logo

પાંચકુહાડા ગામનો સામાજિક આર્થિક અભ્યાસ

પ્રસ્‍તાવનાઃ

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ્ એમ કુલ ચાર જીલ્‍લાનો સમાવેશ થાય છે. સાબરકાંઠા જિલ્‍લાના ઘનસુરા તાલુકાની સ્‍થાપ્‍ાના તા. 18/05/2000 ના રોજ થયેલ છે. તાલુકાનું મુખ્‍ય મથક ઘનસુરા છે. ઘનસુરા તાલુકો બાયડ અને મોડાસા તાલુકાના 37-37 મળી 74 રેવન્‍યુ વીલેજવાળા ગામોનો બનેલો છે .જેમાં ગ્રામ પ્‍ાંચાયતોની સંખ્‍યા 33 છે.

ઘનસુરા પ્રદેશ એજયુકેશન સોસાયટી સંચાલીત ઘી ઘનસુરા પીપલ્‍સ કો.ઓ.બેંક લ‍િ. આર્ટ્સ એન્‍ડ કોમર્સ કોલેજ ધનસુરાના રાષ્‍ટ્રીય સેવા યોજનાના યુનિટ ધ્‍વારા તા.21/02/2013 થી તા. 27/02/2013 સુઘી ઘનસુરા તાલુકાના પાંચકુહાડા ગામે રાષ્‍ટ્રીય સેવા યોજના ગ્રામોત્‍થાન- જન જાગૃતિ શિબિર યોજાઇ હતી. આ શિબિરમાં પાંચકુહાડા ગામનું સામાજિક અને આર્થ‍િક સર્વેક્ષ્‍ાણ કરેલ છે. જેનો મુખ્‍ય હેતુ આ ગામની સામાજિક -આર્થ‍િક ૫રિસ્થિતિનો અભ્‍યાસ કરી તેમની આર્થ‍િક ૫રિસ્થિતિ માં સુઘારો કરવા માટેના સુચનો આપવાનો પ્રયત્‍ન કરેલ છે.

અભ્યાસના હેતુઓ પાંચકુહાડા ગામના સામાજિક આર્થિક સર્વેક્ષણના મુખ્યા હેતુઓ આ મુજબ છે.

  1. પાંચકુહાડા ગામની સામાજિક અને આર્થિાક ૫રિસ્થિતિનો અભ્યા‍સ કરવો.
  2. પાંચકુહાડામાં છોકરાઓ અને છોકરીઓના પ્રમાણ અંગેની માહિતી મેળવવી.
  3. ગામમાં શિક્ષણના પ્રમાણ અંગેની જાણકારી મેળવવી.
  4. મુખ્‍ય વ્‍યવસાય ખેતી અને પુરક વ્‍યવસાય પશુપાલનની આવક ખર્ચનો અભ્‍યાસ કરવો

સંશોધન પદ્ધતિ:-

પ્રસ્‍તુત અભ્‍યાસ માટે જરૂરી આંકાડાકીય માહિતી પ્રાથમિક અને દ્રિતીય પ્રાપ્‍તિસ્‍થાનમાંથી લેવામાં આવેલ છે.

પ્રાથમિક કક્ષાની આંકડાકીય માહિતી માટે સૌ પ્રથમ પ્રશ્નાવલી બનાવેલ છે. આ પ્રશ્નાવલીમાં મુખ્‍યત્‍વે  50 કુટુંબની માહિતી, છોકરા છોકરીઓનું પ્રમાણ વ્‍યવસાય અંગેની માહીતી, શિક્ષણ અંગેની માહિતી, ખેતી વિષયક માહિતી, પશુપાલન વ્‍યસાયમાંથી થતી આવક અને ખર્ચ અંગેની માહિતી વગેરેનો સમાવેશ કરીને માહીતી એકત્ર કરવાનો પ્રયાસ કર્યો છે.

