આફ્રિકાના મહાનાયક નેલ્સન મંડેલા
રંગભેદમાં માનનારી દક્ષિણ આફ્રિકાની સરકારો સામે જંગે ચડેલા નેલ્સન મંડેલાનું સમગ્ર જીવન અશ્વત પ્રજાના અધિકારો માટેની લડાઈમાં જ સમર્પિત હતું. નેલ્સન મંડેલાનો જન્મ ઈ.સ.1918માં ફ્રાંસકોઈ ગામમાં રોપલ ખોંસા ફેમિલીમાં થયો હતો. તેઓ જ્યારે 8 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું અને 21 વર્ષની ઉંમર થતા તેમના પાલક પિતાએ લગ્નની તૈયાર કરી જેથી તે ભાગીને જ્હોનિસબર્ગ શહેરમાં આવ્યા. અહીં એક રખડું છોકરામાંથી તેઓ વકીલ બન્યા. તેમના અંગત જીવનમાં પણ ઘણા સંગર્ષો આવ્યા. તેમની પ્રથમ પત્ની એવિલિન નતોકો પાસે મંડેલા જેલમાં જાય છે તે પહેલાં 13 વર્ષ લગ્નજીવન બાદ 1957માં છૂટાછેડા લે છે. કારણ કંઈક અંશે રાજકીય હતું. તેમની પત્ની એવિલિન માટે પતિ રાજકીય રીતે સરકાર વિરૂદ્ધ જંગ છેડતો હોય અને વારંવાર જેલ ભોગવતો હોય એ બાબત સ્વીકાર્યન હતી. નેલ્સન અને વિની અશ્વેતોને ગુલામમાંથી મુક્ત કરાવવાની ચળવળમાં સક્રિય રહ્યા અને બેઉ વચ્ચે પ્રેમ પાંગરતો ગયો અને મંડેલાએ વિની સાથે બીજા લગ્ન કર્યા. જેની તેમનાથી અડધા જેટલી હતી.
1960માં સરકાર સામેની લડતમાં મંડેલાને ગુનેગાર ઠેરવવામાં આવ્યા અને ધરપકડની બીક તથા પોલિસથી બચવા તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા અંતે પકડાયા અને દેશદ્રોહનો આરોપ લગાડી તેમને મૃત્યુદંડની સજા કરવામાં આવી. સ્વબચાવ માટે પોતે જ વકીલાત નામું દાખલ કર્યું. નેલ્સન મંડેલા કોર્ટમાં કહે છે કે ‘મને જાણ છે કે આ સ્વાતંત્ર્ય લડત માટે મૃત્યુદંડ અપાય છે પણ સ્વાતંત્ર્ય ચળવળ એ જ અમારા માટે આદર્શ આશા છે. આ માટે જ મારે જીવવું છે ને અમારે જીવવાનો અધિકાર હાંસલ કરવો છે. ટૂંકમાં આ આદર્શ માટે જ મારે જીવનમાં જીવવું કે મરવું છે.’
પાંચમી ઓગષ્ટ 1962 થી નેલ્સન મંડેલા જેલમાં ગયા જેથી સમગ્ર રાજકીય પ્રવૃત્તિ અને ઘરની જવાબદારી વિનીને શિરે આવે છે. આફ્રિકી નેશનલ કોંગ્રેસના કામકાજમાં નેલ્સનની પત્ની તરીકે વિનીનો વટ કાંઈ ઓર જ હતો. કોંગ્રેસની મહિલા પાંખની એ પ્રમુખ બની ‘મધર ઓફ ધ નેશન’ તરીકે મશહૂર બનેલી વિનીનું ઘમંડી વર્તન-નિર્દયી આદેશોના પ્રતાપે એ ખૂબ જ વિવાદાસ્પદ બનતી ગઈ.
