logo

ગ્‍લોબલ વોર્મિગ એટલે શું?

‘જેમ-જેમ ઉષ્‍ણતાશોષક વાયુનું પ્રમાણ વધતું ગયું છે, તેમ-તેમ પૃથ્‍વીનું લાંબાગાળાનું સરેરાશ વૈશ્વિક તાપમાન ધીરે-ધીરે વધતું ગયું છે. વૈશ્વિક તાપમાન વધવાની પ્રક્રિયાને ગ્‍લોબલ વોર્મિગ કહેવાય છે.’

અત્‍યાર સુધી આપણે માનતા હતા કે પૃથ્‍વી અત્‍યંત મોટી છે. તથા પ્રકૃતિ એટલી શક્તિશાળી છે કે આપણી કોઇપણ પ્રવૃત્તિથી પ્રકૃતિનાં સામાન્‍ય વ્‍યવસ્‍થાતંત્ર ઉપર કોઇ નોંધ પાત્ર કે લાંબા ગાળાની અસરો થશે નહિ. પરંતુ હવે સિધ્‍ધ થયુ છે કે માનવી પ્રાકૃતિક વ્‍યવસ્‍થાતંત્રને નોંધપાત્ર રીતે બદલી રહ્યો છે. આધુનિક સમયમાં ઔદ્યગિક ક્રાંતિને કારણે પૃથ્‍વીના વાતાવરણના બંધારણમાં પરિવર્તન થયું છે. જેને લીધે ગ્‍લોબલ વોર્મિગની ઘટના બનવા પામી છે.

ગ્‍લોબલ વોર્મિગ અંગેનો સૌ પ્રથમ વિશ્વસનીય અંદાજ ૧૯૬૦ માં અમેરિકાની પ્રિન્‍સ્‍ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આપ્‍યો હતો. તેમણે બતાવ્‍યું હતું કે ઉદ્યોગો અને વાહન વ્‍યવહારમાં વપરાતા ખનીજ બળતણ (કોલસો, તેલ અને કુદરતી વાયુ) ને કારણે વાતાવરણમાં ફેલાતા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ જો બે ગણું થશે તો ૨૧ મી સદીના અંતે વૈશ્વિક તાપમાન ર સે. જેટલુ વધશે અને તેથી આબોહવામાં મોટું પરિવર્તન થશે.

ગ્‍લોબલ વોર્મિગથી ગરમ થતા ટાપુઓ

સમુદ્રની સપાટીનું વધવું એ નક્કર હકિકત છે. બંગાળના અખાતમાં આવેલા સુંદરવન પર નજર નાખતા જ ખ્‍યાલ આવે કે આ ઘટના કેટલી ભયાનક છે. એક ટાપુને આખોને આખો સમુદ્રએ પોતાના પેટમાં સમાવી લીધો છે ૭૦૦૦ લોકો પોતાનું સર્વસ્‍વ ગુમાવી ચૂક્યા છે. આ તો હજુ શરૂઆત છે.

બંગાળના અખાતમાં આવેલા મૌસમી ટાપુના બલિહાર ગામમાં વસતા મુસ્‍તફાઅલી નામના ખેડુતની ૧૨ વીઘા જમીન ગયા વર્ષ દરિયમાં સમાઇ ગઇ એટલું જ નહિ છેલ્‍લા દસ વર્ષમાં ત્રણવાર તે પોતાનું ઘર ખોઇ ચૂક્યો છે. ખેતી છોડીને મૂસ્‍તફા હવે માછીમારીથી પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે.

સુંદરવનનાં દક્ષિણ તરફના ૧૩ ટાપુઓની જમીનો દર વર્ષે સમુદ્રની વધતી જતી સપાટીને પરિણામે ડૂબતી જાય છે. ૧૦૦૦ કુટુંબોની વસતી જતી સપાટીને પરિણામે ડૂબતી જાય છે. ૧૦૦૦ કુટુંબોની વસતી ધરાવતો ‘લોકોચાર ’ ટાપુ તેમજ બીજો ‘સુપાટીભગા’ નામનો નિર્જન ટાપુ તો પૂરે પૂરા સમુદ્રની નીચે આવી ચૂક્યા છે.

