ભારતીય આયોજનમાં ગ્રામવિકાસ અને તેના અભિગમોનું મૂલ્યાંકન પ્રસ્તાવના:- વિવિધ પંચવર્ષીય યોજના દરમ્યાન ગ્રામ વિકાસ માટે આયોજીત ખર્ચની ફાળવણી (ટકામાં)
સ્ત્રોત :
પ્રો. દાંતવાલા એ ગ્રામ વિકાસના જુદા જુદા અભિગમોને નીચેના વર્ગોમાં વર્ગીકૃત કર્યા છે.
૧) સામૂદાયિક અભિગમ ( Community Approach ) : ગ્રામ વિકાસનો આપણો પહેલો પ્રયાસ ૧૯પરમાં અમલમાં મૂકેલી સામુદાયિક વિકાસ યોજના હતી. આ યોજના અન્વયે આપણે ગ્રામીણ જીવનના સર્વ પાસા ખેતીવાડી, શિક્ષાણ, ગ્રામોદ્યોગ, વાહનને સંદેશા વ્યવહાર, સ્ત્રીઓ અને બાળકોનું સામાજિક કલ્યાણ અર્થકરણ વિગેરે બાબતમાં સ્વાવલંબન કેળવાય અને સ્થાનિક સમાજ પોતે જ વિકાસની પહેલ કરે તે સિધ્ધાંત પર આ યોજના વિચારવામાં આવી હતી. ગ્રામીણ સમાજિક આર્થિક જીવનના પરિવર્તનની પક્રિયાનો પ્રયાસ શરૂઆતમાં ર૭૩૮૮ ગામડાં અને ૧૬૭ લાખ લોકોને આવરી લેતો હતો. પરંતુ તે પછી સમગ્ર દેશમાં એનો અમલ થયો. મેલોરે જે બાબત પ્રત્યે ધ્યાન દોર્યું તે સંસ્થાકીય અને વહીવટી માળખાનો અભાવ એના અસરકારક અમલનો અવરોધ કદાચ સૌથી અગત્યની બાબત હતી. આમ છતાં છઠ્ઠી પંચવર્ષિય યોજનામાં દર્શાર્વ્યું છે તેમ સામુદાયિક યોજનાઓએ વિસ્તરણ અને તેના માળખાની ગોઠવણીનાં ખુબ મહત્વનો ફાળો આપ્યો. રાષ્ટ્રીય વિસ્તરણ સેવા અને પંચાયતી રાજય જે ૧૯પ૦ માં અમલમાં આવ્યું તેમણે પણ વિકાસના પાયાના સર્જનમાં મહત્વનું પ્રદાન કર્યુ. આ સામુદાયિક અભિગમને સાઈઠના વર્ષો દરમ્યાન લગભગ તિલાંજલી આપવી પડી. ૨). વિસ્તાર વિકાસ અભિગમ: (Area Development Approach) સામુદાયિક વિકાસ યોજનાની નિષ્ફળતાઓ ઉપરાંત ૧૯૬૦ થી ૧૯૭૦ ના વર્ષો દરમ્યાન દેશમાં અન્નનો કટોકટી સર્જાઈ એને આધારે સંખ્યા બંધ સમિતિઓ અને હોયર એને બોરલોગ જેવા નિષ્ણાતોએ "વૃધ્ધિ પ્રથમ" (Growth first) અભિગમની હિમાયત કરી. આ પ્રકારની સ્થિતિ ૧૯૬૯માં સધન કૃષિ જીલ્લા કાર્યક્રમમાં (IAD) પસંદ કરાયેલ જિલ્લામાં પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યો