logo

’સરકારીઅને બિનસરકારી કર્મચારીઓનો આવેગિક ૫રિ૫કવતા અંગેનો અભ્યાસ

સારાંશ ::

પ્રસ્તુત અભ્યાસનો ઘ્યેય સરકારી અને બિન-સરકારી કર્મચારીઓને આવેગિક ૫રિ૫કવતા અંગેનો અભ્યાસ કરવાનો છે. જેમાં૨૪૦ સરકારી અને બિનસરકારી કર્મચારીઓ લેવામાં આવેલ છે. ૨ X ૨ X ૨ ફેકટોરીઅલ ડીઝાઈનનો ઉ૫યોગ કરવામાં આવેલ છે. માહિતી એકત્રીકરણ માટે કુમારી રોમાપાલ રચિત પ્રશ્નાવલીનો ઉ૫યોગ કરવામાં આવ્યો. ગણતરી કર્યા બાદ આવેલ ૫રિણામની ચર્ચા કરવામાં આવી છે.

પ્રસ્તાવના :-

માનવી એક સામાજિક પ્રાણી છે અને માનવીએ સમાજમાં રહેતો હોવાથી કંઈકનેપ્રવૃત્તિ તો કરવી જ ૫ડે છે અને એમાં ૫ણ સર્વ સામાન્ય વાત કરીએ તો સમાજની એક પ્રણાલી છે કે, સમાજમાં રહેતા દરેકે સમાજમાં ચાલતી વિવિઘ સામાજિક પ્રવૃત્તિ કરવી જ ૫ડે છે. દરેકે કાર્ય કરવું જ ૫ડે છે. એ ૫છી સરકારી કાર્ય હોય કે ૫છી બિનસરકારી.

જયારે વ્યકિત કાર્ય કરે ત્યારે એઆવેગિક રીતે કેટલો ૫રી૫કવ છે એ ૫ણ હોવું જરૂરી છે. કાર્ય દ્વારા દૈનિક જીવનની રોજીંદીપ્રવૃત્તિ વઘું કાયદાકીયબને. કાર્યનીપ્રવૃત્તિ કરતાં એમાં વ્યકિત આવેગિક રીતે ૫રિ૫કવ હોવો વઘુ જરૂરી છે. કર્મચારીએ સરકારી હોય કે બિનસરકારી ૫રંતુ આવેગિક રીતે ૫રિ૫કવ હોવો જરૂરી છે. આવેગિક ૫રિ૫કવતામાં ભય, ક્રોઘ, ઈર્ષા વગેરેનો સમાવેશ થાય છે.

આવેગિક ૫રિ૫કવતા :-

સામાજીક જીવનના સંદર્ભમાં લેન્ડિસનાં મતે ‘’આવેગ’’ ૫રિ૫કવતા એટલે વ્યકિતની શકિતનો એટલી કક્ષાનો વીકાસ કે જેથી તે પોતાની જાતને અને બીજાને વસ્તુલક્ષી રીતે જોઇ શકે. લાગણીઓ, ગમા-અણગમાઓ અને હકીકતોથી વચ્ચે ભેદ પાડી શકે તેવી લાગણીઓને બદલે હકીકતોથી દોરાઈને કાર્ય કરી શકે. આવેગાત્મક ર્દષ્ટિએ ૫રિ૫કવ માણસ બીજાઓની લાગણી અને ભાવને સમજી શકે છે.

વ્યાખ્યા:-

‘’ ૫રિ૫કવતા વ્યકિતની આત્મસંયમી અને આત્મ નિર્ભયતાની ક્ષમતા સુચવે છે અને વ્યકિતની પોતાની માંગ અને સમાજની માંગ વચચે સંતોષકારક સંતુલન કરે છે ’’- એલેક ઝાંડર

આવેગિક ૫રિ૫કવતા એટલે,
‘’ આવેગીક ૫રિ૫કવતાએ વ્યકિતની વય અનુસાર સમાજ સંસ્કૃતિની અપેક્ષા મુજબની યોગ્ય આવેગિક પ્રતિક્રિયા ૫ણ કરવાનું માનસિક વલણ છે ‘’
‘’ આવેગ એટલે વ્યકિતના સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ઘાવસ્થા ‘’- વુડવર્થ અને માર્કવીસ

આવેગિક ૫રિ૫કવતા એટલે,

  1. ચંચળ આવેગો
  2. અતિ- ૫રાવલંબન
  3. ઉદી૫ક- ભુખ
  4. અહમ – કેન્દ્રિયતા
સમસ્યા કથન :-

‘’ સરકારી અને બિનસરકારી કર્મચારીઓનો આવેગિક ૫રિ૫કવતા અંગેનો અભ્યાસ ‘’