સુંદરવનમાં ૧૦૨ ટાપુઓ આવેલા છે. જેમાં ભારતના પર્યાવરણ માટે અતિ મહત્‍વનાં એવાં મેન્ગ્રુવનાં ૬૦ % જંગલો આવેલા છે. ૧૮૫૫ ની સાલમાં મેન્ગ્રુવથી છવાયેલાં હતાં જ્યારે આજે માત્ર ૯.૬૦૦ ચો.કિમીમાં જ તે બચ્‍યાં છે.

અહીં એ નોંધવું જરૂરી છે કે, ગ્‍લોબલ વોર્મિગની આવી પ્રતિકુળ અસરો ફક્ત ભારત કે બાંગ્‍લાદેશ પર થાય છે તેવું નથી. સેરોલ્‍સ જેવા ટાપુઓનો તો કુલ ભૌગોલિક વિસ્‍તાર જ સમુદ્ર ઉંચો આવવાને કારણે ઘટી જવાનો છે. નેધરલેન્‍ડ જેવા સમુદ્રની સપાટીથી નિચાણના વિસ્‍તારના દેશો તો હંમેશા દહેશતમાં જ જીવે છે. એટલું જ નહિ, આર્કટિકમાં બરફ ઓછો થઇ રહ્યો છે. અમેરીકાના દક્ષિણ-પશ્ચિમ વિસ્‍તારમાં દુકાળની સમસ્‍યા ઉભી ઉભી થઇ છે. આ બધી જ ચેતવણીઓ છે.

ગ્‍લોબલ વોર્મિગના પ્રકારો

ગ્‍લોબલ વોર્મિગના મુખ્‍ય પ્રકારો આ મુજબ છે.

  1. ઓઝોન વાયું પ્રમાણ

  2. સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો સામે પૃથ્‍વીનું રક્ષણ ઓઝોનને કારણે શક્ય છે, પરંતુ માનવ સર્જિત પ્રદુષણને કારણે ઓઝોનના પ્રમાણમાં ઘટાડો થયો છે. મનુષ્‍ય અને પ્રાણી પર અસર થાય છે. જેમને ચામડીનું કેન્‍સર આંખના રોગ થાય છે. તેમજ તેમની જીવનક્રિયા પર અસર થાય છે. વનસ્‍પતિની ઉત્‍પાદન શક્તિમાં ઘણો ઘટાડો થાય છે. વનસ્‍પતિની અમુક જાતો નાશ પામે છે, તાપમાન વધે એટલે સમુદ્રની વનસ્‍પતિ નાશ પામે છે. માટે જ ૧૬ મી સપ્‍ટેમ્‍બર ૨૦૦૩ માં દિવસને ઓઝોન બચાવવા ‘આંતરરાષ્‍ટ્રીય ઓઝોન સ્‍તર બચાવ દિવસ’ તરીકે ઉજવાયો હતો.
  3. ઉષ્‍માવર્ષા/તેજાબી વર્ષા

  4. અમેરિકાની વર્જિનીયા પ્રાંતના વ્હીલિંગ શહેરમાં ઇ.સ. ૧૯૭૮ માં તેજાબી વર્ષા થઇ હતી. તેમાં વાદળમાં એક લીંબુના રસ જેટલી ખટાશ હતી અને આટલી જ ખટાશવાળો વરસાદ પડ્યો હતો. આ વર્ષાને કારણે ત્‍યાનાં તળાવમાંના માછલાંની સંખ્‍યા ‘શૂન્‍ય’ થઇ ગઇ હતી. આવા તળાવને ‘મરેલું તળાવ’ કહે છે. તેજાબી વરસાદથી વૃક્ષ અને છોડનાં પાન નાશ પામે છે. તેનો વિકાસ થતો અટકી જાય છે. જમીનમાં કેલ્શિયમ, મેગ્‍નેશિયમ, લોહ જેવા પોષક દ્રવ્‍યો નાશ થાય છે. પરિણામે જમીનની ફળદ્રુપતા પણ ઓછી થાય છે. પરિણામે જમીનની ફળદ્રુપતા પણ ઓછી થાય છે. તેજાબી વર્ષા પાણીનું ભયાનક પ્રદુષણ કરવામાં મોટો ફાળો આપે છે અને નદી, સરોવરની જીવસૃષ્‍ટિ પર વિપરિત અસર થાય છે.
  5. ગ્રીન હાઉસ ઇફેક્ટ

