. પોતે તે ક્લેષનું કારણ ન બને તે માટે બીજે દિવસે અશુમી પિતાને લંડન જવાનું કહી પોતે ક-મને હોસ્ટેલમાં રહેવાનુ વિચારે છે. આમ દીકરી તરીકે તે પિતાની વ્યથા સમજી પોતાની અંગત લાગણીઓ દબાવી રાખે છે. નીલ સાથે તે પરણે છે. નીલની બહેન કાદંબરી અશુમીની સારી મિત્ર છે. બન્ને વચ્ચે નણંદ-ભાભીને બદલે મૈત્રીનો સંબંધ વધુ ગાઢ રીતે વિકસ્યો છે. મનુબા અશુમીના સાસુ છે પણ સાસુ-વહુ કરતા મા-દીકરીનો પ્રેમ વધારે છે. કાદંબરી અને ગોપાળરાવ વચ્ચેનુ દામ્પત્ય જીવન પ્રેમાળ અને પરિપક્વ રીતે જોવા મળે છે. પતિ નીલ સાથેનું અશુમીનું આંતરિક ખેંચાણ એકતરફી જોવા મળે છે. જો કે બંન્નેના પ્રેમલગ્ન છે પણ, નીલ મહત્વકાંક્ષી અને મોટા સપનાઓ પૂરા કરવા જીવનમાં ગમે તે વસ્તુ, વ્યક્તિને માધ્યમ બનાવનાર અહમી અને નિષ્ઠુર પુરૂષ છે.

એકવાર નીલ-અશુમીના ઘેર પાર્ટી ઉજવાય છે. નીલ પોતાના બીઝનેસના મિત્રવર્તુળને આમંત્રિત કરે છે. પાર્ટીમાં ઉષ્મા નામની સ્ત્રી ખૂબ ડ્રીંક કરે છે. કારણકે તેણે પોતાના પતિ પ્રદીપ અને કુનિકાને બાથરૂમમાથી એક સાથે બહાર જતાં આવતાં જોયા. તેમની અસ્તવ્યસ્ત દશા જોઇને ઉષ્મા ભાન ભૂલી જઈ કુનિકાને બીભત્સ શબ્દો વડે ભાડે છે. આ સમયે અશુમીને ઉષ્માની વેદના અનુભવાઈ રહી હતી. તેણે ઉષ્માના પતિ પ્રદીપને ઉષ્માને ઘેર લઈ જવા સૂચવ્યું. નીલને અશુમીનું આ વર્તન ન ગમ્યુ. પાર્ટી ખરેખર પાર્ટી ન રહીને તમાશો બની જાય છે. પાર્ટી પત્યા પછી નીલ અશુમીને ધમકાવે છે. અશુમી સમસમી ઉઠે છે કેમકે તેણે પાર્ટી માટે અથાગ મહેનત કરી હતી. નીલને મન અશુમી કરતા પાર્ટીનુ મહત્વ વધારે હતું. અશુમી ઉષ્માની વેદનાને સમજતા પ્રદીપની બેવફાઇ અને કુનિકાની લુચ્ચાઈ વિશે ચર્ચા કરે છે ત્યારે નીલ કહે છે, “ મારા બાપના કેટલા ટકા? જેને જે કરવું હોય તે કરે, મારું કામ થવું જોઈએ. મારે માટે પ્રદીપ કામનો માણસ છે. અને તે આજે કુનિકાને છંછેડી છે, તે મારી પાર્ટી બગાડી.” (પૃ.82) નીલના જવાબથી અશુમીનું માથું ભમે છે. કારણ કે તેને નૈતિકતા કરતા બીઝનેસ પ્રત્યે, પોતાના સ્વાર્થ પ્રત્યે વધારે પ્રેમ છે. એટલે જ તે નીલને પૂછી બેસે છે, “એનો અર્થ એ કે જિંદગીમાં તું પણ આગળ આવવા માટે સોદાબાજી કરે, સ્ત્રીનો ઉપયોગ કરે અને એમાં તને કશું ખોટું કર્યાની લાગણી ન થાય?” (પૃ.83) અહીંથી જ નીલ અને અશુમી વચ્ચે તિરાડ પડવાની શરૂઆત થઈ.

