સાબરકાંઠા જિલ્લાની દૂધ – ઉત્પાદક સાબર ડેરી (ઉદભવ , વિકાસ અને તેના કાર્યો)
ઉદભવ :
સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર ૧૯૬૪માં સાબર ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. સરકારી ડેરી ઓછી જગ્યાએ હતી. તેથી લોકો માટે દૂધ લેવું અને દૂધ આપવું મુશ્કેલ બનતુ હતું તેથી દૂધ નકામું જતુ હતુ તથા વેડફાતું હતુ. અને બીજા ઉત્પાદન માટે ઉપયોગમાં આવતું ન હતુ. ફકત પ્રાતિજ ,ઇડર, હિંમતનગર,બાયડ વગેરે ક્ષેત્રોના કેટલાક વિસ્તારોમાં જ સરકારી ડેરી હતી. તે સમયે ત્યાં એટલો ખાસ વિકાસ થયો ન હતો. તેથી દૂધમાં ઘણો ભ્રષ્ટાચાર થતો હતો. આ કારણથી સમગ્ર ખેડાનાં પટેલો એકઠા થયા. જેમાં ભૂરાભાઇ પટેલ નામના વ્યક્તિએ સૌપ્રથમ આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો. તેઓએ ગામડે ગામડે જઇને લોકોને માર્ગદર્શન આપ્યું અને લોકોને જાગૃત કર્યા. અને તેમણે દરેક ગામમાં ડેરી સ્થાપવાનો નિર્ણય કર્યો. તેમના પ્રયત્નોથી નિયમો ઘડવામાં આવ્યા હતા. અને પછીથી સાબરકાંઠામાં ૧૦૦૦ રજિસ્ટર્ડ મંડળી અને ૧૨૦૦સભાસદ મંડળીઓની નોંધણી કરવામાં આવી હતી.ડેરીના વિકાસ પાછળ સરકારે પણ ઘણો સહકાર આપ્યો હતો. અને આ રીતે ઇ.સ. ૧૯૭૩માં હિંમતનગર ખાતે સાબર ડેરી અસ્તિત્વમાં આવી. આ ડેરીનો ભવ્ય પ્લાંટ ૪૫ એકર જમીનમાં ઇ.સ.૧૯૭૪માં સ્થપાયો હતો.
સાબર ડેરી દ્રારા ઉત્પાદીત થતી પેદાશો :
સાબર ડેરી દ્રારા જુદા-જુદા પ્રકારની ઘણી બધી પેદાશોનું(Product)ઉત્પાદન કરવામાં આવે છે. જેમ કે,શિખંડ,મસ્તી દંહી,દૂધ,માખણ, ઘી, લસ્સીછાસ,પનીર, વગેરે પેદાશોનું આ ડેરી દ્રારા ઉત્પાદન કરવામાં આવે છે.
ઉત્પાદીત પેદાશો માટે વપરાતો કાચો માલ :
ડેરી દ્રારા ઉત્પાદીત પેદાશ માટે કાચા માલ તરીકે દૂધ, મીઠું,ખાંડ,અને સાઇટ્રીક એસીડનો ઉપયોગ કરવામાં આવે છે.
પેદાશ માટેના ઉત્પાદન વિભાગ :
- કવોલિટી કંટ્રોલ વિભાગ
- પનીર વિભાગ
- છાસ વિભાગ
- પ્રક્રિયા વિભાગ
- શિખંડ વિભાગ
- દૂધ વિભાગ
- શિક્ષણ વિભાગ
- દંહિ વિભાગ
- વેટનરી વિભાગ
દૂધ ઉત્પાદન ક્ષમતા :
સાબર ડેરી દ્રારા દરરોજના ૧૪ થી ૧૫ લાખ લિટર દૂધ ઉત્પાદન કરવામાં આવે છે. જેનાંથી ૭,૦૦,૦૦૦ લિટર જેટલુ દૂધ દિલ્લી ખાતે મોકલવામાં આવે છે. જુદી – જુદી મંડળીઓ મારફત આવેલ દૂધનો સંગ્રહ કરવા માટે ૧૫ થી ૧૬ મોટી ટાંકીઓ રાખવામાં આવેલ છે. જેમાં એક ટાંકીદીઠ ૧૫૦૦૦ લિટર દૂધ સંગ્રહ (Store) કરવાની ક્ષમતા રહેલ છે.
