logo

વૈયાકરણ હેમચન્‍દ્રાચાર્ય તથા પાણિનિના સંજ્ઞાપ્રકરણનો તુલનાત્‍મક અભ્‍યાસ

સંસ્‍કૃત વ્‍યાકરણની રચના બહુજ પ્રાચીન સમયથી થતી આવી છે. સંસ્‍કૃતના પ્રકાંડ વ્‍યાકરણ મહર્ષિ પાણિનિના પહેલાં પણ કેટલાય પ્રભાવશાળી વૈયાકરણાચાર્ય થઇ ગયા હતા. પરંતુ જેમ સૂર્યની સામે નક્ષત્રો તેમ પાણિનિના પૂર્ણ તેમજ પ્રભાવશાળી વ્‍યાકરણની સામે તેમની પ્રભા વિલીન થઇ ગઇ અને વ્‍યાકરણ જગતમાં પાણિનીનો પ્રકાશ પ્રસરાવા લાગ્‍યો. એટલુંજ નહિ પણ આ ચકાચૌંધ (ભાસ્‍વર) પ્રકાશની સામે પરવર્તી સમયમાં પણ કોઇ પ્રતિભા પાંગરી શકી નહીં. વિક્રમ સંવતની ૧ર મી શતાબ્‍દીમાં એક હૈમી (હેમચંદ્રાચાર્ય) પ્રતિભા જ આના અપવાદ રૂપમાં જાગૃત થઇ. આ પ્રતિભા ફકત પ્રકાશ જ લઇને નહિ, પણ એ પ્રકાશમાં રસમયી શીતળતાનો સમન્‍વય લઇને આવી. હેમચન્‍દ્રાચાર્ય ને શબ્‍દાનુશાસનની સાથે શબ્‍દ પ્રયોગાત્‍મક દ્વયાશ્રય કાવ્‍યની પણ રચના કરી.

આચાર્ય હેમચન્‍દ્રએ પોતાના શબ્‍દાનુશાસનને પાણિનિ કૃત શબ્‍દાનુશાસનની અપેક્ષાએ સરળ બનાવવાની સફળ ચેષ્‍ટા કરી છે. સાથે જ પાણિનિ કૃત અનુશાસનની તુલનામાં અવિશષ્‍ટ શબ્‍દોની સિધ્ધિ પણ દેખાડી છે. ટૂંકમાં કહી શકીએ કે શબ્‍દાનુશાસન પ્રક્રિયામાં પાણિનિ વૈયાકરણના બધાજ મસ્‍તિષ્‍કો વડે જે કામ પુરું થયું છે, તે હેમચન્‍દ્રાચાર્ય એકલા હાથે કરી બતાવ્‍યું છે. હેમચન્‍દ્રાચાર્યની બરાબરી ન જ કરી શકે. અમને એવું લાગે છે કે હેમચન્‍દ્રાચાર્ય પોતાના સમયમાં પ્રાપ્ત કાતન્‍ત્ર, પાણિનીય, સરસ્‍વતી કંઠાભરણ, જૈનેન્‍દ્ર, શાકટાયન વગેરે બધા જ વ્‍યાકરણ ગ્રંથોનું અવલોકન કરીને સારગ્રહણ કર્યો છે અને તેને પોતાની અદ્દભૂત પ્રતિભા દ્વારા વિસ્‍તૃત અને ચમત્‍કૃત કર્યો છે.

પ્રસ્‍તુત પ્રકરણમાં શબ્‍દાનુશાસનની બધીજ પ્રક્રિયાઓને ધ્‍યાનમાં રાખીને હેમચન્‍દ્રાચાર્યની પાણિનિની સાથે તુલના કરીશું અને એ બતાવવાનો પ્રયાસ રહેશે કે હેમચન્‍દ્રાચાર્યમાં પાણિનિની અપેક્ષાએ કંઇ વિશેષતા અને મૌલિકતા છે તથા શબ્‍દાનુશાસનની દ્દષ્‍ટિથી હેમચન્‍દ્રાચાર્યનું વિધાન કેવું અને કેટલું મૌલિક તેમજ ઉપયોગી છે, તે જોઇશું.