  6. પૃથ્‍વી પારરક્ત વિકિરણનું ઉત્‍સર્જન કરીને તેની ગરમી ગુમાવે છે. વાતાવરણમાં સૂક્ષ્‍મ પ્રમાણમાં અસ્‍તિત્‍વ ધરાવતા મુખ્‍યત્‍વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને ભેજ અમુક તરંગ લંબાઇના પારરક્ત વિકિરણનું શોષણ કરે છે. અને તેનું પુનઃ ઉત્‍સર્જન કરે છે. જેનો થોડો હિસ્‍સો વાતાવરણની બહાર અવકાશ માં જાય છે અને બાકીનો હિસ્‍સો પૃથ્‍વીને ગરમ રાખે છે. આ પ્રક્રિયા દ્વારા પૃથ્‍વીનું લાંબાગાળાનું સરેરાશ તાપમાન લગભગ ૧૫ સે. જેટલું હુંફાળું અને જીવન માટે અનુકૂળ રહે છે. આમ, કાર્બન ડાયોક્સાઇડ અને ભેજ ગરમીનો સંગ્રહ કરીને એક ‘કામળા’ જેવું કામ કરે છે., વાતાવરણમાં ગરમીના સંગ્રહ કરીને એક ‘કામળા’ જેવું કામ કરે છે. વાતાવરણમાં ગરમીના સંગ્રહ કરવાની આ પ્રક્રિયા ‘ગ્રીન હાઉસ ઇફેક્ટ વાયુ’ કહેવાય છે.
    ગ્રીન હાઉસ ઇફેક્ટ’ નામ રાખવાનું કારણ એ છે કે વનસ્‍પતિ ઉછેરવા માટે વપરાતા કાચા ઘરને ‘ગ્રીન હાઉસ’ કહે છે આવા કાચા ઘરના કાચના છાપરામાં થી સૂર્યનો પ્રકાશ અંદર જઇ શકે છે. પણ અંદરની જમીન દ્રારા ઉત્‍સર્જિત થતું પારરક્ત વિકિરણ કાચની દિવાલમાંથી બહાર જઇ શકતું નથી. તેથી ગ્રીન હાઉસની અંદર ગરમી જળવાઇ રહે છ.
ગ્‍લોબલ વોર્મિગના કારણો

આપણે ઔદ્યોગિકીકરણ અને વિકાસાના નામે કારખાનાં, ઇમારતો, કાર, વિમાન વગેરેમાં બેફામ બનીને કોલસો, ખનીજ તેલ અને પેટ્રોલ, ડિઝલ, કેરોસીન વાપર્યા તેથી પાર વિનાનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ઠલવાયો છે. ધરતી પર સિમેન્‍ટના જંગલો ઉભાં કર્યા છે. જે સૂર્યનાં કિરણોને સૌથી વધુ ગરમી સાથે પાછા ફેંકે છે અને વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ તેને અવકાશમાં પાછા જવા દેતો નથી. એ ગરમી વાતાવરણમાં જ ઘુમરાતી રહે છે.