વર્ષ ૨૦૧૧-૧૨ નાં વાર્ષિક અહેવાલ પરથી માહિતીના આધારે ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ સંઘે મહતમ ૧૪.૧૬ લાખ કિલોગ્રામ દૂધ પ્રાપ્ત કરેલ. આમ સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ દૈનિક ૧૧.૬૧ લાખ કિલોગ્રામ દૂધ પ્રાપ્ત કરવામાં આવ્યું હતુ.
વાર્ષિક દૂધ પ્રાપ્તિ :- ૪૨,૪૯,૩૬,૪૮૫ K.g.
સભાસદ સંખ્યા :- ૩,૩૨,૮૩૮
પુરૂષ સભાસદ :- ૨,૪૩,૬૮૪
સ્ત્રી સભાસદ :- ૯૮,૧૫૪
દૂધ મંડળીની સંખ્યા :- ૧૮૦૪
દૈનિક સરેરાશ દૂધ પ્રાપ્તિ:- (કિલોગ્રામ – લાખમાં)
(Source: annual pub. Report – 2011-12)
ડેરીમાં કાર્યરત કર્મચારીઓ :
સાબર ડેરીમાં લગભગ ૩૧૫૦ જેટ્લા કર્મચારીઓ કાર્યરત છે. જેમાંથી ૧૧૫૦ જેટલા કાયમી કર્મચારીઓ છે.જ્યારે ૨૦૦૦ જેટલા કર્મચારીઓ કોંટ્રાક્ટ બેઇજ પર કામ કરે છે.
ડેરી દ્રારા કર્મચારીઓને પુરી પાડવામાં આવતી સુવિધાઓ :
- કર્મચારીઓને ડેરી દ્રારા ઓછા અને વાજબી ભાવે કેંટીંગની સુવિધા આપવામાં આવે છે.
- તહેવારોના સમય વખતે કર્મચારીઓને બોનસ આપવામાં આવે છે.
- કર્મચારીઓને યુનિફોર્મ ની સુવિધા આપવામાં આવે છે.
- મેડિકલ સુવિધા
- લાઇબ્રેરી સુવિધા
- બપોર – સાંજના સમયે ભોજનની સુવિધા
- સમય જાણવા પંચકાર્ડ મશીનની સુવિધા
- પીવા માટે ઠંડા પાણીની સુવિધા
- પેંશન ફંડની સુવિધા
- ગાર્ડન (બગીચાની) સુવિધા
ડેરીમાં કર્મચારીના કામ કરવાનો સમયગાળો :
ડેરીનાં કર્મચારીઓ ત્રણ અલગ – અલગ પાળીઓમાં કામ કરતા હોય છે.
પ્રથમ પાળી ૮ am થી ૪ pm
બીજી પાળી ૪ pm થી ૧૨ pm
ત્રીજી પાળી ૧૨ pm થી ૮ am
સાબર ડેરી દ્રારા થતા કાર્યક્ર્મો અને અન્ય સહાયક પ્રવૃતિઓ:-
(૧) પશુ સારવાર યોજના :
ડેરી દ્રારા સમય અંતરે પશુઓને સારવાર આપવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ઘર આંગણે પશુઓને સારવાર આપવામાં આવે છે. ૨૦૧૧-૧૨ ના વર્ષે નિષ્ણાંત ૯૯ પશુ ચિકિત્સકો દ્રારા ૧૦૮ વેટરનરી મોબાઇલથી જિલ્લાનાં ૧૩ સેંટરો પર ૩,૪૨,૦૫૪ પશુઓને સારવાર આપવામાં આવી હતી.