સંસ્‍કૃત ભાષાના મોટેભાગે બધા જ ગ્રંથોમાં સર્વપ્રથમ પારિભાષિક સંજ્ઞાઓનું એક પ્રકરણ આપવામાં આવે છે. આનાથી લાભ એ થાય કે આગળ સંજ્ઞા શબ્‍દો દ્વારા સંક્ષેપમાં જે કામ ચલાવવામાં આવે છે. ત્‍યાં તેમનો વિશેષ અર્થ સમજવામાં બહુંજ સરળતા થઇ પડે છે. સંસ્‍કૃતના વ્‍યાકરણગ્રંથ પણ આના અપવાદ નથી. વાસ્‍તમાં વ્‍યાકરણશાસ્‍ત્રમાં આ બાબતની ઘણીજ વધારે ઉપયોગીતા છે. આથી વિશાળ શબ્‍દભંડારની વ્‍યુત્‍પત્તિની વિશેષતા આના વગર સંભવિત નથી. એમાં ખાસ કરીને સંસ્‍કૃત વ્‍યાકરણમાં જયાં એક-એક શબ્‍દના માટે બંધારણની જરૂરત પડે છે.

સંસ્‍કૃતના શબ્‍દાનુંશાસકોએ વિભિન્‍નપ્રકારે પોતાની સંજ્ઞાઓના સાંકેતિક રૂપ આપ્‍યા છે. કયાંક-કયાંક એકતા હોવા છતાં પણ અલગતા (વિભિન્‍નતા) મોટા પ્રમાણમાં વિદ્યમાન છે. આ જ તો કારણ છે કે જેટલા વિશિષ્‍ટ વ્‍યાકરણશાસ્‍ત્રીઓ થયા તેમની રચનાઓ જુદા-જુદા વ્‍યાકરણના રૂપમાં પ્રચલિત થઇ. વિવેચન શૈલીની વિભિન્‍નતાના કારણે જ એક માત્ર સંસ્‍કૃત ભાષામાં વ્‍યાકરણના અનેક તન્‍ત્રો (શાસ્‍ત્રો) પ્રસિધ્‍ધ થયા.

સિધ્‍ધહેમશબ્‍દાનુશાસનમાં ગ્રન્‍થકારે પ્રારંભમાં જ પ્રથમ સૂત્ર દ્વારા સૂત્રરૂપે અષ્‍ટાધ્‍યાયીના નિર્વિધ્‍ન સમાપન માટે ’Aર્હm\ ’ એવું પ્રથમ સૂત્ર મંગલાચરણ રૂપે રચેલ છે. ’Aર્હm\ ’ શબ્‍દ જૈન પરંપરામાં અને બૌધ્ધ પરંપરામાં પણ પ્રસિધ્‍ધ છે. પૂજા, અર્થના સૂચક ’Aર્હ\ ’ ધાતુ દ્વારા ’Aર્હm\ ’ શબ્‍દ બને છે. A¾"Rte-pUJyte [it Aર્હm અર્થાત જે પૂજનીય છે, આદરણીય છે, સમ્માનનીય છે તેને માટે ’Aર્હ’ શબ્‍દનો પ્રયોગ થયેલ છે.

એજ રીતે પાણિનિએ પણ ગ્રન્‍થના આરંભે મંગલશ્ર્લોક મૂકવાને બદલે, ’વૃધ્ધિ’ શબ્‍દ વાપરીને મંગલ કર્યુ છે. પાણિનિએ સૂત્રમાં પહેલાં સંજ્ઞીઓ (ઉદ્દેશપદો) બતાવીને પછી સંજ્ઞા (વિધેય) બતાવવી જોઇએ. એટલે કે AadEc\ vUi^d:| એવું સૂત્ર રચવું જોઇએ. પરંતુ ઉપર જણાવ્‍યું તેમ મંગલ કરવાની ઇચ્‍છાથી તેમણે આ સૂત્ર પુરતું સંજ્ઞા (વિધેય) પદ પહેલાં મુકેલ છે. તો હેમચન્‍દ્રાચાર્યે તેમજ પાણિનિએ સૂત્ર દ્વારા મંગલ કર્યું છે.