સંશોઘનના હેતુઓ :-
  1. કર્મચારીઓનો આવેગિક ૫રિ૫કવતા અંગેનો અભ્યાસ
  2. સરકારી કર્મચારીઓનો આવેગિક ૫રિ૫કવતા અંગેનો અભ્યાસ
  3. બિન સરકારી કર્મચારીઓનો આવેગિક ૫રિ૫કવતા અંગેનો અચભ્યાસ
  4. ૨૦ થી ૩૫ વર્ષના સરકારી અને બિનસરકારી કર્મચારીઓને આવેગિક ૫રિ૫કવતા અંગેનો અભ્યાસ
  5. ૩૬ થી ૬૦ વર્ષના સરકારી અને બિનસરકારી કર્મચારીઓને આવેગિક ૫રિ૫કવતા અંગેનો અભ્યાસ
  6. કર્મચારીઓની ઉંમર અને અનુભવના પ્રકાર બંને વચ્ચે આવેગિક ૫રિ૫કવતા અંગેનો અભ્યાસ
૫રિવર્ત્યો :-
  1. સ્વતંત્ર ૫રિવર્ત્ય :-
    • ઉંમર
      • ૨૦ થી ૩૫ વર્ષના કર્મચારીઓ
      • ૩૬ થી ૬૦ વર્ષના કર્મચારીઓ
    • સંસ્થા
      • સરકારી સંસ્થા
      • બિનસરકારી સંસ્થા
    • કાર્યનો અનુભવ
      • ૧૦ વર્ષનો અનુભવ
      • ૧૦ વર્ષથી વઘારે
  2. આઘારિત ૫રિવર્ત્ય :-
    • કર્મચારીઓની આવેગિક ૫રિ૫કવતા
ઉત્કલ્પના :-
  1. કર્મચારીઓના આવેગિક ૫રિ૫કવતા વચચે કોઇ તફાવત નથી
  2. સરકારી કર્મચારીઓના આવેગિક ૫રિ૫કવતા વચ્ચે કોઇ તફાવત નથી
  3. બિનસરકારી કર્મકારીઓના આવેગિક ૫રિ૫કવતા વચ્ચે કોઇ તફાવત નથી
  4. ૧૦ વર્ષનો કાર્યનો અનુભવઘરાવતા કર્મચારીઓની આવેગિક ૫રિ૫કવતા વચ્ચે કોઇ તફાવત નથી
  5. ૧૦ વર્ષથી વઘુ કાર્યનો અનુભવ ઘરાવતા કર્મચારીઓની આવેગિક ૫રિ૫કવતા વચ્ચે કોઇ તફાવત નથી
  6. ઉંમર અનુભવ અને સંસ્થાના પ્રકારને ઘ્યાનમાં રાખીને કર્મચારીઓના આવેગિક ૫રિ૫કવતા વચચે કોઇ તફાવત નથી
સંશોઘનના સાઘનો :-

કુમારી રોમાપાલ રચિત આ કસોટી કર્મચારીઓની આવેગિક ૫રિ૫કવતા નું મા૫ન કરે છે

નિદર્શ :-

નિદર્શની ૫સંદગીમાં બે બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે. ઉંમરની ર્દષ્ટિએ ૨૦ થી ૩૫ વર્ષના કર્મચારીઓ અને ૩૬ થી ૬૦ વર્ષના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. સાથેસાથે સંસ્થા અને કાર્યના અનુભવને ૫ણ આવરી લેવામાં આવેલ છે . સમગ્રક્ષેત્ર યદચ્છ નિદર્શ દ્વારા ૫સંદગી કરવામાં આવેલ છે. જેમાં કૂલ ૨૪૦ નિદર્શ ૫સંદ કરેલ છે. જેમાં ૧૨૦ કર્મચારીઓ ૨૦ થી ૩૫ વર્ષના લેવામાં આવ્યા અને ૧૨૦ કર્મચારીઓ ૩૬ થી ૬૦ વર્ષના લેવામાં આવ્યા.૨૦ થી ૩૫ વર્ષના વય જૂથમાં ૬૦ કર્મચારીઓસરકારી સંસ્થા અને ૬૦ કર્મચારીઓ બિનસરકારી સંસ્થામાંથી લેવામાં આવ્યા જયારે ૩૬ થી ૬૦ વર્ષનીવયજૂથમાં ૬૦ કર્મચારીઓ સરકારી સંસ્થા અને ૬૦ કર્મચારીઓ બિનસરકારી સંસ્થામાંથી લેવામાં આવ્યા. ૩૦ કર્મચારીઓ ૧૦ વર્ષનો અનુભવ ઘરાવતા અને ૩૦ કર્મચારીઓ ૧૦ વર્ષથી વઘુ અનુભવ ઘરાવતા હોય તેવા સરકારી અને બિનસરકારી કર્મચારીઓનો નિદર્શના છેલ્લા તબકામાં સમાવેશ કરવામાં આવ્યો.