આ સ્‍થિતિ કાર્બન ડાયોક્સાઇ, મિથેન, નાઇટ્રેસ ઓકસાઇડ વગેરે વાયુઓના કારણે સર્જાય છે. તેમાં મુખ્‍ય ભૂમિકા કાર્બન ડાયોક્સાઇડ નામના વાયુની છે. વાતાવરણમાં ગરમીને કેદ કરી રાખનાર બીજો વાયુ મિથેન છે. તે મોટા પાયે પશુપાલન, ડાંગરની ખેતી, રાસાયણિક પ્રક્રિયા માટે વસ્‍તુઓને સડાવવાની પ્રવૃતિ અને ઔદ્યોગિકીકરણથી વાતાવરણમાં ઠલવાતો રહ્યો છે, આ વાયુ કાર્બન ડાયોક્સાઇડ કરતાં વીસ ગણી વધુ ગરમીને કેદ કરે છે. એટલે ઓછો હોવા છતાં વધુ અસર કરે છે. નાઇટ્રીક ઓક્સાઇડ ખાતરોના બેફામ ઉપયોગથી અને જૈવિક બળતણ બાળવાથી હવામાં ઠલવાય છે. આ બધાને સરવાળે વાતાવરણમાં એટલા વાયુઓ ઠલવાયા છે કે સૂર્યના પ્રકાશ સાથે વરસતી ગરમી વાતાવરણમાં જ કેદ થઇને સમગ્ર પૃથ્‍વીને રીતસર શેકી રહી છે.

ગ્‍લોબલ વોર્મિગની અસરો

છેલ્‍લાં ૫૦ વર્ષમાં હવામાનના ઉષ્‍ણતામાનમાં ૧૦૦% નો વધારો નોંધાયો છે. તેથી માત્ર આપણે ગરમી સહન કરવી પડે તેવું નથી. તેના કારણે સમગ્ર પૃથ્‍વીની વાર્ષિક સિસ્‍ટમમાં ભારે ગરબળ ઉભી થઇ રહી છે. ૧૯૯૮ થી સતત દર વર્ષે સરેરાશ ઉષ્‍ણતામાન વધતુ રહ્યું છે. અને ૨૦૦૫ નું વર્ષ સદીઓમાં સૌથી ગરમ વર્ષ સાબિત થયું છે. ગરમીના કારણે ઉત્તર ધ્રુવની હિમાચ્‍છાદિત પર્વતમાળાઓ અને દક્ષિણ ધ્રુવના હિમાચ્‍છાદિત મેદાનો ઓગળી રહ્યા છે. તેથી ધ્રુવ પ્રદેશો ઠંડક ગુમાવી રહ્યા છે. હજારો વર્ષથી જરાય ન ઓગળેલો બરફ ઓગળીને મહાસાગરોમાં ઠલવાઇ રહ્યો છે. તેથી મહાસાગરના આંતરિક પ્રવાહો બદલાઇ રહ્યા છે અને જળચર જીવસૃષ્‍ટિ નાશ પામી રહી છે, પરિણામે તેના આધારે જીવનાર અન્‍ય જીવોનું જીવન પણ જોખમમાં આવી પડશે. બરફ ઓગળવાથી મહાસાગરોમાં પાણીની સપાટી વધતી જાય છે. છેલ્‍લા સૌ વર્ષમાં મહાસાગરોની સપાટી ૯ ઇંચ જેટલી વધી છે. તે આગામી બે ત્રણ દાયકામાં છ ફૂટ વધી જવાની શક્યાતાઓ છે. તેથી કિનારાનાં અનેક શહેરોની ધરતી ડૂબી જશે. ઉનાળાઓ વધુ ને વધુ ગરમ થતા જશે. એટલે ઉષ્‍ણતામાન જીવલેણ બનતુ જશે. નાગરિકો જે ગરમીથી ટેવાયા ન હોય તેવી ભયાનક ગરમી પડવાથી હજારોની સંખ્‍યામાં મૃત્‍યુ પામશે. ૨૦૦૩ માં માત્ર ગરમીથી ૩૫૦૦૦ મોત થયાં હતાં. તે ૨૦૦૫ માં વધીને ૫૦૦૦૦ થયાં હતાં.