અશુમીનું મન પોતાના વિશે પ્રશ્નો કરતું રહ્યું. તેને સતત ભય રહેવા લાગ્યો કે નીલ પણ પ્રદીપની જેમ પોતાને છેતરશે તો નહીં. પ્રદીપનું ઘર કુનિકાને કારણે ઊંચું આવ્યું હતું. ઉષ્માને તેમના અનૈતિક સંબંધોની જાણ હોવા છતાં તે કંઈ કરી શકતી નથી. કારણ કે, તે અન્ય પર જીવનારી પરનિર્ભર સ્ત્રી છે. પીયરમા પણ તેનું કોઈ ન હોવાને કારણે પ્રદીપની લંપટતા તેને સ્વીકારવી પડે છે. પણ અશુમી ઉષ્મા જેવી નબળી સ્ત્રી નથી. નીલની મહત્વકાંક્ષાં, તેની વ્યસ્તતાને તે સમજે છે પણ તેને ખબર નહોતી કે નીલ પણ તેને છેતરી રહ્યો છે. એકવાર ઉષ્મા તેને નીલ અને નીમાના અફેર વિશે જણાવે છે ત્યારે, તે ભાંગી પડે છે. આખરે જેનો તેને ડર હતો તે જ બને છે. મનુબાએ હસતાં હસતાં એક વાત અશુમીને કહેલી કે,“સ્ત્રી અને પુરૂષ બેયના હાથમાં એકસરખી રેખા હોય તોય બેયના ભાગ્ય નોંખા કાં હોય છે?” (પૃ.13) આ પ્રશ્નનો ઉત્તર ત્યારે તો અશુમી આપી શકી નહોતી પણ આજે જ્યારે તે નીલની છેતરપીંડી વિશે જાણે છે,ત્યારે તેને ખ્યાલ આવે છે કે સ્ત્રી અને પુરૂષ જુદું જીવે છે. બેઉ એક છત્રમાં રહેવા છતાં જુદા જુદા વિચારો, માનસિકતા ધરાવે છે. એક આઝાદ પંખી છે ને બીજું કેદ પંખી છે.

અશુમી સહનશીલ સ્ત્રી હોવાની સાથે નિર્ભય અને પ્રતિકાર કરનારી સ્ત્રી છે. તે ઘેર જઈને નીલને નીમા વિશે પૂછે છે. નીલ તેને ગૂચવવાની કોશીશ પણ કરે છે. પણ નીલના મોબાઈલમાં આવેલ નીમાના કોલથી અશુમીનો શક સત્યમાં પરીણમે છે. બન્ને વચ્ચે ક્લેષ થાય છે, અબોલા સર્જાય છે. અશુમી ઉષ્મા પાસેથી નીમાનો મોબાઈલ નંબર મેળવી તેને મળવા બોલાવે છે. તે નીમાને કહે છે,“તમારી આર્થિક સલામતીની વાત નથી કરતી. તમારી ઈમોશનલ સિક્યોરિટીનું શું?નીલ એની પત્નીને છોડીને તમારી પાસે આવી શકે છે.....તો ક્યારેક તમને પણ ...પછી? જીવનની અડધી મંજિલે મનના જખમ લઈ ક્યાં જશો?”(પૃ.14) અહીં અશુમી પોતે અનુભવેલી પરિસ્થિતી નીમાને તેના જીવનમાં ઉદભવી શકે તેનો અહેસાસ કરાવવા માંગે છે. પણ નીમા જુદા પ્રકારની સ્ત્રી છે. તે ખુબ સ્વાર્થી અને સ્વચ્છંદી છે. તેને અશુમીની વેદના સ્પર્શતી નથી. જો કે તે નીલને કહેવડાવે છે કે પોતે અશુમીની સાથે રહેવા તૈયાર છે ત્યારે અશુમી ક્રોધવશ ભડકી ઉઠે છે,“ વન બીગ હેપ્પી ફેમિલી, રાઈટ? નો.નેવર. તારી સુખની વ્યાખ્યા શી છે નીલ? સમાધાન કરીને જીવવું? મને મારો વર, સંસાર, જીવન બધું મારું જોઈએ છે. મારા વરને ચોકલેટની જેમ હું કોઈ સાથે શેર કરવા નથી માંગતી.”(પૃ.160)અહીં અશુમીનો ખુલ્લો પ્રતિકાર છે.પોતાના હક અને અસ્તિત્વ ટકાવવા માટેની માંગ છે. અશુમી કટાક્ષમાં નીલને કહે છે,“જીવનના રસ્તે જતાં મને પણ બીજો કોઈ મનગમતો સાથી મળી જશે તો તું એને સ્વીકારશે નીલ?” (પૃ.161) નીલ કઈ બોલી શકતો નથી. કારણ કે પુરૂષ પોતાની સ્ત્રીને અન્ય પુરૂષ સાથે સહન કરી શકતો નથી.