નેલ્સન મંડેલાને આફ્રિકાના રોબેન ટાપુ પર જેલામાં લઈ ગયા. જેલનું વાતાવરણ ખડઘૂસ હતું. મંડેલા ગમગીની સાથે જેલના દરવાજે આવ્યા ત્યાં બધાને નગ્ન કરી સામે ખાખી યુનિફોર્મ ફેંકવામાં આવ્યો. અહીં પણ રંગભેદની નીતિ ચાલુ હતી બીજા કેદીઓને લાંબા પાટલુન આપવામાં આવે જ્યારે કાળા કેદીઓને ચડી પાટલુન આપવામાં આવે. મંડેલાએ એનો વિરોધ કર્યો અને વિરોધ સાથે યુનિફોર્મ પહેર્યો. જેલમાં મંડેલાને નાની કોટડી આપવામાં આવી હતી. છ ફૂટ લાંબી હતી. જેથી પગ અને માથુ દિવાલે અડી જતા. વળી, તે ઓરડી સતત ભીની રહેતી હતી અને નીચે પાથરવા માટે કંતાન કે કોથળા આપતા મંડેલાની કોટડીની બહાર નામ અને કેદી નંબર 466/46 લખવામાં આયું હતું. તે સમયે મંડેલાની ઉંમર 46 વર્ષની હતી. આમ, 46 વર્ષની ઉંમરે જેલમાં ગયા અને 72 વર્ષની ઉંમરે બુઢાપામાં બહાર આવ્યા. જેના વોર્ડનો ગોરા હતા. તેઓ કેદીઓને નોકર માનતા ત્યાંના નિયમ મુજબ ગોરાઓને બોસ કહેવું પડતું પણ મંડેલા તેમને બોસ કહેતા નહીં. મંડેલાએ પહેલા દિવસથી જ ચડ્ડીનો વિરોધ કર્યો હતો પણ તે તરફ ધ્યાન અપાતું ન હતું. છતાં મંડેલાએ તેનો વિરોધ ચાલુ રાખ્યો જેથી બીજા અઠવાડીયે લેંઘો અપાયો પણ બીજા મિત્રોને ન અપાતાં મંડેલાએ તે ફેંકી દીધો અને ફરી બધા માટે માંગણી કરી અંતે જેલ અધિકારીઓએ હાર સ્વીકારી અને બે અઠવાડીયા પછી બધાને લેંઘા આપવામાં આવ્યા. એ જ રીતે નાની-નાની ચીજવસ્તુઓ માટે, ખોરાક માટે પણ લડવું પડતું, મકાઈને બાળીને કોફી બનાવાતી, દૂધ વગરની કોફી પીવી પડતી અને કેદીઓ માટે તેલના ગંદા ડ્રમમાં મકાઈની ઘેંસ (રાબ) બનાવવામાં આવતી. આ બધા અત્યારને કારણે મંડેલાએ ગાંધીજીનો રસ્તો અપનાવ્યો અને ભૂખ હડતાળ પાડી તેમાં તેમને 8 દિવસે સફળતા મળી.
કેદીઓએ આખો દિવસ તાપમાં પથ્થર ફોડવા પડતા અને રાત્રે એકાંત કોટડીમાં રહેવું પડતું હતું. જેલમાં ઘડીયાળ રાખી શકાતી નહીં. જેથી સમયનું ભાન રહેતું નહોતું. દરેક દિવસ સરખા લાગતા આવી પરિસ્થિતિમાં કેમ રહેવું ? એ પ્રશ્ન હતો. આ જેલમાં રાજકીય કેદીઓનું સ્વમાન ઘવાય એવું વર્તન કરવામાં આવતું પણ મંડેલા તેમનું ખૂબ જ ધ્યાન રાખતા મંડેલા આશાવાદી હતા કે એક દિવસ સૂર્યના પ્રકાશમાં ઊંચું માથું રાખીને ચાલવાનો સ્વતંત્ર દિવસ આવશે અને એ આશાએ તેઓ જીવતા હતા.
