બનાસકાંઠા જીલ્લામાં શિક્ષણનો તુલનાત્મક અભ્યાસ
બનાસકાંઠા જીલ્લોએ બનાસ નદીના આસપાસમાં વસેલા પ્રદેશનો બનેલો છે. જીલ્લાની ઉત્તર બાજુએ સજસ્થાન રાજ્યના મરવાડ તથા શિરોહીના પ્રદેશો,પૂર્વમાં સાબરકંઠા જીલ્લો,દક્ષીણે મહેસાણાજીલ્લો, પશ્ચિમે પાટણ જીલ્લો તથા વ્યાયવ્યે પાકિસ્તાનની આંતર રાષ્ટ્રિય સરહદથી ઘેરાયેલો છે.
ભૌગોલીક રીતે બનાસકાંઠાનો ઉત્તર, પૂર્વ ભાગ પહાડી પ્રદેશ છે. જ્યારે મધ્ય ભાગ સપાટ અને રેતાળ છે. પશ્ચિમ ભાગ કચ્છના રણનો વિસ્તાર છે. તે ખારો પ્રદેશ છે. આ જીલ્લામાં મુખ્ય પાકમાં બાજરી અને એરંડા છે. રવી પાકોમાં ઘઉં, રાયડો, સરસવ, ઇસબગુલ વગેરે છે. જીલ્લામાં ઉનાળામાં સખત ગરમી તથા શિયાળામાં સખત ઠંડી પડે છે. જીલ્લાના પૂર્વ ભાગમાં અરવલ્લીના ડુંગરોનો ભાગ જંગલોનો બની રહે છે.
બનાસકાંઠા જીલ્લામાં શિક્ષણની પરીસ્થિતિ જોઇએતો 2001 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં શિક્ષણનું પ્રમાણ 69.14% હતું તેની સામે બનાસકાંઠામાં માત્ર 50.97% લોકોજ શિક્ષીત હતા. અને તેમાં પણ સ્ત્રી-પુરૂષના પ્રમાણની વાત કરીએ તો પુરૂષોની તુલનામાં સ્ત્રી ઓમાં શિક્ષણનું પ્રમાણ ખુબજ નીચું હતું. 2001ની વસ્તી ગણતરી મુજબ પુરૂષોમાં શિક્ષણ 66.47% ની સામે સ્ત્રી શિક્ષણનું પ્રમાણ માત્ર 34.40% જ હતું. એજ રીતે ગામ અને શહેરની તુલના કરીએતો 2001 મુજબ કુલ શહેરી લોકોમાં શિક્ષણનું પ્રમાણ 74.55% અને ગામડામાં માત્ર 47.91% હતું અને તેમાં કુલ શહેરી પુરૂષો માંથી 85.11%, જ્યારે ગામડાના માત્ર 64.02% પુરૂષોજ શિક્ષિત હતા. તેવીજ રીતે સ્ત્રી ઓની વાત કરીએતો શહેરોમાં 63.04%, જ્યારે ગામડામાં માત્ર 30.73% જ સ્ત્રી ઓ શિક્ષિત હતી.
આમ ઉપરોક્ત આંકડાઓ પરથી ફલીત થાય છે કે બનાસકાંઠા જીલ્લામાં 2001ની વસ્તી ગણતરી મુજબ શિક્ષણનું પ્રમાણ ખુબજ નીચું હતું. અને તેમાં પણ શહેર કરતાં ગામડા ઓમાં, અને પુરૂષો કરતા સ્ત્રીઓ માં શિક્ષણનું પ્રમાણ ખુબજ નીચું જોવા મળે છે.