સ્‍વર તથા વ્‍યંજન સંજ્ઞાઓના વિવેચનની ઉપરાંત વિભક્તિ, પદ, નામ અને વાક્ય સંજ્ઞાઓનું ઘણુંજ વૈજ્ઞાનિક વિવેચન પ્રસ્‍તુત કર્યું છે. પાણિનિના વ્‍યાકરણમાં આ પ્રકારના વિવેચનનો એકાન્‍તિક ભાવ છે. પાણિનિ તો પોતાના ગ્રંથમાં વાક્યની પરિભાષા આપવાનું પણ ભૂલી ગયા છે. તેમના પછીના વ્‍યાકરણશાસ્‍ત્રી કાત્‍યાયને આ ક્ષતિથી બચવાનો પ્રયત્‍ન જરૂર કર્યો છે. પરંતુ તેમણે વાક્યની જે પરિભાષા '0kitZ vaKym\' આપી છે. તે પણ અધૂરીજ રહી ગઇ છે. પાણિનિના પાછળના શાસ્‍ત્રકારોએ તેને વ્‍યવસ્‍થિત કરવાનો પ્રયત્‍ન કર્યો છે, પરંતુ તેઓ પણ '0kitZ vaKym\'ની સીમાથી દૂર જઇ શક્યા નથી, પરિણામ સ્‍વરૂપે તેમની વાક્ય પરિભાષા પોતાનું મૂળ સ્‍વરૂપ લઇને પ્રગટ થઇ શકી નથી અને તેમની અપૂર્ણતા જેમની તેમ બની રહી છે. પરંતુ હેમચન્‍દ્રાચાર્યે વાક્યની બહુજ સ્પષ્‍ટ પરિભાષા આપી છે. 'sivxe8`maQyat. vaKym\\' ÉãÑãÊÎ|| અર્થાત મૂળ સૂત્રમાં સવિશેષણ આખ્‍યાત વાક્યની સંજ્ઞા બતાવવામાં આવી છે. અહિંયા આખ્‍યાતના વિશેષણનો અર્થ છે. અવ્‍યય, કારક, કારકવિશેષણ અને ક્રિયાવિશેષણોનું એક બીજા સાથે જોડાયેલું રહેવું. આગળ આપેલા સૂત્રાર્થથી સ્‍પષ્‍ટ છે કે વિશેષણ કે ક્રિયાપદ આ બેમાથી ગમેતે કોઇ એક સાક્ષાત્ શબ્‍દ વડે સૂચવાયેલું હોવું જોઇએ. કોઇ ઠેકાણે એકલું ક્રિયાપદ જ સાક્ષાત્ હોય, કોઇ ઠેકાણે એકલું વિશેષણ જ સાક્ષાત્ હોય અથવા કોઇઠેકાણ ક્રિયાપદ અને વિશેષણ બન્‍ને સાક્ષાત્ હોય એ ગમે તે રીતે હોય, ત્‍યારે આખ્‍યાતની કે વિશેષણની ’વાક્ય’ સંજ્ઞાના થાય છે. ઉદાહરણ તરીકે 2mR: v: r(atu - ધર્મ તમારી રક્ષા કરો આ શબ્‍દ સમૂહમાં r(at ક્રિયાપદ છે અને તેના બે વિશેષણો 2mR: તથા v: પદો છે. આ સ્‍થળે ક્રિયાપદ સાક્ષાત્ છે અને તેના વિશેષણો પણ સાક્ષાત્ છે. અહીં સવિશેષણ આખ્‍યાત હોવાથી આ શબ્‍દસમૂહની વાક્ય સંજ્ઞા થાય છે. અહિયાં વિશેષણ શબ્‍દ દ્વારા ફકત સંજ્ઞા વિશેષણને જ નહિં પરંતુ સામાન્‍ય રીતે ગૌણ અર્થ પણ લેવામાં આવ્‍યો છે અને આખ્‍યાતને પ્રધાનતા આપવામાં આવી છે. વૈયાકરણોના આ સિધ્‍ધાંત પણ છે કે વાક્યમાં આખ્‍યાતનો અર્થ જ મુખ્‍ય હોય છે. તાત્‍પર્ય એ છે કે હેમચન્‍દ્રાચાર્યની વાક્યની પરિભાષા સર્વાંગ સંપૂર્ણ છે. તેઓએ આ પરિભાષાનો સંબંધ વાક્યપ્રદેશ "pda´uuuiGvwKTyEkvaKye vs\ nsaE bhuTve ÊãÉãÊÑ||" સૂત્રથી પણ જોડ્યો છે. આ સૂત્રનો અર્થ એ થાય કે બીજા કોઇ પણ પદ પછી આવેલા અને બેકી સંખ્‍યાની બહુવચનની વિભક્તિ સહિતના yu*md\ ને બદલે vs\ બોલવું તથા બીજા કોઇ પણ પદ પછી આવેલા અને બેકી સંખ્‍યાની બહુવચનની વિભક્તિ સહિતના ASmd ને બદલે ns\ બોલવો, પણ જે પદ પછી yu*md\ અને ASmd એ બન્‍ને એક જ વાક્યમાં આવેલા હોય અર્થાત્ તે બન્‍ને વચ્‍ચે અર્થનો સંબંધ હોય તો જ આ વિધાન સમજવું. પાણિનિ કે અન્‍ય પાણિનીય તંત્રકારો વાક્ય પરિભાષાનો હેમચન્‍દ્રાચાર્યની જેમ સર્વાંગીણ બનાવી શકયા નથી. આમતો '0kitZ vaKym\'થી કામચલાઉ અર્થ નીકળે છે અને ગમે તે રીતે પણ વાક્યની પરિભાષા બની જાય છે. પરંતુ યોગ્ય અને સ્પષ્‍ટ રૂપમાં વાક્યની પરિભાષા બની શકતી નથી. આથી હેમચન્‍દ્રાચાર્યએ વાકયની પરિભાષાને બહું જ સ્પષ્‍ટ રૂપમાં રજૂ કરી છે.