(૨) પશુ ધિરાણ યોજના :
દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા તેમજ શિક્ષિત ઉત્સાહી નવ યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી કરવાના આશયથી તબેલા બનાવવા , સંઘ તરફથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. તેમજ પશુઓની ખરીદી માટે લોન અને ધિરાણની સહાય પણ પૂરી પાડે છે. જેના માટે ડેરીએ SBI,Dena Bank અને ICICI જેવી બેંકો સાથે વાટાઘાટાઓ કરી જિલ્લાના ઉત્સાહી દૂધ ઉત્પાદકોને સારી ઓલાદોની ગાયો તથા ભેંસો ખરીદવા પશુ ધિરાણનિતિ પણ અમલમાં મુકી છે.
(૩) કર્મચારીઓને ટ્રેનિંગ :
વૈશ્વિક હરિફાઇ અને મુક્ત – વેપાર વ્યવસ્થાના પ્રવર્તમાન વાતાવરણ સાથે સુસંગત થવાના હેતુથી સંઘના કર્મચરીઓને સક્ષમ, કાર્યકૂશળ બનાવવા વર્ષ દરમિયાન ટ્રેનિંગ (તાલીમ) નું આયોજન કરી કર્મચારીઓને પ્રશિક્ષિત કરવામાં આવે છે.
(૪) ફાર્મ કંસલ્ટંસી કાર્યક્રમ :
જે ફાર્મ સભાસદનું ૧૦૦ લિટર કે તેથી વધુ દૂધ ઉત્પાદન હોય તેવા ફાર્મ સભાસદને પ્રોત્સાહિત કરવા નથ્રકના વેંટનરી સેંટર પર મહિનામાં એકવાર મફત કંસલ્ટંસી શરૂ કરવામાં આવે છે. તેનજ દૂધના વ્યવસાયના વિકાસ બાબતે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવે છે ૨૦૧૧-૧૨ માં ૨૨૧૫ ફાર્મ કંસલ્ટંસી કેમ્પો દ્રારા ૧૪,૮૯૦ પશુઓને મફત સારવાર આપવામાં આવેલ હતી.
(૫) રોગ પ્રતિકારક કાર્યક્રમ :
પશુઓમાં થતા રોગો જેવા ખરવા ,મોવાઆ, ઇતરડી, કથીરીથી ફેલાતો થાઇલેરિયાસિસ જેવા રોગોથી બચવા માટે તેમજ બ્રુસેલ્લોસી રોગના નિવારણ માટે બ્રુસેલ્લોસીસ ની રસી મુકવામાં આવે છે તથા .ઇતરડી,કથીરી, બગાઇના નિવારણ માટે દવાનો છંટકાવ કરવાના કાર્યક્રમો પણ કરવામાં આવે છે.
(૬) કૃમિ નિવારણ યોજના :
પશુઓમાં જોવા મળતા બહારના અને પેટ્અના અંદરના કૃમિ નિવારણ રોગ માટે કૃમિ નિવારણ ક્સાર્યક્રમ પણ યોજવામાં આવે છે. જેમાં મંડળીઓ દ્રારા પશુઓને કૃમિનાશક દવાની ગોળીઓનો ડોઝ પડતર કિંમતે આપવામાં આવે છે
(૭)કૃત્રિમ બિજદાન યોજના :
વધુ દૂધ ઉત્પાદન આપતી ઓલાદ પ્રાપ્ત કરવા કૃત્રિમ બિજદાન યોજના એક મહત્વનું પાસુ છે. ૨૦૧૧-૧૨ ના વર્ષ દરમિયાન કૃત્રિમ બિજદાન કેન્દ્રો દ્રારા ૨૦૭,૩૦૨ ભેંસો અને ૨,૦૧,૮૫૬ ગાયો એમ કૂલ ૪,૦૯,૧૫૮ જાનવરોને બિજદાન લાભ આપવામાં આવ્યો હતો.