આધુનિક અને સુધારેલ ઉત્પાદનની સામગ્રી અને નવી કૃષિ પધ્ધતિનું સંપુટ ખેડૂતોને જરૂરી ધિરાણ અને બજાર વ્યવસ્થા સાથે આપવામાં આવ્યું. ત્રીજી યોજનામાં એને અસરરૂપ ઉત્પાદન વધ્યું. અને તે વિસ્તારની ઉત્પાદકતા સુધારી ૧૯૬૫-૬૬ ના દુકાળના વર્ષોમાં આધુનિકકરણની યોજના ઉપયોગી જણાતાં બીજા જિલ્લાઓમા પણ અમલમાં મૂકવામાં આવી ૧૯૬૪-૬૫ માં વધુ સાધનોની વિસ્તૃત કાર્યક્ષેત્રવાળી યોજના અમલમાં મૂકવામાં આવી જે સધન ખેતી,કાર્યક્રમ તરીકે ઓળખાયો ચોથી પંચવર્ષીય યોજનામાં સુધારેલા બિયારણ જે વધુ ઉત્પાદન આપી શકે તેનુ મહત્વ સ્વીકારવામાં આવ્યું. આ પ્રકારના બિયારણના પૂરતી સિંચાઈ પાણીને રાસાયણિક ખાતર વિના ન વાપરી શકાય તેથી સિંચાઈનું મહત્વ વધ્યું. ને તેવા જ વિસ્તારોને પાકો પસંદ થયા જ્યાં સિંચાઈને પાણીની ખાત્રી હતી. આ કાર્યક્રમને ગતિ મળે તે માટે પૂરતી ધિરાણની વ્યવસ્થા કરવામાં આવી પણ ૧૯૬૮-૬૯માં આ કાર્યક્રમ અન્વયે ૯.૨ લાખ હેકટર જમીનનો સમાવેશ થયો હતો તે ૧૯૮૩-૮૪ માં ૫૨.૫ લાખ હેકટરમાં પ્રસર્યો આ કાર્યક્રમ એજ નવો કૃષિ વ્યુહ જે સમય જતા હરિયાળી ક્રાંતિના નામે કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતા માટે કારણભૂત બન્યો દેશની જરૂરિયાત માટે આપણે સ્વાવલંબી બન્યા દુકાળ પૂરતા વર્ષોમાં પણ ઉત્પાદનનું પ્રમાણ સારુ એવું જાળવી શકયા અને દુકાળના અને અછતના વર્ષો જેવી સ્થિતિનો સામનો કરવા માટે આપણી પાસે પૂરતા પ્રમાણમાં જરૂરી અનાજ સંગ્રહ કરવાતી ક્ષમતા છે. આયાતી અનાજની પરાધીનતા સંપૂર્ણ અદ્દશ્ય થઈ અને વિશ્વ શાંતિને ભાઈચારાના સિદ્ધાંત ખાતર દુકાળના ઈથોપિયા જેવા દેશમાં થોડી અનાજ વૃદ્ધિ નિકાસ કરીને આપણે વિશ્વમાં ગૌરવ પ્રાપ્ત કરી શકયા વધુ અગત્યની વાતતો એ છે કે "ઉત્પાદનમાં વૃધ્ધિ ઉત્પાદનની પધ્ધતિઓમાં પાયાના પરિવર્તનો લાવીને ઉત્પાદકતા વધારીને કરી શકાય. ગ્રામ વિકાસના દ્દષ્ટિકોણની આ પ્રકારનો અભિગમ યોગ્ય ન હતો. કારણકે નવો કૃષિવ્યુહ બે રીતે અત્યંત મર્યાદા ધરાવતો હતો.