અશુમી મક્કમતાથી નીમાના અફેરને નકારે છે. ને એક દિવસ તે ઘર છોડીને ચાલી નીકળે છે ત્યારે, નીલ તેને કહે છે, “તને આવડે છે શું? તારી પાસે શું છે? બી.એ.ની ડિગ્રીનું ફરફરીયું? જાતજાતની ડિગ્રીની અરજીઓ લઈને હજારો લોકો નોકરી માટે રખડતા હોય છે ખબર છે તેની? તે દુનિયા જ ક્યાં જોઈ છે? .... તારામાં સો રૂપિયા કમાવાની તાકાત નથી તો કરશે શું? ભૂખે મરશે? ભીખ માંગશે?”(પૃ.181) આ સંવાદ પરથી જણાય છે કે નીલને અશુમી પર દયાભાવ છે,પ્રેમ નથી. એટલે જ એની ભૂખ-તરસની વાત કરે છે. તેને અશુમીના ભગ્ન હૃદયની પડી નથી. તેની તૂટેલી લાગણીઓની ચિંતા નથી. તે માત્ર ગણતરીબાજ પુરૂષ છે, તે અશુમી હવે સમજી શકે છે. નીલના કઠોર હૃદયથી ઘવાયેલી અશુમી જીવનમાં પોતાનો મુકામ નક્કી કરવાનું ધારે છે. પોતે પ્રેગનંટ છે એ વાત પણ તે નીલથી છૂપાવે છે. કારણકે, જેણે પત્નીને છેહ દીધો હોય તે સંતાનને શું પ્રેમ આપી શકશે? વળી પોતે પણ માતા-પિતાની હયાતીમાં કેવળ પિતાનો જ પ્રેમ પામી શકી હતી. પોતે માતાના પ્રેમ માટે હંમેશા હિજરાતી રહી. પોતાનું સંતાન પિતાના પ્રેમ માટે હિજરાય નહીં તે માટે તે અબોર્શન કરાવી લે છે. થોડા દિવસ તે કાદંબરી અને ગોપાલરાવને ઘેર રહે છે. ગોપાળરાવ દ્વારા અશુમીને લોનાવાલાની એક શાળામાંકીચનના સ્ટોરરૂમની જવાબદારી સંભાળનાર ‘કીચન સુપરવાઇઝર’ ની નોકરી મળે છે ત્યારે અશુમીને સ્વતંત્ર જીવન જીવવાનો મકસદ મળે છે.

પિતાના મૃત્યુ બાદ એકલી પડેલી માતા રમોલાને અશુમી સાચવે છે. અવાર નવાર તેને ઘેર જઇ સાફ સફાઇ, રસોઈ વગેરે કામ કરે છે. રમોલાને ટી.બી. થયો છે તે જાણી તેની દવા કરાવે છે. રમોલાનું મન હવે અશુમી તરફ બદલાવા લાગે છે. શાળાના ક્મ્પાઉન્ડમાં જ અશુમીને રહેવા માટે ઘર પણ મળે છે. અશુમીને હવે પોતે આત્મનિર્ભર બન્યાનો સંતોષ થાય છે. નોકરીમાં પોતે શરૂઆતમાં ભય પામે છે. પોતે અનાજના જથ્થા, બીલ, હીસાબ વગેરેથી કંટાળો અનુભવે છે. મિ.સિંહા પોતાનો પ્રભાવ પાડવા અશુમીને કાર્યભાર ઓછો આપે છે પણ અશુમી પોતાનું કામ નિષ્ઠાથી કરે છે. શાળાની કીચન વ્યવસ્થામાં ચાલતા ગોટાળા વિશે જાણે છે. શાળાના આચાર્ય મિ. ભાટિયા સાથે તેને સારો મનમેળ થાય છે. એકવાર શાળામાં એક ઘટના બને છે. વેદિકા અને શોભા નામની બે છોકરીઓ ભાગી જાય છે. શાળાના ટ્રસ્ટીઓ આ ઘટના અંગે સ્ટાફના તમામ મેમ્બર્સને ધમકાવે છે, તતડાવે છે, અસભ્ય શબ્દો કહે છે. અશુમીના મનમાં વિરોધ જાગે છે. પણ તે બોલતી નથી. પોતે ગઈ રાતે અંધારામાં કોઈના ભાગવાનો અવાજ સાંભળી શકી હતી તે વાત તે સ્વસ્થતાથી ઈંસ્પેક્ટરને જણાવે છે. બન્ને છોકરીઓના વાલી અશુમી પર ખોટા આરોપ મૂકે છે. પણ અશુમી ગભરાયા વિના કહે છે, “ એક્સક્યુઝ મી મેડમ, જબાન સંભાળીને વાત કરો. એ વખતે મને દેખાએલા ઓળાઓ એ વિદ્યાર્થીનીઓના છે એની મને ખબર નહોતી. બીજી વાત, તમારી દીકરીઓને કોઈ ઉઠાવી ગયું નથી. એ લોકો પૂરી રાજીખુશીથી પોતાની મેળે જ ચાલી ગઈ હશે. ન કોઈએ મદદ માટે બૂમ પાડી ન બળજબરીથી કોઈ લડાઈ થઈ હતી સમજ્યા.”(પૃ.302) અશુમીના પ્રતિકારશીલ વર્તન પ્રત્યે ટ્રસ્ટીઓને હેરાની થાય છે. વાલીઓ પણ ચૂપ થઈ જાય છે.