(૮) ફોડર ડેવલપમેંટ કાર્યક્રમ :
પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ઘર બેઠા શ્રેષ્ઠ ગુણવતાવાળા લીલા ઘાસચાનાં સાર બિયારણો મળી રહે તે માતટેની સંઘ દ્રારા વ્યવસ્થા કરવામાં આવે છે. તે અંતર્ગત દેશની નામાંકિત સંસ્થાઓ પાસેથી કેન્દ્ર સરકાર દ્રારા પ્રમાણિત બિયારણ ખરીદી સભાસદોને પૂરૂ પાડવામાં આવે છે ચાલુ વર્ષે રજકા બાજરી ૨૧૮૫ k.g ,મલ્ટીકટ જુવાર ૧૮૭૦૦k.g, રજકો ૨૫૧૫ k.g.,ઓટ ૫૧૫ k.g.,એમ કૂલ વેચાણ કરેલ હતુ.
(૯) પશુરોગ નિદાન પ્રયોગશાળા કાર્યક્રમ :
આઈ.ડી.ડી.પી. પ્રોજેકટના સહયોગથી સંઘના પશું સંવર્ધન સંકુલ ખાતે અદ્યતન સાધનોથી સજ્જ પશુ રોગ નિદાન પ્રયોગશાળા દ્વારા પશુઓની અલગ – અલગ બીમારીઓન નિદાન માટે લેબોરેટરી પરિક્ષણ કરવામાં આવે છે. ચાલુ વર્ષ ૨૦૧૧-૧૨ ના ૫૭૩ સેમ્પલોના અલગ અલગ બિમારીઓના નિદાન માટેના ટેસ્ટ કરવામાં આવેલ હતા.
(૧૦) સાબર દર્શન કાર્યક્રમ :
આ કાર્યક્રમ દ્વારા મહિલાઓમાં પશુપાલન વ્યવસાય પ્રત્યે રસ-રુચિ વધે, પશુપાલનના વ્યવસાયમાં વૈજ્ઞાનિક અભિગમ તથા નવી ટેકનોલોજી અપનાવવા પ્રોત્સાહન મળે, તેમજ વિવિધ પ્રવૃતિથી માહિતગાર બને તે માટે બહેનોને સાબર દર્શન કાર્યક્રમ દ્વારા ડેરીના પ્લાન્ટ કેટલકીટ પ્લાન્ટ, પશુપાલન વ્યવસાય બાબતનું માર્ગદર્શન વિડિયો કેસેટ દ્વારા પ્રેજેન્ટેશન તથા સંઘના અધિકારીઓ સાથે વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી દ્વારા પુરૂ પાડવામાં આવે છે.
(૧૧) દૂધ મંડળીની સ્વચ્છતા અને રેડ-ટેગ-ડે :
સાબરકાંઠા જિલ્લાની તમામ દૂધ મંડળીઓ પર આ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ દિવસ બીજી ઓકટોબરને દિવસે સાથે જોડીને સમગ્ર જિલ્લાની દૂધ મંડળીઓમાં રેડ-ટેગ-ડે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ જે દિવસે મંડળીઓ તથા ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે.
(૧૨) મહિલા પશુપાલન તાલીમ :
દૂધના વ્યવસાયમાં મહિલાઓની ભૂમિકા વિશેષ રહેતી હોય છે. દૂધનું દોહન, પશુના ઘાસચારાનું નિરણ કરવાનું મંડળી સુધી દૂધને પહોચતુ ક્રવાનું, સાફસફાઈ આ બધુ જ કામ મહિલાઓ કરતી હોય છે. આથી મહિલાઓને પશુપાલન પ્રત્યે રસ-રુચિ કેળવાય તે માટેના તાલીમી કાર્યક્રમો કરવામાં આવે છે. વૈજ્ઞાનિક ઢબે પશુપાલનની આદર્શ પદ્ધતિ તથા પશુમાવજત અંગેની માહિતી આપવામાં આવે છે.