દ્રિતીય કક્ષાની આંકાડાકીય માહ‍િતી તાલુકા પંચાયત ધનસુરાની મેજ ડાયરી વર્ગ  2003 પાંચકુહાડા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત ધનસુરા તેમજ જિલ્‍લાની આંકાડાકિય રૂપરેખામાંથી એકત્ર કરેલ છે.

ઉપરોક્ત પ્રાથમિક અને દ્રિતિય કક્ષાના ડેટા મેળવીને તેનુ પૃથક્કરણ આંકડાશાસ્‍ત્રીય પધ્‍ધતીથી કરેલ છે.

ગામની પસંદગીઃ

પાંચકુહાડા ગામ એ ધનસુરાથી પાંચ કિલોમીટરના અંતરે આવેલું એક સામાજિક અને આર્થ‍િક રીતે પછાત ગામ છે. ગામની ઉત્તરે ધનસુરા તથા ધામણિયા, પૂર્વે હિરાપુર ગામ તથા હિરાપુર કંપા, દક્ષિણમાં -બોરવાઇ જ્યારે પશ્રિમે બુટાલ છે. પાંચકુહાડા ગામ નાનુ હોવા છતાં તેમાં ખોડિયાર માતાજીનું મંદિર તેમજ મસ્‍જિદ બંને છે. ગામમાં એક આંગણવાડી તથા એક પ્રાથમિક શાળા છે. શાળાનું મકાન સારુ છે. પરંતુ આંગણવાડી અને પ્રાથમિક શાળાને જોડતો પાકો રસ્‍તો નથી બહેનો અને ભાઇઓ માટે જનરલ સૌચાલય છે. જોકે પ્રાથમિક શાળામાં પીવાના પાણીની સગવડ છે. પરંતુ આંગણવાડીમાં પીવાના પણીની કોઇ જ વ્‍યવસ્‍થા નથી. આંગણવાડીમાં વિજળીકરણ થયેલ છે અને ગામના  44 જેટલા બાળકો આંગણવાડીનો લાભ લે છે.

પ્રાથમિક શાળાની વાત કરુ તો પ્રાથમિક શાળામાં કોમ્‍પ્‍યુટરલેબ, પુસ્‍તકાલય, પ્રાર્થનાખંડ તેમજ કાર્યાલયનો અભાવ છે.

પાંચકુહાડા ગામના સરપંચ નબીરમીયા શેરામિયા કલાલ તેમજ માજી ડેપ્‍યુટી સરપંચ યુસુબભાઇ કમાલમીયા કલાલ સાથેની ચર્ચામાંથી કેટલીક બાબતો ધ્‍યાન ખેચે તેવી છે. પાંચકુહાડા ગામમાં મુખ્‍ય વસ્‍તી (કુલ વસ્‍તીના લગભગ 80 %) હિન્‍દુ ઠાકોરની છે. જયારે 20 %વસ્‍તી મુસ્‍લીમની છે. આ ગામમાં લઘુમતી કોમની વસ્‍તી કુલ વસ્‍તીમાં 20 % જેટલી જ હોવા છતા વર્ષોથી આ ગામમાં કોમી એકતાના દર્શન થાય છે. સરપંચ તરીકે લઘુમતી કોમમાંથી વ્‍યકિત ચુંટાય છે. ગામમાં પંડ‍િત દિનદયાળ સસ્‍તા અનાજની દુકાન વર્ષ – 2010-2011 થી શરુ થયેલ છે. દૂધ ઉત્‍પાદક મંડળી કાર્યરત છે જેમાં 179  સભાસદો છે અને અંદાજે દૈનિક 250 લ‍િટર દૂધ ભરાય છે. પશુદવાખાનાની સગવડ ગામમાં નથી તેથી ગામથી 5 કિ.મી. દૂર ધનસુરા કે વડાગામ ખાતે પશુદવાખાનુ છે. ગામમાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની સુવ‍િધા કે હેલ્‍પ સેન્‍ટર નથી ગામમાં 6 સખી મંડળો ચાલે છે પરંતુ તેમાં એકપણ સખી મંડળ ગ્રેડીંગ થયેલા નથી. ગામમાં મુખ્‍યત્‍વે કુવા દ્રારા ખેતી થાય છે. તળાવ છે પરંતુ તેમા પાણી નથી ગામા માત્ર 9 જેટલા પ્રગતિશીલ ખેડૂત છે. ગામમાં એકપણ વ્‍યક્તિને સરકારી નોકરી નથી. B.A, B.Com થી (ગ્રેજ્યુએશનથી) વધુ અભ્‍યાસ લગભગ કોઇ કરતુ નથી. માત્ર સરપંચનો પુત્ર જ M.Sc માં ભણે છે. ધનસુરા તાલુકામાં કોઇ મોટો ઉધોગ નથી માત્ર ક્વોરી ઉધોગની ગણના મુખ્‍ય ઉધોગ તરીકે કરી શકાય. જેમાં પાંચકુહાડા ગામમાંથી મોટાભાગના લોકો ક્વોરી અને કારખાનામાં મજૂરી કરવા જાય છે.