અશુમીની નિર્ભયતાને ભયજનક જાણી શાળાના ખાસ ટ્રસ્ટીઓ અશુમીને ખસેડવા માટે તેના અને મિ. ભાટિયાના અનૈતિક સંબંધોની વાત ચલાવે છે. ત્યારે તો અશુમી અંદરથી રોષે ભરાય છે. તે સ્વસ્થતાપૂર્વક કહે છે, “ હું અને સર? જાહેર જીવનમાં ચારિત્ર્યશુદ્ધિ જરૂરી છે તે હું માનું છું સર. એથી જ જ્યારે મારે ભાટિયા સરનું કામ હોય,એમની ઓફિસમાં આવું ત્યારે પ્યૂનની રજા વગર હું ન આવું તેનીખાસ તકેદારી રાખતી. કારણકે સ્ત્રીને ભીડાવવા માટે હંમેશા સૌથી પહેલો આક્ષેપ ચારિત્ર્ય પર જ થાય છે, તે હું જાણું છું.”(પૃ.312)અશુમીની સ્વસ્થતાને તે ટ્રસ્ટીઓ સાખી શકતા નથી. અશુમી પહેલાની જેમ ડરપોક અને અસહાય સ્ત્રી ન હતી. તે ઘવાયેલી અને ઘડાયેલી આત્મનિર્ભર તથા આત્મનિર્ભય સ્ત્રી હતી. એટલે જ પોતાના ચારિત્ર્ય પર લાગેલા આક્ષેપને, પોતાને નોકરીમાથી ખસેડવાના કારણરૂપ જાણીને, સંસ્થામાં ચાલતા ગોટાળા વિશે જણાવે છે,“ આ સંસ્થામાં જબરજસ્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ મારો આક્ષેપ હશે.... એક મિનિટ પૂરાવા પણ છે મારી પાસે. અનાજ કરિયાણાની ખરીદીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે. સિંહા તેમા ખાસ કડી છે. મારી આગળના ક્લાર્કને પણ એટલે જ કાઢી મુકવામાં આવ્યો હતો અને એકાઉન્ટ ન જાણતી બિનઅનુભવી યુવતીને આવડી મોટી પોસ્ટ એટલા માટે અપાઇ હતી. એને હવે કેમ હટાવવી? દુર્યોધનની નબળી જાંઘની જેમ ચારિત્ર્ય પર આક્ષેપ કરીને દૂર કરવી. બરાબરને સર”(પૃ.313)આમ, પોતાના આત્મવિશ્વાસ વડે આપેલા જવાબથી ટ્રસ્ટીઓ સમસમી ગયા અને મિ. ભાટિયા અશુમી માટે ગૌરવ અનુભવવા લાગ્યા. પોતે એક સાચી વ્યક્તિનાહાથમાં જવાબદારીભર્યુ કામ સોપ્યું હતું. તે માટેપોતાની જાત પર માન થયું. નવલકથાને અંતે અશુમી, રમોલા અને કાદંબરી ત્રણેય સ્વસ્થતાથી હોટલમાં જવા તૈયાર થાય છે અને નવલકથા અંત પામે છે. વાસ્તવમાં અશુમીના આત્મનિર્ભર જીવનની અહીંથી શરૂઆત છે એવું લેખિકા આલેખી શક્યા છે.

