આવકની અસમાનતા અને ગરીબી
દુનિયાના કોઇપણ દેશમાં આવકની સમાન વહેંચણી થયેલી જોવા મળતી નથી. દેશમાં આવકની વહેંચણી અસમાન રીતે થયેલી હોવાથી જેઓને બીજાઓની તુલનામાં ઓછી આવક મળતી હોઇ તેઓ ગરીબ ગણાય છે. જેથી ભારત દેશમાં ૧૯૭૦ પછીના વર્ષોમાં આવકની અસમાનતા ને બદલે ગરીબી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દેશમાં દસ કે વીસ ટકા લોકોની તુલનામાં તળીયાના દસ કે વીસ ટકા લોકો ઘણી ઓછી આવક મેળવતાં હોય તો તેઓ ગરીબ ગણાય. આમ સમાજના મોટાં ભાગના લોકો જે ઉંચા જીવન ધોરણ થી વંચિત રહે તે લોકો ગરીબ ગણાય બીજા શબ્દોમાં કહીએ તો ........
“સમાજમાં ઘણાં લોકોને તેમના જીવનમાં જે તકો સાંપડતી હોય તેમનાથી વંચિત રહેતા લોકો ગરીબ ગણાય.”
આવકની અસમાનતા અને ગરીબી વચ્ચેનો સંબંધ સીધો જોવા મળે છે. પરંતુ આ સંબંધ અનિવાર્ય નથી. ભારતમાં તળિયાના ૨૦ % લોકો ના ભાગે જતી આવકનું પ્રમાણ ( ૮.૧ % ) જ્યાંરે અમેરિકાની તુલનામાં ( ૫.૨ % ) કરતાં વધારે છે. છતાં ભારતમાં અમેરિકાની તુલનામાં ગરીબોનું પ્રમાણ વિશેષ ( વધારે ) જોવા મળે છે. આનું કારણ એ છે કે ભારતની તુલનામાં અમેરિકામાં આવકની સપાટી ઘણી ઉંચી છે. આમ, વિકાસશીલ દેશોમાં ગરીબી રાષ્ટ્રીય આવકની નીચી સપાટી સાથે સંકળાયેલી છે. તેથી વિકાસશીલ દેશોમાં ગરીબીનો પ્રશ્ર્ન જુદું સ્વરૂપ ધરાવે છે. જેથી વિકાસશીલ દેશોમાં ગરીબીનો પ્રશ્ર્ન સમજવા માટે નિરપેક્ષ ગરીબી નો ખ્યાલ રજુ કરવામાં આવે છે.
નિરપેક્ષ ગરીબી :-
વિકસતાદેશોમાં નિરપેક્ષ ગરીબી અંગેનો ખ્યાલ પાયાની જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે સંકળાયેલો છે. જે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ નક્કી કરવા માટે અધારભૂત છે. જેમાં આહાર,વસવાટ,પોષણ વગેરે વિવિધ પાયાની જરૂરિયાતો ને લક્ષમાં રાખીને એક ન્યૂનત્તમ જીવન ધોરણની કસોટી તૈયાર કરવામાં આવે છે. જેને ‘ગરીબી રેખા’ કહેવામાં આવે છે. ‘ગરીબી રેખા’ એક મનસ્વી રેખા છે. જેનાથી નીચી આવક ધરાવતાં લોકોને ગરીબ ગણવામાં આવે છે.
ગરીબી રેખા અંગેનું સૂત્રઃ-
Ph= q/n, જ્યારે y ≤ z
જેમાં Ph = ગરીબોનું પ્રમાણ ( કુલ વસ્તીમાં ગરીબોની ટકાવારી )
q = ગરીબ લોકોની સંખ્યા.
n = કુલ વસ્તી
y = આવક
z = ગરીબી રેખા
≤ = એટલે વ્યક્તિની આવક ગરીબી રેખાથી નીચે અથવા ગરીબી રેખા પર હોય પરંતુ ગરીબી રેખાની ઉપર ન હોય.
૧૯૯૯ માં ગરીબીની આવી એક ‘આંતરરાષ્ટ્રીય રેખા’ નક્કી કરવામાં આવી હતી . આ વ્યાખ્યા પ્રમાણે રોજની વ્યક્તિ દીઠ ૧ ડોલર ( ppp) થી ઓછી આવક ધરાવતી વ્યક્તિઓ ગરીબ ગણાય કેટલાંક વિકાસશીલ દેશોમાં ગરીબીનું પ્રમાણ ૧૯૯૯ માં નીચે મુજબ જોવા મળ્યું હતું.
ભારત= ૪૪.૨ % , બાંગ્લાદેશ =૨૯ %, ઇન્ડોનેશિયા= ૧૫.૨ %, પાકિસ્તાન = ૩૧.૦ %, મેક્સિકો = ૧૭.૯, નાઇજિરીયા = ૭૦.૨%, શ્રીલંકા = ૬.૬ %, બ્રાઝીલ = ૫.૧ % જેટલું પ્રમાણ હતું.