આ સમ્રગ અભ્યાંસને મુખ્યેત્વેક ત્રણ વિભાગમાં વિભાજીત કરેલ છે.

  1. વિભાગ -૧ સામાન્ય માહિતી
  2. વિભાગ -ર ખેતી વિષયક માહિતી
  3. વિભાગ –૩ પશુપાલન અંગેની માહિતી

વિભાગ -૧ સામાન્ય માહિતી

પ્રસ્તુમત અભ્યાકસમાં વિભાગ -૧ ની સામાન્ય માહિતીમાં સ્ત્રીા – પુરૂષનું પ્રમાણ, વ્યપવસાય અંગેની માહિતી તેમજ શિક્ષણનું પ્રમાણ વગેરેનો સામાવેશ થાય છે.

(અ) સ્ત્રી – પુરૂષ પ્રમાણઃ

કોષ્ટીક – 1 સન 2011 ની વસ્તીે ગણતરી અનુસાર સ્ત્રીર – પુરૂષનુ પ્રમાણ

કોષ્ટક -1 દર્શાવે છે કે સન 2011 ની વસ્તી2 ગણતરી પ્રમાણે ધનસુરા તાલુકામાં અને પાંચકુહાડામાં વસ્તીુનું પ્રમાણ અનુક્રમે 135001 અને 1174 છે. જ્યારે ધનસુરા તાલુકામાં અને પાંચકુહાડામાં કુલ વસ્તીનમાં સ્રીપ્રનું પ્રમાણ અનુક્રમે 48.07% અને 37.35 % છે.

(બ) વ્યુવસાયઃ

પાંચકુહાડા ગામમાં પ્રજાનો મુખ્ય્ વ્ય્વસાય ખેતી છે અને તેનો પુરક વ્ય્વસાય પશુપાલન છે. જોકે છેલ્લાશ 2 વર્ષથી સિંચાઇની મુશ્કે્લી પડતી હોવાથી ખેત મજૂરી કરનારનું પ્રમાણ આ ગામમાં છે. ખાસ કરીને ધનસુરા તાલુકામાં ક્વોરી ઉધોગમાં મજુરી કરવા જનારનું પ્રમાણ ગામમાં છે. કુલ વસ્તીનના (274) 37.96 % (104) વસ્તી ખેતી કરે છે. ખેતીની સાથેજ પશુપાલન કરનાર વસ્તી‍નું પ્રમાણ 24.82 % (68) છે. જયારે ખેત મજુરી, બાંધકામ અને અન્ય ક્ષેત્રે કામ કરનારનું પ્રમાણ અનુક્રમે 47(17.15 %), 27(9.85 %) અને 28 (10.22 %) છે. (કોષ્ટમક –2)

કોષ્ટક –2: વ્યવસાય અંગેની માહિતી

(ક) શિક્ષણઃ

પાંચકુહાડામાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ નીચુ છે. અટલુ જ નહી આ ગામમાં ટેકનીકલ શિક્ષણ મેળવનારનું પ્રમાણ શૂન્યન છે અને ઉચ્ચચ શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછુ છે. શિક્ષણના પ્રમાણ અંગેની માહિતી કોષ્ટ્ક – ૩ માં દર્શાવેલ છે.