આ નવલકથામાં મુખ્યત્વે ચાર પાંચ સ્ત્રીઓની વાત છે. અશુમી, રમોલા, કાદંબરી, મનુબા અને નીમા.અશુમી સંસ્કારી, ધીરજવાન, સત્યવાદી, વફાદાર અને આત્મનિર્ભર સ્ત્રી છે. રમોલા અહમી, સ્વચ્છંદી, લાગણીહીન સ્ત્રી છે. કાદંબરી હસમુખી, તેજ સ્વભાવની, હાજર જવાબી તથા અત્યંત પ્રતિકાર કરનારી સ્ત્રી છે. મનુબા સહનશીલતાની મૂર્તિ અને પ્રેમાળ વૃદ્ધા છે. જ્યારે નીમા અન્ય સ્ત્રીના સુખને છીનવી લેનાર સ્વાર્થી અને ચાલાક સ્ત્રી છે. રમોલા અને નીમા અન્ય સ્ત્રીઓને ન સમજનાર સ્ત્રી હોવા છતાં બન્નેમાં તફાવત છે. કારણકે હોટલમાં સૌની હાજરીમાં નીમાને ‘રખાત’ કહેનાર રમોલામાં માતૃસહજ નહીં પણ એક સ્ત્રી સહજ જાગી ઉઠેલ રોષની લાગણી પડઘાતી હતી. રમોલા પોતાના સ્વપ્નોને સાકાર કરવા પતિને હંમેશા કારર્કિદી તરફ વાળતી રહી. પણ પતિના મનને ક્યારેય સમજીના શકી. પતિના કરિયરની બરબાદી માટે પોતાની દીકરીને દોષી ઠહરાવે છે. આમ મોટા સપનાઓ સાકાર કરવાની ચાહમાં તે ભટકી ગઈ. પણ પતિના મૃત્યુ બાદ તેની ગેરહાજરીમાં તે હીજરાતી રહે છે. તે પહેલાની જેમ ઠાઠથી જીવી શકતી નથી. પોતાની માંદગીને સાચવનાર દીકરી અશુમી તરફ તે લાગણીવશ બને છે. તે છતાં ભીતરમાં વહેતા લાગણીના વેગને સ્પષ્ટ કરવામાં તેનો અહમ તેને નડતો રહે છે. બીજી તરફ નીમા એક એવી સ્ત્રી છે જે બીજી સ્ત્રીની પીડાને ક્યારેય સમજી શકતી નથી. પુરૂષને કેવી રીતે પ્રભાવિત કરવા અથવા આકર્ષવા તે સારી રીતે જાણે છે. એટલે જ અશુમી સાથેની મુલાકાત પછી પણ તે નીલ તરફનો રસ્તો વાળી લેવાનો બદલે અશુમી સાથે હળીમળીને લગ્નજીવન જીવવાનો અભિપ્રાય આપે છે.રમોલા અને નીમાની તુલનામાં કાદંબરી તદ્દન જુદી સ્ત્રી છે. તે સતત હસમુખી, મસ્તીખોર, બળવાખોર અને ઝનૂની સ્ત્રી છે. પોતાની મા મનુબાને પોતાના પિતા તરફથી કેટલું સહન કરવું પડ્યું તેની વાત તે અશુમીને વેદના તથા વ્યંગ દ્વારા પ્રકટ કરે છે. પહેલાની સ્ત્રીઓ કેટલી દુર્બળ હતી, સહનશીલ હતી, સાસુ અને નણંદથી દબાયેલી હતી. તેની વાત તે અશુમીને જણાવે છે. પહેલાની સ્ત્રીઓની ઋતુધર્મ વખતની વાત કાદંબરી કરડાકીપૂર્વક જણાવતા કહે છે,“શરમ એટલે શું એની આશુ તને કદી ખબર નહીં પડે. ‘શરમ’ એટ્લે પિરીયડ વખતે ત્રણ દિવસ પાળવાનું. ન સમજીને! મતલબ ગંધાતો કોથળો પાથરી અમારે બેસવાનું.કોઈને અડવાનું નહી અને આમ આવતા-જતા સૌની સામે તમારા કુદરતી ધર્મની છડી પોકારવાની. તમારો પિરીયડ વહેલો મોડો થાય એટલે લોકોની કુંવારી છોકરીના ચારિત્ર્ય વિશે અને પરણેલી સ્ત્રીઓના ગર્ભાધાન માટે બધી જ અટકળો બાંધવાની સંપૂર્ણ છૂટી”(પૃ.13) કાદંબરીની વાતમાં તીખાશ છે. સાથે વેદના પણ છે. પહેલાની સ્ત્રીઓની પરિસ્થિતીની હકીકત પ્રકટ થઈ છે. કાદંબરી પોતાના ભાઈ નીલના સ્વભાવથી પરિચિત છે.એટલે જ તેને અશુમીની પીડા સમજાય છે. નીલની મા પ્રત્યેની બેદરકારીને કાદંબરી આ રીતે પ્રકટ કરે છે, “ નીલ દીકરો. એટલે ઘરબહાર. કાદંબરી તો દીકરી. એ ક્યાં જવાની હતી? આશું એટલે તો મને નરી આંખે દેખાતું કે બા એ સોપારી કાતરવાથી સૂજેલી આંગળીએ, રસોડાની અંધારી ઓરડીમાં આસુંથીભાખરીનો કડક લોટ બાંધ્યો છે. નીલ આ ક્યારે જુએ કે વળી સમજે? “( પૃ.17) જે દીકરાને ‘મા’ની સૂજેલી આંગળીઓની પીડાની નથી પડી એ દીકરાને પતિનો દરજ્જો શું? અને પત્નીની પીડાની વળી ક્યાથી ખબર પડે? કાદંબરીના સંવાદમાં આ કટાક્ષ વ્યક્ત થયો છે. અહીં નીલ અને રમોલાની માનસિકતા સરખી બની જાય છે. કાદંબરીએ પોતાનાથી મોટી વયના પુરૂષ ગોપાલરાવજી સાથે લગ્ન કર્યા. જે બંગાળી ભાષા બોલે છે. અને ઓછું કમાય છે. પણ કાદંબરીના ભીતરને તે સારી રીતે સમજે છે. એટલે જ બન્નેનું દામ્પત્યજીવન આનંદમય રીતે પસાર થાય છે. કાદંબરીને અશુમી સાથે પ્રગાઢ પ્રીતિ છે. એકલવાયી અશુમીને પોતાના ઘેર આશરો આપવા માટે તે પ્રસન્ન છે. પોતાના ભાઈ નીલની સાથે બેવફાઈને તે ધિક્કારે છે. મનુબાની આત્મપીડાનો તેને હૃદયમાં સ્પર્શ થાય છે. વ્યવહારુ દૃષ્ટિએ પણ તે સમજદાર સ્ત્રી છે. અશુમીના માતા-પિતાની દેખભાળ કરવામાં તે પોતાની ફરજ ચૂકતી નથી. અશુમીને શક્તિ પૂરી પાડનાર પરોક્ષબળ તે કાદંબરી જ છે.