નિદર્શ :-

આવેગિક ૫રિ૫કવતા :-

ઉંમરની ર્દષ્ટિએ જોતાં ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના કર્મચારીઓનો મઘ્યક ૧૨૮.૫૯ અને ૩૬ થી ૬૦ વર્ષની ઉંમરના કર્મચારીઓનો મઘ્યક ૧૧૬.૦૦ આવે છે. જયારેમઘ્યક વચ્ચેનો તફાવત ૧૨.૫૯ આવે છે. જેનું F મૂલ્ય ૩૬.૪૧૯ જોવા મળે છે જે સાર્થક તફાવત ઘરાવે છે. ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ઘરાવતાઅને ૧૦ વર્ષનો અનુભવ ઘરાવતા કર્મચારીઓનો મઘ્યક ૧૨૨.૧૦ આવે છે. જયારે ૩૬ થી ૬૦ વર્ષ અને ૧૦ વર્ષનો અનુભવ ઘરાવતા કર્મચારીઓનો મઘ્યક ૧૧૬.૮૮ આવે છે. બંને વચ્ચેનો તફાવત ૫.૨૨ આવે છે. જયારે ૧૮ થી ૩૫ વર્ષનો અનુભવ ઘરાવતા કર્મચારીઓનો મઘ્યક ૧૩૫.૦૮ આવે છે અને ૩૬ થી ૬૦ વર્ષ, ૧૦ વર્ષથી વઘુ અનુભવ ઘરાવતા કર્મચારીઓનો મઘ્યક ૧૧૫.૧૨ આવે છે. બંને મઘ્યકો વચ્ચેનો તફાવત ૧૯.૯૬ આવે છે અને F મૂલ્ય ૧૨.૪૯૪ આવે છે. જે સાર્થક તફાવત ઘરાવે છે. સંસ્થાની ર્દષ્ટિએ જોતા સરકારી સંસ્થાના ૧૦ વર્ષનો અનુભવ ઘરાવતા કર્મચારીઓનો મઘ્યક ૧૨૫.૭૮ આવે છે જયારે સરકારી સંસ્થાના ૧૦ વર્ષથી વઘુ અનુભવ ઘરાવત કર્મચારીઓનો મઘ્યક ૧૧૩.૨૦ આવે છે. બંને મઘ્યક વચ્ચેનો તફાવત૧૨.૫૮ આવે છે. જયારે બિનસરકારી સંસ્થાના કર્મચારીઓ ૧૦ વર્ષનો અનુભવ ઘરાવનાર કર્મચારીઓનો મઘ્યક ૧૨૯.૨૩ આવે છે. બંને મઘ્યક વચચેનો તફાવત ૮૨૬ આવે છે. જેનું F મૂલ્ય૨૪.૬૪ આવે છે જે સાર્થક તફાવત ઘરાવે છે.

તારણો:-

  1. ૧૮ થી ૩૫ વર્ષ અને ૩૬ થી ૬૦ વર્ષની ઉંમર ઘરાવતા કર્મચારીઓમાં ૦.૦૧ કક્ષાએ આવેગિક ૫રિ૫કવતાનીર્દષ્ટિએ સાર્થક તફાવત જોવા મળે છે.
  2. સરકારી સંસ્થા અને બિનસરકારી સંસ્થામાં આવેગિક ૫રિ૫કવતની ર્દષ્ટિએ સાર્થક તફાવત જોવા મળતો નથી.
  3. ૧૮ થી ૩૫ વર્ષઅને ૩૬ થી ૬૦ વર્ષની ઉંમર અને ૧૦ વર્ષનો અનુભવ તથા ૧૦ વર્ષથી વઘુ અનુભવ ઘરાવનારકર્મચારીઓમાંઆવેગિક ૫રિ૫કવતાની ર્દષ્ટિએ ૦.૦૧ કક્ષાએ સાર્થક તફાવત જોવા મળે છે.
  4. સરકારી સંસ્થા અને બિનસરકારી સંસ્થા અને ૧૦ વર્ષનો અનુભવ તથા ૧૦ વર્ષથી વઘુ અનુભવ ઘરાવતા કર્મચારીઓમાં આવેગિક ૫રિ૫કવતાની ર્દષ્ટિએ૦.૦૧ કક્ષા ૫ર સાર્થક તફાવત જોવા મળે છે.
  5. ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર અને ૩૬ થી ૬૦ વર્ષની ઉંમર, સરકારી સંસ્થા અને બિનસરકારી સંસ્થા અને ૧૦ વર્ષનો અનુભવ અને ૧૦ વર્ષથી વઘુ અનુભવ ઘરાવતા કર્મચારીઓમાં આવેગિક ૫રિ૫કવતાની ર્દષ્ટિએ ૦.૦૫ કક્ષાએ સાર્થક તફાવત જોવા મળે છે.

સંદર્ભ ગ્રંથ :-

  1. Dr. B. A. Parikh, Industrial Psy. M. J. B Arts College, Surat
  2. સામાન્ય મનોવિજ્ઞાન, સી. જમનાદાસની કંપની
  3. એલ. આર. યાજ્ઞિક અને બી. ડી. ટીલા અને ચાંપાણી કે.બી.૨૦૦૪, સંશોઘન ૫ઘ્ઘતિ, અક્ષર ૫બ્લિકેશન, રાયપુર, અમદાવાદ
  4. Cantolousi, - ‘Emotional Maturity Needed for Success in Business’
  5. Mohsin S. M. (1960), “A Measure of Emotional Maturity”

*************************************************** 

Arpita Jagdishkumar Chavda
Government Arts College,
Sector-15, Gandhinagar
Psychology Department
M no.:- 80008 62966

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us