પાણિનિનું સવર્ણ સંજ્ઞા વિધેયક "tuLyaSyp/yTn. sv`Rm\\|" ÉãÉãÑ|| સૂત્ર છે. જયારે હેમચન્‍દ્રાચાર્યે એ સંજ્ઞાના માટે "tuLyS4anaSyp/yTn: Sv:| ÉãÉãÉÏ|| સૂત્ર લખ્‍યું છે. એ સંજ્ઞાના કથનમાં હેમચન્‍દ્રાચાર્યની કોઇ વિશેષતા નથી પરંતુ પાણિનિનું અનુકરણ જ માલૂમ પડે છે. હા, સવર્ણ સંજ્ઞાના સ્‍થાને હેમચન્‍દ્રાચાર્યએ સ્‍વ સંજ્ઞા નામ કરણ કરી દીધું છે. બંને જ શબ્‍દાનુશાસકોનો ભાવ એક સરખો જ છે.

હેમચન્‍દ્રાચાર્ય અને પાણિનિની સંજ્ઞાઓમાં મૌલિક અંતર એ છે કે હેમચન્‍દ્રાચાર્ય પ્રત્‍યાહારની માથાકૂટમાં પડ્યા નથી. તેમની સંજ્ઞાઓમાં પ્રત્‍યાહારોનો બિલકુલ અભાવ છે. વર્ણમાલના વર્ણોને લઇને જ હેમચન્‍દ્રાચાર્યે સંજ્ઞા વિધાન રજૂ કર્યું છે. જેના થી પ્રત્‍યાહાર ક્રમને યાદ કર્યા વગર સંજ્ઞાઓનો અર્થ બોધ થઇ શકતો નથી. આથી હેમચન્‍દ્રાચાર્યના સંજ્ઞાવિધાનમાં સરળતા પર પૂરેપુરું ધ્‍યાન રાખવામાં આવ્‍યું છે.