આ બધી સ્ત્રીઓની વચ્ચે મનુબા સાવ ગભરું, પ્રેમાળ અને સહનશીલ વૃદ્ધા છે. પોતે વહુ તરીકે જે જિંદગી વીતાવી છે તે કદાચ આજની સ્ત્રી ન જ જીરવી શકે. મનુબાને મન અશુમી વહુ કરતા દીકરી વધારે છે. કાદંબરી જેટલો જ સ્નેહ તે અશુમી પ્રત્યે દાખવે છે. પોતાના દીકરાએ અશુમીને કરેલ અન્યાય બદલ તે દીકરાને જ ગુનેગાર ઠેરવી અશુમી પ્રત્યે સ્ત્રી સહજ માનવતાવાદી સંબંધ જાળવી રાખવાનો આગ્રહ રાખે છે. અશુમીના સ્વતંત્ર જીવન માટે તે કહે છે, “ આ સંસાર તો દરિયો છે, ઈમાં મોજાય ઉછળે. આ સંસાર જંગલ પણ છે. એમાં મોટા મોટા ઝાડ, ઝાડી, ઝાંખરાં અને જંગલી જાનવરેય હોય છે. એની ભુલભુલામણીમાં તારી કેડી શોધવા સારું તું નીકળી છે ઈ બહુ સારી વાત છે.”(પૃ.228) આ છે એક સ્ત્રીનો બીજી સ્ત્રી પ્રત્યેનો પ્રેમ. અહીં સાસુ-વહુનો સંબંધ નથી, અહીં સ્ત્રી-સ્ત્રી વચ્ચેનો પ્રેમ અને માનવતાવાદી સંબંધ વ્યક્ત થયો છે.