કોષ્ટક -3 શિક્ષણનું પ્રમાણ

કોષ્ટ ક -3 દર્શાવે છે કે પાંચકુહાડા ગામમાં પ્રાથમિક શિક્ષણ નું પ્રમાણ વધુ છે. ગામમાં કુલ વસ્તી્ના 41.61 % વસ્તીે પ્રમથમિક શિક્ષણ ધરાવે છે. જ્યારે ટેકનીકલ શિક્ષણ / કોલેજ કક્ષાનુ જ્ઞાન ધરાવતી વસ્તી. નું પ્રમાણ ખૂબ જ નીચુ (કુલ વસ્તીછના 0.73 % ) છે. માત્ર એક જ યુવાન M.Sc માં અભ્યારસ કરે છે. અને એક સ્નાાતક કક્ષાએ અભયાસ કરે છે.

વિભાગ – 2 ખેત વિષયક માહિતી

પાંચકુહાડા ગામની પ્રાથમિક માહિતીના આધારે સ્પ4ષ્ટદ થાય છે કે પાંચકુહાડા ગામના લોકો મુખ્ય ત્વેથ ઘઉ,મકાઇ, કપાસ અને ડાંગરનો પાક પોતાની જમીનમાં લે છે. માત્ર 10 % લોકો જ બાજરીનું વાવેતર કરે છે. ગામમાં 50 ઘરનો મુખ્યર પાક હેઠળનો વિસ્તા ર તેમજ તે પાક પાછળ થતુ ખર્ચ કોષ્ટકક -4 માં દર્શાવેલ છે.

કોષ્ટક – 4 ખેતી પાછળ થતુ ખર્ચ (50 ઉત્ત રદાતાનુ)

કોષ્ટક -4 માં પ્રાથમીક ડેટા અંગેની માહિતીમાં 50 ઉત્તવરદાતાના પાકનો વિસ્તાલર પ્રમાણે એકરદીઠ પાક ઉત્પા,દન ખર્ચ દર્શાવેલ છે. ઘઉના પાકમાં કુલ ઉત્પાિદન ખર્ચમાં ખાતરનું ખર્ચ સૌથી વધુ (કુલ ખર્ચના 44 %) છે. જ્યારે સૌથી ઓછુ ખર્ચ (કુલ ખર્ચના) મજુરીનું છે. પાંચકુહાડા ગામમાં જાતે જ મજુરી કરતા હોવાથી મજુરીનું ખર્ચ ઓછુ થાય છે. એવુ પ્રાથમિક સર્વેક્ષણમાં ઉત્તપરદાતાએ જણાવેલ છે. ઘઉ ઉપ્‍ારાંત કપાસ,મકાઇ,ડાંગર અને મકાઇના પાછળ થતુ ખાતરનું ખર્ચ, બિયારણનુ ખર્ચ, દવા અને સિંચાઇનુ થતુ ખર્ચ કોષ્ટચક – 4 માં દર્શાવેલ છે.

(બ) આવક

કોષ્ટક –5 માં પ્રાથમિક ડેટા અંગેની માહીતીને આધરે 50 ઉત્તરદાતાએ ઉત્પચન્ન‍ કરેલ પાકનુ ઉત્પાદન, કિંમત, કુલ આવક, કુલ ખર્ચ અને ચોખ્ખી આવક દર્શાવેલ છે.