શિયાળો, ઉનાળો અને ચોમાસું અસ્‍થિર અને ઘાતક બની જતાં દરેક ઋતુના પાક નિષ્‍ફળ જશે અને અનાજની કારમી અછતથી વિશ્વવ્‍યાપી ભૂખમરો ફરી વળશે. ધ્રુવ પ્રદેશોની ઠંડી ઘટવાથી અને હવાની તથા મહાસાગરોની ગરમી વધવાથી ચોમાસાના વાદળોને આખા વિશ્વમાં ફેરવનાર વ્‍યાપારી પવનો ઘૂમરી ખાતા થઇ જશે અને વિનાશક વાવાઝોડુ સેંકડોની સંખ્‍યામાં બનશે. વધતી ગરમીના પરિણામે હવામાં ભેજનું પ્રમાણ વધશે. પરિણામે મલેરિયા, ડેન્‍ગ્યુ, ફ્લુ જેવા ચેપી રોગોના વાયરસ વગેરે અનેક ગણા વધુ પ્રમાણમાં જન્‍મશે અને ફેલાશે. વિજ્ઞાનીઓએ ધાર્યુ હતું તેના કરતાં અનેક ગણી વધુ ઝડપથી હવામાન અને ઋતુઓમાં પરિવર્તન આવી રહ્યું હોવાથી ઉપરોક્ત બધી જ ધારણાઓ કરતાં કારમા પરીણામો આગામી દસ કે પંદર વર્ષમાં પણ આવી શકે.

ગ્‍લોબલ વોર્મિગ રોકવાના ઉપાયો

નહાતી વખતે ડોલ અને લોટો વાપરવાને બદલે શાવર લો તો વર્ષે ૩૫૦ પાઉન્‍ડ પાણી ઓછુ વપરાશે અને ઓછું ગરમ કરવાથી ૫૦૦ પાઉન્‍ડ કાર્બન ડાયોક્સાઇડ ઓછો બનશે. કોઇપણ વીજળીક સાધનને કામ વિના ચાલુ ન રાખો, ટી.વી. જોવું ન હોય તો પણ વિજળીની સ્‍વિચ ચાલુ જ રાખવાથી ૪૦ ટકા વધુ વીજળી વપરાય છે. સડી શકે તેવો કચરો ખેતર કે બગીચામાં વાપરવાથી તેમાં સડો નહીં થાય અને મિથેન વાયુ નહિવત બનશે. રિસાઇકલ કરેલી વસ્‍તુઓ વાપરો. તમારા ઘરમાં વીજળીનો વપરાશ જે રીતે થઇ રહ્યો છે તેની તપાસ કરી. હવા-ઉજાસના નિષ્‍ણાતો કહે તે સુધારા કરવાથી વર્ષે ૧૦૦૦ પાઉન્‍ડ કાર્બન ડાયોક્સાઇડ બચશે. રાંધતી વખતે વાસણો પર ઢાંકણ લગાવવાથી ગેસ અથવા વીજળીનો વપરાશ ૭૦ ટકા ઘટી જાય છે. એટલી વીજળી અને ગેસ બચાવવાથી કાર્બન ડાયોક્સાઇડ ઓછો બનશે. ઘરની આસપાસ અને કામની જગ્‍યાએ વધુ વૃક્ષ વાવો. તેથી હવામાન ઠંડુ રહેશે. અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ થતો રહેશે. કાર અથવા બાઇક ભાગીદારીમાં વાપરો. તેથી પેટ્રોલ અને ગેસની બચત થશે. અને બળતણ ઓછું વાપરતાં હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રદુષણ પણ ઓછું ઠલવાશે. બધી જગ્‍યાએ રૂબરૂ દોડી જવાને બદલે બને એટલા કામ ટેલિફોન અને ટેલિકોન્‍ફરન્‍સથી જ કરી લેવાનો પ્રયાસ કરો. તેથી વાહનનો વપરાશ ઓછો થશે અને બળતણની બચત થશે. વિમાની મુસાફરીઓ બને તેટલી ઓછી કરો. કારણ કે સૌથી વધુ પ્રમાણમાં બળતણ વિમાનો વાપરે છે અને હવામાં ખૂબ ઉંચે કાર્બન ડાયોક્સાઇડ ફેલાવવાનું સૌથી હાનિકારક કામ કરે છે.

સંદર્ભ :-

1. www.globalwarming1.net
2. www.sciencedaily.com
3. www.globalwarmingeffect.blogdetik.com

*************************************************** 

રાવલ હાર્દિક જનકકુમાર
ફોન નં ૯૪૨૯૯૬૬૬૮૬
ઇમેલ આઇ.ડી. RAVALHARDIKJ@GMAIL.COM

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us