જેલમાં કેદીઓને દર છ મહિને એક પત્ર મળતો. વોર્ડન પત્ર લેવા બોલાવતો અને ઇચ્છતો કે મંડેલા ખૂબ જ ઈંતજારીથી ટપાલ વાંચે. કાગળ ખોલે પણ મંડેલા સહજભાવે શાંતિથી ટપાલ લઈ કોટડીમાં જતા રહેતાં મંડેલા વોર્ડનને કહેતા કે મારે અંગત કાગળ વાંચવા સિવાય પણ બીજા ઘણા કામ કરવાના છે. જેલમાં મંડેલાના સ્વદેશી પરિવારને મળવા જવાની ઝાઝી છૂટ ન હતી. પણ તેમની વિદેશણાં પરણેલી પુત્રી ઝૈનાનીને મળવા દેવામાં આવતી હતી. મંડેલાને 6 મહિના પછી મુલાકાતીઓને મળવાની છૂટ આપવામાં આવી પણ છેલ્લે સુધી કોણ મળવા આવ્યું તે ગુપ્ત રખાતું હતું.
પોતાની જીદંગીના 27 વર્ષ રંગભેદવાળી દ.આફ્રિકાની સરકારી જેલમાં ગાળનાર નેલ્સન મંડેલાની જિંદગી સંઘર્ષમય રહી. 1990માં ફ્રેડરીક વિલિયન દ’કલાર્ક દક્ષિણ આફ્રિકાની રંગભેદવાળી સરકારના પ્રમુખ બન્યા તેમણે 1990માં મંડેલાને જેલમાંથી છોડવાની જાહેરાત કરી. આફ્રિકી નેશનલ કોંગ્રેસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો. રંગભેદી પગલાં દૂર કરવાની પણ જાહેરાત કરી. 1994માં દક્ષિણ આફ્રિકાની વ્યક્તિને શાંતિનું નોબલ પારિતોષિક મળ્યું હોય ને 1993 માં પ્રથમ વખત બન્યું. જેમાં મંડેલા અને અશ્વેત રાષ્ટ્રપ્રમુખ દ’કલર્કને આ સન્માન સહિયારુ મળ્યું હતું. આફ્રિકાના બીજા દેશોમાં સત્તાની ખેંચતાણનો લોહિયાળ જંગ હજુ પણ ખેલાતા રહે છે. ત્યારે મંડેલાએ મહાત્મા ગાંધીની આ કર્મભૂમિમાં ગાંધીના સંદેશાને પ્રસરાવીને શાંતિ માર્ગે લોકશાહીને આગળ વધારવાના સંકલ્પને મજબૂત બનાવ્યો છે.
નેલ્સન અને તેમની ત્રીજી પત્ની ગ્રેસા અત્યારે લોકસેવા આદર્શને અનુસરવાની સાથે સાથે પોતાના બહોળા બાળગોપાળના પરિવારને પણ હૂંફ બક્ષી રહ્યું છે. એમની ‘ધ ગ્લોબલ એલ્ડર્સ’ સંસ્થામાં નેલ્સન, ગ્રેસા અને ડેશમંડ ટ્રટુ ઉપરાંત કોફી અન્નાન, ઇલા ભટ્ટ, ગ્રો હાર્લેમ બ્રન્ટલેન્ડ, જીમી કાર્ટર, લિ ઝાઓ ઝિંગ, મેરી રોબિન્સન અને મોહમ્મદ યુનુસ સહિતના સંસ્થાપક સભ્યો છે. આફ્રિકી દેશોમાં પણ નેલ્સન મંડેલા જેવા આદર્શ નેતા અને સમર્પિત પ્રેમી મળે એ તેમનું સૌભાગ્ય મનાય.
***************************************************
Arpit R Patel
Senior project Associate cum Consultant
New Sachivalay
Gandhinagar
|