૩) લક્ષ્યાંક જૂથ અભિગમ : ( Target Group Approach) સાતમા દાયકામાં ગરીબાઈ ઉન્મૂલનના સંદર્ભમાં વિકાસ વ્યુહની નિષ્ફળતાઓ ભારતીય આયોજનમાં સ્પષ્જ્ઞ થઈ ગઈ. વિકાસનું એક સ્તર ખાસ કરીને કૃષિ વિકાસનાં અન્નક્ષેત્રે સ્વાવલંબી થતાં હવે આર્થિક વૃધ્ધિ સાથે સામાજિક ન્યાયની અપેક્ષા અને રાજકીય માંગ વધતા વિકાસ નીતિ તરફ એના તરફ ઝોક વધ્યો. નાના ખેડૂતોના વિકાસ એજન્સી અને સીમાંત એજન્સી જેવા કાર્યક્રમો ૧૯૭૧માં શરૂ થયાને ૧૯૮૦ સુધીમાં લગભગ સમગ્ર દેશમાં ૧૮૧૮માં બ્લોકમાં અમલમાં આવ્યા. જેના અન્વયે એજન્સીઓ દ્વારા ધિરાણ ટેકનોલોજી બજાર વિગેરે સહિત આવક થાય તેવા પ્રોજેકટો થયા આ કાર્યક્રમો અન્વયે ગ્રામીણ ક્ષેત્રે નીચલા સ્તરના ૪૦ ટકા વસ્તીના વપરાશમાં નોંધનીય સુધારો કરવાનું લક્ષ્યાંક હતું. આ કાર્યક્રમ અન્વયે મળતા આર્થિક લાભ બિન ગરીબ વર્ગ પોતાના તરફ ઢસડી જવા સમર્થ રહ્યો. આમ છતાં સૌથી મોટી મર્યાદા એના પ્રમાણે ગતિમાં હતી. આમ, છતા સૌથી ઉલ્લેખનીય મર્યાદા નીચે પ્રમાણે છે.
૪) રોજગારી અભિગમ : (Employment Approach) આ કાર્યક્રમ અન્વયે ગ્રામિણ કૃષિ ક્ષેત્રના શ્રમિકોને પૂરતી આવકને રોજી મળે ઋતુગત બેકારીના સમયમાં રોજી મળે તથા એ દ્વારા એજ વિસ્તારમાં વિકાસને વેગ મળે તેવા કાર્ય થાય તે ઉપરાંત દુકાળ જેવા સમયે થતી અછતના સામનારૂપે આ કાર્યક્રમોનું આયોજન થયું. ગ્રામવિકાસના અભિગમમાં સૌથી નીચેના સ્તરના ગરીબમાં ગરીબ વર્ગને આવકને રોજી મેળવી આપવા કેટલા કાર્યક્રમો રોજગાર બાંહેધરી કાયદા હેઠળ નીમ્ન વર્ગના લોકોને ૧૦૦ દિવસની રોજગારી મળી રહે તે માટે ના કાર્યક્રમોનું આયોજન થયેલ છે. પરંતુ એમા જે કામચલાઉપણાનું તત્વ અને વિકાસની પ્રાથમિકતાઓ સાથે અસંગતા હતી તે એવી નોંધપાત્ર મર્યાદા છતી કરતા હતા. તાત્કાલિક કે ઈરાદાપૂર્વક ગરીબાઈના પરિણામે ઉપસ્થિત અસરોને ખાળવા માટે ઘણું અનિવાર્ય છે. પ) સામાજિક કલ્યાણ અભિગમ : ( Welfare Approach) લઘુતમ જરૂરિયાતોનો કાર્યક્રમ ૧૯૭૩ માં માનવ શકિત વિકાસના ભાગરૂપે પાંચમી યોજનામાં એક ગ્રામ વિકાસ અભિગમ તરીકે સ્થાન પામ્યો હતો. આ અભિગમ અન્વયે ગ્રામિણ વિસ્તારમાં પ્રાથમિક શિક્ષાણ, આરોગ્ય, પાણીપુરવઠો, રસ્તા, વીજળીકરણ જમીન વિહોણા માટે ઘર, પોષાક આહાર કાર્યક્રમ વિગેરેનું સબસીડી સાથે જાહેર સંસ્થાઓ દ્વારા સંચાલન થયું. કેટલાક પ્રગતિશીલ રાજયો જેવા કે પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તામીલનાડુ, કેરાલા વિગેરમાં એનો ઠીકઠીક અમલ થયો છે. પણ બીજા રાજયોમાં આ બાબતમાં હજુ પણ ઘણા પાછળ છે. ૬) સંકલિત ગ્રામ વિકાસ અભિગમ : ( Integreted Development Approach ) ગ્રામ વિકાસ કાર્યક્રમોની ખામી સુધારી લઈને જે નવો કાર્યક્રમ અમલમાં આવ્યો તે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ પહેલાના સીમાંત નાના ખેડૂત અને જમીન વિહોણા શ્રમિકોના વિકાસ કાર્યક્રમોમાં કૃષિક્ષેત્રના લોકોનો કૃષિક્ષેત્ર દ્વારા વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. આ કાર્યક્રમ કામચલાવ રાહત કાર્ય જેવા હતા અને વિકાસની પ્રક્રિયાના ભાગરૂપે એના અગત્યના અંગ ન હતા. છઠ્ઠી પંચવર્ષીય યોજના તેમજ અગીયારમી પંચવર્ષીય યોજના સંકલિત ગ્રામ વિકાસના કાર્યક્રમ દ્વારા આ ક્ષાતિઓને સુધારી લેવાના પ્રયત્નો થયા. છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં અમલમાં આવેલા બધાજ કાર્યક્રમોને એક યા બીજી રીતે સમાવિષ્ટ કરીને સંકલિત કાર્યક્રમ ઘડાયો ૧૯૭૮ માં ર૩૦૦ બ્લોકમાં તેનો અમલ થયો હતો. છઠ્ઠી પંચવર્ષીય યોજના તેને અમલ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ અન્વયે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને ગરીબી રેખા ઉપર લાવવાનું લક્ષયાંક નિર્ધારિત થયુ જે દશમી પંચવર્ષીય યોજનામાં પણ અસમાનતાનાં ઘટાડો કરવા માટે લેવાનાર પગલાને પરિણામે યોજનાના અંતે ગરીબાઈનું પ્રમાણ ઘટીને ૧૯.૩ ટકા જેટલું અંદાજવામાં આવ્યું. આ યોજના દરમિયાન ગરીબાઈમાં પ ટકા ઘટાડાની ધારણા હતી. બીજુ કે ર૦૦૬-ર૦૦૭ ના વર્ષમાં ર૧.૯ કરોડ જેટલા ગરીબો પૈકી લગભગ ૭૪ ટકા જેટલા ગરીબો ૬ ગરીબ રાજયોમાં કેન્દ્રીત થયેલા હશે એવી ધારણા હતી. દસમી યોજનામાં ગરીબાઈનાં પ્રમાણમાં પ ટકા ઘટાડાના લક્ષયાંક હોવા છતાં દેશની કુલ વસ્તીના લગભગ ૧૧ ટકા જેટલા લોકો એટલે કે લગભગ ૧૩ કરોડ લોકો ર૦૧રમાં ગરીબી રેખા હેઠળ રહેતા હશે. ઉપસંહાર : અગ્યારમી યોજના દરમિયાન ૧૦ ટકાનો લક્ષયાંક હતો અને ર૦ર૦ સુધીમાં ભારત સુપર ર્આથિક સતતા નું સ્થાન મેળવે એવો આપણો ઉદેશ છે. અને તેથી ર૦ર૦ સુધીમાં ભૂખમરા જેવી સ્થિતિમાં પણ સારો એવો ઘટાડો કરી શકીશું. આ સંદર્ભમાં ભારતે આંતરરાષ્ટ્રીય ગરીબીની રેખાનું ધોરણ અપનાવું જોઈએ. જે અન્વયે પ્રતિદિન બે ડોલરની આવકના આધારે ગરીબાઈની ટકાવારી નિર્ધારીત કરવામાં આવે છે. આથી આયોજન પંચે ગરીબીની રેખાનું ઉર્ધ્વીકરણ કરીને તેને વૈશ્વિક ધોરણ સુધી લઈ જવી જોઈએ. ગરીબાઈના પ્રમાણમાં અસરકારક ઘટાડો થયો છે. એવી ખોટો આત્મ સંતોષ લેવાની જરૂર નથી.
સંદર્ભ :
*************************************************** Jayvila S Patel |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved. | Powered By : Prof. Hasmukh Patel
Home | Archive | Advisory Committee | Contact us |