ભારતના આયોજન પંચ (Planning Commission) ના ગરીબી અંગેના અંદાજોઃ-
ભારતના આયોજન પંચે માનવ માટે જરૂરી પોષણ માટે કેલરી ના અંદાજોના આધારે ગરીબીની ટકાવારીની ગણતરી કરી છે. ગ્રામ્ય વિસ્તારો માટે જરૂરી પોષણ માટે વ્યક્તિ દીઠ ૨૪૦૦ કેલરી અને શહેરી વિસ્તારો માટે ૨૧૦૦ કેલરી નો અંદાજ મુકી તેના આધારે કેટલી આવક ( ખર્ચ ) જરૂરી બને છે. તેનો અંદાજ કાઢવામાં આવે છે. તે નક્કી કરેલી આવક કરતાં ઓછી આવક ધરાવતાં કુટુંબો ગરીબી રેખા નીચે છે. એટલે કે ગરીબ છે તેમ ગણવામાં આવે છે. ૧૯૭૨-૭૩ થી ૨૦૦૭ સુધી આયોજન પંચ દ્રારા ભારતમાં ગરીબી અંગેના અંદાજો નીચે મુજબ રજુ કરવામાં આવ્યા છે.
ગરીબી રેખા નીચે ના કુટુંબોની ટકાવારી
|
૧૯૭૨-૭૩ |
૧૯૭૭-૭૮ |
૧૯૮૭-૮૮ |
૧૯૯૩-૯૪ |
૧૯૯૯-૨૦૦૦ |
૨૦૦૭ દસમી યોજના નો અંદાજ |
ગ્રામ્ય વિસ્તાર |
૫૪.૧૦ |
૫૧.૨૦ |
૩૯.૦૯ |
૩૨.૨૭ |
૨૭.૦૯ |
૨૧.૦ |
શહેરી વિસ્તાર |
૪૧.૨૦ |
૩૮.૨૦ |
૩૮.૨૦ |
૩૨.૩૬ |
૨૩.૬૨ |
૧૪.૬ |
સમગ્ર ભારત |
૫૧.૫૦ |
૪૮.૩૦ |
૩૮.૮૬ |
૩૫.૯૭ |
૨૬.૧૦ |
૧૯.૨ |
કેલરીનું ધોરણઃ-
‘ નિરપેક્ષ ગરીબી ’ ના ખ્યાલને વધુ તર્કબધ્ધ બનાવવા માટે કેલરીનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. લોકો પુરતો આહાર મેળવવા માટે જેટલી આવક પણ ન મેળવી શકતા હોયતો તે સાચેજ ગરીબ ગણાય. પુરતા આહારની વ્યાખ્યા કેલરીના ધોરણના આધારે કરવામાં આવી છે. જ્યાંરે વ્યક્તિ ને દૈનિક આહાર માંથી પ્રાપ્ત થતી કેલરીના આંકને આધારે વ્યક્તિને મળતું પોષણ ન્યુનત્તમ કેલરી કરતાં ઓછી કેલરી વ્યક્તિ ને દૈનિક આહાર માંથી પ્રાપ્ત થતી હોય તો તે વ્યક્તિ અપુરતો ખોરાક મેળવે છે એમ માનીને તેને ગરીબ ગણી શકાય .
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા ( WHO) પુરુષો માટે દૈનિક ૩૦૦૦ અને સ્ત્રીઓ માટે ૨૨૦૦ કેલરી ના ધોરણની હિમાયત કરી હતી. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નિષ્ણાંતો ન્યુનત્તમ કેલરીનું ધોરણ ૨૭૮૦ કેલરી સુચવતું હતું. ભારતના આયોજન પંચે છઠ્ઠી પંચવર્ષિય યોજનામાં શહેરી વિસ્તાર માટે ૨૧૦૦ કેલરી અને ગ્રામીણ વિસ્તાર માટે ૨૪૦૦ કેલરી નું પ્રમાણ દૈનિક વ્યક્તિ દીઠ કેલરી નું પ્રમાણ સૂચવાયુ હતું. આમ કેલરી ના આધારે ગરીબી નો ખ્યાલ નક્કી કરવા માટે સંપૂર્ણ અધારભૂત ધોરણ વિકસાવી શકાયું નથી. પરંતુ અમુક નિશ્ર્વિત પ્રમાણમાં પોષણ મળે તે ખુબ જરૂરી છે. અને જો નિશ્ર્વિત ભાગ કરતાં ઓછો આહાર મળે તો વ્યક્તિઓના સ્વાસ્થ્ય પર તેની પ્રતિકૂળ અસરો પડ્યા વિના રહેતી નથી .