(૧૩) પશુ-મોજણી :
સાબર ડેરી તથા ગુજરાત કો. ઓપ. મિલ્ક માર્કેટીંગ ફેડરેશન આણંદના સહયોગથી સમગ્ર જિલ્લામાં ઘરદિઠ કેટલા દૂધાળા પશુઓ છે. તેમની ઉંમર, વિયાણ વગરના વિયાણેલા, ગાભણ, ગાયો તથા ભેસો વગેરે બાબત અંગેની પશુઓની મોજણી કરવામાં આવે છે. જે અંગેની બધી જ માહિતી કોમ્પુટરમાં ઈન્સ્ટોલ કરી જિલ્લાના લાંબાગાળાના દૂધના વ્યવસાયમાં ભાવિ આયોજનના ભાગરૂપે દૂધનું ઉત્પાદન, દૂધ સંપાદન, રસિકરણ, પશુપાલન, સાબરદાણા, ઘાસચારો વગેરેને વ્યવસ્થા સરળતાથી કરી શકાય તે માટે મોજણી કરવામાં આવે છે.
(૧૪) સાબરલક્ષ્મી સાબર રત્ન એવોર્ડ :
જિલ્લાના દૂધ ઉત્પાદક સભાસદો સારા દૂધાળા જાનવરો રાખવા પ્રેરાય તથા જિલ્લામાં વધુમાં વધુ રકમનું દૂધ સંઘમાં ભરાવવા જે હરીફાઈ ઉભી થાય છે તેમાં સૌથી વધુ રકમનું દૂધ સંઘમાં ભરનારને સાબર લક્ષ્મી એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૧-૧૨ન શ્રીમતિ રમિલાબેન ગોવિંદભાઈ પટેલ પેન્ટરપુરા (તા. બાયડ) કે જેણે રૂ. એક કરોડ થી પણ વધુ રકમનું દૂધ ભરાવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ જેને આ એવોર્ડ દ્વારા સન્માનિત કરેલ.
સાબર ડેરીમાં દૂધ ભરાવનાર (દૂધ ઉત્પાદકો)ને થતા લાભો :
- રોજગારીની તકોમાં વધારો થાય છે.
- લોકોની આર્થિક સુખાકારીમાં વધારો થાય છે.
- સભાસદોના બાળકો તથા દૂધ ભરાવનારના બાળકોને તેના અભ્યાસ અંગે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
- દૂધ મંડળીઓમાં દૂધ ભરાવનારને દર ૧૦ દિવસે પેમેન્ટની રકમની ચુકવણી કરી દેવામાં આવે છે.
- દૂધ ઉત્પાદન ક્ષમતા વધે તે માટે પશુઓને પોષ્ટિક ખોરાક મંડળી દ્વારા વાજબી ભાવે પુરા પાડવામાં આવે છે.
- સારી ઓલાદના પશુઓ (ગાય તથા ભેસ)ની ખરીદી મટે લોન અને ધિરાણની સગવડો આપવામાં આવે છે.
- દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય તે માટે શિબિરો અને તાલીમી કાર્યક્રમો ગોઠવી માર્ગદર્શન આપવામાં આવે છે.