“ત્રીજો કિનારો” એટલે સ્ત્રીની સ્વનિર્ભરતા આધુનિકોત્તર સાહિત્યમાં દલીતવાદ, દેશીવાદ અને નારીવાદ એમ ત્રણ પ્રકારનું સાહિત્યનોંધપાત્ર રીતે જોવા મળે છે. નારીવાદના ભાગરૂપે નારીચેતના અને તેના અસ્તિત્વની વાત કેન્દ્રમાંઆવી. સ્ત્રી-શિક્ષણ, સ્ત્રી-સ્વાતંત્ર્ય, સ્ત્રી-સ્વનિર્ભરતા અને સ્ત્રીનો સામાજિક દરજ્જો ઈત્યાદિ ‘સ્ત્રી’ વિષયકજરૂરિયાત તથા હકની રજૂઆત નારીવાદી સાહિત્યમાં જોવા મળી. આ પ્રકારના સાહિત્યને સર્જતા નારી સર્જકોમાં ધીરૂબેન પટેલ, કુંદનિકા કાપડિયા, હિમાંશી શેલત, વર્ષા અડાલજા, ઈલા પાઠક, ઈલા આરબ મહેતા, ભારતી દવે, બિંદુ ભટ્ટ, ઊષા ઉપાધ્યાય વગેરે ઉત્તમ સર્જકો ગણાવી શકાય. જેમ ધીરૂબેન પટેલની કૃતિઓમાં નારીની વ્યથાની વાત પ્રવર્તે છે તેમ વર્ષા અડાલજાની કૃતિઓમાં નારીસંવેદના પ્રગટે છે. તેમની નોંધપાત્ર નવલકથા કૃતિઓમાં ‘માટીનું ઘર’, ‘અણસાર’, ‘મૃત્યુદંડ’, ‘બંદીવાન’, ‘ગાઠ છૂટ્યાની વેળા’, ‘ખરી પડેલો ટહૂકો’, ‘પગલાં’, ‘નીલિમા મૃત્યુ પામી છે’, ‘રેતપંખી’, ‘અવાજનો આકાર’, ‘મારે પણ એક ઘર હોય’, ‘ત્રીજો કિનારો’ વગેરે તેમની મહત્વની કૃતિઓ ગણાય છે. ‘નારીસંવેદના અને નારીશક્તિનો પરિચય કરાવતી કૃતિ ‘ત્રીજો કિનારો’માં લેખિકાનો નારીવાદી અભિગમ કઈ રીતે પ્રગટ્યો છે તે તપાસવાનો મારો ઉપક્રમ છે.

આ નવલકથામાં સિંધુ નામની નોકરબાઈનોય ઉલ્લેખ છે. તેને ત્રણ દીકરી છે. તેની સાસુ અને પતિ દીકરો મેળવવા તરસે છે. પણ સિંધુ હવે દીકરો લાવવા ઈચ્છતી નથી. કારણકે તે પોતાની ત્રણેય દીકરીઓનું સુખ છીનવવા ઈચ્છતી નથી. દીકરો આવશે તો સાસુ તેને હાથમાંને હાથમાં રાખી દીકરીઓને રાખી દીકરીઓને અન્યાય કરશે. એટલે જ સિંધુ છાનામાના ઓપરેશન કરાવી લેવાની અશુમીને વાત કરે છે. સિંધુના આ નિર્ણય માટે અશુમી વિચારે છે કે, “ઝુપડપટ્ટીમાં રહી જીવનનો અવિરત સંઘર્ષ કરતી, દારૂડિયા પતિ અને જબરી સાસુનો માર અને મહેણાં ખાતી આ ગરીબ અભણ સ્ત્રીની સમજ કેટલી ઊંડી હતી.”(પૃ.86) સિંધુની જેમ અરુંધતી નામની સ્ત્રીનો ઉલ્લેખ પણ થયો છે. અશુમી પોતાની નોકરી દરમ્યાન અરુંધતી નામની સ્ત્રીને મળે છે. ખૂબ સરળ અને સુંદર તે સ્ત્રીનો પતિ યુવાનીમાં મૃત્યુ પામ્યો. તેની એકમાત્ર દીકરી નુપુરને સાસુએ કાયદાના માધ્યમથી છીનવી લીધી. અરુંધતી ચિત્રકાર હોઈ તે દીકરીનું ભરણપોષણ ન કરી શકે એવા આક્ષેપથી દીકરી છીનવાઈ ગઈ. કેવળ રજાઓ વખતે જ તે પોતાની દીકરીને મળી શકે છે. આમ, મનુબા, સિંધુ, અરુંધતી જીવનની કડવી વાસ્તવિકતાને અપનાવી લેતી,જીરવી લેતી સહનશીલ સ્ત્રીઓ છે. તો બીજી બાજુ રમોલા અને નીમા જે અન્યના દુ:ખ દર્દ ન સમજી શકનાર લાગણીહીન અને અહમી સ્ત્રીઓ છે. કાદંબરી અને અશુમી જેવી સ્ત્રીઓ જીવનમાં કપરા સંઘર્ષ બાદ પોતાના આત્મવિશ્વાસ અને સ્વાભિમાનને લીધે જાગૃત, સ્વનિર્ભર અને સ્વતંત્ર જીવન જીવનારી સ્ત્રીઓ છે.