UNDP નો માનવ ગરીબી આંક(Human Povety Index -HPI):-
૧૯૯૭ મા યુનાઇટેડ નેશન્સ ના માનવ સંશાધન વિકાસ વિભાગે માનવ ગરીબી આંકની સંરચના કરી. જેમાં જુદાજુદા દેશોના ગરીબી અંગેના અંદાજો દર્શાવવામાં આવ્યા છે. HPI ના ત્રણ ઘટકો છે.
- વસ્તી ની ટકાવારી જે ૪૦ વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે.(p1)
- પ્રૌઢ નિરક્ષરતા દર ( p2)
- ત્રણ ચલ પરિબળો પર આધારિત વંચિતતા (Deprivtion) આંક
પીવાનું શુધ્ધ પાણી ન મળતું હોય તેવી વસ્તીની ટકાવારી ;સ્વાસ્થ્ય માટે જરૂરી તબીબી સગવડો ન મળતી હોય તેવી વસ્તી ની ટકાવારી અને પાંચ વર્ષથી નીચેની વયના બાળકો જેમનું વજન ઓછું હોય તેમની ટકાવારી. આ ત્રણ બાબતો ને અનુલક્ષી માનવ ગરીબી આંક નીચેના સુત્ર દ્રારા તૈયાર કરવામાં આવે છે.
ભારતનો આંક ૩૩ % હતો અને તેનો ક્રમાંક ૮૮ દેશોમાં ૫૫ મો હતો.
ગરબોની ઓળખઃ-
૧૯૯૮ ના વર્ષમાં વિશ્ર્વ બેન્કના અંદાજ મુજબ દુનિયામાં ગરીબો ની સંખ્યા ૧૨૦ કરોડ ની હતી . જેમાં મુખ્યત્વે દુનિયાના એશિયા અને આફ્રિકાના દેશોનો સમાવેશ થાય છે. વૈશ્ર્વિક ગરીબીમાં દુનિયાના ૧૨ વિકાસશીલ દેશોનો હિસ્સો ૯૯ કરોડ જેટલો છે.
આ ૧૨ દેશોમાં ભારત, બ્રાઝિલ, નાઇજીરિયા, ઇથોપીયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, કેન્યા, મેક્સિકોમેરૂ, નેપાળ, ચીન દેશોનો સમાવેશ થાય છે. વિશ્ર્વના ગરીબોમાં ભારત અને ચીનનો હિસ્સો ૭૫% છે. જેમાં એકલા ભારત નો હિસ્સો લગભગ ૫૦ % છે. આમ સંખ્યાની રીતે વૈશ્ર્વિક ગરીબીનો પ્રશ્ર્ન મુખ્યત્વે એશિયાનો પ્રશ્ર્ન છે.
ગ્રામિણ ગરીબોઃ-
મોટાં ભાગના ગરીબો ગ્રામિણ ક્ષેત્રમાં રહે છે. આ લોકોને આધુનિક ઉપાય પધ્ધતિઓ કે સેવાઓ પ્રાપ્ત હોતી નથી વળી સ્થાપિત િહતોના અસ્તિત્વને લીધે તેમની આર્થિક પ્રવૃત્તિઓથી નિપજતાં ઉત્પાદનના લાભો તેમના સુધી પહોંચતા નથી ગ્રામિણ વિસ્તારના મોટા ભાગના ગરીબો ખેતી ઉપર નભે છે. કૃષિ વિકાસ નો ઉંચો દર ગરીબી ના પ્રમાણ ને અસર પહોંચાડે છે. કારણકે ગરીબોનું મોટો ભાગ કૃષિ ઉપર આધારિત છે. અલબત ગ્રામ્ય વિસ્તાર ના ગરીબો માટે જમીન ની વહેંચણી નો પ્રશ્ર્ન ખુબ અગત્ય નું પરિબળ છે. જમીન વહેચણીમાં જ્યાં સુધી વ્યાપક અસમાનતાઓ હશે ત્યાં સુધી ગ્રામ્ય વિસ્તાર ની ગરીબીમાં નોંધ પાત્ર ઘટાડો લાવવો શક્ય નથી .
સંદર્ભસૂચિ::
- ભારતીય અર્થતંત્ર – જમનાદાસ કંપની
- ભારતની આર્થિક સમસ્યાઓ - પોપ્યુલર પ્રકાશન
- યોજના – ૩૦ નવેમ્બર ૨૦૦૯
- લેટેસ્ટ ફેકટસ ઇન જનરલ નોલેજ - ઓગસ્ટ ૨૦૧૨
***************************************************
ચૌધરી પુષ્પાબેન રણછોડભાઇ
GOVERNMENT ARTS & COMMERCE COLLEGE
SAMI (PATAN)
મું- નાની હિરવાણી
તા-ખેરાલુ, જી.મહેસાણા
પીનકોડ-૩૮૪૩૨૫, મો.૯૯૭૪૩૯૨૦૪૯
|