પશુપાલન પ્રવૃત્તિની માહિતી :
અનું નં |
વિગત |
૨૦૦૬-૦૭ |
૨૦૦૭-૦૮ |
૨૦૦૮-૦૯ |
૨૦૦૯-૧૦ |
૨૦૧૦-૧૧ |
૨૦૧૧-૧૨ |
૧ |
દૂધ મંડળીઓની સંખ્યા, સૂચિત તથા રજિસ્ટર્ડ |
૧૬૯૮ |
૧૭૧૪ |
૧૭૩૨ |
૧૭૮૮ |
૧૭૭૯ |
૧૮૦૪ |
૨ |
દૂધ મંડળીઓના સભ્યોની સંખ્યા |
૨૮૮૩૫૯ |
૨૯૦૦૨૧ |
૩૦૦૬૦૩ |
૩૧૫૬૭૩ |
૩૨૨૬૪૯ |
૩૩૨૮૩૮ |
૩ |
સંઘમાં આવેલ દૂધ (કિલોમાં) |
૩૨૩૩૬૭૭૩૧ |
૩૬૯૫૧૯૯૬૧ |
૪૦૯૩૧૪૬૮૬ |
૪૦૯૩૦૮૪૧૯ |
૪૦૩૧૦૨૯૨૨ |
૪૨૪૯૩૬૪૮૫ |
૪ |
દૂધ ઘરની કૂલ સંખ્યા |
૯૭૮ |
૯૮૧ |
૯૯૧ |
૧૧૮૧ |
૧૨૦૨ |
૧૨૮૪ |
૫ |
સમતોલ દાણ પુરૂ પાડ્યુ (મે. ટનમાં) |
૧૦૬૭૪૩ |
૧૨૪૪૦૧ |
૧૫૮૫૯૧ |
૧૬૭૪૨૫ |
૧૬૧૮૩૩ |
૧૮૦૮૬૪ |
૬ |
રજકા બી. પુરૂ પાડ્યુ (કિલોમાં) |
૯૮૦૫ |
૩૦૦૦ |
૨૬૮૫ |
૧૮૦૦ |
૧૦૦૦ |
૨૫૧૫ |
૭ |
કૃત્રિમ વિર્યદાન કેન્દ્રો(ફ્રોજન સીમેન) |
૨૦૬ |
૨૦૯ |
૨૦૯ |
૨૧૫ |
૨૩૦ |
૨૪૦ |
૮ |
કૃત્રિમ વિર્યદાન |
૩૦૯૫૦૨ |
૩૩૯૩૦૧ |
૩૬૫૪૨૮ |
૩૮૫૧૬૦ |
૩૯૦૪૧૩ |
૪૦૯૧૫૮ |
૧. ગાયો (ફ્રોજન સીમેન) |
૧૩૭૫૧૭ |
૧૫૮૮૦૭ |
૧૭૭૨૮૧ |
૧૮૮૫૮૫ |
૧૮૮૬૮૭ |
૨૦૧૮૫૬ |
૨. ભેસો |
૧૭૧૯૮૫ |
૧૮૦૪૯૪ |
૧૮૮૧૪૭ |
૧૯૬૫૭૫ |
૨૦૧૭૨૬ |
૨૦૭૩૦૨ |
૩. શંકર વાછરડા |
૫૭૬૭૭૦ |
૫૭૫૧૧ |
૭૧૬૬૦ |
૭૮૧૩૩ |
૮૨૭૦૧ |
૮૮૩૬૫ |
૯ |
સ્પે. વિઝિટ (પશુ સારવાર) |
૩૮૯૬૫૭ |
૩૭૧૧૮૯ |
૩૧૧૧૭૦ |
૨૯૭૦૯૯ |
૩૧૪૯૪૬ |
૩૪૧૦૫૪ |
૧૦ |
ડેરી મુલાકાત |
૧. મંડળીઓની તથા અન્ય સંસ્થાઓની સંખ્યા |
૨૬૧ |
૨૩૯ |
૩૨૮ |
૧૯૬ |
૨૩૫ |
૫૮૩ |
૨. મૂલાકાતોની સંખ્યા |
૧૯૦૯૮ |
૨૧૦૯૭ |
૪૫૪૦૪ |
૧૪૧૪૨ |
૧૮૧૩૨ |
૪૯૫૪૮ |
સંદર્ભ :-
૧. વાર્ષિક અહેવાલ વર્ષ ૨૦૧૧-૧૨
૨. ભારતીય અમૂલ ગાથા (ધી અમૂલ ઈન્ડિયા સ્ટોરી) લેખક: રૂથ હરેડિયા, અનુવાદક – જયંત ગાડીન
૩. સમર્પિત સેવા મૂર્તિ : શ્રી ત્રિભુવનદાસ પટેલ લેખક : પ્રો. આર. એમ. ત્રિવેદી, પ્રો બી. સી. શાહ ચરોતર પબ્લીકેશન
***************************************************
પ્રા. જીતલ બી. વાઢેર
સરકારી આટૅસ એન્ડ કોમસૅ કોલેજ,કડોલી
ઇ-મેલ્: VADHERJITALBEN@YAHOO.COM
મોબાઇલ નં : 9638603439 |