નવલકથામાં વરસાદની ઋતુનું વર્ણન સૂચક છે. વરસાદની મંદ તથા તેજ ગતિની ધારા જીવનના ગતિશીલ કાળમાનમાં આવતા આરોહ અવરોહને વ્યક્ત કરે છે. એક તરફ પ્રકૃતિની ભીનાશ છે જ્યારે બીજી તરફ સ્ત્રી હૃદયની ભીતરની ભીનાશ છે. ‘વરસાદની ધારા’ સ્ત્રીહૃદયની આંતરિક લાગણીઓને પ્રતીકાત્મક રીતે વ્યક્ત કરે છે. લેખીકાની ભાષા ભાવકને જકડી રાખે તેવી રસયુક્ત છે. ભાષામાં પ્રયોજાયેલ ઉપમાઓ અને વર્ણનો પ્રશંસનીય છે. લેખિકાની જીવનદૃષ્ટિ સ્ત્રીના અતલ હૃદયમાં ગાઢપણે સ્પર્શી છે. કરૂણ અને નિર્વેદ એવા બે રસનું નિરૂપણ નવલકથામાં અનુભવાય છે. પાત્રોને પારદર્શક બનાવનાર સંવાદો માટે લેખિકાનો શ્રમ અને કલાકારી પ્રશંસનીય કહી શકાય. પુરૂષના અહમી, સ્વાર્થી, બેવફાઈ અને મહત્વકાંક્ષી સ્વભાવનું આલેખન કરતાં સંવાદો પ્રતીતિકર રહ્યાં છે. સમાજમાં અશુમી, મનુબા, કાદંબરી જેવી સ્ત્રીઓ જીવે જ છે. એક સ્ત્રીની વેદનાનો સ્પર્શ બીજી સ્ત્રીને થાય જ છે. તે આ નવલકથામાંથી અનુભવાય છે. એકની પીડા સર્વની પીડા બની શકી છે.

સ્ત્રી જાગૃતીના કે સ્ત્રીની સંવેદનાના આજે જેટલા પડઘા સમાજમાંથી સંભળાય છે, એ જોતા લાગે છે કે વર્તમાન સમયની સ્ત્રીને જો તેના બન્ને કિનારા (પિતા અને પતિ) નકારે તોય, સ્ત્રી તેની આત્મખોજથી અશુમીની જેમ પોતાનો ત્રીજો કિનારો શોધી લેશે. તેમ કરવુ અઘરું છે, પણ અશક્ય નથી. સ્ત્રીને છેહ દેનાર પુરૂષ આવનાર સમયમાં સ્ત્રીથી છેહ પામશે એ વાત હવે નવી નહીં હોય. લેખિકાએ સ્ત્રી જીવનનો અને તેના અસ્તિત્વનો ત્રીજો કિનારો પ્રત્યક્ષ કરી બતાવ્યો છે અને તે છે સ્ત્રીની સ્વનિર્ભરતા.

સંદર્ભ :::

૧.‘ત્રીજો કિનારો”– (2001) લે. વર્ષા અડાલજા

*************************************************** 

ડૉ. વર્ષા એલ. પ્રજાપતિ

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us