પાણિનિએ અનુસ્‍વાર, વિસર્ગ, જિહ્વામૂલીય તથા ઉપદમાનીયને વ્‍યંજન વિકાર કહ્યા છે. વાસ્‍તવમાં તો એ અનુસ્‍વાર, મકાર કે નકાર ઉત્‍પન્‍ન કરવાવાળા છે. વિસર્ગ, સકાર કે કયાંક રેફ જન્‍ય છે. જિહ્વામૂલીય અને ઉપદમાનીય બન્‍ને ક્રમશઃ k, q તથા p અને f ના આગળ રહેલાં વિસર્ગના વિકૃત રૂપ છે. પાણિનિએ કહેલા અનુસ્‍વાર વગેરેને પોતાના પ્રત્‍યાહાર સૂત્રોમાં-વર્ણમાલામાં સ્‍વતંત્રરૂપમાં કોઇ સ્‍થાન આપવામાં આવેલ નથી. પાણિનિ પછીના વૈયાકરણોએ એની બહું જ સ્‍પષ્‍ટ ચર્ચા કરી છે કે આ વર્ણોને સ્‍વરોમાં માનવામાં આવે કે વ્‍યંજનોમાં ? પાણિનીય શાસ્‍ત્રના ઉદ્દભટ્ટ વિદ્વાન કાત્‍યાયને આનો નિર્ણય એ કર્યો કે તેમની ગણના બન્‍નેમાં કરવી યોગ્‍ય ગણાશે. પાણિનીય તત્‍વવેત્તા પતંજલિએ પણ આ બાબતનું પૂર્ણ સમર્પણ કર્યું છે. હેમચન્‍દ્રાચાર્યે અનુસ્‍વાર, વિસર્ગ, જિહ્વામૂલીય અને ઉપદમાનીયને "A.-A:ÀkÀp x8a: ix3\"|| ÉãÉãÉÎ|| સૂત્ર દ્વારા ix3\ સંજ્ઞક માન્‍યા છે. એટલે કે આનાથી એ વાત સ્પષ્‍ટ છે કે હેમચન્‍દ્રાચાર્યએ પોતાના શબ્‍દાનુંશાસનમાં વિસર્ગ, અનુસ્‍વાર, જિહ્વામૂલીય અને ઉપદમાનીયને વ્‍યંજનોમાં સ્‍થાન આપ્‍યું છે. હેમચન્‍દ્રાચાર્યની ix3\ સંજ્ઞા વ્‍યંજન વર્ણોની છે તથા વ્‍યંજન વર્ણોની સંજ્ઞાઓમાં હેમચન્‍દ્રાચાર્યએ ઉપરના વિસર્ગ વગેરેને સ્‍થાન આપ્‍યું છે. શાકટાયન વ્‍યાકરણમાં પણ વિસર્ગ, અનુસ્‍વાર, જિહ્વામૂલીય અને ઉપદમાનીયને વ્‍યંજનો માન્‍યા છે. એવું લાગે છે કે હેમચન્‍દ્રાચાર્ય આ જગ્‍યાએ પાણિનિની અપેક્ષાએ શાકટાયનથી વધારે પ્રભાવિત છે. હેમચન્‍દ્રાચાર્યનું વિસર્ગ, અનુસ્‍વાર વગેરેને વ્‍યંજનોમાં સ્‍થાન આપવું વધારે તર્કસંગત લાગે છે.

ઉપરના વિવેચનના આધારે આપણે ટૂંકમાં એટલું જ કહી શકીએ કે હેમચન્‍દ્રાચાર્યએ પોતાની આવશ્‍યકતા અનુસાર સંજ્ઞાઓનું વિધાન કર્યું છે. એક તરફ જ્યાં પાણિનિના નિરૂપણમાં ક્લિષ્‍ટતા (જટિલતા) છે, ત્‍યાં બીજી તરફ હેમચન્‍દ્રાચાર્યના નિરૂપણમાં સરળતા અને વ્‍યવહારીકતા છે. હેમચન્‍દ્રાચાર્યએ એક તરફ જયાં પોતાની મૌલિક ઉદ્દભવનાઓ પ્રસ્‍તુત કરી છે, ત્‍યાં બીજી બાજુ તેઓએ પાણિનિમાંથી ઘણું બધું ગ્રહણ કર્યું છે. અનેક નિયમન સ્‍થાનોમાં તેમની ઉપર પાણિનિનું ઋણ લદાયેલું છે.

સંદર્ભગ્રંથ:::

૧. આચાર્યશ્રી હેમચન્‍દ્ર વિરચિત - સિધ્‍ધહેમ શબ્‍દાનુશાસન
ર. ર્ડાં. નેમિચન્‍દ્ર શાસ્‍ત્રી - આચાર્ય હેમચન્‍દ્ર ઔર ઉનકા શબ્‍દાનુશાસન એક અધ્‍યયન
૩. શ્રી વૈયાકરણ પાણિનિ વિરચિત - વૈયાકરણ સિધ્‍ધાંત કૌમુદી
૪. પ્રો. ર્ડાં. વસંતકુમાર ભટ્ટ - સંજ્ઞા પ્રકરણ

*************************************************** 

ર્ડા. માનસિંહ એમ. ચૌધરી
પ્રિન્‍સીપાલ
એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ, રાજેન્‍દ્રનગર
તા.ભિલોડા, જિ. સાબરકાંઠા

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us