કોષ્ટ ક – 5 (50 ઉત્તઆરદાતાની ખેતીની આવક)

ઘઉ, મકાઇ, કપાસ અને ડાંગરમાંથી થતી આવકમાં ડાંગરમાંથી થતી આવકનું પ્રમાણ સૌથી વધુ છે. ઘઉ, મકાઇ, અને કપાસમાંથી થતી ચોખ્ખીક આવક અનુક્રમે રૂપિયા 91626, 8795, અને 43858 છે. (કોષ્ટપક –5)

વિભાગ – 3 પશુપાલન અંગેની માહિતી

પાંચકુહાડા ગામની પ્રજા ખેતીની સાથે પશુપાલન વ્યિવસાય સાથે સંકળાયેલ છે. 50 ઉત્તકરદાતા પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતીમાં પશુપાલનમાં ભેંસનું પ્રમાણ સૌથી વધુ છે.

કોષ્ટુક – 6 પાંચકુહાડા પશુધન અંગેની માહિતી

પાંચકુહાડામાં ભેંસનું પ્રમાણ (53) કુલ પશુધનમાં (75) સૌથી વધુ છે. ગામમાં લઘુમતીની વસ્તીભ હોવાથી બકરીનુ પ્રમાણ છે. બકરી પાછળ ખર્ચ ઓછું થાય છે. અને બકરીનું દુધ ઘરવપરાશમાં ઉપયોગમાં લેવાય છે તેવું ઉત્તળરદાતા પાસેથી જાણવા મળેલ છે.

પશુપાલન અંગેનો ખર્ચ

50 ઉત્તનરદાતાની પ્રાથમિક માહિતીના આધારે પશુપાલન વ્યઉવસાય પાછળ થતુ ઘાસ, દાણ, પાપડી આરોગ્યન અંગેનું ખર્ચ વગેરે કોષ્ટ ક – 7 માં દર્શાવેલ છે.

પશુપાલન પાછળ થતા ખર્ચમાં સૌથી વધુ ખર્ચ ઘાસ માટે થાય છે. (કુલ ખર્ચના 38.51 %) જ્યારે આરોગ્યથ પાછળ સૌથી ઓછુ ખર્ચ (કુલ ખર્ચના 6.70 %) થાય છે.

કોષ્ટેક – 8 દૂધનું ઉત્પાકદનઃ (50 ઉત્ત3રદાતાનું)

પાંચકુહાડામાં ભેંસ અને ગાયનાં દૂધનું કુલ ઉત્પાવદન તથા ઘરદીઠ દૈનિક ઉત્પાૂદન કોષ્ટુક – 8માં દર્શાવેલ છે.

ગામના લોકો સાથેની પ્રત્ય ક્ષ ચર્ચામાંથી એવુ જાણવા મળ્યુ છે કે ભેંસ 365 દિસવમાંથી 330 દિવસ દૂધ આપે છે અને ગાય 270 દિવસ દૂધ આપે છે. આ માહિતીને આધારે ભેંસ અને ગાયના દૂધનુ ઉત્પા દન, તેની વ૫રાશ અને વેચેલ દૂધ અંગેની માહિતી કોષ્ટ ક 8 માં દર્શાવેલ છે.

પશુપાલન વ્યઅવસાયમાંથી થતી આવક

કોષ્ટક -9 પશુપાલન વ્ય વસાયની 50 ઉત્ત.રદાતાની આવક

પ્રાથમિક સર્વેક્ષણના આધારે મળેલી પાશુપાલન વ્યિવસાયમાંથી થતી આવક અને ચોખ્ખીિ આવક કોષ્ટરક -9 માં દર્શાવેલ છે. પશુપાલન વ્યપવસાયમાંથી થતી કુલ આવક રૂપિયા 150860 થાય છે. જ્યારે કુલ ખર્ચ રૂપિયા 124835 થાય છે. આથી પશુપાલન વ્યતવસાયમાંથી પ્રાપ્તક થતી ચોખ્ખી. આવક રૂપિયા 26025 થાય છે.