કહેવાયું છે કે સમાજ હંમેશા પરિવર્તન શીલ હોય છે. અને એવું માનવામાં આવે છે કે પરિસ્થિતિઓ હંમેશા એક સરખી રહેતી નથી. અને આ વાક્ય બનાસકાંઠા જીલ્લા માટે ખુબજ બંધ બેસતુ જોવા મળે છે. ગુજરાતમાં પછાત ગણાતા આ જીલ્લાએ 21મી સદીના પ્રથમ દસકામાં આર્થિક, સામાજીક, શૈક્ષણીક તેમજ આધુનિક ટેકનોલોજીના ઉપયોગની દ્રષ્ટિએ લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય તેવી પ્રગતી હાંસલ કરી છે. ખેતી તેમજ પશુપાલન પર નિર્ભર તથા હંમેશા પાણીની અછત ધરવતા આ જીલ્લાએ સુક્ષ્મ સિચાઇમાં સમગ્ર રજ્યમાં સૌથી વધુ ઉપયોગ કરી તેમજ ઉત્તર-પશ્ચિમના સુકા વિસ્તારમાં નર્મદાના પાણી પહોચવાથી ખેતી ક્ષેત્રે નોંધપાત્ર સિધ્ધિઓ હાંસલ કરી છે.
2001 થી 2011 ના દસકા દરમ્યાન શિક્ષણની વાત કરીએતો 2001ના સમયમાં જે વિસ્તાર તથા જાતીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું ત્યાંજ શિક્ષણના પ્રમાણમાં ખુબજ મોટા પ્રમાણમાં વધારો તયેલો જોઇ શકાય છે.
2011ની વસ્તી ગણતરી મુજબ જોઇએતો બનાસકાંઠા જીલ્લામાં કુલ શિક્ષણનું પ્રમાણ 66.39% થયુ છે. જે દસ વર્ષમાં 15.42%નો વધારો બતાવે છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં માત્ર10% જેટલોજ વધારો થયો છે. તેજરીતે ગામડા અને શહેરની તુલના કરીએતો 2011 માં ગામડામાં 63.99% શિક્ષિત છે. જે 2001ની ગણતરી કરતાં 16.08% જેટલો વધારો છે. જ્યારે શહેરમાં 81.43% જે 2001ની તુલનામાં માત્ર 6.88% જ વધારો છે. આમ ઉપરોક્ત આંકડાઓ પરથી સમજી શકાય કે દસકા દરમ્યાન ગ્રામીણ સમજના શિક્ષણમાં ખુબજ મોટાપ પ્રમાણમાં વધારો થયેલો જોવા મળે છે.
આજ રીતે 2011ની વસ્તી ગણતરી મુજબ સ્ત્રી-પુરૂષના પ્રમાણને આધારે શિક્ષણનું પ્રમાણ જોઇએતો પુરૂષોમાં 79.65% શિક્ષિત છે. જે 2001 કરતાં 12.98% જેટલો વધારો જોવા મળે છે. તેજ રીતે સ્ત્રીઓ માં 2011 માં શિક્ષણનું પ્રમાણ 52.58% જેટલુ છે. જે 2001 કરતાં 18.18% જેટલો વધારો સુચવે છે. આજ રીતે ગ્રામીણ અને શહેરી સ્ત્રી શિક્ષણના પ્રમાણની તુલના કરીએતો 2011 મુજબ શહેરી સ્ત્રી ઓમાં શિક્ષણનુ પ્રમાણ 71.56% છે. જે 2001ની તુલનામાં 8.52%નો વધારો દર્શાવે છે. તેની સામે 2011 મુજબ ગ્રામીણ સ્ત્રી ઓમાં 49.59% સ્ત્રીઓ શિક્ષત છે. જે 2001 કરતાં 18.86% જેટલો વધારો સુચીત કરે છે.
આમ ઉપરોક્ત આંકડાઓ જોતાં સમજી શકાય છે કે શૈક્ષણીક ક્ષેત્રે અતિ પછાત ગણાતા એવા બનાસકાંઠા જીલ્લામાં માત્ર દસ વર્ષના ગાળામાં ઘણી નોંધપાત્રીય પ્રગતી હાંસલ કરી છે. અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ અને સ્ત્રી શિક્ષણના પ્રમાણમાં જેદરે વધારો થતો જોવા મળે છે તે ખુબજ પ્રગતીની નિશાની છે.
***************************************************
પ્રા.નરેશ ચૌધરી
આ.પ્રોફેસર સમાજશાસ્ત્ર
સરકારી વિનયન કોલેજ, અમીરગઢ.
|