કોષ્ટ્ક – 10 પ્રાથમિક સર્વેક્ષણના આધારે પહાડપુર ગામની અન્યુ વિગતઃ

પ્રાથમિક સર્વેક્ષણમાં ઉત્તિરદાતા પાસેથી કેટલીક આર્થિક માહિતી મેળવવાનો પ્રયત્નર કરેલો છે જે કોષ્ટણક – 10 માં દર્શાવેલ છે. ગામમાં મોટાભાગના (94 %) લોકો પાસે રહેવાનું પાકુ મકાન નથી એટલુ જ નહી સંડાસ બાથરૂમની સુવીધા ગામમાં ઓછી છે. આ ગામમાં પીવાનું પાણી સહેજ લાલાશ પડતુ મળે છે અને તે પીવાલાયક નથી એવુ હિંમતનગરની વાસ્મોં એ કરેલ પાણીની ચકાસણીના રિપોર્ટનું તારણ છે. પાંચકુહાડામાં દર દસેક વ્યગક્તિએ એક વ્યંક્તિને ચામડીનો રોગ છે.

ઉપરોક્ત સમગ્ર માહિતી દર્શાવે છે કે પહાડપુર ગામના લોકોની આર્થિક અને સામાજિક પરિસ્થિાતિ ખૂબ જ નબળી છે.

સૂચનોઃ

પહાડપુર ગામની પ્રાથમિક માહિતી અને આર્થિક સર્વેક્ષણના આધારે નીચેના કેટલાક સૂચનો કરી શકાય.

  1. પહાડપુર ગામમાં શિક્ષણ અંગે જાગૃતતા કેળવાય તેવા પ્રયત્નો્ થવા જોઇએ.
  2. ગામના લોકોને ઇન્દીકરા આવાસ,સરદાર આવાસ અને સમાજકલ્યા ણ આતાની મકાન સહાય યોજનાનો લાભ મળવો જોઇએ.
  3. પીવાના પાણીની સગવડ માટે વોટર વર્કસ ચાલુ કરવા જોઇએ.
  4. ગામમાં આંગણવાડીમાં પીવાના પાણીની વ્યાવસ્થા નથી જે થવી જોઇએ.
  5. ગામમાં પ્રાથમિક આરોગ્યાની સુવિધા કરવી જોઇએ.
  6. પાંચ કુહાડામાં હેલ્પ્ સેન્ટરર નથી જેની આવશ્ય કતા છે.
  7. આ ગામમાં ગામ અને શાળાને જોડતો રસ્તોવ કાચો છે. જેથી શાળાને જોડતા માર્ગ અસુવિધા યુક્ત છે. જેથી શાળાને જોડતા માર્ગની આવશ્ય કતા હોઇ તે પાકો બનાવવો જોઇએ.
  8. શાળામાં પ્રાર્થના ખંડ, પુસ્ત કાલય, કોમ્યુતા ટર લેબ શરૂ કરવા જોઇએ.
  9. પાંચકુહાડામાં ઓછા પાણીથી થતાં પાકો જેવા કે મગ,ચણા, તુવેર, રાયડો વગેરેનું વાતેતર કરવું જોઇએ.
  10. ગામમાં સીવણ, હાથવણાટ, ગૂંથણ સાબુ, અગરબત્તી પગલુછણીયા, મીણબત્તી બનાવવી, ચોક ,દોરડા બનાવવા વગેરે ગૃહ ઉધોગ શરૂ થાય તો ભાઇએ અને બહેનોએ કામ મળી રહે અને તેમની આવક વધતા તેમની આર્થિક પરિસ્થિગતીમાં સુધારો થઇ શકે.
ઉપરોક્ત સૂચનોનો અમલ થાય તો ગામની આર્થિક–સામાજિક પરિસ્થિાતીમાં સુધારો થઇ શકે.

*************************************************** 

પ્રા.ર્ડા. રમાબેન જે. શાહ
એસોસીએટ પ્રોફેસર, અર્થસાસ્ત્ર વ‍િભાગ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ઘનસુરા
&
પ્રા. ર્ડા. ગોપાલભાઇ જે. પ્‍ાટેલ
એસોસીએટ પ્રોફેસર, હોમ સાયન્સ
આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ઘનસુરા
Mo.No.9426571108
E-mail: dr.gopalpatel@yahoo.com

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us